SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન વિચ્છેદની ભીતરમાં — ડૉ. રણજિત પટેલ (અનામી) કવિ શ્રી રતુભાઇ દેસાઇને હું પરોક્ષ રીતે ઇ. સ. ૧૯૪૧થી ને પ્રત્યક્ષ રીતે ૧૯૫૨થી પિછાનું છું. ૧૯૪૧માં હું જ્યારે બી. એ.માં અભ્યાસ કરતો હતો ત્યારે સર્વશ્રી ઇન્દુલાલ ગાંધી ને ‘કોલક'ના સહકારમાં પ્રગટ થતું તેમનું સામયિક ‘કવિતા’ હું વાંચતો. ૧૯૫૨માં . હું જ્યારે નડિયાદની કોલેજમાં નોકરી કરતો હતો ત્યારે એકવાર તેઓ મારે ઘરે પધારેલા. ત્યારે હું એમના પ્રેમલ-નિખાલસ સ્વભાવથી અને કવિતાઇ કેફથી પ્રભાવિત થયો હતો. એ પછી તો એક પછી એક એમ પ્રગટ થતા એમના અનેક કાવ્યસંગ્રહો વાંચવાનો મને અવસર પ્રાપ્ત થયો છે ને એમના અવિરત સર્જન-પ્રવાહથી પ્લાવિત ને પુનિત થવાનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. આમ તો એમનું કાવ્યઝરણ પ્રગટ્યું ૧૯૩૦માં પણ આજથી બરાબર ૬૧ વર્ષ પૂર્વે. એક સુહૃદ સ્વાતંત્ર્ય-સૈનિકનું તર્પણ કરતી ‘સ્મરણ-મંજરી’ નામે એમની પ્રથમ કૃતિ પ્રગટ થઇ...જો કે ગુજરાતી સાહિત્યમાં કવિ તરીકે તો તેઓ જાણીતા થયા ૧૯૩૯માં, એમના ‘જનની' કાવ્ય સંગ્રહના પ્રકાશનથી, ‘કારાવાસનાં કાવ્યો', ‘કટોકટીનાં કાવ્યો', ‘ગાંધી-સવાસો’ ને ‘સ્વપ્રભંગ’ વગેરે કૃતિઓમાં સંવેદનશીલ, યુયુત્સુ, રાષ્ટ્રવાદી કવિની વૈવિદ્યસભર ઝલક જોવા મળે છે...તો ‘કવિની છવિ’, અને ‘ અથેતિ કવિ'માં પ્રો. બ. ક. ઠાકોરની રીતિએ કવિ, કાવ્ય પદાર્થ અને કવિતાની વિભાવનાની કવિતાઇ છણાવટ ને સમીક્ષા છે. ‘ જનની, ‘સાસુમાની ઝાલરી', ‘ખંડેરનો ઝુરાપો’ અને ‘માંગલિકા'માં વિષયની દૃષ્ટિએ બોટાદકરનું સ્મરણ કરાવે એવો મધુર-કરુણ ગૃહજીવનનો મોટા ફલક ઉપર વિસ્તરતો સઘન આલેખ છે, તો ‘કલ્પના’ અને ‘પરિકલ્પના’ એ બે કલ્પનાસભર ઊર્મિપ્રચૂર કાવ્યોના સંગ્રહો છે. જેમાં ૧૯૯૫માં પ્રગટ થયેલ ‘પરિકલ્પના'ના કાવ્યોને પ્રથિતયશ કવિઓ, વિવેચકો અને કાવ્યભાવકોના પરિશીલન-સમેત રજૂ કર્યાં છે. ‘યાત્રાપથનો આલાપ’- કાવ્યસૌંદર્યસભર ચિંતનપ્રધાન ગદ્ય-કાવ્યો છે અને હમણાં જેનો વિમોચન વિધિ થયો તે ‘વિચ્છેદ'. ‘સંકેત'માં કવિ કહે છે તે પ્રમાણે : ‘અરે ! આ ગાથા છે શશિખરણીની વિરતિની’ શત કહેતાં એકસો, શિખરિણી છંદમાં રચાયેલ શ્લોકો છે...પણ વાસ્તવમાં તો ૧૨૩ શ્લોકો છે...અને ‘સંકેત'નો એક અને અર્પણ' ના બે ખંડ-શિખરિણીને ગણતરીમાં લઇએ તો લગભગ ૧૨૬ શ્લોકો થાય. મારા પરિચયમાં આવેલાં ત્રણેક સદ્ભાગી ગાંધીવાદી કવિઓ છે જેમની લેખિની અર્ધી સદી સુધી સતત ચાલતી રહી હોય ને જેમને પ્રકાશકો પણ મળી રહ્યા હોય.. . એ ત્રણ મહાનુભાવો છે...એક ભાવનગરના શ્રી નાથાલાલ દવે, બીજા મુંબઇના શ્રી રતુભાઇ દેસાઇ અને ત્રીજા તે લંડનનિવાસી કવિ બેરીસ્ટર ડાહ્યાભાઇ પટેલ-કવિ ‘દિનેશ', સારા કવિનું એક લક્ષણ છે એની અવિરત સર્જન-ધારા. ‘સ્મરણ-મંજરી'થી તે ‘વિચ્છેદ' સુધીની અવિચ્છિન્ન સર્જનધારા નિરખનારને મારા ઉપર્યુક્ત વિધાનની પ્રતીતિ થશે. હવે વાત કરીએ, આ ‘વિચ્છેદ’ની. કવિ કહે છે એ પ્રમાણે એ ‘એક વિરહગાન’ છે...કેવળ વિરહગાન ! હા, પણ એવું વિરહગાન જેમાં વિરહના દર્દને અંતે ‘વિરતિની ગાથા' પણ ગવાઇ હોય, અને સદાય ભાવુકનો સંવેદનપટુ હૃદય ગ્રહણશીલ હોય તો... ‘ગ્રહો તો ગીતા છે'...ગીતા કોના માટે ? કવિ કહે છેઃ ‘જીવન ઝૂરતા કો'ક પતિની ગીતા' અને વિશેષમાં ‘સીતા જેવી પુનિત તપસી એક સતીની' પણ ગીતા-‘સતી ગીતા ય તે.' સંકેતની શિખરિણીની ચાર પંક્તિમાંનું સાદ્યન્ત ‘ઇ’કારાન્ત સંગીત ફરી ફરીને માણવા જેવું છે. તા. ૧૬-૫-૯૬ ‘સંકેત’માં વિષયનો નિર્દેશ કર્યા બાદ કવિ આ કૃતિનું અર્પણ કરે છે તે કોને ? તો ખંડ-શિખિરિણીમાં કહે છેઃ-‘ બધાં તે હૈયાને’–પણ એ બધાં હૈયાં કેવાં ? તો કહે છે :-‘અરે ! જે જે હૈયામાં વહ્યાં કૈં વિચ્છેદો વલોવાયા ખેદે-વ્યથા કેવા વેઢે-એવાં એ બધાં હૈયાંની ઉરધબક ચિત્રિત અહીંયાં વળી એ હૈયાં, વિચ્છેદમાં ઝૂરીને અટક્યાં જ નથી પણ નિર્વેદમાં ઠર્યાં પણ છે, એટલે જ તો આ વિચ્છેદ છેઃ ‘વિરહ, વિરતિનું શયન આ' આ ત્રણ જ શબ્દોમાં કવિએ કરુણપ્રશસ્તિ કાવ્યની એક પ્રધાન લાક્ષણિકતાની વાત કવિતાઇ રીતે કહી નાખી છે. આ પછી કવિએ કાવ્યને ‘પૂર્વાંગ’ અને ‘ઉત્તરાંગ'માં સરળતા ખાતર વહેંચી દીધું છે...જેમાં ‘પૂર્વાંગ'માં ‘ત્યારે અને હવે'થી પરિસ્થિતિને પાંચેક શ્લોકમાં અતિ સંક્ષેપમાં તુલનાવી છે અને શિખરિણીની બીજી બે પંક્તિઓમાં, ઉત્કટ વિરોધાભાસ સર્જીને અભિવ્યક્તિને સચોટ બનાવી છે. દા. ત.ઃ ‘ત્યહારે જોઇને રસિક છવિને હું પીગળતો, હવે હું ભાળીને પુનિત છવિને પાય લળતો.’ અહીં, ત્યારની ‘રસિક છવિ’ અને હવેની ‘પુનિત છવિ’ તથા પીગળવાની ને પાયે લાગવાની નહીં પણ ‘લખવાની' ક્રિયા એ સાચા કરુણ રસને મૂર્ત કરે છે. ‘પૂર્વાંગ’માં, મૃત્યુ પૂર્વેના રસિક-પ્રસન્ન દામ્પત્ય જીવનનો ધબકાર સંભળાય છે, તો ‘ઉત્તરાંગ’માં, ‘પૂર્વાંગ’ના ધબકતા જીવનનું ભીષણ-મંગલ મૃત્યુમાં પર્યાવસાન પમાય-અનુભવાય છે. ‘ઉત્તરાંગ'ના દશમા શ્લોકમાં મૃત્યુ વિષયક સુંદર સ્વભાવોક્તિ જોઇએઃ ‘પ્રભા તો વિલાઇ; તિમિર ઊલટ્યાં, પૂર પ્રગટ્યાંઃ મહા મૂર્છામાંહી, અણુઅણુ વિષે પ્રાણ તલસ્યા. શમ્યા ધીરે શ્વાસો, નયન વિરમ્યાં, ક્રૂર નિધને, ખરે ! અંતે લીધો અજગર સો દુષ્ટ ભરડો !' ગૃહ, પતિ, શિશુ અને અન્ય માયા-જાળને ત્યજીને તું તો મુક્ત થઇ ગઇ પણ અહીં અમારી શી સ્થિતિ થઇ ? એક સુંદર અર્થ-ગર્ભ પંક્તિમાં કવિ લાઘવથી પોતાની દયનીય સ્થિતિનો આ રીતે ચિતાર આપે છેઃ ‘ખર્યું કંકુ તે તો જીવનભરનું મારું અતીતે' અને પછી ઉત્પ્રેક્ષા કરીને બીજી એક પંક્તિમાં કહે છેઃ ‘બધે શું ફેલાયાં પ્રલયમય પૂરો પ્રગટનાં ?’ પત્ની વિહોણી કવિની સ્થિતિ જીવનૃત સમાન છે. ધીરે ધીરે તે મૃત્યુ મુખ પ્રતિ ગતિ કરી રહ્યા છે......પણ એ સ્થિતિ કેવી છે ? ‘અરે એ તે કેવું ? દુઃખ સરી જતું શાંત સુખમાં' દુઃખનો અતિરેક શાન્ત સુખની અનુભૂતિ કરાવે છે. સો સો વીંછી-ડંખની વેદના જેવું મારું દુઃખ નથી કહેવાતું કે નથી સહેવાતું અને તું જ કહે: કહું કોને વ્હાલી ! તું જ વિણ નહીં અન્ય રુજને' આ પછી કવિ, એમના બે દેહમાં નિવસતા એક જ આત્માની વાત કરી, નિર્મમ, વિધાતાને ઉપાલંભે છે. વનના કોઇ વિદ્ધ મૃગ સમી મારી દશા છે ને બધા જ ‘નકરા જખમો' એકલવાયો સહન કરું છું. કારણ ? નિર્મમ વિધાતાની ઇચ્છા છે કે : *વ્યથિત જન ! તું લેશ હસ મા’ ‘ઘણીવાર મને લાગે છે કે તું આઘે વસીને પણ મને ગહનનાં ઇજન દઇ જતી હોય છે. હવે તો તું મારે માટે અવ્યાખ્યેય બની ગઇ છે. હવે મિલન, આશ્લેષ કે પ્રણયલીલા કેવી ? અને છતાંયે મને શ્રદ્ધા છે કે ... બે આત્મા સતત ઊડશે રે ! મૃતકના' ઘણીવાર હું કહ્યું છું કે ‘વસ્યો વક્ષે તારે શિરીષકલની સેર સમ હું' છતાંયે છે નિર્મમ ! પ્રણયનો એય
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy