________________
G
પ્રબુદ્ધ જીવન
મંદિરમાંથી મૈત્રકકાલીન તામ્રપત્રો અને મહુવા વિસ્તારમાંથી મધ્યકાલીન શીલાલેખો મને સાંપડતા ‘ જૈન સાહિત્યમાં મહુવા' અને ‘મહુવા વિસ્તારના કેટલાંક શિલાલેખો અને તામ્રપત્રો' એમ બે લેખ તૈયાર થઇ શક્યા અને તેનો સમાવેશ ‘મહુવાની અસ્મિતા'માં કર્યો છે.
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'માં મધ્યકાલીન ભાષા સાહિત્ય વિષેના વિભાગમાં સોમસુંદર યુગ, એ યુગમાં સાહિત્યપ્રવૃત્તિ, વિક્રમના સોળમા શતકની ઐતિહાસિક ઘટનાઓ, સોળમા શતકની સાહિત્ય પ્રવૃત્તિઓ, સોળમી સદીનું ગુજરાતી સાહિત્ય, હીરવિજયસૂરિનું વૃત્તાંત, અકબરના દરબારમાં હીરવિજયસૂરિ અને બીજાઓ, સત્તરમા શતકની સાહિત્યપ્રવૃત્તિ, યશોવિજયયુગ, વિનયવિજય, મેઘવિજય વગેરેના સાહિત્યનું લેખન થયું છે. અભ્યાસક્રમમાં આ પુસ્તક હતું એટલે તેનો અભ્યાસ કર્યો અને તેમાં રસ પણ પડ્યો. બાળપણમાં મહુવામાં સ્નાત્ર-પૂજા અને વિવિધ પૂજાઓ અમે ભણાવતા અને તેમાંથી કેટલાંય સ્તવનો અને પૂજાઓ આજે પણ કંઠસ્થ છે એટલે મધ્યકાલીન સાહિત્યમાં મને વિશેષ રસ પડ્યો. તેમાં પ્રા. જયંત કોઠારી કૃત ‘મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન' એ નામની પુસ્તિકાના વાચનથી મને વિશેષ રસ પડતો ગયો. હરિવલ્લભ ભાયાણી સંપાદિત ‘શોધ અને સ્વાધ્યાય' સીમાચિહ્નરૂપ બન્યું. પરિણામે મધ્યકાલીન સાહિત્યના કથાઘટકોનો હું મારા એકાદ બે લેખમાં સરસ વિનિયોગ કરી શક્યો છું.
ઇ.સ. ૧૯૬૦-૬૧માં ડૉ. રમણલાલ પટેલનું ‘માનસદર્શન' પુસ્તક મારા વાંચવામાં આવ્યું. તેમાં માનવીના વર્તનમાં દેખીતી વિસંગતિ અને તેની પાછળ રહેલાં કારણોનું પૃથક્કરણ કરી માનવી આવું વર્તન કેમ કરે છે તે સમજાવવાની સાથે તેની પાછળ રહેલાં માનસ-શાસ્ત્રના નિયમોનું સચોટ દિગ્દર્શન કરાવેલું. આ પુસ્તકના
આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને મંગળવાર, તા. ૧૦-૯-૯૬થી મંગળવાર તા. ૧૭-૧૦૯૬ સુધી એમ આઠ દિવસ માટે ચોપાટી મધ્યે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાનોસંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે
છે.
તા. ૧૬-૯-૯૬ અને તા. ૧૬-૧૦-૯૬
વાચન બાદ માનવીના નિરીક્ષણ કરવાની અને તેની પાછળ રહેલાં મનોવૈજ્ઞાનિક કારણો અને તેનું વિશ્લેષણ કરવાની મને મજા આવતી ગઇ. તેમાંથી આત્મનિરીક્ષણ કરવાની પણ શરૂઆત થતી ગઇ.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
] અહેવાલ-ચીમનલાલ એમ. શાહ, ‘કલાધર’
માનસિક તનાવ-કારણ ઔર નિવારણઃ પ્રથમ દિવસે આ વિષય પર વ્યાખ્યાન આપતાં પૂ. મુનિશ્રી રાકેશકુમારજીએ જણાવ્યું હતું કે આજના અતિ વ્યસ્ત જીવનમાં માનસિક તનાવનું પ્રદૂષણ વધતું રહ્યું છે. માનસિક તનાવના કારણોમાં (૧) આત્મ વિસ્મૃતિ (૨) અસંતુલિત જીવનશૈલી (૩) પદાર્થ પ્રતિબદ્ધતા (૪) પ્રતિસ્પર્ધા (૫) પ્રતિક્રિયા અને (૬) નકારાત્મક વિચારધારા મુખ્ય છે. માનસિક તનાવ ઘટાડવા માટે કાયોત્સર્ગ અને ધ્યાનના પ્રયોગો કરવા જોઇએ. માણસે પોતાના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન કરવું જોઇએ. જીવનમાં જેટલું બોલવું જરૂરી છે એટલું જ મૌન રહેવું પણ જરૂરી છે. પ્રત્યેક ક્ષણે આપણે સ્વસ્થ રહેવાનું છે. જગતમાં સર્વ જીવો પ્રત્યે કરુણા અને મૈત્રીભાવનો વિકાસ કરવાનો છે. સહજતાથી જીવવાનું અને વિવેકપૂર્ણ રીતે નિર્ણય લેતાં શીખવાનું છે. પ્રમાદને દૂર કરી પ્રસન્નતામાં મહાલવાનું છે.
મનોવિશ્લેષણ અને મનોવિજ્ઞાનના આ પુસ્તકોના અભ્યાસની અસર એ થઈ કે મારા કેટલાંય લેખોમાં મનોવિશ્લેષણની દષ્ટિએ ઘટના કે પ્રસંગનું અર્થઘટન કરવાનું મારાથી શક્ય બન્યું, જેમ કે ‘ લોકમાનસઃ વિચિત્ર કે ન્યાયયુક્ત અભિવ્યક્તિ?', ‘માનવીના મનની આત્મકથા', ‘મહાભારતના મુખ્ય પાત્રોનું માનસ અને તેનું અર્થઘટન', ‘અપરાધભાવનું ચૈતસિક કક્ષાએ વિચરણ', ‘નિષ્નવવાદના આંતરપ્રવાહો' વગેરે.
આમ પુસ્તકોના વાચન દ્વારા મારું ઘડતર થયું છે. તેથી મારા જીવનમાં (૧) ન્યાયની દૃષ્ટિએ વિચારવાની મને કેળવણી મળી છે. (૨) સંશોધન અને ઐતિહાસિક દષ્ટિએ ઘટનાને મૂલવવાના સંસ્કાર દઢ થયાં છે. (૩) સાંપ્રદાયિક દષ્ટિથી પર ધર્મ અને અધ્યાત્મમાં અભિરુચિ અને તુલનાત્મક દષ્ટિએ ધર્મતત્વની ગવેષણા કરવાની ખેવના રાખવાની ષ્ટિ મળી છે. જો કે આ બાબતમાં પુસ્તકો ઉપરાંત પર્યુષણ પર્વમાં યોજાતી વ્યાખ્યાનમાળાનું પ્રદાન પણ ઘણું છે. (૪) મનોવિશ્લેષણ અને મનોવૈજ્ઞાનિક દષ્ટિએ ઘટના, પ્રસંગ કે જીવનને અવલોકવાની દૃષ્ટિ સાંપડી છે. (૫) પુસ્તકોના અવલોકન અને - વિવેચનની દૃષ્ટિ સાંપડી છે. જીવનમાં સદ્ વાચન કેટલું ઉપયોગી છે એ પાંચ દાયકાના અનુભવે મારા જીવનમાં સ્થાપિત થયું છે અને એટલે જ મારો જીવન-મંત્ર બની રહ્યો છે : Learn as if you are to live for ever Live as if you are to die to-morrow. માની ઃ સદા તું જીવવાનો ધ્યાન સ્વાધ્યાયે થજે, એકાગ્ર પળમાં કાળછે, તૈયારી તું નિત્ય રાખજે.
**
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાન-પુરુષાર્થ આપણો આદર્શ છે પરંતુ આપણે આપણી મર્યાદા પણ સમજી માળાએ આ વર્ષે બાસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો . જ્ઞાન અને સાધનાની લેવાની જરૂર છે. જ્યોત સમી આપણી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાને શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો છેલ્લાં તેર વર્ષથી સતત આર્થિક સહયોગ મળતો રહ્યો.
છે.
॥ નમસ્કાર મહામંત્ર-દિવ્ય જીવનનો દિવ્ય મંત્ર : શ્રી શશિકાંત મહેતાએ આ વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું હતું કે નવકાર મંત્રનો પ્રભાવ અચિંત્ય ચિંતામણિ સ્વરુપ છે. નવકારમંત્ર પ્રથમ સ્વસ્થ, પછી સર્વસ્વ અને છેલ્લે સ્વરૂપસ્થ બનાવે છે. નવકાર મંત્ર મૂળથી આપણું જૈનત્વ સાચવે છે, દિવ્યત્વ આપે છે અને જિનત્વ ભણી લઇ જાય છે. નવકાર મંત્રમાં જીવનના સાત સોપાન રહ્યાં છે. તે છે ઃ (૧) દિવ્ય જીવી બનાવે (૨) દીર્ઘજીવી બનાવે (૩) ધનંજયી બનાવે (૪) શત્રુંજયી બનાવે (૫) મૃત્યુંજયી બનાવે (૬) દિગ્વિજયી બનાવે અને (૭) ચિરંજીવી બનાવે. નવકારમંત્ર આપણને સુરક્ષા, સન્માન, સત્સંગ, સમૃદ્ધિ, શક્તિ, શાંતિ અને સમાધિ અપાવે છે.
* મૃત્યુ વિજયના પંથે : આ વિષય પર વ્યાખ્યાન આપતા શ્રી ચંદ્રહાસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ જગતમાં રોજ હજારો માણસો મૃત્યુ પામે છે. લોકો તેમને સ્મશાનમાં વળાવી પાછા આવી પોતાના કામમાં ગૂંથાય છે પરંતુ મૃત્યુ વિશે કોઇ કોઇ ગંભીરતાથી વિચારતું જ નથી. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આપણી શું ગતિ થશે તે પર થોડું આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડીએ તો ખરેખર મૃત્યુના ભય સામે આપણે ઝૂકી નહિ જઇએ. મૃત્યુ પર વિજય મેળવવો હોય તો સર્વ પ્રથમ જન્મ પર વિજય મેળવવો પડે. જન્મને જીતવો એટલે ભવભ્રમણનો અંત લાવવો. જન્મ પર વિજય આવે એટલે મૃત્યુ પર વિજય આપોઆપ આવી જવાનો. જ્યાં રાગ-દ્વેષ, તૃષ્ણા, અહંકાર રૂપી