SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ A ૪ પ્રબુદ્ધ જીવન વિશિષ્ટતાઓ પણ તરી આવે છે. પહેલી વિશિષ્ટતા તે એમાં પ્રગટ થતાં કવિના વિવિધ સ્વરૂપો ને મનોભાવો. આ સર્વે પત્રોમાં કવિ ખબરદાર કવિ અને પિતા, સાહિત્યપ્રિય અને વિવેચક, કર્તવ્યનિષ્ઠ અને પ્રભુજન-સજ્જન, નિસ્પૃહી અને સ્નેહી, ચિંતક અને પ્રોત્સાહક, મુરબ્બી અને શુભેચ્છક, પ્રતિકૂળ પરિસ્થિતિમાં મંથન અનુભવતા અને આથડતા, ઝઘડતા પણ નીતિધર્મ અને આદર્શ ન છોડતા ખમીરવંતા લડવૈયા અને સદૈવ માંદગીમાં પીડાતા ફરિયાદી તેમજ સત્યનિષ્ઠ અને આત્મનિરીક્ષણમાં રત રહેતા-એવા વિવિધ સ્વરૂપે દેખાય છે. આ સુલક્ષણો પત્રમાં એક તરફ દેખાય છે તો બીજી તરફ માનસિક દુર્બળતા અને અસંતોષ, ઈર્ષાભાવ અને વહેમીપણું, વિચિત્ર અહંવૃત્તિ અને ક્ષુદ્રતા, આક્ષેપો કરવાની ને છિદ્રો શોધવાની વૃત્તિ અને લઘુતાગ્રંથિ વગેરે અનિચ્છનીય અંશોથી પીડાતા ખબરદાર પણ જોઇ શકાય છે. તેમનું નિરાડંબરી વ્યક્તિત્વ એમાં એક યા બીજા સ્વરૂપે પ્રગટ થાય છે; પત્રલેખકના વિવિધ મનોભાવો, ઊર્મિઓ, વિચારો અને મનોમંથનો છતાં થાય છે. વાર્તાલાપ જેવી નિકટતા એમાં વરતાય છે, આથી તાઝગી અને જીવંતતાનો સ્પર્શ એમાં છે. ‘કલાપી’ના પત્રોની જેમ પત્ર લેખકમાં આવશ્યક ગણાતા વ્યક્તિત્વની વિશિષ્ટતા, ભાષાનો પ્રસાદ અને કલાદષ્ટિનાં ત્રિવિધ તત્ત્વો ખબરદારના પત્રોમાં ડોકિયાં કરી જાય છે. એમનું કુસુમ જેવું કોમળ, સંવેદનપટુ હૃદય આયાસ વિના પત્રોમાં નીતરે છે. એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં પર આ પત્રો પ્રકાશ નાખે છે. ભાષાનો એમના જેટલો પ્રસાદ તો ગુજરાતી સાહિત્યમાં ઘણાં થોડા લેખકોમાં જોઇ શકાય છે. તા. ૧૬-૪-૯૬ અને નિર્ભેળ ઝરણાંરૂપ છે. એક રીતે એમના પત્રોને આત્મલક્ષી ઊર્મિગીત જ કહી શકાય. ખબરદારના માનસિક જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓ, તેમની સારી નરસી રુચિઓ, તેમની માન્યતાઓ, તેમના ગમાઅણગમાઓ, તેમના વિચારો, સિદ્ધાંતો અને અભિપ્રાયો, તેમનો પ્રકોપ અને ઠપકો, તેમનો બળાપો અને કટાક્ષ વગેરે એમાં જોઇ શકાય છે. તેમના જીવનના લગભગ ૫૬ વર્ષના પટ ઉપર આ પત્રો વિસ્તર્યા છે. એટલે એમની વ્યક્તિમત્તાના વિકાસની સ્પષ્ટ નહીં પણ કંઇક ઝાંખી તવારીખ આ પત્રોમાંથી સાંપડે છે. પત્ર લેખક અભિલાષા કરી બતાવે છે, નિંદા કરે છે, ફરિયાદ કરે છે, શ્રદ્ધા વ્યક્ત કરે છે. કવિચત જીવનસંદેશ આપે છે, કોઇને સલાહસૂચનો આપે છે, કવચિત વડીલશાહી ઉપદેશ આપે છે અને કોઈને પ્રેરક માર્ગદર્શનરૂપ ઉદ્બોધન કરે છેઃ ટૂંકમાં ખબરદારનું માનવ્ય પત્રોમાં પ્રગટ થાય છે. અને તેથી માનવ ખબરદારનો પરિચય સાધવા માટે અને તેમના જીવનને સમજવા માટે તેમના પત્ર સાહિત્યનો અભ્યાસ જરૂરી બને છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના મત મુજબ મનુષ્ય હૃદયને ઘડનાર ચાર બળો છેઃ પરિસ્થિતિ, કવિતા, ધર્મ અને જીવનદર્શન. આ પૈકીના પરિસ્થિતિ અને જીવનદર્શનનાં બે બળોએ ખબરદારના જીવનને શી રીતે ઘડ્યું તેનો કંઇક ખ્યાલ એમના ઉપલબ્ધ પત્રો દ્વારા સાંપડે છે. જુદી જુદી વ્યકતિઓ ઉપરના જુદા જુદા પત્રોમાં ખબરદારના વ્યક્તિત્વના બહુવિધ સ્વરૂપ દષ્ટિગોચર થાય છે. ખબરદારના પત્રો અરીસાની માફક તેમના જીવન અને વ્યક્તિત્વની છબી ઝીલી બતાવે છે. ‘સાહિત્ય એટલે જીવનનું દર્પણ' એ સૂત્ર પત્રસાહિત્ય માટે સૌથી વધુ યથાર્થ ને બંધબેસતું છે. ખબરદારના મન અને અંતરની તસવીર એમાં અંકિત થઇ છે. એ રીતે એમના પત્રો એમના સંવેદનપટુ માનસના ઘોતક છે. ખબરદાર પાસેથી આપણને આત્મકથા મળી નથી. એ પરિસ્થિતિમાં એમના પત્રોને આત્મવૃત્તાંતના અંશરૂપ ગણી શકાય. એમાં એમની મૂંઝવણો, આંતરિક અંગત સમસ્યાઓ અને આર્થિક ફૂટ કોયડાઓ છતાં થાય છે. તેમની વિવિધ રચનાઓના ઉદ્ભવ અને ભૂમિકાની સ્પષ્ટતા કે તેમને અભિમત એવું કાવ્યનું અર્થઘટન પણ પત્રો સ્પષ્ટ કરે છે. ગાંધીજી અને ‘કલાપી'ની જેમ પત્રોમાં મનને મોકળાશથી ૨મતું મૂકવાની ટેવ ખબરદારને પણ હતી. કેટલાંક પત્રો તો હૃદય ખુલ્લું કરવાના આશયથી જ જાણે તેમણે લખ્યા હોય એમ લાગે છે. આ કારણથી એમના પત્રો તેમના આંતરજીવન પર સારો પ્રકાશ પાડી જાય છે. નાની વયે પણ તેમને કવિતાનો મહિમા સમજાયો હતો અને એ વિશે તેઓ નિષ્ઠાથી તેમજ ગંભીરતાથી વિચાર કરતા હતા એ તેમના ‘માસિક મજાહ'ના તંત્રી ૫૨ના પત્રો દર્શાવી જાય છે. તેમના પત્રોમાં સાહિત્ય-વિચાર, જીવન-વિચા૨ અને કર્તવ્ય-વિચારનાં ત્રિવિધ વ્યક્તિત્વ-તત્ત્વો પ્રગટ થાય છે. તેમનાં જીવન વિકાસની આછી પાતળી રૂપરેખા પણ તેમના પત્રોમાં જોઇ શકાય ખરી, તેમના સર્વ પત્રોમાં સાહિત્યકારોને લખાયેલા પત્રો કલાવિધાનની દષ્ટિએ ઉત્તમ છે. અને તેમાંય કવિ ‘ કુસુમાકર'ને લખાયેલા પત્રો સર્વોત્તમ છે. ખબરદારના પત્રો તેમના આંતર બાહ્ય માનસ અને જીવનપ્રકૃતિને તથા સાહિત્યસાધનાને તેમજ લેખકના વિવિધરંગી વ્યક્તિત્વને સાચી રીતે પ્રકાશમાં આણે છે. તેમના વિવિધ રસના પ્રદેશોમાં તેમના પત્રો આપણને લઇ જાય છે અને તેમના માનસ પ્રદેશનો વિહાર કરાવી રસાસ્વાદ ચખાડે છે. પ્રાપ્ત થતા ખબરદારના બધા જ પત્રો ખાનગી અંગત પ્રકા૨ના છે અને કોઇ પણ પત્ર પ્રગટ બિનંગત જાહેર પ્રકારનો નથી, એટલે એમાં એનું હૃદય અને એમની કવિતાને વહેવડાવનારી વેદનાઓ જોવા-અનુભવવા મળે છે. એમના પત્રો એમના શરી૨ અને મનની વ્યથા-વેદનાને દેખાડે છે. અને તત્કાલિન પરિસ્થિતિના નિર્મળ ખબરદારના પત્રોના પ્રભાવનું મુખ્ય કારણ તેમની પ્રાસાદિક, સરળ અને સચોટ શૈલી છે. એમાં સભાનતાનો અંશ ન હોવાથી એમની હૈયાની ધરતીમાંથી ફૂટેલી સ૨વાણી જેવી સ્વયંભૂ એમની વાણી છે. જો કે ‘જોય, મઠ સ્થાપવું નથી, દલગીર, યાદ કીધો, હું અહીં બહારોબહાર આવ્યો, ટ્રેઇને પૂગતાં, પોશતો, વ્યક્તવ્ય, પુસ્તકોના થોકબંધ પ્રૂફો, તેનું સૌરભ, કુસુમની ઘેન, ઘાડો, જગતની એક જ ચક્ષુ અને ગડબડ વગેરે જેવા પ્રયોગોમાં પારસીશાઇ ગુજરાતીનાં લક્ષણોરૂપે લિંગદોષ કે લેખન યા વ્યાકરણદોષ દેખાઇ આવે છે, પણ એ સિવાય એકંદરે તેમના પત્રોમાં ભાષા ઊર્મિને અનુરૂપ રહે છે. એમાં નથી ભાષાડંબર કે નથી દુર્બોધ સંસ્કૃતમય જડબાતોડ શબ્દોથી નિષ્પન્ન થતી ક્લિષ્ટતા. ઊર્મિની ઊંડી વેધકતા એ પત્ર શૈલીનું વ્યાવર્તક લક્ષણ છે. અને તેને લીધે તે વાચક સાથે એકદમ આત્મીયતા સાધી લે છે. વાચક પત્રલેખક સાથે જે તાદાત્મ્ય સાધે છે તેને પરિણામે લેખકના વક્તવ્યની સાથે સમરસ બની જાય છે અને ભાવ તથા ભાષાના યોગ્ય સંયોગથી સચોટતા આવવા પામે છે. એમની પત્રશૈલીનું બીજું લક્ષણ છે વિષય કે વસ્તુનો સીધો ઉપાડ. ઝાઝા વિષયાંતરમાં અટવાયા વિના તે સીધા જ વિષય પ્રતિ પ્રસ્થાન કરી જાય છે. આ પ્રકારની નાસાગ્રતા (Directness) તેમની પત્ર શૈલીનો મહત્ત્વનો ગુણ છે. તેમના પત્રો સંબોધન અને ઉપાડમાં પણ આડંબર રહિતતા, નમ્રતા અને સીધુસટ આલેખન છે. એમની પત્રશૈલીનું ત્રીજું લક્ષણ છે તેમાં આવતું ચિંતન, તેમના પત્રોમાં ક્યાંક જીવન વિશે, ક્યાંક સાહિત્ય વિશે તો ક્યાંક કર્તવ્ય વિશે થોડું શું ચિંતન વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. કેટલીક વાર તો આવા ચિંતનમાં મહાન ચિંતકની અદાથી તેઓ સરસ અને અમૂલ્ય વિચારરત્ન આપી જાય છે. તેમના ચિંતનમાં વિચારોની સંકુચિતતા કે જટિલતા નથી અને કદાચ તેમાં ગહનતા પણ નથી, પણ પોતાને જે સત્ય સમજાયું યા લાધ્યું છે તેનું કથન સીધી, સાદી, સરળ અને સૂત્રાત્મક શૈલીમાં તેઓ કહી જાય છે. એમાં સૂત્રાત્મકતાની સાથે સચોટતા પણ એવી આવી જાય છે કે વાચકનાં હૃદય પર જાણ્યે અજાણ્યે એ અસર કરી જાય છે. વળી આ ચિંતન પ્રસંગને ઉચિત અને ઊર્મિને અનુરૂપ હોય છે. આમ, એમના પત્રોમાંથી એમની માનસિક અને બૌદ્ધિક શક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy