SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૯૬ પ્રબુદ્ધ જીવન આ ગઝલનો કેન્દ્રસ્થભાવ ગુરુભક્તિ છે. તેની અભિવ્યક્તિમાં કરુણ રસનો હૃદયસ્પર્શી ભાવ વ્યક્ત થયો છે. વિરહ ભાવનાનું નિરૂપણ કરતી શાંત અને કરુણ રસના મિશ્રણવાળી આ રચના ગઝલ પ્રકારમાં વિશેષ નોંધપાત્ર બની રહે છે. આ ગઝલોમાં વર્ણવિન્યાસ, પ્રાસ યોજના પણ એના ભાવ કે વિચારને અનુરૂપ બની લય માધુર્યથી દીપી ઊઠે છે. ફારસી ભાષાના કાવ્ય પ્રકા૨ને જૈન કવિઓએ સ્વીકારીને આધ્યાત્મિક વિચારોને વ્યકત કરતી ગઝલ રચનાઓ કરી છે. તે ઉ૫૨થી કવિઓને સંપ્રદાય કે ધર્મથી મુક્ત થઇને સમકાલીન કાવ્ય પ્રવાહની સાથે તાલ મિલાવીને રચનાઓ કરે છે. વસ્તુમાં, સાંપ્રદાયિકતામાં અર્વાચીન કવિતાનો પ્રભાવ જોવા મળે છે. કવિ ખાન્તિવિજયની પાંચ કડીની ગઝલમાં વૈરાગ્ય અને ઉપદેશાત્મક વિચારો વ્યક્ત થયેલા છેઃ જગત હૈ સ્વાર્થ કા સાથી સમજ લે કૌન હૈ અપના એ કાયા કાચકા કુંભા, નાટક તું દેખકે ફલતા II ૧ || ખજાના માલ ને મિલ્કત, તું કયું કહેતા મેરા મેરા ઇહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથે અવ તેરા II ૩ II ઇસી સંસાર સાગર મેં જપે જો નામ જિનવર કો કહે ખાંતિ એહી પ્રાણી, હઠાવે કર્મ ગંજીરકો ॥ ૫ ॥ દીપવિજય કવિરાજની ગઝલો સ્થળ વર્ણનની છે. જૈન કવિઓમાં આ પ્રકારની ગઝલો લખવામાં એમનું નામ પ્રથમ કક્ષાનું છે. વટપ્રદ, જંબુસ૨, ખંભાત, ઉદેપુર, સુરત, પાલનપુર જેવા શહેરોની ગઝલ રચના કરીને તેનો ઐતિહાસિક પરિચય આપ્યો છે. ઉદાહરણ રૂપે વડોદરા અને સુરતની ગઝલની કેટલીક વિગતો અત્રે નોંધવામાં આવે છે. વડોદરાની ગઝલમાં વિવિધ દશ્યો, સ્થળો, મંદિરો, બજાર, હાટ, સામૈયું સ્ત્રી-પુરુષો, કારીગરો, મસ્જિદમાં કુરાન પઢતા મૌલવી અને ચતુર્વિધ જૈન સંઘ જેવી માહિતી છે. કવિએ સુરતની ગઝલના કળશમાં ગઝલ રચનાનો સમય સંવત ૧૮૭૭ના માગસર સુદ-બીજનો જણાવ્યો છે. ૮૩ કડીની આ ગઝલમાં સુરત શહેરનું વૈવિધ્યપૂર્ણ ને ચિત્રાત્મક વર્ણન કરવામાં આવ્યું છે. સુરત શહેર જેવું જોયું તેવું વર્ણવ્યું છે. કવિના શબ્દો છે : કીનો સેહેર બરનન, અપની દૃષ્ટિ દેખ્યો જેહ, સુરત સેશહેર નીમાઇ, કિલ્લા, દરવાજા, તાપી નદી, તેમાં ફરતી નૌકાઓ, શાહુકારો, ઝવેરીઓ, કારીગરો, કાપડના વેપારીઓ, મિઠાઇવાળા, હાટ ઉપરાંત ‘સુરત શહેરના જાણીતા વિસ્તારોમાં ગોપીપુરા, મુગલીસરા, નાણાવટ, કેળાંપીઠ, દરજી, પારસી અને દંતારા લોકો, હવેલીઓ, બાગ-બગીચા, હિંદુ અને જૈન મંદિરો, ફિરંગીઓ વગેરેનો ગઝલમાં ઉલ્લેખ થયેલો છે. નમૂના રૂપે કેટલીક કડીઓ અત્રે જોઇએ તો. ઝવેરી લોક કરતે મોજ, નાંહી કરત કિન કી ખોજ હીરા પરખતે હૈં નંગ, મોતી પન્ને પાંચો રંગ ॥ ૫૨ ॥ એસે ચોરાસી બજાર, બનિયે ક૨ત હૈ વ્યાપાર ફિર કે પારસી બહુ લોક, વણજાં કરત દમડે રોક II ૫૯ ॥ અંબા બહેચરા કે થાન, આલમ કરત હૈં સન્માન વિષ્ણુ શીવા કા પ્રાસાદ, નામે ગાજે ગુહિરા નાદ II ૬ ૨ || નીકે જૈન કે પ્રાસાદ, દેખત હોતે હૈ આલ્હાદ સુ૨ત મંડના શ્રી પાસ, ફિરકે ધર્મ દેવલ વાસ II ૬૩ ॥ બરનું સેહેર કો રાજાન, સેંકી રાજ હૈ ગુનખાન નસિરૂદીન હૈ નવ્યાપ, જ્યા કો દેસ દેસો માપ ।। ૧૮ || કિલ્લા પાસ હૈ મૈદાન ગુજરી ભરત હૈ બહોમાન. ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કવિની શબ્દ પસંદગી ગઝલને અનુરૂપ બની છે. શબ્દોને તોડફોડ કરીને ગઝલનો પ્રાસ બેસાડવા પ્રયત્ન કર્યો છે. સમકાલીન રાજકીય પ્રભાવ પણ ગઝલમાં જોવા મળે છે. 9 મણિવિજયજીના શ્રી મહાવીરસ્વામીના ૭ કડીના સ્તવનની રચના ગઝલ સ્વરુપમાં છે. કવિએ ભગવાનની દિવ્ય આત્માવાણીનો ઉલ્લેખ કરીને જૈન ધર્મના તત્ત્વજ્ઞાનની વિગતો દર્શાવી છે. ચાર નિક્ષેપ, સાત નય, ત્રિપદી અને અનેકાન્તવાદ જેવા ગંભીર વિષયોનો નામોલ્લેખ કરી એમનો મહિમા ગાયો છે. ચાર નિક્ષેપે જાણે ધ્યાવે, પાતક સર્વે પખાલેજી નામ ઠવણ દ્રવ્ય સ્વરૂપે, ભાવે શુદ્ધ ત્રિકાલેજી, ધર્મ ૫૨ની શ્રદ્ધા ન હોય તો શું થાય ? તે માટે કવિ જણાવે છે કેમિથ્યા જ્ઞાન તથા શ્રદ્ધાનધરી, ભટક્યો કાલ અનંતજી, દુર્ગુણી પણ તુમ શરણે આવ્યો, તારો મુજને મહંતજી આ ગઝલમાં ધ્રુવ પંક્તિ છે. શ્રી મહાવીર નમો શિરનામી, ભવિ શિવસુખના ગઝલ સ્વરૂપમાં રચાયેલું છે. કવિ વીરવિજયજીનું શ્રી પદ્મપ્રભુ ભગવાનનું પાંચ કડીનું સ્તવન પદ્મપ્રભુ પ્રાણ એ પ્યારા, છોડાવો કર્મ કી ધારા, કરમણંદ તોડવા ધોરી પ્રભુ એ અર્જ એ મેરી II ૧ / ભક્ત મનુષ્ય જન્મમાં કંઇ કરી શક્યો નથી, અને નરકમાં જવા જેવું આચરણ કર્યું છે તેવો ભાવ નિખાલસતાથી પ્રભુ પાસે વ્યક્ત કરવામાં આવ્યો છે. વિષયસુખ માનિયો મનમેં ગયે સબકાલ ગફલતમેં નરક દુઃખ વેદના ભારી, નીકલવા ના રહી બારી II I II કવિવિરવિજયજીનું શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સાત કડીનું સ્તવન ભક્તની પ્રભુ પાસે શરણાગતના ઉદ્ધારની ભાવનાને વ્યક્ત કરે છે, તેની રચના ગઝલમાં થયેલી છે. ઔરોં કી સુનાઇ જાવે, મેરી વારી નહિ આવે તુમ વિન કૌન મેરા, મુઝે ક્યું ભૂલા દીયા ॥ ૧ ॥ રાય૨ેક એક જાનો, મેરા તેરા ના હિ માનો તરણ તારણ એસા, બિરૂદ ધાર ક્યું લીયા II I II તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાર્શ્વસ્વામી અબ તો આશાપુરો મેરી કહેના સો તો કે દીયા ।। ૫ વીસમી સદીના સુપ્રસિદ્ધ કવિ લબ્ધિસૂરિની ગઝલના ઉદાહરણ નીચે મુજબ છે ઃ ભરોસે શું રહ્યો ભૂલી પલકમાં પ્રાણ જાવાના જુઓ છો અન્યના એવા, નક્કી નિજ હાલ થાવાના ॥ ૧ ॥ સમય વીતી જાય ત્યારે પહેલાં, સમજુ થાવાના માણસ ચેતીને ચાલે તેવો ભાવ આ ગઝલમાં રહેલો છે. તમારું શું તમે લેખો કરી ઝીણી નજરે દેખો. ધનાધન ધામને કામે, નથી નિશ્ચય ધરાવાના ॥ ૪ || સદા સતસંગને સાધો, વિચારો વેદને વાંધો, ઉપાયો આદરો અંતે મહાસુખને જમાવાના ! ૮ ॥
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy