SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૯૬ પ્રબુદ્ધ જીવન લક્ષ્મી, યશ વગેરેને ‘મનગમિયા’ કહીને તેમણે એક પત્રમાં સરસ અને ઉદ્દ્બોધનમય શૈલીમાં ચિંતન રેલાવ્યું છે. મદ્રાસથી તા. ૨૪-૧૦-૧૯૩૧ના રોજ શ્રી કુસુમાકરને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે-‘બીજાઓની માફક તમને પણ એમ લાગે છે કે દુનિયા કદર નથી કરતી. પણ એ કદરને માટે આપણે ટળવળવાનું શા માટે હોય ? કર્તવ્ય કર્યે જાઓ, હૃદયનાં અમૃત ઠાલવ્યે જાઓ, પુણ્યનાં બીજ વાવ્યે જાઓ; એક દિન ઊગશે જ ઊગશે. દુનિયામાં નાંખેલું કશું એળે જતું નથી. કાળ અને અનંતતાના ભેદ કોઇ માપી શકતું નથી. નજર જેમ જેમ બહાર નહીં પણ અંતરમાં ઊંડી ઠરતી જશે તેમ તેમ સર્વ અસંતોષ દૂર થશે. વર્ષોથી એ જ ચાવી મને હાથ લાગી ને બહાર જોવાનું મૂકી દીધું અને તેથી આજે તમે જુઓ છો કે સારું ગુજરાત મારા પર સ્નેહવર્ષા કરવાનું કાર્ય કરે છે. સૌ સાથે સ્નેહનાં બીજ વેર્યાં, તે પર સ્નેહપુષ્પો ઊગ્યાં છે. સાત્ત્વિકતા રાખી સર્વને ચાહી-શત્રુને પણ-કર્તવ્ય કર્યે જાઓ, લક્ષ્મી, યશ, કીર્તિ (વગેરે) આપણે માગ્યે મળતાં નથી, એ સૌ ‘મનગમિયા’છૂટો ને ફળ પ્રભુને સોંપી દ્યો !' કહેવાય છે. એમને મન થાય ત્યારે એ આવે. દાદ૨થી તા. ૧૫-૧૦-૧૯૪૧ના રોજ ‘કુસુમાકર’ પરના પત્રમાં કવિએ કવિતા અને કદર વિશે કવિત્વમય ચિંતન પીરસ્યું છે. ‘ સાહિત્ય ક્ષેત્રમાં તમે વર્ષોથી વિષાદ ધારણ કરી રહ્યા છો તે મને ગમતું નથી. તમે શું તાત્કાલિક કદર કે પ્રશંસા સાહિત્ય જગત તરફથી મળવાની આશા રાખો છો ? અને તે પણ કવિતાના ભાંગ્યાતૂટ્યા અભ્યાસવાળા ગુજરાતી કવિઓ ને વિવેચકો તરફથી ! અરે ભાઇ, શિવ શિવ કરો ! તમારામાં સાહિત્યનું જે ચેતન હોય તેને પ્રકાશતા જ રહો. ઉપર આકાશમાં લાખો તારાઓ ચમકે છે. તેમાંનાં થોડાનાં જ નામ આપણને જાણીએ છીએ. અને આપણી નજર પણ કાંઇ બધા જ તરફ ફરતી નથી. તમારું તેજ વધારો એટલે ધીરે ધીરે ન જોનારા પણ જોશે. જીવનમાં વિષાદ રાખ્યેથી વધું શું થશે ? કવિતાનો દિવ્યાનંદ જે કવિ અનુભવે છે અને દુનિયા તેણે જો સાંભળ્યું હોય તો ગાઇ સંભળાવે છે, તે જ શું કમી વળતર છે ? કદર માટે શા માટે ટળવો છો ? જે સોનું છે તે સોનું જ રહેશે. પીત્તળ ગમે તેટલા ચળકાટ કાઢી બતાવશે તે સોનું થવાનું નથી જ. સમય પોતાનું કામ ક૨શે જ.' તેમની પત્રશૈલીનું ચોથું વિશિષ્ટ લક્ષણ છે તેમની માનસિક મથામણોની પત્રોમાં ઉપસતી છબી. તેમની કૌટુંબિક કરુણતા કે આર્થિક અવદશા, તેમની હૃદયની વ્યથા કે અંતરની ગડમથલો-મથામણો આદિ એમના પત્રો એક યા બીજી રીતે વ્યક્ત કરે છે. આથી તેમના જીવનની વાસ્તવિક છબી વાચકને જોવા મળે છે. તેમની જિંદગીનો કરુણ રસ હૃદયસ્પર્શી બને છે. તેમના પત્રોમાંની ગદ્યશૈલી અકૃત્રિમ, સીધી, સાદી, સુબોધ અને પ્રવાહી છે. જાણે ઊર્મિના રંગે રંગાયેલી ન હોય ! ક્યારેક સાહિત્ય ચર્ચા વખતે એ ગંભીર હોય છે, ક્યારેક કુટુંબ વ્યથાના આલેખન વખતે કોમળ અને આર્દ્ર હોય છે. તો ક્યારેક આક્ષેપોના આરોપણ ટાણે એ પરુષ હોય છે તો ક્યારેક ઉદ્બોધન પ્રસંગે વીં૨૨સથી સભર એવી ઓજસવંતી અને આશાપ્રેરક હોય છે. આમ, પ્રસંગે પ્રસંગે એ ભાવને ઉચિત સ્વરૂપ ધારણ કરે છે. એમાં ક્યારેક કવિત્વની છટા દેખાય છે, ક્યારેક તળપદા રૂઢિપ્રયોગો કે ફારસી શબ્દ પ્રયોગો થયા હોય છે, પરંતુ એ ગમે તેમ હોય, તો પણ તેમની ભાષાનું પૂર વેગીલી ગતિએ આપણને ખેંચી જાય છે. એમાં નથી મિથ્યા વાણીવિલાસ કે નથી વાણીની દરિદ્રતા, કોઇકવાર એમાં ઊછળતી ઊર્મિ દેખાય છે તો કોઇકવાર શાંત ઊર્મિ પ્રત્યક્ષ થાય છે. પત્રોમાં ખબરદાર ક્યારેક હિતચિંતક બની શુભેચ્છા વ્યક્ત કરે છે, ક્યારેક જીવનવ્યથા કરુણતાથી આલેખે છ, તો ક્યારેક ગંભીર વિચાર રજૂ કરી દિલાસો આપી જાય છે. કેટલીકવાર તો નાનકડાં મધુર ઊર્મિકાવ્યો કે ચિંતનકાવ્યો જ જાણે એમણે પત્રોમાં સર્જી દીધા છે. અને કયારેક તે કરુણાર્ક વિષાદ ધારણ કરીને બેઠેલા ‘કુસુમાકર'ને કવિએ કેવી ચિંતનસભર કવિત્મમય શૈલીમાં પ્રેરક ઉદ્બોધન કર્યું છે. ૫ મદ્રાસથી તા. ૧૮-૧૧-૧૯૩૬ના રોજ શ્રી કુસુમાકરના પત્રમાં કવિએ લખ્યું છે-‘એકવાર પાછું હું તમને નિખાલસતાથી લખી દઉં. આ તમારા હૃદયનો અસંતોષ અને બીજાઓનાં કાર્યોમાંથી ઉપજતો વિષાદ છોડી દ્યો ! દુનિયા જેણે બનાવી છે તે એ દુનિયાને દોરવી રહેશે ! પ્રભુએ તમારા હૃદયમાં જે તણખો નાખ્યો છે તેને જ ઉજાળો અને તેનો જ પ્રકાશ સદા અખંડ ને વધતો રહે તેમ કરો ! જીવનમુક્તિ કે સાહિત્યમુક્તિ કોઇની પણ પીઠ પર ચઢીને મેળવી શકાતી નથી. મહાસંતો, મહાકવિઓ, મહાલેખકો કયે માર્ગે ગયા અને કેવી રીતે પોતાના ધ્યેયમાં વિજય પામ્યા તે શોધી કાઢો ને તે પંથે તમે પણ જાઓ. તમે ય આગળ પડો. મારી કે કોઇની પણ સલાહની આરજૂ ન રાખો. તમારા હૃદયને રુચે તે કહો. કોઇને રુચે ને તમને ન યે રુચે. આપણે સૌ રામ, કૃષ્ણ, ગાંધીજી કે વ્યાસ, કાલિદાસ જેવા બની શકવાના નથી, પણ આપણા નાના દીવાનો ઉજાસ પણ અખંડ રાખી શકીએ તો બસ છે. કાર્ય કરી જે પ્રતિકૂળતા સામે વી૨૨સથી ઝઝૂમવા માટે કવિએ શ્રી ‘કુસુમાકર’ને કવિત્વમય ચિંતનમઢી સરસ શૈલીમાં કરેલું છટાદાર ઉદ્બોધન પણ ધ્યાન પાત્ર છે. મદ્રાસથી તા. ૧૫-૬-૧૯૨૪ના રોજ ‘કુસુમાકર’ને લખેલા પત્રમાં કવિએ લખ્યું છે-‘વહાલા ભાઈ,આ જડ સૃષ્ટિમાં તેમ સાહિત્યની સૃષ્ટિમાં પણ વિજયી થવું હોય તો વીરરસ જ ધારણ કરવો. એટલે આપણને આપણા સમકાલીન સાહિત્યકારો જો ન્યાય આપતા ના દેખાય તો કરુણ૨સે ડૂબીને તેમાં રુદન ન કરતાં વી૨૨સ ધારણ કરીને આપણો માર્ગ આપણે જ કાપીને સ્વચ્છ કરવો. મારા પોતાનાં અનુભવની પણ એવી જ વાત છે. તમને એક બંધુ લેખે મારી સલાહ છે કે આ ફરિયાદોનું પુરાણ તમે બંધ કરો, કારણ એથી તમારું જ હૃદય વધારે શંકિત થતું જાય છે. અને ફળની ઉપર જ દૃષ્ટિ રાખતાં કર્તવ્યથી વિમુખ થવાય છે. આખું ગુજરાત નીરસ છે. અને ખરી કવિતાની પિછાન કોઇ કરી શકતું નથી એમ તમે ધારો છો તો કોઇપણ તંત્રીની દરકાર ના રાખો અને તમારા કાવ્યો પુસ્તકરૂપે બહાર પાડો તે જ ઉત્તમ માર્ગ છે. તેમાં મૂલ્ય હશે તો તે પોતાની મેળે વખત જતાં લોકપ્રિય થશે. માટે આ ગ્લાનિભાવ છોડી દો અને વી૨૨સથી ઝૂઝ્યો એ જ મને ખૂં લાગે છે. ચકલીઓને ગરુડ કહેવાથી કાંઇ તેની ખરી કિંમત વધવાની નથી અને ગરુડનું કામ તે કરી શકવાની નથી. પ્રતિભા Ouantityમાં નહિ પણ પણ Qualityમાં છે તે તો તમે સમજતા હશો. બસ કવિતાની કોડીઓનો હાર પહેરાવવા કરતાં એક બે સુંદર હીરા જ ઝળકાવો તો તેનો પ્રકાશ સ્થાયી છે.’ કવિ ખબરદારનું જીવન વિશાળ નથી. એમાં રસિક ઘટનાઓની અતિશયતા નથી. એમાં ઝળહળતાં જાહેર કાર્યોની મહાન સિદ્ધિઓ નથી. અને કોઈ મહાન અદ્ભૂત કલાકૃતિઓના ઉજજવળ મંડપ નથી. એમના પત્રોમાં ‘કલાપી'ના પત્રો જેવી અદ્ભુત નિખાલસતા અને પારદર્શકતા નથી અને ‘કાન્ત’ના પત્રો જેવી અણીશુદ્ધ ઉચ્ચ કલાત્મકતા નથી. આમ છતાં, જેવા છે તેવા આ પત્રોમાં કવિ, ચિંતક, સલાહકાર, વિવેચક, જીવનની અડચણો સામે લડતા અને સંઘર્ષ-મંથન અનુભવતા ખબરદારનાં પાસાં દેખાય છે. ખબરદારની પત્રલેખક તરીકેની વિશિષ્ટ શક્તિ અને સફળતાના ઘોતક નમૂનારૂપ આ પત્રો તેમના જીવનના ઈતિહાસ રૂપે જ નહિ પણ ગુજરાતી સાહિત્યના અલ્પઘન પત્રસાહિત્યમાં એક સમૃદ્ધ સંપ્રાપ્તિ રૂપે સદાય યાદગાર થઇ રહે તેવા છે. તેમાં ગાંધીજીના પત્રો જેવી સ૨ળતા અને ‘કલાપી'ના પત્રો જેવી કવિવત્મય શૈલી છે અને ‘કાંત'ના પત્રો જેવી સાચદિલી છે. સાહિત્યકલાના ચિંરજીવ ટુકડારૂપ આ પત્રો ખબરદારને કવિની સાથે જ પત્રકલાના નમૂનેદાર કસબી--કલાકાર તરીકે ય સાબિત કરી જાય છે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy