SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ S પ્રબુદ્ધ જીવન *BLIZZARD 1996 માં સ્નોના અધ્યવસાયો I ચંદ્રકાંત બી. મહેતા (ન્યૂ જર્સી) જાન્યુઆરી ૭, ૧૯૯૬, અમેરિકાના ન્યુજર્સી સ્ટેટના સમગ્ર વિસ્તારમાં લગભગ ૨૦ ઇંચ સ્નો (હિમકણો) પડ્યો. હિમાલયમાં થતા બરફનાં તોફાન કરતાં પણ આ તોફાન ભયંકર હતું. આર્તધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં પલટાયેલો સ્નો એક દિવસ તોફાન મચાવીને, બીજે દિવસે પણ શાંત ન રહ્યો. સમગ્ર સ્ટેટમાં; પહેલી જ વાર સ્નો ઇમરજન્સી મુકાઇ. બે દિવસમાં લગભગ ૩૦ ઇંચ સ્નો પડ્યો. જાન્યુઆરી ૮, ૧૯૯૬ની વહેલી સવારે પથારીમાંથી ઉઠીને બારીના પારદર્શક કાચમાંથી મેં જોયું તો આકાશમાંથી સ્નોના અસંખ્યાત રજકણો પૃથ્વી ઉપર ઊતરતા હતા. દશ્ય ઘણું રળિયામણું હતું. બહાર જેટલી ઠંડી હતી. તેટલી ઘરમાં નહોતી. બે ઘડી મન ચિંતનમાં ઊતરી ગયું. પ્રત્યેક સમયે આપણા આત્માની ધરતી ઉપર કર્મના અસંખ્યાત રજકણો આ જ રીતે ખેંચાઇને આવે છે . વળી બહાર નજર પડી અને ઝીવણટથી જોયું તો ઝીણા ઝીણા સ્નોના રજકણો, જમીન ઉપર કોઇક જગ્યાએ વધુ તો કોઇક જગ્યાએ ઓછા પ્રમાણમાં જમા થતાં હતાં. આત્મપ્રદેશ ઉપર આવતા કર્મનાં રજકણો પણ એકસરખાં જ છે. પણ કેટલાક મોહનીય કર્મ રૂપે મોટા જથ્થામાં જમા થાય છે, તો કેટલાંક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મરૂપે ઓછા પ્રમાણમાં જમા થાય છે. અરે, આ શું ? પેલા સફેદ, સુંદર અને સુંવાળા સ્નો ઉપર PLOUGH TRUCKનાં ટાયરો પસાર થયાં અને સ્નો ઉપર કાળા ડાઘ પડી ગયા. ચારેબાજુ રસ્તા ઉપર પથરાયેલો સ્નો, Plough વડે ઘસાઇને, પગથી (Side Walk)ની કિનારી (Curb) પાસે થ૨ના થર રૂપે જામી ગયો. ? શું આત્મ પ્રદેશ ઉપર જામેલા કર્મ રજકણોની આ દશા થઇ શકે હા, રાગ અને દ્વેષના, મોહ અને આસક્તિના, અહંકાર અને ઇર્ષાના ગંદા ટાયરો, કર્મ રજકણોને ગંદાં કરે છે અને કેટલાંક કર્મ પુદ્ગલો ચીકણાં બનીને આત્મ પ્રદેશની કિનાર ઉપર જામી જાય છે. પાછી નજર બહાર ડ્રાઇવ-વે (Drive-way) ઉપર પડી. ડ્રાઇવ-વે ઉપર સ્નોના થરના થર જામ્યા હતા. બદલાતા ઝપાટાથી કોઇક જગ્યાએ ત્રણ ફૂટથી ય ઊંચા ઢગલા થયેલા. તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬ અનાદિકાળથી આપણા આત્મપ્રદેશ ઉપર કર્મના થરના થર લાગેલા છે. કષાય રૂપી પવનના ઝપાટાથી કર્મના જાણે ડુંગર ઊભા થયા છે. એકાએક મનમાં ઝબકારો થયો. હવે કંઇક કરવું પડશે. અને મન જાણે ‘યથાપ્રવૃત્તકરણ’ ક૨વા લાગ્યું. શું નીચે જઇને ગેરેજનો દ૨વાજો ખોલ્યો. ડ્રાઇવ–વે ઉપર આટલો સ્નો કદી જમા થયેલો જોયો નહોતો. મનમાં અનેક વિચારો આવી ગયા. થોડા વહેલા ઉઠીને સ્નો સાફ કરવા જેવો હતો, પણ કંઇ નહિ, જાગ્યા ત્યારથી સવાર. એમ મુંઝાવાથી નહિ ચાલે. મનને થયું, સ્નો ખસેડવા માટેનું મશીન SNOW-BLOWER આપણી પાસે છે ને ! પછી ફીકર ?' Snow-Blower ચાલુ કર્યું પણ કામમાં ન આવ્યું. કારણ તેની ઊંચાઇ કરતાં પણ સ્નોનો ઢગલો વધુ ઊંચો હતો. હવે શું કરવું હિંમત કરીને પાવડાથી (Hand-Shovel) સ્નો ઊંચકીને ફેંકવા માંડ્યો. પોચા અને તાજા સ્નોની નિર્જરા ઝડપથી થવા માંડી. જે કામ, શરૂ કરતાં પહેલાં અત્યંત કપરું લાગતું હતું તે હવે થોડું સ૨ળ બની ગયું. હિંમત વધી. શ્વાસની સાથે વિશ્વાસ વધ્યો. મનને આનંદ થયો. એક જુદો જ અનુભવ થયો. મન જાણે હવે ‘અપૂર્વકરણ’માં પ્રવેશ્યું. કે ? પાછું મન વિચારે ચડ્યું. આત્મા ઉ૫૨ અનાદિકાળથી કર્મના ઢગલા થયા છે. જો હિંમત હાર્યા વગર નાના નાના અવલંબનો લઇને પુરુષાર્થ કરીએ તો શું કર્મની નિર્જરા ન થઇ શકે ? સ્નો ખસેડતાં પહેલાં મન કેવું ગભરાયેલું? પરંતુ, કોઇ સહારો ન મળતા, આ બધો સ્નો આપણે જાતે જ સાફ કરવો પડશે એમ સમજીને કાર્ય શરૂ કર્યું ત્યારે પ્રખર પુરુષાર્થના પ્રતાપે આત્માની શક્તિનો અનુભવ થયો. મનમાં દ્રઢ નિર્ણય લેવાયો કે હવે પાછા નથી જ હઠવું. અને મન ‘અનુવૃત્તિકરણ’માં પ્રવેશ્યું. પાવડાથી સ્નો ખસેડવા માંડ્યો. પહેલી જ વાર જીવનમાં આટલી મહેનત કરી હશે ! વચ્ચે વચ્ચે વિશ્રામ લઇને, સ્નો ખસેડવાની ક્રિયા ચાલુ રાખતા, સમગ્ર drive-way ઉપરથી લગભગ અર્ધી સપાટી જેટલી સ્નોની નિર્જરા કરી નાંખી. હવે snow-blower ચાલી શકે તેટલો રસ્તો કરવાનો હતો. પાવડાથી સ્નો ઊંચકીને ઘડીકમાં ડાબી બાજુ તો ઘડીકમાં જમણી બાજુ સ્નો ફેંકવા માંડ્યો, અને વચ્ચેનો રસ્તો સાફ કર્યો. કામ થોડું સરળ થયું. મન શાંત થયું અને ‘અંતઃકરણ'માં પ્રવેશ્યું. ડ્રાઇવ-વે ઉપર મશીન થોડી સરળતાથી વાળી શકાય તે માટે કેડી બનાવતા બનાવતા છેક ડ્રાઇવ-વેના છેડા સુધી પહોચી ગયો. જેમ ઉછળી આવે તેમ રસ્તો સાફ કરતા, પેલા snow plougeથી અરે આ શું ? અનાદિકાળથી છૂપાયેલા અનંતાનુબંધીના કષાયો ગઇ. હવે તો દિવાલ તોડે જ છૂટકો. એક બાજુ પાવડાથી શુદ્ધ અને સફેદ આવ્યા અને drive-wayની edge ઉપર સ્નોની દિવાલ ઊભી થઇ સ્નોનો ઢગલો કર્યો તો બીજા બાજુ ploughથી ખરડાયેલા મેલા તથા થોડા શુદ્ધ એમ મિશ્ર સ્નોનો ઢગલો કર્યો. ત્યાં જ મન વિચારે ચડ્યું. શ્રદ્ધાના પાવડાથી ભાવનાના બળે જ્યારે કર્મ રૂપી સ્નો ખસેડીએ છીએ ત્યારે અંતકરણમાં પ્રવેશેલું મન, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીયના ત્રણ ઢગલા કરીને ત્રિ-પુંજ કરણ' કરે છે. પાછું મન વાસ્તવિક જગતમાં દાખલ થયું. હવે કામ સરળ થઇ ગયું. મશીન ચાલુ કર્યું અને પાણીનો ફુવારો ઉછળે તેમ ફટાફટ snow ઉંચકાઇને દૂર દૂર લોન ઉપર ફેંકાવા લાગ્યો. એક કલાકમાં તો આખો ડ્રાઇવ-વે સાફ સાફ થઇ ગયો. મનને તૃપ્તિ મળી. સમ્યગદર્શન પ્રગટ થયા જેટલો આનંદ થયો. પાછો મનમાં વિચાર ચમક્યો. ભક્તિ અને જ્ઞાનનું snow-blower ચાલે પછી કર્મ રૂપી સ્નો ટકે ખરો ? બસ, મહત્ત્વનું કામ થઇ ગયું. હવે થયું થોડો આરામ કરું. ડ્રોઇગ રૂમની બારી પાસે ખુરશી ખેંચીને બેઠો. બહાર પ્રકૃતિએ પાથરેલી લીલા જોયાનો આનંદ કોઇ જુદો જ હતો. ચારેય બાજુ પથરાયેલા સ્નો ઉપ૨ નજર આળોટવા માંડી. પ્રકૃતિની પાંખોમાં સમાયેલું મન, સમગ્ર ચૌદ રાજલોકમય વિશ્વની આ માયાજાળ ઉપર વિચાર કરતું, ચિંતનના ચાકડે ચઢ્યું. સમ્યગદર્શન પ્રગટ્યા પછી ફક્ત મનુષ્ય જ, પાંચમા ગુણસ્થાનેથી આગળ વધીને, તેરમા ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ચૌદમા ગુણસ્થાનેથી ઉંચકાઇને સિદ્ધશિલા ઉપર અનંતકાળ સુધી, અનંતસુખને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક ગુણસ્થાન વટાવતાં, મનના અધ્યયવસાયો કેવા શાંત અને સુંદર હશે ? ચારે બાજુ પથરાયેલા સ્નો ઉપર નજર ફેરવતાં જોયું તો સ્નોની મુખમુદ્રા અદ્ભૂત લાગવા માંડી. દૂર દૂર lawn ઉપર પથરાયેલો સ્નો સફેદ તો હતો જ પણ ઉડેલા સ્નોથી થોડી સફેદાઇ ઝાંખી લાગતી હતી. જરૂર પેલા અણુવ્રતધારી શ્રાવકની જેમ પાંચમા ગુણસ્થાને પહોંચ્યો હશે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy