SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬ પેલા દૂર દૂર, નાના નાના (છોડવા) ઉપર પથરાયેલો સ્નોનો સુંદર ઢગલો, પંચ મહાવ્રતધારી સાધુ સમાન લાગતો હતો. સફેદ વસ્ત્રોમાં ઢંકાયેલો, છોડવા ૫૨નો શ્વેત સ્નો, છઠ્ઠા ગુણસ્થાને જ હોવો જોઇએ. મહાવ્રત લીધા છે પછી ડાઘ ક્યાંથી પડે ? પ્રબુદ્ધ જીવન જુઓ તો ખરા, પેલા મકાનના ઝરુખા ઉપર બેઠેલો સ્નો ! એ મહાશય તો જાણે પદમાસનમાં બેઠેલા મુનિ જેવા લાગતા હતા. જરૂર અપ્રમત્ત બનીને સાતમે ગુણસ્થાને પહોંચ્યો હશે. નજર આગળ વધીને ગઇ પેલા કાયોત્સર્ગમાં ઊભેલાં વૃક્ષો ઉપર. વૃક્ષો ઉપર બિરાજમાન થયેલા એ સ્નો મહાશયે તો જાણે આઠમા ગુણસ્થાને બેસીને શ્રેણી માંડી હોય એમ લાગ્યું. મારું કુતૂહલ વધ્યું. જોઇએ તો ખરા આગળ શું બને છે ! વૃક્ષની બે શાખાઓ જુદા જુદા મકાન તરફ ફંટાતી હતી, નજર ગઇ એક મકાનના ઢલતા છાપરા ઉપર. તેના ઉપર જમા થયેલા સ્નોની મુખમુદ્રા શાંત હતી. એટલામાં પવનનો સુસવાટ થયો. પેલો સ્નો મૌનમાંથી જાગ્યો....ગભરાયો અને છાપરા ઉ૫૨થી નીચે પટકાયો. કદાચ પવનની લહરથી લપટાયો પણ હશે. જરૂર એ ઉપશમ શ્રેણી માંડીને અગિયારમા ગુણસ્થાને પહોંચ્યો હશે. પછી એ પડે જ ને! નીચે નજર કરી તો, વૃક્ષ પરથી પટકાઇને...છોડવા ઉપર અને પછી છેક નીચે જમીન ઉપર પડ્યો. હવે ખાત્રી થઇ ગઇ, અગિયારમેથી પડીને નવમા, સાતમા, છઠ્ઠા અને ચોથા ગુણસ્થાનેથી છેક નીચે મિથ્યાત્વમાં આવીને અટક્યો. ડાબી બાજુના મકાનની છત ઉપરનો સ્નો જાણે ક્ષપક શ્રેણી ઉપર નવમા અને દસમા ગુણસ્થાને પહોંચી, સર્વ મોહનીય કર્મ ખપાવી, છલાંગ મારીને બારમે ગુણસ્થાને પહોંચ્યો હોય એમ લાગ્યું. તેના મુખ ઉપર અલૌકિક તેજ હતું. બાહ્ય જગતની તેના ઉપર અસર નહોતી. પવનના સુસવાટા તેને હલાવી ન શક્યા. તેનો ચહેરો સુંદર, શાંત અને ક્ષમતાથી સુશોભિત લાગ્યો. નજર જ્યારે તેના પર જઇને સ્થિર થઇ ત્યારે લાગ્યું કે તેને કૈવલ્યની પ્રાપ્તિ થઇ હશે. તે૨મા ગુણસ્થાને તેણે અહમ્ મિટાવીને અર્હમ પ્રગટાવ્યું. હવે તેનો નિર્વાણ સમય નજીક આવ્યો. જલબિંદુની ટપકતી ધાર વડે તેણે કેવલીસમુદઘાત કર્યો, તરત જ યોગનિરોધ શરૂ થયો. કંપતા આત્મપ્રદેશો સ્થિર થયા. પાણીની ટપકતી ધાર જોત જોતામાં ઠંડીથી થીજી જાણે બરફની સોટી (આઇસિકલ) થઈ ગઇ. ચૌદમા ગુણસ્થાને ક્ષણભર રહીને, એ...ચમકતો ‘ આઇસિકલ' બની ગયો. આત્મા જાણે ૫૨માત્મા બની ગયો. એ છાપરાની આખી કિનાર ઉપર નજર ફરી અને જોયું તો સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયેલા સિદ્ધોની જેમ આઇસિલકો ચમકતા હતા. મન ઝૂકી ગયું. એ સફેદ, સુંદર અને સ્ફટિકમય આઇસિકલો જોઈને. ધન્ય છે પ્રકૃતિ માતા ! સંસારથી પર ઉઠીને, સર્વે કર્મો ખપાવીને, પેલા ચમકતા સિતારા જેવા આઇસિકલો, જ્ઞાતા-દષ્ટા બનીને, સર્વજ્ઞતા પામી, સમગ્ર સંસારને, વીતરાગ ભાવે જોઇ રહ્યા હતા; અને અનંત સુખનો અનુભવ કરી રહ્યા હતા. મન વિચારોમાંથી જાગૃત થયું...અવાચક મનમાં આ શબ્દો સરી પડ્યા...હે પ્રકૃતિ માતા ! મારા જીવનમાં એ પળ ક્યારે આવશે ? (તા. ક. હિમવર્ષામાં વરસતા અને વરસી ગયેલા હિમકણો (snow) ના વિવિધ રૂપોમાં ગુણસ્થાનક્રમારોહણને ઘટાવવાનો અહીં કાલ્પનિક પ્રયાસ કર્યો છે. અલબત્ત, એમાં બધાં જ રૂપો બધી જ દૃષ્ટિએ સંપૂર્ણપણે સુસંગત હોય એવું ન બને. એટલે અહીં તો માત્ર એનો ધ્વન્યાર્થ લેવા ભલામણ છે.) સંઘ સમાચાર સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૯૫ના વર્ષ માટેનું પારિતોષિક પ્રા. ચી. ના. પટેલને તેમના લેખો માટે આપવામાં આવે છે. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીએ સેવા આપી છે. અમે પ્રા. ચી. ના. પટેલને અભિનંદ આપી છી અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ, નેત્રયજ્ઞ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે અને શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ-ચિખોદરાના સહયોગથી સ્વ. ભાનુબહેન પ્રવીણચંદ્ર કે. શાહના સ્મરણાર્થે, શનિવાર તા. ૧૦મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ જંબુસર મુકામે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. • શ્રદ્ધાંજલિ અમને જણાવતાં ખેદ થાય છે કે શ્રી મુંબઇ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી ગુણવંત અમૃતલાલ શાહનું થોડાક દિવસ પહેલાં મુંબઇમાં ૭૩ વર્ષની વયે હૃદયરોગની બીમારીથી અવસાન થયું છે. છેલ્લાં કેટલાંક વર્ષથી સંઘની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ લેતા હતા અને તેમના તરફથી ઘણો સારો સહકાર સાંપડ્યો હતો. સંઘે આ રીતે એક ઉમદા સાથી ગુમાવ્યો છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થીએ છીએ. જ્ઞમંત્રીઓ પ્રબુદ્ધ જીવન (રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રુલ્સ ૧૯૫૬ના અન્વયે) (ફોર્મ નં. ૪) ‘પ્રબુદ્ધ જીવન' સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. દર મહિનાની સોળમી તારીખ. ચીમનલાલ જે. શાહ ઃ ૨. પ્રસિદ્ધિનો ક્રમ': ૩. મુદ્રકનું નામ ઃ કયા દેશના : ઠેકણું : ૪. પ્રકાશકનું નામ કયા દેશના : ઠેકાણું : ૫. તંત્રીનું નામ : કયા દેશના : ઠેકાણું : ભારતીય રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ચીમનલાલ જે. શાહ ભારતીય રસધારા કો. ઓ. સોસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ડૉ. રમણલાલ ચી. શાહ ભારતીય રસધારા કો. ઓ. હા. સોસાયટી, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪. ૬. માલિકનું નામ અને સરનામું : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૪. હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-’૯૬ રમણલાલ ચી. શાહ
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy