SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રબુદ્ધ જીવન હવે બિનશરતી શરણાગતિના ભાવથી ‘શરણાગતિનાં ભાવતરણાં મુખમાં ધારણ કરીને ‘પ્રવેશું છું જાણે કુસુમરજશાં દેવધરમાં’ કુસુમરજ શા દેવગૃહ પ્રવેશ પછીનું જે દર્શન છે તે કોઇ પણ જીવાત્માને ધન્ય કરી દે તે પ્રકારનું છે. જુઓ : હવે દેખાયે છે હિમગિરિતણાં શૃંગ ધવલાં, અને મંદિરો તે પરમ પ્રભુનાં ધામ નવલાં પતાકા ઊંચે રે' કશી ફરફરે મુક્ત દિશમાં અને હૈયું મારું લીન થઇ જતું ઇષ્ટ ઇશમાં' અને એ ઇષ્ટ ઇશમાં લયલીન થતું હૈયું અત્તે‘બની ગંગા જેવું ઘસતું ભળવા સિંધુજલમાં શમી જાતું ઊંડે ૫૨મજલધિ બ્રહ્મ-દલમાં’ આ પછીના બે શ્લોકોમાં (૧૧૮-૧૧૯) કવિ સૌનાં પ્રણય વિભવે ભાગ્ય ફળવાની અને કોઇપણ પ્રકારના વિચ્છેદો કે ઝુરાપા કોઇપણ જીવને સહન ક૨વા ન પડે તેવી આશા સેવે છે ને પુનરપિ મિલનયોગ પ્રાપ્તિને અન્તે ‘અહોરાત્રી' વીતો પ્રણય પ્રભુ કેરા સદનમાં' અન્તે નિયતિને શરણને જઇ એના સંકેતમાં વ્યકતિ અને સમષ્ટિનો શ્રેયસ્કર ઉપશમ વાંછે છે ઃ ‘અને વિચ્છેદોમાં પુનરપિ નવાં પેખ મિલનો; શમો શાંતિ માંહી ઉપશમ અહીં હો અખિલનો. આમ, અખિલનો ઉપશમ ઝંખ્યા પછી પણ અંતિમ ત્રણ શ્લોકોમાં કવિ કહે છે કે, પ્રાણને દહતો આ વસમો વિરહ વેઠાતો નથી જેથી પૂર્ણા નદીની ભેખડ થકી : તે ‘ઝાંખું હું નીચે, અતલ જલ ધ્રુબાંગ સ૨કી' કવિના આવા સાહસથી સમસ્ત પ્રકૃતિ શાન્ત થઇ ગઈ અને એ સાહસની ફલશ્રુતિ શી ? તો કવિ કહે છે કે : ‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! અભંગમંત્રદેવતા ! અનંતરૂપિણી,' સ્વતંત્રતાને કવિશ્રી દેશળજી પરમારે અભંગમંત્ર-દેવતા કહી બિરદાવી છે. માણસ મંત્રની બાબત જેટલો સ્વાધીન છે એટલો કદાચ યંત્ર કે તંત્ર છે બાબત નથી. યંત્ર તો ગમે ત્યારે ખોટકાય અને કામ ખોરંભાય અને તંત્ર? સર્વતંત્ર સ્વતંત્ર તો દેવો પણ નથી. બ્રહ્મા વિષ્ણુ પર નિર્ભર અને વિષ્ણુ શંકર પર. રહ્યો એક મંત્ર ! ચાણક્યાનાં રાજનીતિ સુત્રો છે. મન્ત્રમૂલ્યાઃ સર્વારમા । મન્ત્રક્ષળે ાર્યસિદ્ધિ મવતિ । મન્ત્રસમ્વવા राज्यं विवर्धते । સ્વતંત્રતાની કિંમત શી હોઇ શકે ? C હેમાંગિની જાઇ માનવમાત્ર સ્વતંત્રતાનો મંત્રદષ્ટા છે. એકવાર સ્વતંત્રતાની તૃષા જાગે તો ક્યારેક ને ક્યારેક સ્વાતંત્ર્યની ઉષા જરૂર જાગે, જ્વેવ आर्यस्य दासभावः । વેદોના મન્ત્રો માનવ સંસ્કૃતિના ઉષ:કાળમાં રચાયેલા છે. છતાં એની અંદર સમાયેલું સનાતન સત્ય સાંપ્રત સમાજને ય ઉપયોગી નીવડે એટલું ઊર્જસ્વી છે. વેદકાલીન આર્ષદષ્ટાઓની આત્મદા, બલદા, ઋતંભરા પ્રજ્ઞા થકી એ પ્રગટેલું છે. સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્ય, સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, તકની સમાનતા, રાષ્ટ્રીય એકતા, લઘુતા, માનવતા, સમતા આ બધી વિભાવનાઓ અર્વાચીન હોય તો પણ એની કલ્પના વેદો જેટલી પ્રાચીન છે. માનવ, યુગો પહેલાંનો વેદકાલીન હો યા વિજ્ઞાનયુગનો સમકાલીન-એક વાર પરાધીનતાનો એને એહસાસ થાય તો સ્વતંત્રતાનું મૂલ્ય અનેકઘા, અશો ઊંડે ઊંડે અતળ જળ પાતાળ શયને, શમી જાઉં કુડે, લઘુક પથરો કોક થઇને, જલેથી જન્મે લો, જલદલ વિષે લુપ્ત થઇને, મહા નિર્વાણોમાં પરમ સમીપે સ્વર્ગ અયને ? અને અહીં આ ‘વિરહગાન' પણ નિર્વાણ પામે છે. આ વિરહની છંદપસંદગી એકદમ યથાર્થ છે. છંદશુદ્ધિ સાદ્યન્ત જળવાય છે, પણ કવચિત્ આવી ગઘાવલીમાં શિથિલ પંક્તિ પણ આવી જાય છે. દા. ત. : ‘અરે ! કાઢી આલું કંઇ પણ બચ્યું હોય મુજમાં’ તા. ૧૬-૫-૯૬ મોટા ભાગની પંક્તિઓમાં શિખરણીનો કેફ મહદ્ અંશે વરતાય છે... ક્યાંક ક્યાંક તો કલાન્ત કવિ, કે કવિ ‘કાન્ત’ના શિખારિણીની સરખામણી થઇ જાય છે. ફરુ ખંડે ખંડે વાંચતાં બ. ક. ઠાકોરનું પરલોક શ્રદ્ધા, ટાણે, ન. ભો. દી. નું ‘તુંજ વિણ નહીં અન્ય ગુંજને’, ‘અરે વ્હાલાં આવો', બધા સંબંધોને સમય રસભીનોમાં ‘કાન્ત’નું, ‘તને મેં ઝંખી 'તી યુગયુગ તણા તીવ્ર તપથી’માં ‘સુંદરમ્’નું ‘પ્રમોદિની પૂર્ણા’, કવલ કવલે અન્નપૂરિતામાં શયનેષુ રંભા ને ભોજયેષુ માતાનું, ‘મિથઃ શિષ્યા મારી સચિવ, સખી ને તોય ગુરુશીમાં કાલિદાસનું, ‘અહો' પસ્તાવાનાં વિપુલ ઝરણામાં કલાપીનું સહેજે સ્મરણ થઇ જાય છે. સાહિત્યના વિશાળને ઊંડા પરિશીલનને કારણે આવી અસરો અસંપ્રજ્ઞાતપણે ઝીલાઇ જતી હોય છે. ‘વિચ્છેદ’નો પ્રધાનરસ ‘શૃંગાર મિશ્રત કરુણ છે ને એનું પર્યવસાન શાન્તમાં થાય છે. આ વિરહગાનમાં શોક છે આછો ઘેરો, ગુણપ્રશસ્તિ છે અતિ વાસ્તવિક, કરુણ છે અતિ સંયમિત ને ચિંતન છે પરંપરાગત ને ઊર્મિ-પ્રણીત. કરુણ પ્રશસ્તિનાં ઘણાં ગુણલક્ષણો મૂર્ત કરતું આ વિરહગાન, એની ઊંડી અનુભૂતિ અને દક્ષ અભિવ્યક્તિને કારણે, ગુજરાતી વિરહગાન સાહિત્યમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે જ. અનેકશઃ અનેકગણું વધી જાય. સ્વતંત્રતા એનો જીવન મંત્ર બની રહે, જીવન-યજ્ઞ બની રહે. સ્વરાજ્યની યજ્ઞજ્વાલામાં સ્વતંત્રતાનો મંત્રપાઠ કરતાં કરતાં કંઇ કેટલીય આહુતિઓ અપાઇ. સ્વતંત્રતા કંઇ એમ મળે છે ? એનાં ય મૂલ્યો ચૂકવવાં પડે છે. સ્વતંત્રતાને ઝંખનારાઓ કદી થાક્યા નથી, કારાવાસથી હાર્યા નથી, હરકોઇ અમાનુષી હરકતો કે ગોળીબારના નિશાનોથી નિરાશ થયા નથી, ઉજ્જવલ, ધવલ શહાદતનો ઇતિહાસ પોકાર કરી કરીને કહે છે “ભયંકર કત્લેઆમો, લાઠીમાર, શયતાન કંપી ઊઠે તેવી રિબામણીએ ફાંસીના માચડા કે જનમટીપનાં એકાંત આઝાદીના આશકોને એમના રાહથી હટાવી શક્યા નથી. ખમીરવંતા સ્વાતંત્ર્ય સૈનિકોનાં સંકલ્પબળ અને અવિચળ શ્રદ્ધાનાં જળ ક્યારેય સૂકાયાં નથી. સ્વાતંત્ર્ય માટે સત્યનું સામર્થ્ય, અન્યાય સામે ઝઝૂમવાનું પ્રેમમંડિત શૌર્ય, અવિરત શૌર્ય, અનાવરત કાર્ય અને આત્મશ્રદ્ધાનું કવચ અભેદ્ય અને અચ્છેદ્ય રહ્યું. આઝાદીનો એમનો એક જ ગુરુમંત્ર આગે કદમ ! આગે કદમ ! આગે કદમ ! યારોં, ફનાના પંથ પર આગે કદમ ! ઋગ્વેદના પ્રથમ મંડળના દસમા સૂતની ઋચા છે- પ્રેહામૌદિ ઘૃષ્ણુત્તિ ન તે વડ્યું નિયંસતે । ફન્દ્ર...ગર્વન્ નનુ સ્વરાગ્યમ્ II ૧.૧.૧૦.૩
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy