SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૯ અર્થાત્આગળ ધપો ! વીરતાથી સામનો કરો !' તારું અમોધ વજ્ર કદી નિષ્ફળ ન જાય, ઇન્દ્ર ! સ્વરાજ્યની અર્ચના કરનાર, આગળ પો.ઈ પ્રબુદ્ધ જીવન રાષ્ટ્ર પ્રેમની ચિનગારી પ્રગટાવનાર, જનતાના હૃદયને વાચા આપનાર, રાષ્ટ્રીય અસ્મિતાને દ્રઢમૂલ બનાવનાર, રાષ્ટ્ર- જાગૃતિના ઉદ્દગાતા અને સ્વાતંત્ર્યના રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આપેલો આગેકદમનો ગુરુમંત્ર વેદકાળના ઉપર્યુક્ત મંત્રનો યુગ યુગથી માનવના હૃદયમાં ગૂંજતો અને ઘૂમતો પ્રતિધ્વનિ છે એવું નથી લાગતું? સ્વાતંત્ર્યની ઝુંબેશ વ્યક્તિગત હો, સમાજગત યા રાષ્ટ્રગત- એમાં આરોહ-અવરોહ, વિરોધ-અવરોધ, આઘાત-પ્રત્યાઘાત આવ્યા વિના રહેતા નથી. ભારતનાં સ્વાતંત્ર્ય દિનને કાકાસાહેબે ભવ્ય-કરુણ દિન કહ્યો છે. કરુણ એટલા માટે કે વિમ ચ મૂતેષુ ના ગીતાસંદેશને ઝીલનારા આ દેશના ભાગલા પડ્યા. દેશ વિભક્ત થયો. ભવ્ય એટલા માટે કે ભારતનું આઝાદી પર્વ દુનિયામાં અજોડ છે. કાળા કેર સામે ય વેરઝેર વિના, લોહીનું ટીપું ય પાડ્યા વિના સત્ય અને અહિંસાના ભવ્ય-દિવ્ય માર્ગે એ મળેલી છે. વિદેશી સલ્તનતની હકૂમત નીચે કચડાતી પરાધીન પ્રજાનો આક્રોશ હોઇ શકે પરંતુ સ્વાતંત્ર્ય પ્રાપ્તિના અવસરે ભૂતકાલીન શાસકો પ્રત્યે વિદ્વેષ ભારતે દાખવ્યો નથી. રાષ્ટ્રપ્રેમ સાથે માનવતાના પ્રેમનો સુયોગ સાધવાનો એકસુચારુ પ્રયત્ન ભારતે કરી બતાવ્યો. રાષ્ટ્રપ્રેમ ખાતર માનવ જીવનમાં ચિરસ્થાયી, સર્વોત્કૃષ્ટ મૂલ્યોનો ભોગ ન આપવાની સાત્ત્વિક ભાવના ભારતની તંદુરસ્ત રાષ્ટ્રભક્તિનું સુચિન્હ છે. ગુરુદેવ ટાગોરે ‘ઘરે બાહિરે'માં સમાજ અને રાષ્ટ્ર કરતાં ય સત્યને મૂઠી ઊંચેરું ગણવાનો સંદેશ આ દેશ સમક્ષ મૂક્યો જ હતો. કૌટિલ્યનું સૂત્ર છે- - राष्ट्र पालयते नित्यं सत्यधर्मपरायणः । ભારતીય સંસ્કૃતિની ભાવના છે; વિભાવના છે, સંવેદના છે કે સ્વાતંત્ર્યની ઝુંબેશ સ્વાતંત્ર્યનું ઝનૂન કદાપિ ન હોઇ શકે . ભારતનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સંસ્કાર નથી સંકુચિત કે નથી વિકૃત. એ તો છે विस्तृत, विश्वभृत् सर्वभूतहितेरतः ઋગ્વેદ કાળથી જ રોજબરોજની પ્રાર્થનાઓમાં દેશનું અને સમગ્ર વિશ્વનું અખંડ સ્વરૂપે દર્શન કરવામાં આવ્યું છે. જનજીવનના સમૃદ્ધિદાતા તરીકે ભારતની અર્ચના કરવામાં આવી છે. દેશભક્તિના એના ઉદ્ગારોમાં ઉગ્ર આવેશમયતા નથી. એમાં તો વણાયેલી છે સ્નિગ્ધ હૃદયની સુકોમલતા. જનની અને જન્મભૂમિની સ્વર્ગથી ય અદકેરી સંતર્પક ગરિમા. વાલ્મીકિ રામાયણનો પ્રસંગ છે. રાવણવધ પછી રામચંદ્રજીને લંકાનું સિંહાસન ગ્રહણ ક૨વાનું સૂચન કરવામાં આવ્યું ત્યારે શ્રીરામના મુખમાંથી સરેલા આ ઉદ્ગારો છે. अपि स्वर्णमयी लङ्का न मां लक्ष्मण रोचते । जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥ અર્થાત્ લંકા સોનાની ભલે હો લક્ષ્મણ ! માતા અને માતૃભૂમિ મને સ્વર્ગ કરતાં પણ પ્રિય છે. સુવર્ણ અને સંપત્તિના મોહમાં માતૃભૂમિને છેહ દઇને અન્યત્ર જઇ વસનાર માટે રામના આ ઉદ્ગાર દીવાદાંડીના અજવાળાં પાથરે છે. ૭ સ્વાતંત્ર્યની જાગતિક કલ્પના વેદકાળથી આજ સુધી સ્ત્રીના સ્વરૂપમાં કરવામાં આવી છે. વાગાભૃણીનું સૂક્ત છે. એક ખમીરવંતી ઋષિકા છે. સમૃદ્ધિની સંગમની છે. પ્રજ્ઞાવાન છે. યજ્ઞીય સ્તુત્ય દેવોમાં સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ છે. સામ્રાજ્ઞી છે. રાષ્ટ્રની અધિષ્ઠાત્રી છે. સ્વયં રાષ્ટ્રી છે. રાષ્ટ્રવિધાત્રી છે. અ ં રાષ્ટ્રી સંગમની વસૂનાં વિવિષ્ણુની પ્રથમા યશિયાનામ | કે સંસ્કૃત વાકયમાં સ્ત્રીને પુરંધ્ર કહી છે. પુરંધિ એટલે પુર, નગર રાષ્ટ્રની રક્ષક અને પોષક. દેશ ભલે ને સ્વતંત્ર હોય પરંતુ સ્વાતંત્ર્યની અધિષ્ઠાત્રી પ્રજાનું ઘડતર કરનારી સ્ત્રી જ જો પરતંત્ર હોય-પછી એ સ્તર માનસિક હો, સામાજિક કે રાષ્ટ્રીય-તો આવનાર પ્રજા માનસિક રીતે કંઇક અંશે પરાધીન જ રહેવાની. આસનાતન સત્યને શ્રીકૃષ્ણ, ગાંધીજી, સરદાર પટેલ, વિનોબાજી જેવા સમાજ હિતચિંતકોએ સ્વીકાર્યું. સ્વરાજ્ય વિશે શ્રી સરદાર પટેલનું મનનીય વિધાન છે. ‘સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નોનો ઉકેલ આવશે એ માન્યતા બરોબર નથી, ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે. તેમને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે જ સ્વરાજ્ય મળશે. એવા સુધારા કાયદાથી થવાના નથી.' મહાભારતનું અર્થઘટન કરતાં શ્રી કરસનદાસ માણેકે એક માર્મિક વિધાન કર્યું–જેનો રાજા કંસ હોય તેની પ્રજા કુબ્જા જ હોય. કુબ્જા એટલે ત્રિવક્રા. ત્રણ ઠેકાણેથી બેવડ વળી ગયેલી. ગરદન, ગોઠણ અને કમ્મર. કમ્મરથી કુબડ એટલે કમ્મરતોડ બોજાથી લદાયેલી. ગરદનથી વાંકી એટલે સ્વમાનથી ઘવાયેલી અને ગોઠણથી વળેલી એટલે કે પગભર નહીં એવી કુબ્જા જેવી પ્રજાને કૃષ્ણ મજાની બનાવી, સરસ સુંદર બનાવી. કંસ મથુરાધિપતિ છે તો કૃષ્ણ મધુરાધિપતિ છે. મથુરાની કબડી પ્રજાને એમણે મધુરા બનાવી. સમાજમાં અનિષ્ટો, અર્થના અનર્થો દૂર થાય તો પ્રજા સત્ય, શિવ, સમન્વિત સુંદર ભાસે. યજુર્વેદમાં આર્ષદ્રષ્ય ઋષિની આર્તપ્રાણ પ્રાર્થના છે. महे चन त्वामद्रिवः परा शुल्काय देयम । ન સહસ્ત્રાય નાથુતાય વગ્નિવો ને શતાય રતમષ । અર્થાત્કદાપિ નહીં વેચું, નહીં વેચું. હે અમૂલખ સૌંદર્યથી યુક્ત અન્તર્યામિન હે દેવ ! હું તને, મારી અંદર રહેલા માંહ્યલાને કોઇ પણ કિંમતે હજારની કિંમતે નહીં, દસ હજારે ય નહીં. અઢળક દ્રવ્યની લાલચે પણ મારા અંતરમાં સ્થિત આત્માને નહીં વેચું. કૌટિલ્યની રાજનીતિનું મૂલભૂત સૂત્ર છે –વાવિવિ ચત્રિં ન થયેત । આ વેદકાલીન ઋષિની નર્મ મર્મ વાણીનું શબ્દવેધી બાણ છે. પૈસા દ્રવ્યની લાલચે સમાજનો દ્રોહ કરનારને આરપાર ભેદે તેવું અમોઘ ખાતર જાતને વેચતા આત્મપ્રતારકની આંખો ખોલનારી આ આર્ષવાણી સાર્વકાલિક, સાર્વદેશિક, સર્વદા, સર્વથા, સર્વકોઇ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રને હિતકારક છે એવું પ્રતીત નથી થતું ? પ્રાચીન પરિભાષા અને વિચારધારા અર્વાચીન પરિપ્રેક્ષ્યમાં એટલી જ ઉપયોગી છે એનું એક કારણ છે. સમાજ રચનાની સ્થિતિસ્થાપકતા, આર્યોની સમાજરચના ઠેઠ પ્રાચીન કાળથી ટકી શકી છે. કારણ બદલાતી પરિસ્થિતિ અનુસાર ફેરબદલ ક૨વાનો અધિકાર અને સ્વાતંત્ર્ય એને માન્ય છે. આ એનું અનન્ય વૈશિષ્ટય છે. બદલાતા આચાર-વિચારોને અપનાવ્યા વિના અને સદાચારના પાલન વિના સમાજ કે રાષ્ટ્રના વ્યવહારો ઉત્તમ રીતે નભી શકતાં નથી. રામ લોકાભિરામ છે તો કૃષ્ણ લોકમહેશ્વર. એકે જનરંજન કર્યું તો બીજાએ જનકલ્યાણ. રામ જન્મ્યા મહેલમાં અને કૃષ્ણ જન્મ્યા જેલમાં. કારાવાસના બંધનમાં જન્મીને પણ મુક્તિનો સંદેશ આ દેશમાં રેલાવતા મે માવિતૃષન્ । અનેકવિધ ગણરાજ્યોના પરિતોષની અને એને રાષ્ટ્રપ્રેમી રાજ્યકર્તાના મુખમાં મૂકાયેલી યજુર્વેદની ઋચા છે. ગળા ગયા. કૃષ્ણનું જીવન-સંગીત એટલે સ્વાતંત્ર્ય પ્રીતનું શાશ્વતગીત. વ્યવહારમાં ઉતારવાની નિરોગી ભાવના ગણતંત્ર ભારતમાં આજે પણ I
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy