________________
પ્રબુદ્ધ જીવન
શ્રેણિકરાજાનો કુટુંબકબીલો
1 ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
થોડોક વળાંક લઇ બહુ-પત્ની, પુત્રો ધરાવતાં માનવીની વાત બાજુ પર રાખી એક કુટુંબની કથની જણાવું. શ્રેણિક રાજા લગભગ પચાસ વર્ષની વય સુધી બૌદ્ધધર્મી હતા. ત્યારબાદ જૈનધર્મની આરાધના કરી સમકિતી બન્યા. એક વાર હરણીનો શિકાર કરી તેને તથા તેના બચ્ચાંને તડફડતા જોઇ ખુબ આનંદ વ્યક્ત કર્યો, જેથી બંધાયેલાં નિકાચિત કર્મથી નરકે જવું પડ્યું. તેમાંથી છૂટવાનો માર્ગ પૂછતાં ભગવાને કહ્યું કે જો કાલ સૌરિક પાડા મારવાનું બંધ કરે, તારી દાસી કપિલા દાન દે અથવા પુણિયા શ્રાવક સામાયિકનું ફળ આપે તો નરક સુધરે. પરંતુ કુવામાં રહી કાલસૌરિક પાડા મારતો રહ્યો, કપિલા કહે છે કે ચાટ દાન દે છે મારો હાથ નથી દેતો તથા પુણિયો કહે છે આખા રાજ્યના સાટે સામાયિકનું ફળ ન આપી શકાય. ત્યારબાદ સમક્તિ પ્રાપ્ત કર્યું હતું તેથી નરકની ભોગવી આગામી ઉત્સર્પિણીમાં તેઓ પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે. આ એક જીવ નરક તથા મોક્ષગામી થયો. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તો એક
કેદ
જ ભવમાં સાતમી નરક અને મોક્ષગામી થતાં દેવદુભિ વાગી.
શ્રેણિક તથા તેના કુટુંબીજનો વિષે જરા વિગતે જોઇએ. નિરયાવૃલિયા અથવા નિરયાવલિકા શ્રુતસ્કંઘમાં પાંચ ઉપંગોને સમાવિષ્ટ કર્યાં છે. જેવાં કે:- (૧) નિરયાવલિકા કે કપ્પિયા (કલ્પિકા), (૨) કપ્પવડંસિયા (કલ્પાવતંસિકા), (૩) પુલ્ફિયા (પુષ્પિતા), (૪) પુરુલિકા (પુષ્પરુલિકા) (૫) વહ્મિદશા (વૃષ્ણિદશા). આનું પરિમાણ ૧૧૦૦ શ્લોક જેટલું છે.
નિરય એટ નરકનો જીવ, અને આવલિ એટલે શ્રેણિ. નરકે જનાર
જીવોની શ્રેણિનું વર્ણન જે ગ્રંથમાં હોય તે નિરયાવલિયા શ્રુતસ્કંધ છે. શ્રેણિક અને ચેક્ષણાના પુત્ર કૂળિય (કોણિક) ને પદ્માવતી નામની પત્ની હતી અને કાલી નામની ઓરમાન મા હતી. કાલીને કાલ નામનો પુત્ર હતો. તેણે ગરુડવ્યૂહ રચી કોણિક સાથે રહી થમુશલ યુદ્ધમાં ભાગ લીધો. જેમાં ૧ કરોડ ૮૦ લાખ માણસો મૃત્યુ પામ્યા. ચેટકે તેને એક
બાણથી હણી નાંખ્યો. બીજા અધ્યાયમાં શ્રેણિકની પત્ની સુકાલીના પુત્ર સુકાલનું પણ તે યુદ્ધમાં મૃત્યુ થયું. બાકીના બીજી ૮ પત્નીના ૮ પુત્રો પણ આ રીતે મૃત્યુ પામ્યા. આ ૧૦ પુત્રો શ્રેણિકની કાલી, સુકાલીના વગેરેના પુત્રો હતા. ચેલણાનો પુત્ર તે કોણિક. આ ભાઇઓની મદદથી શ્રેણિક જેલમાં પુરાય છે.
કોણિકને હલ્લ-વિહલ્લ પાસેથી, પિતાએ આપેલા દિવ્યહાર તથા
સેચનક હાથી તેની પત્ની પદ્માવતીને જોઇએ છે. તેઓ દાદા ચેડા રાજાનું શરણું લે છે. અને વૈશાલીમાં રહે છે. ૧૦ ભાઇઓ હા- વિહા સામે ઉતરે છે. ભગવાન મહાવીરના પ૨મોપાસક ચેડા રાજાએ ૧૨ અણુવ્રત લઇ એવો નિયમ લીધો કે એકથી વધુ બાણ ન મારવા, કોણિકે ૧૦ને સેનાપતિ બનાવ્યા, ચેડા રાજાના અમોધ બાણથી દશે માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ચેલણા રાણીને કોણિક ગર્ભમાં હતો ત્યારે તેને પતિના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો. પુત્ર જન્મતાં ચેન્નણાએ તેને કોણિકને ઉકરડે ફેંકી દીધો. શ્રેણિક તેની પરૂ નીકળતી આંગળી ચુસતો છતાં પણ પિતાને જેલમાં પૂરે છે અને દરરોજ ૧૦૦ ચાબકા મારે છે. તેઓ વી૨ વીર કહે છે. એક દિવસ માતાએ તેને જન્મ પછી ઉકરડે ફેંક્યો પણ દયાદ્ર પિતાએ બચાવ્યો તે જાણી કોણિક કુહાડો લઇ બંધન તોડવા આવે છે ત્યારે શ્રેણિક ઝેર ખાઇ મૃત્યુ પામે છે; કેમકે શ્રેણિક એમ
માને છે કે તે મને મારી નાંખવા આવ્યો છે.
કપ્પવડિસિયા જે અંતગડદશાનું ઉપાંગ છે તેમાં ૧૦ અધ્યયનો છે. એનાં નામ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ,
નલિનીગુલ્મ, આનંદ અને નંદન છે. આ દશે અનુક્રમે શ્રેણિક રાજાના આ કાલ, સુકાલ વગેરેના પુત્રો તથા શ્રેણિકના પૌત્રો છે જેનો ઉલ્લેખ
તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬
નિરયાવલિમાં છે. આ બધાંએ ભગવાન મહાવીરસ્વામીનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત થઇ, દીક્ષા લઇ, ૧૧ અંગોનો અભ્યાસ કરી, ઉત્કૃષ્ટ તપ-સંયમાદિ પાળી અનશન કરી, સંથારો કર્યો, સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સંયમ પાળી મોક્ષે સિધાવે છે.
આશ્ચર્યકારી વાત એ છે કે કાલાદિ પિતાઓ કષાયને વશ થઇ નરકે
જાય છે; ત્યારે પ્રત્યેકના પુત્રો કષાયને જીતી સદગતિ પામી, સિદ્ધ થાય છે. વળી, કુટુંબના અગ્ર વડીલ શ્રેણિક નરકે જઇ તીર્થંકર થશે, તેના પુત્રો ન૨કવાસી તથા તેમના પુત્રો મોક્ષગામી થાય છે !
સાતમા ઉપાશકદશાંગમાં ભગવાને શ્રમણોપાસકના ચરિત્રનું
વર્ણન કરી આચાર-ધર્મનો પ્રતિબોધ કર્યો છે; જ્યારે ૮મા અંતગડદસાઓમાં અણગાર-સાધુ ધર્મનો સ્વીકાર કરી જે મહાનુભાવો
તે જ ભવમાં મોક્ષે જવાના છે, તથા જેમણે અંતકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત
કરી ધર્મદેશના દીધા વિના મુક્તિ મેળવી તેઓ અંતગડકેવળી કહેવાયા. જીવનના અંતકાળે કેવળજ્ઞાન પ્રગટ્યું. તેથી અંતગડકેવળી કહેવાયા. આ અંતગઢ મુખ્યતયા ગદ્યમાં રચાયેલું છે. જેનું પરિમાણ ૮પ૦ શ્લોકનું છે. અને આગમ પુરુષના વક્ષસ્થળ તરીકે ઓળખાય છે, અહીં આમ નોંધીએ કે અંતગડસૂત્રનું ઉંચું સ્થાન છે. ઉત્તર ભારતમાં પર્યુષણના માંગલિક દિવસોમાં આ સૂત્ર વાંચવામાં આવે છે, તેના ૮ વર્ગ છે જે પર્યુષણના ૮ દિવસોમાં જ પૂરા કરાય છે.
વિષે વિચારીએ. અણુત્તર એટલે જેનાથી ચઢિયાતા બીજા કોઇ ગતિ આ સંદર્ભમાં અણુત્તરોવવાઇદસાઓ (અનુરોત્તરોપપાતિકદશા) નથી તેવા ઉવવાઇય- ઉપાતિક દેવોના જન્મને ઉપપાત કહેવાય છે. તેનો અધિકાર આ આગમમાં કહ્યો છે. પ્રત્યેક તીર્થંકરોના સમયમાં ૧૦, ૧૦ અનુત્તરોપપાતિક શ્રમણોનું ચરિત્ર જે ૩ દિવસમાં કહેવાય છે. વારિસેન, દીર્ઘદંત, લષ્ઠદંત, વિહલ, વિહંસ અને અભયકુમાર છે. આ પ્રથમ વર્ગના ૧૦ અધ્યયન જાલિ, મયાલી, ઉપજાલી, પુરુષસેન, બધાં શ્રેણિકના પુત્રો જેમાં પહેલા સાતની માતા ધારિણી, વિહલ, વિહાસની માતા ચેલણા, અને અભયકુમારની માતા નંદા છે.
બીજા વર્ગના ૧૩ અધ્યયન જેવાં કે દીર્ઘસેન, મહાસેન, લષ્કૃદંત, શુદ્ધદંત, હલ, ક્રમ, ક્રમસેન, મહાસેન, સિહ, સિંહસેન, મહાસિંહસેન અને પુણ્યસેન. આ ૧૩ના પિતા મગધેશ્વ૨ શ્રેણિક, માતા ધારિણી તથા દીક્ષા પર્યાય ૧૩ વર્ષનો. ઉપર જણાવેલા બંને વર્ગના ૨૩ રાજકુમારો ભગવાન મહાવીર પાસે મેઘકુમારની જેમ દીક્ષા લે છે. ઘણાં વર્ષો ઉત્તમ નિરતિચાર ચરિત્રપાળી, કડી તપસ્યા કરી એકેક મહિનાની સંલેખના-સંથારો કરે છે, શરીરાદિનો નિર્મમત્વભાવે ત્યાગ કરી અનુત્તર વિમાનમાં ઉપજી, અવી, મહાવિદેહમાં જન્મી સર્વદુઃખો સહન કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. ત્રીજા વર્ગમાં ૧૦ અધ્યયન છે. દરેકના પિતા સાર્થવાહ છે. પ્રત્યેકની મા જુદી જુદી પણ સમાન નામ ધારણ કરનારી ભદ્રા છે. પ્રથમ ૯ને માતા દીક્ષા અપાવે છે. વિહલ્લને પિતા દિક્ષીત કરે છે. તેમાંનો ધન્નાકુમાર અણગાર બની એવા અભિગ્રહ સેવે કે જીવે ત્યાંસુધી છઠ્ઠના પારણે છઠ્ઠ ક૨વો, લુખાસુખા આહારવાળું
છે
આયંબિલ કરવું. શરીર એવું સુકવી નાંખ્યું કે ચાલે ત્યારે હાડકાં ખડખડ
અવાજ કરે. ભગવાને સર્વ સાધુમાં તેના તપને શ્રેષ્ઠ કહ્યો છે. ધન્ના-શાલીભદ્ર કરતાં આ વ્યક્તિ જુદી છે. ભગવાનની આજ્ઞા લઇ વિપુલાચલ ૫૨ મહિનાનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં જન્મી આવી,
નિર્વાણપદ પામશે.