SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૯૬ ઉદ્ગાર તું કરતી નથી. અનેકવાર મારે હૈયે રુરુદિશામાં સ્પંદન ઊઠે છે ને મૃત્યુ પ્રતિદિન મારો પ્રાણ હરે છે. અને એ મૃત્યુ તો ‘રહસ્યો ઊંડાં ને નયનમનમાં સ્પષ્ટ કરતું’ વાત પણ સાચી છે કે મૃત્યુ જ તત્ત્વજ્ઞાનનું પ્રવેશદ્વાર કે રહસ્યદ્વા૨ છે. અરૂપ-રૂપની રહસ્યમયી લીલા એટલે જ શું મૃત્યુ ? મારા ચલિત ચિત્તનાં વ્યર્થ વલણો મને દુરિત કળણોમાં ગ્રેસી જાય છે. પણ હે સખી! તું તો હવે આત્મસ્થિતા છે. હું પણ એ સ્થિતિને ઝંખું છું. પણ ઘણીવાર સ્થિતિ આવી થઇ જાય છે. ‘યથા વર્ષા નીરે સ૨વ૨ જશું પૂર્ણ છલકે, અલ્લું આ મળ્યાનું પડળ ચડતું પ્રેમ-પલકે’ પણ અત્યારે તો સ્નેહનાં સૌ શમણાં-‘બધાં વેરાણાં છે રણપટ વિષે છિન્નકણ શાં પ્રબુદ્ધ જીવન હવે તો તારા જન્મદિને પણ તારા મરણ દિનનો જ કાળ-મહિમા અનુભવાય છે. સૌ સંગાથીઓ પણ મૃત્યુ પંથે સંચર્યા છે, અને જે બાકી રહ્યા છે તેય-રહ્યા બાકી બેઠા મરણમિલને રામરથમાં' ભીંત પર લટકાવેલી તારી છબિને ‘આ ગૃહના ગહન ગીતલયશી' અનુભવું છું. અલબત્ત ! એકદા તારું સ્થાન ભીંતે નહીં પણ મારા હૃદયમાં-પ્રાણમાં હતું...પણ પરિસ્થિતિ વિપર્યાસે શી દશા થઇ છે ? ‘પરોવાતી પૂર્વે, તવ નજરમાં દૃષ્ટિ મુજની; હવે તારી વારી, મુજ ૫૨, નિરીક્ષાની તુજની ! થતી પૂર્વે વાતો, સમય સમયે તો ઉભયની, હવે હું એકાંકી લવરી કરતો જૈશ લય,' આ પછી કવિ, પરલોકમાં શ્રદ્ધા પ્રગટ કરી, સદ્ગત પત્નીના વૈકુંઠવાસની કલ્પના કરે છે ને જાણે કે : ‘ઘરી હસ્તે માળા વિવિધ કુસુમોની ગ્રંથિત તું, હશે જોતી મારી ચિરસ્થિર મને વાટ પ્રિય શું ? આ પછી કવિ, અતીતના ઘુંઘટને ઊંચો કરી વહી ગયેલાં વર્ષોની વહી, કવિ ‘કાન્ત’ની કાવ્ય કક્ષાઓથી ઉકેલે છે ઃ ‘વહ્યાં વર્ષો તે તો સુખદુઃખ વિભાવે વહી ગયાં' અને થોડાં ભીનાં સુખદ સ્મરણે ચિત્રિત થયાં. રહસ્યોની કેવી અકળ થઇ આ વિસ્મય કથા ? વ્યથા-આનંદોની ઝરમર ઝમી મેઘલ તથા ‘વિચ્છેદ’ના શરૂના ૪૫ શ્લોકોમાં ગત પત્નીનો શોક અને એના ગુણોની પ્રશસ્તિ ગાથા બાદ, ૪૬મા શ્લોકથી આ સંસારની અસારતા, દેહની નશ્વરતા, ને આત્માની અમરતાની-ક્ષર-અક્ષરની શોકશામક ચિંતન-લીલા શરૂ થાય છે. ૪૬મા શ્લોકમાં તે કહે છેઃ ‘અહીં આ સંસારે સરતું સઘળું ઃ કૈં સ્થિર નહીં ! વહે વાયુ તેવું સકળ વહેતું ચંચલ અહીં, ચણેલું પાષાર્ણ જીરણ બનતું, શીઘ્ર ખરતું; તથા કાટે, લોહે, પ્રબળ પવને તેમ ઝરતું ! તો પછી શાને ધારુ જીવનભર આ વ્યર્થ વલખાં ?' જો કે આમ છતાંયે મારી સ્થિતિ કેવી છે ? ‘કપાયો શો ઊડે દિશવિહીન કોઇ કંનકવો' ગુલાંટો ખાઉં છું, ક્ષણ ક્ષણ કપાઉં છું વરવો. અને છતાંયે સૌ રસભીના સંબંધોને વિસ્મરી, શૂન્યમાં સરકી જવા વિના અન્ય કોઇ આરો-ઓવારો છે જ ક્યાં ? સર્વ સખ્યોમાં હે સખી ! તારું સખ્ય મુદિત-રસીલા ગુપ્ત ગીત સમાન હતું. પણ આજે તો એ સુભગ શમણાં એ ધન્ય રમણા ‘વિકલ હૃદયની ભ્રાંત- ભ્રમણાં સમાન સેવું છું. આ પછી કવિ, ૬૦ થી ૬૩ સુધીના ચાર અનન્ય શ્લોકમાં સુંદર સુખદ અતીતનાં શમણાંને સુક્ષ્મતાથી સંવેદી, વાસ્તવિકતાની કઠોરતા નિર્દેશતાં કહે છે :-‘મને બાંધ્યો, છોડ્યો, વિધ વિધ પ્રકારે પ્રણયમાં પછી મૂકી દીધો, વિરહમય ઉદ્બાંત ભ્રમમાં’ જીવનભર તું મારી સંવાદી રીતે જીવી-‘ન ભ તારાં ક્યારે ઉપર ચડિયાં કે ઊતરિયાં' અને બોલતી ત્યારે તો જાણે કે : ‘છલક છલક્યો હેત-દડિયો' તું પ્રમોદિની પૂર્ણા હતી, કવલ કંવલે અન્નપૂરિતા હતી, તું ચંદ્રમુદિતા હતી...તું તો હતી. ‘મિથઃ શિષ્યા મારી સચિવ સખી ને તોય ગુરુ શી'...નિરાળી ગાર્ગી હતી. આ પછી. કવિ એમના પ્રણય-પત્રોની વાત કરે છે. હતા તારા પત્રો રસભરિત ને રંગભર તે' અને કવિના પત્રો અને મારાયે પ્રણયમય ઉદ્બાંતિભર રે !' પણ હવે પત્રો કેવા ? અને અને ધારો કે કદીક, ભ્રાંતિભર એવો હું કે સખી ! તને પત્રો લખું તો પણ ઃ‘લખી, પત્રો સ્વર્ગ, કવણ સહ તે પ્રેષિત કરું ?' તે આ પછી કવિ ત્રણ શ્લોકમાં (૮૩ થી ૮૫) સાવ સરળ બૈરકબોલીમાં પત્ની પિયરવાર્ટસંચરીને સાસરે પરત આવે છે તે ગાળાનું સુંદર ચિત્ર આલેખે છે. કવિ કહે છે કે તું પિયરપંથે સંચરી ત્યારે જાણે કે મારું હૃદય પણ તારી સાથે લઈ ગઈ અને પાછી આવી ત્યારે જાણે કે ‘નવલવધુ' શી આવી ! આ ક્ષણિક વિરહને પત્ની જીવન આ રીતે આલેખે છેઃ--‘બળ્યું કેવું છે.રે ! પ્રિયતમ પ્રિયાનું જીવન આ ! જુદાં થાતાં ઝાઝી સતત રટણા રે' તી મનમાં' અને ‘રહી થોડું કિન્તુ વિરહી મિલનોત્સુક વહી છું, ખરે આવી જ્યારે ગૃહ સકળ લાગ્યું હરખવા’ આ પછી પ્રણય-રતિના મુક્તરથમાં વિધ વિધ સ્થળે વિહાર કર્યાંની કમનીય કવિતાઇ કેફિયત રજૂ કરીને સંવનનું એક સુંદર ભાવવાહી શબ્દચિત્ર રજૂ કરતાં કહે છેઃ કદી મારે સ્કંધે તવ શિર ઢળ્યું કુંતલભર્યું, કદી તો ઉત્સંગે શયન કરતી સ્નેહ-સભ્ઃ કદી હું યે લેટ્યો પૃથુ તવ ઉછંગે સુતયને I ગયું ઝૂકી ત્યાં તો વદન તવ મારા જ વદને ? આવા જ એક અન્ય બ્લોકમી (૯૩) ઉપર્યુક્ત રંગીન વિલાસને સ્મરતાં, અનુસંધાન રૂપે કહે છે : ‘રસોલ્લાસે હાસે નિશ દિન સખી ! ઉત્સવ હતા' અને આપણા એ સંબંધો તો : ‘બધા સંબંધોમાં અહહ | તવ સંબંધ વિરલ ! - બધા આશ્લેષોમાં ગહનં તવ આશ્લેષ અકુલ ૧ બધી યાદોમાંહી સહજ સ્મૃતિ તારી શી સંરલ ? સ્ફુરે સ્ફુરે જાણે કવિમન વિષે કાવ્ય તરલ ] આ પછી અશ્રુઓને, વિરહભડકે બળતી તમ સ્મૃતિને, ગત સમયની સ્નેહશ્રુતિને, ભવોભવની પ્રણયાનુભૂતિને અને ધુતિને ઉબોધન કરી, હારણદશાથી આહત થઇ, ભાવિની અનિશ્ચિતતાને શંકી અંતે કહે છે ઃ છતાં ચાલ્યો જાઉં વહત ધૂંસરી કો ધુ૨ીણ શી II કાંધ પર ધૂંસરી ધારણ કરીને લથડતી ચાલે ચાલતા થાકેલા બળદિયાની ઉપમા સચોટ છે. · કરુણ-પ્રશસ્તિ-કાવ્યમાં, મૃત્યુજન્ય કરુણતા સાથે મૃતાત્માની ગુણ–સંપદાની પ્રશસ્તિ તો હોય જ અને અંતે સંતપ્ત હૃદય, ચિંતન ને મંથન રૂપે કૈંક આધ્યાત્મિક અવલંબનને સ્વીકારે એ રીતે કવિ કહે છે ઃ‘અરે ! જાણ્યું જો કે જીવન સઘળાં મૃત્યુમય છે; ખંણે દીવાદાંડી, નયનમઢતો જાઉં વધતો આગળ વધતાં તે પરિચય હીણું રૂપ લઇને કેવળ ઓળો બની શૂન્યમાં મળી-ભળી જવા વાંછે છે. ચિત્તમાંથી સકલ ભાવોનું ઉન્મૂલન ઇચ્છે છે અને છતાંયે ૐ શેષ વધે તો ‘વિરહ-તપનું તેજ તનમાં ઝગે એવી મનીષા સેવે છે હવે તો તે નિજના આદિ સ્થળમાં જવા માગે છે. પુરાણી નાવને તિલાંજલિ બક્ષી, નવીન તણિ ધારા તે કોઇપણ ભોગે અતળને તાગવા માગે છે. વિધાતા પણ ‘ઘર’‘પકડ’ ને મે’લના કેવાક ખેલ ખેલે છે. કેમ જે‘સમો’ની સીમાથી જીવતર ઝલાયાં જગતનાં ન હો' અંતો ક્યારે અમર પ્રણયે હો અમરતા
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy