________________
તા. ૧૬-૯-૯૬ અને તા. ૧૬-૧૦-૯૬
પ્રબુદ્ધ જીવન
મારી વાચનયાત્રા
] પન્નાલાલ ૨. શાહ
વ્યક્તિના ઘડતરમાં કેટલાંય પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. તેમાં અનુવંશ સંસ્કાર, કૌટુમ્બિક વાતાવરણ, વિદ્યાર્થી જીવનમાં શાળાકિય પરિસર, ધર્મના સંસ્કાર, લલિત કળાઓ અને સાહિત્ય મુખ્ય ગણી શકાય. આ યાદી હજુ લંબાવીએ તો તેમાં ચલચિત્ર અને સોબત ઉમેરી શકાય. ઇ.સ. ૧૯૫૪માં હું જ્યારે ફોર્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતો હતો ત્યારે તર્કબદ્ધ અને ન્યાયયુક્ત વિચારસરણીના સૌ પ્રથમ સંસ્કાર મારા જીવનમાં પ્રગટ થયાં.
હું જ્યારે ઇ.સ. ૧૯૫૭-૫૮માં શાળામાં અભ્યસ કરતો હતો. ત્યારે મારામાં ઐતિહાસિક દષ્ટિએ વિચારવાના સંસ્કાર-બીજ રોપાયાં. એ વખતે અમારા ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં એક પાઠ હતોઃ ‘જીવનચરિત્રનો આદર્શ'. એ પાઠના લેખક હતા શ્રી નગીનદાસ પારેખ. એ પાઠમાં આદર્શ જીવનચરિત્રોનો ઉલ્લેખ હતો, એ ઉલ્લેખમાં કરસનદાસ મૂળજીનો પણ સમાવેશ થતો હતો. મારા મનમાં કરસનદાસ માણેક અને કરસનદાસ મૂળજી અંગે દ્વિધા થઇ. એટલે અમારા ગુજરાતી ભાષાના શિક્ષક શ્રી નગીનદાસ ટી. શેઠને આ બાબત પૃચ્છા કરી. એમણે ફોડ પાડ્યો કે કરસનદાસ મૂળજી અને કરસનદાસ માણેક એ બન્ને અલગ વ્યક્તિઓ છે. કરસનદાસ મૂળજી મહાન સમાજસુધારક હતા અને તેમને જદુનાથજી મહારાજ સામે લાયબલ કેસ લડવો પડ્યો હતો. તેઓ સંભવતઃ મહુવાના કપોળ ગૃહસ્થ હતા, પરંતુ એ વિષે પ્રમાણભૂત આધાર મળતો નથી. આ વાત મારા મનમાં અંક્તિ થઇ
ગઇ.
ઇ.સ. ૧૯૫૭-૫૮માં સને ૧૮૫૭ની ક્રાંતિ વિષે મહુવા નગરપાલિકાએ મહુવાના નાગરિકો માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં મેં પણ ભાગ લીધો. નિબંધનો મારો વિષય હતો : ઇ. સ. ૧૮૫૭ વિપ્લવ કે ક્રાંતિ ?' આ નિબંધ લખતાં પહેલાં મેં મહુવામાં ઉપલબ્ધ ઇતિહાસનાં કેટલાંય પુસ્તકો અને સામયિકોનું વાંચન કર્યું હતું. આ રીતે ઇતિહાસ અને સંશોધન અંગેના સંસ્કાર મને વાંચન દ્વારા મળ્યા અને એ વાચનથી મારું ઘડતર થયું છે.
ઇ.સ. ૧૯૫૮માં મેટ્રિક થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે હું મુંબઇ આવ્યો. ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઇ)માં મને પ્રવેશ મળ્યો અને ત્યાં વિદ્યાર્થીગૃહમાં રહેવાનું થયું. આ સંસ્થાનું પુસ્તકાલય બહું સમૃદ્ધ છે. નવલકથા, કાવ્યો, નાટકો, વિવેચન, અધ્યાત્મ, જીવનચરિત્ર, માનસશાસ્ત્ર, આયુર્વેદ વગેરેના વિભાગવાર વીશ હજારથીય વધુ પુસ્તકો હતાં. અહીં તો મને અદ્ભૂત ખજાનો હાથ લાગ્યાની અનુભૂતિ-પ્રતીતિ થઇ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે અમારે ધાર્મિક અભ્યાસ કરવાનો હતો. એ અભ્યાસક્રમમાં ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' લે, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઇ અને શ્રી હરિસત્યભટ્ટાચાર્યકૃત 'જિનવાણી યાને તુલનાત્મક દૃષ્ટિએ જૈન ધર્મ' એમ બે પુસ્તકોનો મારા પર વિશેષ પ્રભાવ પડ્યો છે. અન્ય પુસ્તકોમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ચકૃત ‘યોગશાસ્ત્ર', વાચક ઉમાસ્વાતિકૃત ‘ તત્ત્વાર્થાધિગમ સૂત્ર’ અને ન્યાયવિજયજીકૃત ‘જૈનદર્શન' વગેરે હતાં.
‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ની મારા પર એ અસર થઇ સ્વ. કરસનદાસ મૂળજીના વતન વિષે ક્યાંયથી આધાર મળે તો મેળવવા પ્રયત્ન કરવો રહ્યો. પરિણામે વિદ્યાલયના પુસ્તકાલયના અંગ્રેજી વિભાગમાં Late Karsandas Mulji Birth Centenery Commemoration 'Volume ઇ.સ. ૧૯૩૨માં પ્રગટ થયેલ તે ધ્યાનથી જોઇ ગયો, પરંતુ તેમના વતન વિષે કોઇ ચોક્કસ આધારભૂત
૫
માહિતી સાંપડી નહીં. માત્ર એટલું જ એમાં જણાવાયું હતું કે તેઓ સૌરાષ્ટ્રના કપોળ સદ્ગૃહસ્થ હતા. મારા મતે કપોળ વણિક જ્ઞાતિ ભાવનગર અને અમરેલી જિલ્લા પૂરતી મર્યાદિત છે. એટલે એ નક્કી થયું કે તેઓ ભાવનગર અગર અમરેલી જીલ્લાના વતની હતા. ઇ. સ. ૧૯૬૩ના ડિસેમ્બરની પંદરમી તારીખે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું સાહિત્ય એકત્રિત કરવા હું મહુવા ગયો ત્યારે મહુવાની નેટીવ લાઇબ્રેરીમાંથી મને વિ. સં. ૧૯૫૨મા પ્રગટ થયેલ ‘મહાજન મંડળ'નામનું પુસ્તક મળ્યું. તેમાં ભગવાન રામથી માંડીને સ્વામી વિવેકાનંદ સુધીના મહાનુભાવો વિષે પુષ્કળ માહિતી હતી, આ પુસ્તકમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, જાદુગર પ્રા. નથ્થુ મંચ્છા અને શ્રી કરસનદાસ મૂળજી વિષે આધારભૂત માહિતી હતી. તેમાં કરસનદાસ મૂળજીના વતન વિષે એમ જણાવાયું હતું કે તેઓ મહુવાની પાસેના વડાલ ગામના વતની હતા અને કપોળ સદ્ગૃહસ્થ હતા. આ ત્રણેય મહાનુભાવો મહુવાના હતા. આ આધાર પર ‘મહુવાની અસ્મિતા' નામના મેં સંપાદિત પુસ્તકમાં શ્રી કરસનદાસ મૂળજીના જીવનકાર્ય વિષેના લેખનો મેં સમાવેશ કર્યો હતો.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પુસ્તકાલયમાં વિવિધ ધર્મોનાં પુસ્તકોનું મેં યથાશક્તિ, યથામતિ વાચન કરેલું. ભાવનગર રાજ્યના મુખ્ય એન્જિનિયર સ્વ. છગનલાલ જીવણલાલ પારેખ મારા ફૂવા થાય. તેઓ આધ્યાત્મિક જીવ, તેમણે મને પત્ર દ્વારા વિવિધ ધર્મોના કયા કયા પુસ્તકો વાંચવા જેવાં છે એ અંગેનું નિયમિત માર્ગદર્શન આપેલું. ગાંધીજીનું ‘અનાસક્તિ યોગ' વાંચ્યા પછી મારા મનમાં એ દઢ પ્રતીતિ થયેલી કે ધર્મ- અધ્યાત્મ અને પરંપરામાંથી ન્યાયની દષ્ટિએ જે વાજબી ન જણાય તેનો અસ્વીકા૨ ક૨વો, એટલું જ નહિ પરંતુ એવું પ્રતિપાદન કરાતું હોય તો તેનો ન્યાયની દષ્ટિએ વિવેક જાળવીને સામાન્યજનને ખ્યાલ આપવો.
વિવિધ ધર્મોના પુસ્તકોના વાચનથી તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ અને સંશોધનની મને ટેવ પડી. ઇ.સ. ૧૯૬૯માં હું જ્યારે હાઇપર એસીડીટીથી પિડાતો હતો અને સ૨ હરકીશનદાસ હોસ્પિટલમાં દાખલ થયો હતો એ દરમિયાન ‘સર્વીયધ્યાન’ નામના પુસ્તકનું મેં વાચન કર્યું. દસમાં સૈકામાં થયેલા શુભચંદ્રાચાર્ય વિરચિત ‘જ્ઞાનાર્ણવ’ નામના ગ્રંથના બે પ્રકરણોનો ગુજરાતી અનુવાદ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ કરેલો અને તેનું વિવેચન પં. લાલને કરેલું. આ પુસ્તનું પ્રકાશન ઇ.સ. ૧૯૦૩માં થયેલું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આ પુસ્તકના પુનઃ પ્રકાશન માટે પ્રેસકોપી તૈયાર કરી અને પાદટીપ રૂપે અન્ય ધર્મોમાં પ્રસ્તુત વિષય અંગે ક્યાં સમાનતા હતી તે દર્શાવતા શ્લોક સાથે પુસ્તક તૈયાર કર્યું. (આ પુસ્તકનું પુન : પ્રકાશન ઇ.સ . ૧૯૮૯માં ધી જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ કર્યું છે.) તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરવામાં અને વર્તમાન જગતની વાસ્તવિકતાની દૃષ્ટિએ ધર્મ કેટલો સુસંગત (Relerance) છે તેની વિચારણાનો પાયો પં. સુખલાલજીના પુસ્તક ‘દર્શન’ અને ચિંતન'માંથી નંખાયો તેમજ ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહના આધ્યાત્મિક લેખો અને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન એમના પ્રવચનોમાંથી મને સાંપડતો રહ્યો.
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ની સ્થાન-સ્થળની અનુક્રમણિકા પરથી ‘મહુવા' વિષે ઐતિહાસિક માહિતી મેળવવાના મેં પ્રયત્નો શરૂ કર્યા. તેમાં સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઇનું આ પુસ્તક મારા માટે બહુમૂલ્ય સાબિત થયું. મહુવા વિષેના સંશોધનમાં Some Stone Inscruptions Kathiawar અને ભાવનગરના ગાંધીસ્મૃતિ