SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 9 પ્રબુદ્ધ જીવન માટે ખાલી રાખવામાં આવેલી ખુરશીમાં બેસી જાય છે. અને તે સાથે આ નાટકનું સૌથી વધુ નાટ્યાત્મક દ્રશ્ય શરૂ થાય છે. મેકબેથ પ્રેતને જોયા વિના મહેમાનોને કહે છે ‘જો ઉમદા બેંકવો અહીં હાજર હોત તો આ ભોજનખંડમાં આપણા બધા માનવંતા ઉમરાવો ભેગા થયા હોત.' તે સાથે જ તેની દ્રષ્ટિ પોતાના માટે ખાલી રાખવામાં આવેલી ખુરશીમાં બેઠેલા પ્રેત ઉપર પડે છે અને તે એકદમ ચમકીને પૂછે છે, ‘આ કોણે કર્યું ?’ ‘ ‘શું નામદાર,’ એક ઉમરાવ તેને પૂછે છે, પણ મેકબેથ તે સાંભળ્યા વિના પ્રેતને ઉદ્દેશીને તકહે છે : ‘તું કહી શકે એમ નથી કે એ મેં કર્યું છે.' (એટલે કે મેકબેથ માને છે કે મારા પાસે કરાવેલી હત્યા પોતે કરેલી ન ગણાય.) તારાં લોહીવાળા વાળનાં ઝુમખાં મારી પાસે ઉછાળ નહિ.’ મહેમાનોએ તો પ્રેતને જોયું જ નથી એટલે મેકબેથ પ્રેતને ઉદ્દેશીને જે કહે છે તે તેમને સમજાતું નથી અને તેથી એક મહેમાન કહે છેઃ ‘સજ્જનો ઊભા થઇ જાવ, નામદારને ઠીક નથી.' લેડી મેકબેથ મહેમાનોને એમ ન કરવાનું સમજાવે છે અને કહે છેઃ ‘માનવંતા મિત્રો મારા નામદાર પતિને ઘણીવાર આમ થાય છે. તે યુવાન હતા ત્યારથી તેમને આમ થતું આવ્યું છે. થોડી જ વારમાં તેમને સારું થઇ જશે. તેમની પ્રત્યે ધ્યાન આપ્યા વિના જમવાનું ચાલુ રાખો.' મહેમાનોને આમ સમજાવીને લેડી મેકબેથ મહેમાનો સાંભળે નહિ તેમ મેકબેથના કાનમાં કહે છે, ‘તમે મરદ છો કે નહિ ?' ‘હા, મરદ છું, અને તેય બહાહાદુ૨,’ મેકબેથ ઉત્તર આપે છે. ‘મેં હિંમત રાખીને જે જોયું છે તે તો શયતાનને પણ ભયભીત કરી મૂક એવું છે.’ ‘કેવો અર્થહીન બકવાદ કરો છો,' મેકબેથને ભાનમાં લાવવા લેડી મેકબેથ કટાક્ષ કરે છે. 'આ તો ડંકનના શયનખંડમાં જવા તમને લલચાવતા પેલા ખંજર જેવું જ તમારા ભયનું સર્જન છે. તમે આમ ચમકો છો અને આવેશમાં આવી ગયા છો તે તો શિયાળાની રાતે તાપણી પાસે બેસીને દાદીમાની વાતો સાંભળીને બાળકો ચમકે એના જેવું છે. જરા શરમાઓ અને વિચાર કરો. તમે જુઓ છો તે તો માત્ર બેસવાની ખુરશી જ છે.' ‘મહેરબાની તરીને ત્યાં જો તો ખરી,' મેકબેથ ઉત્તર આપે છે. અને પછી પ્રેતને ઉદ્દેશીને કહે છેઃ ‘તું માથું ધુણાવે છે તો મારી સાથે બોલને. જો કબરો દાટી દીધેલાં શબોને આમ બહાર મોકલે તો તો સમડીઓના પેટને જ કબરો બનાવવી પડશે.’ મેકબેથના આ વચનો સાથે પ્રેત અદ્રશ્ય થઇ જાય છે.’ મહેમાનોની જેમ લેડી મેકબેથે પણ પ્રેતને જોયું નથી એટલે તે મેકબેથને મહેણાં મારવાનું ચાલુ રાખે છે, ‘શું કામ મૂરખની જેમ નામરદ બની ગયા છો.' હું અહીં ઊભો છું તે સાચું હોય તો મેં તેને (એટલે કે બેંકવોને) જોયા જ છે.’ મેકબેથ કહે છે. ‘ છિ: શ૨માઓ જરા,' લેડી મેકબેથ કહે છેઃ પણ મેકબેથ તેને સાંભળ્યા વિના જ બોલવાનું ચાલુ રાખે છે. ‘લોહી તો પ્રાચીનકાળથી રેડાતું આવ્યું છે, પણ હવે મારી નાખેલો માણસ માથામાં વીસ મરણતોલ ઘા સાથે કબરમાંથી પાછો આવે છે. આ તો એવી હત્યા કરતાંય વધારે વિચિત્ર છે.' લેડી મેકબેથ હવે મહેમાનો સાંભળે તેમ મેકબેથને કહે છેઃ ‘નામદાર, આપના માનવંતા મિત્રોને આપનો સાથ આપો.' પ્રેત અદ્રશ્ય થઇ ગયું હોવાથી મેકબેથ સ્વસ્થ થયો છે અને મહેમાનોને આવકાર આપતાં કહે છેઃ ‘લાવો, મને મઘ આર્પો, પ્યાલી પૂરેપૂરી ભરો, ભોજન માટે બેઠેલા અને જેની ગેરહાજરી આપણને સાલે છે તે બેંકવો, સર્વેને આનંદ ઇચ્છતો હું.આ પીઉં છું.' મેકબેથના આ શબ્દો સાથે જ બેંકવોનું પ્રેત વળી પાછું મેકબેથ માટે ખાલી રાખવામાં આવેલી ખુરશીમાં બેસે છે, તેને જોઇને મેકબેથ કહે છેઃ ‘જા, જતું રહે, મારી આંખ આગળથી. તારાં હાડકાં અસ્થિમજજા વિનાનાં છે, તારું લોહી ઠંડું છે, તું મારી સામે ડોળા કાઢીને જે આંખોથી જુએ છે તે આંખોમાં કંઇ જોવાની કે સમજવાની શક્તિ નથી. કોઇપણ માણસ જે હિંમત બતાવી શકે તે હું બતાવી શકું એમ છું. તું રશિયાના રીંછનું રૂપ લઇને આવ, કે શિંગડાંવાળા ગેંડાનું રૂપ લઇને આવ, અથવા ભયંકર વાઘનું રૂપ લઇને આવ, મારા જ્ઞાનતંતુઓ જરાય નહિ ધ્રુજે, અથવા તા. ૧૬-૧-૯૬ જીવતો થા અને કોઇ નિર્જન પ્રદેશમાં તું મને તારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવાનો પડકાર કર, ત્યારે જો હું ધ્રૂજી ઊઠું તો કહેજે કે હું કોઇ છોકરીની ઢીંગલી જેવો છું. મહાભયંકર છાયા, જતી રહે અહીંથી.' મેકબેથના આ શબ્દો સાથે પ્રેત અદ્રશ્ય થઇ જાય છે અને મેકબેથ કહે છેઃ ‘હાશ, એ જતાં વળી મારામાં હિંમત આવી છે . કૃપા કરીને આપ છો ત્યાં બેસી રહો. મેકબેથના અસંબંધ જેવા લાગતા પ્રપથી કંઇ રોષે ભરાયેલી લેડી મેકબેથ તેને કહે છેઃ ‘તમે આ મિલન સમારંભને ક્ષુબ્ધ કરી મૂકે એવો અતિ વિચિત્ર અર્થહીન પ્રલાવ કરીને હાસ્યવિનોદ અશક્ય બનાવી મૂક્યો છે.' મેકબેથ જાણતો નથી કે પોતાના સિવાય કોઇએ બેંકવોનું પ્રેત જોયું નથી. તેથી તે લેડી મેકબેથને અને મહેમાનોને પૂછે છેઃ ‘ઉનાળામાં વાદળ આવીને અદ્રશ્ય થઇ જાય એના જેવું આજે બન્યું તેનાથી આપણને ભારે આશ્ચર્ય થયા વિના કેમ જ રહે ? જે દ્રશ્યો જોઇને મારા ગાલમાંથી લોહી ઊઠી ગયું હતું. જે જોઇને તમારા ગાલ લાલ રહી શકે એનો હવે હું વિચાર કરું છું ત્યારે મને થાય છે કે જાણે હું મારી જાતને ઓળખતો જ નથી.' ‘કયા દ્રશ્યો, નામદાર,’ એક મહેમાન પૂછે છે. લેડી મેકબેથ હવે સમજી જાય છે કે વાત હાથમાંથી ગઇ છે અને તે મહેમાનોને કહે છે: ‘કૃપા કરીને તેમને કંઇ પૂછો નહિ. તેમની સ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી જાય છે. પ્રશ્નોથી તેઓ આવેશમાં આવી જાય છે. શુભ રાત્રિ, કયા ક્રમ અનુસાર જવું તેનો વિચાર કર્યા વિના તત્કાળ જવા માંડો. (Stand not upon the order your going. But go at once). મહેમાનોના ગયા પછી મેકબેથ લેડી મેકબેથને કહે છેઃ ‘લોકો કહે છે, કે લોહીનો બદલો લોહીથી લેવાય છે. કાલે હું પેલી ગેબી બહેનો પાસે જઇશ, તેમણે વધારે કહેવું જ પડશે. મારું જે ખરાબમાં ખરાબ થવાનું હોય તે નરસામાં નરસા સાધન દ્વારા મેં જાણી લેવાનો નિશ્ચય કર્યો છે. હું મારા પોતાના હિત સિવાય બીજા કશાનો વિચાર નથી કરવાનો, હું લોહીની નદીમાં એટલે સુધી પહોંચ્યો છું કે આગળ વધીને સામે પાર પહોંચું કે પાછો ફરી જાઉં, બેય સરખું કષ્ટદાયક છે.' મેકબેથના મનની અશાંતિ સમજી લેડી મેકબેથ તેને કહે છે, ‘તમને સર્વ રોગોના ઔષધ જેવી નિદ્રા નથી મળતી.' (આપણે જોઇ શકએ છીએ કે મેકબેથને આમ કહેવામાં લેડી મેકબેથ પોતાની જ સ્થિતિનો નિર્દેશ કરે છે.) ‘હા, મેકબેથ કહે છે, ‘ચાલ સૂઇ જઇએ. હું આમ વિચિત્ર રીતે મારી જાતને છેતરી રહ્યો છું, તેનું કારણ આવું કામ પહેલી વાર કરતાં ભય લાગે છે તે જ છે. આપણે હજુ દુષ્ટતાની શરૂઆત જ કરી છે. (We are but young in deed.) બીજા દિવસે મેકબેથ ગેબી બહેનો વધારે પાસે જાણવા જાય છે ત્યારે ત ગેબી બહેનો તેને પોતાની મેલી વિદ્યાથી ઉત્પન્ન કરેલાં ચાર દ્રશ્યો બતાવે છે. સૌપ્રથમ ગાજવીજ સાથે શસ્ત્રસજ્જ માથાની છાયા જેવી એક આકૃતિ (apparition) પ્રગટ થઇને મેકબેથને ત્રણ વાર સંબોધન કરીને મેકડફથી ચેતતા રહેવાનું કહે છે. એવી જ રીતે ગાજવીજ સાથે લોહીથી ખરડાયેલા બાલકની છાયા જેવી આકૃતિ પ્રગટ થઇને મેકબેથને ત્રણ વાર સંબોધન કરીને કહે છે,, ‘બહાદુર થઇને હિંમતપૂર્વક લોહી રેડજે, માણસના બળને હસી કાઢજે, કારણ કે સ્ત્રીએ જન્મ આપ્યો હોય એવો કોઇ પણ મેકબેથને નુકશાન નહિ કરી શકે.' તે પછી વળી ગાજવીજ સાથે માથે તાજ અને હાથમાં વૃક્ષ સાથે બાળકની છાયા જેવી કૃતિ પ્રગટ થઇને મેકબેથને કહે છેઃ ‘મોટું બનમ વનડન્સિનેઇનની મોટી ટેકરીની દિશામાં આવે નહિ ત્યાં સુધી મેકબેથને કોઇ હરાવી નહિ શકે. ’ અંતે એક પછી એક એમ છાયા જેવી ૮ રાજાઓની હાર પ્રગટ થાય છે તેમાં ૮મા રાજાની આકૃતિમાં કાચનો ગોળો હોય છે અને એ ૮ રાજાઓની હારને અનુસરતું બેંકવોનું પ્રેત ચાલતું હોય છે. આઠમા રાજાની આકૃતિમાં કાચનો ગોળો છે તેમાં વળી મેકબેથ બીજા ઘણાં બધાં રાજાઓની આકૃતિઓ જુએ છે અને બેંકવોનું પ્રેત મેકબેથની સામે જઇને હસતું હસતું એ સર્વ રાજાઓ પ્રત્યે આંગળી ચીંધીને તેમને પોતાની
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy