________________
પ્રબુદ્ધ જીવન
આત્માચિંતન, હરિ-સ્મરણ, ક્રાન્તિકારી વિચારણા અને સર્વધર્મ સમન્વયના, પ્રયત્નને પ્રચારમાં ગાળ્યો છે.
રામસાથેનો પોતાનો સંબંધ સરલતાપૂર્વક વર્ણવતાં કબીર કહે છેઃકબીર કુંતા રામકા મુતિયા મેરા નાઉ । ગલે રામકી જેવડી, જિત ખેંચે તિત જાઉં
તો તો કરે તો બાહુ ડૌ દુરિ દુરિ કૈ તો જાઉં । જ્યું હરિ રાખ ત્યું રહૌં જો જૈવે સો ખાઉં II
આ પંક્તિઓમાં આત્મ-સમર્પણની અવધિ વરતાય છે પણ આવા નમ્ર સરલ કબીરનો જ્યારે પુણ્ય પ્રકોપ જાગે છે ત્યારે મસ્જિદમાં બાંગ પુકારતા મુલ્લાં અને પોથી–પંડિતોને તેજીલી તેજાબની વાણીમાં સંભળાવે છે ઃ
ના જાને તેરા સાહબ કૈસા હૈ ।
મસજિદ ભીતર મુલ્લા પુકારે,
કયા સાહબ તેરા બહિરા હૈ ? ચિઉંટી કે પગ નેવર બાજે, સો ભી સાહિબ સુનતા હૈ । પંડિત હોય કે આસન મારે, લમ્બી માલા જપતા હૈ અંતર તેરે કપટ-કતરની સૌ ભી સાહિબ લખતા હૈ સાપ કાંચળી બદલે એટલે કંઇ એનું ઝેર જાય નહીં તેમ બાહ્ય વેષ-પરિવર્તન અને બાહ્યાચારથી ચિત્તશુદ્ધિ થાય નહીં. તીર્થ સ્થાન, પ્રતિમા-પૂજા, પુરાણ-કુરાન પરત્વેની અંધશ્રદ્ધાની ઠેકડી કરતાં કહે છેઃ
તીરથ મેં તો સબ પાની હૈ, હોવે નહીં કછુ અન્હાય દેખા | પ્રતિમા સકલ તો જડ હૈ ભાઇ, બોલે નહીં બોલાય દેખા II પુરાન-કુરાન સબ બાત હૈ, યા ઘટકા પરદા ખોલ દેખા | અનુભવ કી બાત કબીર કહેં યહ, સબ હૈ ઝૂઠી પોલ દેખાI પ્રતિમા-પૂજાથી હરિ મળે ? રામ રામ કરો. કબીર કહે છે :પથ્થર પૂજે હરિ મિલે, તો મેં પૂજુ સબ પહાડ, ઇસસે તો ચક્કી ભલી, પીસ ખાયૈ સંસાર'.
મંદિર-મસ્જિદમાં જ નહીં પણ ઘટઘટમાં–સચરાચરમાં જેના સ્વામી સમાય છે તેવા સંત કવિ કબીરની જીવનભરની ઇષ્ટ પ્રવૃત્તિ સર્વ-ધર્મ-સમન્વયની હતી. એક પદમાં તે ગાય છેઃ
‘અલ્લાહ, રામ, કરીમા, કેશવ હરિ હજરત નામ ધરાયા, ગહના એક, કનક તે ગહના ઇનમેં ભાવ ન દૂજા ! કહન સૂનન કો દુઇ કરે થાયે, એક નિમાજ, એક પૂજા, વહી મહાદેવ, વહી મહમ્મદ બ્રહ્મા, આદમ કહિયે,
તા. ૧૬-૯-૯૬ અને તા. ૧૬-૧૦-૯૬
કો હિન્દુ, કો તુરક કહાવે,એક જમીં પર રહિયે ! વેદ, કિતાબ પઢે વે કુતબાં, વે મોલવા, વે પાંડે, બેગર, બેગર કે નામ ધરાયે એક મટિયા કે ભાંડે !
આમ નામ રૂપ જૂજવાં, પણ અંતે તો એક જ સુવર્ણના અલંકાર,, એક જ માટીનાં ભાડ-વાસણ,
કબીરના વ્યક્તિત્વ સંબંધે ડૉ. હઝારીપ્રસાદ દ્વીવેદી લખે છેઃકબીર નખશિખ મસ્ત માનવી છે. સ્વભાવે ફક્કડ, આદતે અક્કડ, ભક્ત સમક્ષનમ્ર, પાખંડી સમક્ષ પ્રચંડ, દિલના સાફ, દિમાગના દુરસ્ત, ભીતરમાં કોમલ, બહાર કઠોર, જન્મે અસ્પૃશ્ય, કર્મે વંદનીય. એ જે કંઇ કહે છે તે અનુભવને આધારે કહે છે. એટલે એમની વ્યંગ ઉક્તિઓમાં આરપાર વિંધી નાખે તેવી ચોટ આવે છે.’
કબીરના વ્યક્તિત્વના અનેક પાસાં છે. એ ભક્ત છે, સંત છે, કવિ છે, ધર્મગુરુ છે, સમાજ-સુધારક છે, સર્વધર્મ સમન્વયવાદી છે, હિન્દુ-મુસ્લિમ-ઐક્ય વિધાયક છે, વેદાન્તી દાર્શનિક છે, વિશેષ સંપ્રદાયના પ્રતિષ્ઠાતા છે. . . આવું ઘણું બધું છે, પણ જો એ ભક્ત નથી તો કશું જ નથી, એમના જીવનમાં ભક્તિ જ મુખ્ય છે, બાકીની બધી ‘બાય પ્રોડક્ટ’ છે.
રૂઢિચુસ્ત સનાતની હિન્દુઓની જેમ મુસલમાનોને પણ કબીર ઉપાદાન છે અને તે પણ એકમાત્ર ઉપાદાન નથી.’ સંભળાવે છે ઃ–
દિન કો રોજા રહત હૌ, રાતિ કટત હૌ ગાય, યહ ખૂન, વહ બંદગી, ક્યોં કર ખુશી ખુદાય ? મુસલમાનોએ કબીરને કાફર કહ્યા. અન્યનાં ગળાં કાપે શિશામાં ઉતારે, જૂઠું બોલે તે કાફ૨. કબીર કહે છે :ગલા કાટ બિસ્મલ કરે, વોહ કાફર બેસૂઝ,
ચારો વર્ણમેં હરિજન ઊંચે–એવી કબીરની માન્યતા હતી...શ્રદ્ધા હતી. પોતાના સ્વામીની વાત કરતાં કબીર કહે છે ઃ
જોગી ગોરખગોરખ કહૈ, હિન્દુ રામનામ ઉચ્ચારે । મુસલમાન કહૈ એક ખુદાઇ, કબીરા કો સ્વામી ઘાંટ ઘટ રહ્યો સમાઈ
કવિવર ટાગોરની ‘ગીતાંજલિ’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો... એમને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે, પાશ્ચાત્ય, ધર્મવ્યવસાયીઓ કહેવા લાગ્યા કે ગીંતાંજલિ પર ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રભાવ છે...ત્યારે કવિવરે સંતકવિ કબીરને પોતાના પૂર્વસૂરિ રૂપે ‘કબીરવાણી’ અંગ્રેજીમાં પ્રગટ કરીને, દર્શાવ્યા. ત્યારે પેટ્સ વગેરેને લાગ્યું કે કવિવરે કબીરનો અનુવાદ ન કર્યો હોત તો સારું થાત...કેમ જે ‘ કબીરના ચોખ્ખા ગાઢા ભક્તિ૨સની સરખામણીમાં કવિવરનો ભક્તિરસ ફિક્કો લાગે છે,' આ આક્ષેપનું નિરસન કરતાં અબૂ સઇદ ઐયૂબ ‘કાવ્યમાં આધુનિકતા’ ગ્રંથમાં, લખે છે : ‘કબીર કેવળ ચોખ્ખા ભક્તજનથી, મૂળે ભક્ત જ છે. કવિતા તેમને મન ગૌણ કાર્ય હતું. કવિ ન થયા હોત તો યે તેમનો ભક્તિરસ લગારે ખંડિત થવાનો નહોતો. બીજી બાજુ, રવીન્દ્રનાથ ચોખ્ખા કવિ છે અને મૂળે કવિ જ છે. ભક્તિ, તો તેમના કાવ્ય સર્જનનું
વિશ્વનું શ્રેષ્ઠ નોબેલ પારિતોષિક જીતનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર, કબીરને પોતાના પૂર્વસૂરિ રૂપે જાહેરમાં સ્વીકારે છે એ વાત કબીર અનેક કવિવર માટે કેવડી મોટી ગૌરવપ્રદ છે !
સાચે જ, કબીર એ કબીર છે. તુલસીદાસ, સૂરદાસ, નરસિંહ, મીરાં, અખો, દયારામ...કોઇપણ સંત કવિની સાથે તેમની તુલના થઇ શકે તેમ નથી. સંત કવિ એ બધાથી ઉફરા છે, નિરાળા જ છે.
‘આતમ મેં પ૨માતમ ઇરસે, સીમેં સાંઇ હમારે',
હંસા પાયે માન સરોવર બિન દેખે જીવ જાયે રે’
મોકોં કહાં ઢૂંઢે બન્દે મૈં તો તેરે પાસમેં ।
કહૈ કબીર સુનો ભાઈ સાધો.
સબ સ્વાંસો કી સ્વાંસ મેં
આવા શબ્દ બ્રહ્મના ઉપાસકને ઉદ્ગાતાને લાખ લાખ વંદન.