________________
૧૪
પ્રબુદ્ધ જીવન
કવિ શ્રી વીરવિજયજી મહારાજે શેઠ મોતીશાહના જીવનના બીજા જે એક મહત્ત્વના ઐતિહાસિક પ્રસંગનું નિરૂપણ ઢાળિયામાં કર્યું છે એ પ્રસંગ કુંતાસરની પ્રતિષ્ઠાને લગતો છે. એમાં શેઠ મોતીશાહે સિદ્ધિગિરિ ઉપર બંધાવેલી ટુંકમાં એમના સ્વર્ગવાસ પછી થયેલા અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન છે. ભાયખલાની પ્રતિષ્ઠાનાં ઢાળિયાનું શ્રી વીરવિજયજીએ એ પ્રસંગ નજરે જોઇને કર્યું નથી. એમણે સાંભળેલી વિગતો ઉપરથી એ વર્ણન કર્યું છે. કુંતાસરની પ્રતિષ્ઠા વખતે શ્રી વીરવિજયજી ત્યાં જાતે ઉપસ્થિત હતા. આ ઢાળિયા ‘કુંતાસરની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં' તરીકે લખાયાં હતાં, કારણ કે ‘કુંતાસ૨' નામનું તળાવ, જે શત્રુંજય પર્વત ઉપર આદીશ્વર દાદાની મોટી ટુંકની બાજુમાં ખીણમાં આવેલું હતું તે ત્યારે જાણીતું હતું. આજે હવે કુંતાસ૨નું નામ ભૂલાઇ ગયું છે કારણ કે એ તળાવનું અસ્તિત્વ હવે રહ્યું નથી.
કુંતસારની જગ્યાએ શેઠ મોતીશાહે બંધાવેલી ટુંકમાં અંજનશલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ વિ. સં. ૧૮૯૩માં થયો હતો. આ મહોત્સવ પૂરો થયો અને સંઘ મુંબઇ પાછો ફર્યો ત્યાં સુધીનું વર્ણન આ ઢાળિયામાં છે. એટલે કે પછી એ જ વર્ષમાં શ્રી વીરવિજયજી મહારાજે આ ઢાળિયાની રચના કરી હતી. શ્રી વીરવિજયજી મહારાજ પોતે ત્યારે પાલિતાણામાં ઉપસ્થિત હતા, કારણ કે તપગચ્છ, ખરતરગચ્છ અને સાગરગચ્છ એ ત્રણે ગચ્છના આચાર્ય ભગવંતોને અને મુનિ ભગવંતોને પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે આગ્રહભર્યું નિમંત્રણ હતું. ઢાળિયામાં થયેલા વર્ણનની તાદશ્યતા પણ આ વાતની પ્રતીતિ કરાવે છે.
કુંતાસરમાં બંધાયેલી ટુંકની પ્રતિષ્ઠાના મહોત્સવની કરુણ બાબત એ છે કે શેઠ મોતીશાહે અઢળક ધન ખર્ચીને એ ટુંક બંધાવી, પરંતુ પ્રતિષ્ઠાનો દિવસ આવે તેના છ એક મહિના પહેલાં જ તેમનો સ્વર્ગવાસ થયો. વીરવિજયજી મહારાજે આ ઢાળિયામાં શેઠ મોતીશાહે દેરાસર બંધાવવા માટે આ જગ્યા પસંદ કરી ત્યારથી શરૂ કરી પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો ત્યાં સુધીની પાંચ છ વર્ષની ઘટનાઓનો નિર્દેશ કાલાનુક્રમે કરી લીધો છે. એ દૃષ્ટિએ આ ઢાળિયાં ઐતિહાસિક માહિતી માટે પ્રમાણભૂત બને છે
કવિએ આ ઢાળિયાંની રચના સાત ઢાળમાં કરી છે. વિવિધ લોકપેરિય દેશીમાં આ ઢાળોની રચના થયેલી છે. કવિ પ્રથમ ઢાળમાં શત્રુંજય મહાતીર્થને પ્રાચીન કાળથી ચાલ્યો આવતો મહિમા દર્શાવી, શેઠ અમીચંદ સાકરચંદના સુપુત્ર શેઠ મોતીશાહ અને એમના સુપુત્ર તે ખીમચંદભાઇનો નામ-નિર્દેશ કરે છે. શેઠ મોતીશાહને ‘કળિયુગના કલ્પવૃક્ષ' તરીકે ઓળખાવતાં કવિ લખે છે :
અમીચંદ સાકરચંદ તણાં કલિજુગમાં કલ્પવૃક્ષ બન્યા ઉપગારી તરુછાયા ઘણાં; શેઠ મોતીશાહ ધનરાસે પૂરે દીન દુખિયાંની આશે. કલકત્તા વળી મદ્રાસે
દરીઆ માંહી જહાજ ઘણાં.
તા. ૧૬-૧-૯૬
શેઠ મોતીશાહને શત્રુંજય તીર્થની યાત્રામાં ઘણી દઢ શ્રદ્ધા હતી. એમણે ત્યાં એક ટુંક બંધાવવાનો નિર્ણય કર્યો. એનો ઇતિહાસ રસિક છે. કવિએ તો અહીં માત્ર તેનો ચાર-છ પંક્તિમાં નિર્દેશ કર્યો છે. શેઠ મોતીશાહ પોતાના વેપારમાં દિવસે દિવસે વધુ અને વધુ ધન કમાવા લાગ્યા હતા. સાથે સાથે તેઓ ઘણી મોટી રકમ દાનમાં વા૫૨વા લાગ્યા હતા. એમનો વહાણવટાનો વેપાર હતો. તે વખતે અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. શેઠ મોતીશાહના વહાણવટાના વેપારમાં એક વખત જકાતની બાબતમાં રૂપિયા તેર લાખ જેટલી જંગી રકમનો વાંધો અંગ્રેજ સરકાર સાથે પડ્યો. કોર્ટમાં ચાલતી એ બાબતમાં જો પોતે જીતી જાય તો સરકાર પાસેથી પાછી મળતી બધી જ રકમ શત્રુંજય પર્વત ઉપર ટુંક બંધાવવામાં ખરચવાનો એમણે શુભ સંકલ્પ કર્યો. શેઠ મોતીશાહ પોતાની ધર્મશ્રદ્ધાને બળે આ બાબતમાં વિજયી બન્યા. એટલે એમણે તરત પોતાના સંકલ્પ અનુસાર શત્રુંજય પર્વત ઉપર જઇ મોટી કલાત્મક ટુંક બંધાવવા માટે જગ્યાનું અવલોકન કરવાનું વિચાર્યું. એ વખતે અમદાવાદના નગરશેઠ હેમાભાઇ પણ શત્રુંજય ઉપર ટુંક બંધાવવાની ભાવના સાથે આવ્યા હતા. બંને ડુંગર ઉપર જગ્યા માટે ફરતા હતા. મોતીશાહ શેઠને કોઇ જગ્યા અનુકૂળ ન લાગી, પછી એમણે વિચાર કર્યો કે આદીશ્વર દાદાની મોટી ટુંકની બાજુમાં જે ખીણ છે અને ખીણમાં ‘કુંતાસ૨’નામનું તળાવ છે, એ તળાવ અને આખી ખીણ જો પૂરવામાં આવે તો ઉપર વિશાળ સમથળ જગ્યા થાય, અને યાત્રિકોને બે ડુંગરની જે ચડ ઊતર કરવી પડે છે તે ન ક૨વી પડે. બસો ફૂટ ઊંડી ખીણ પૂરવાનો વિચાર આવવો એ જ સ્વપ્ર જેવી નવાઇ ભરેલી ગણાય. આ વાત સાંભળી શેઠ હેમાભાઇ આશ્ચર્યચક્તિ થઇ ગયા. એમણે કહ્યું, ‘શેઠ મોતીશાહ ! તમે તો મુંબઇમાં કોલાબાની ખાડી પૂરાતી જોઇ છે. એટલે ભરણી કરી જગ્યા મેળવવાનો વિચાર તમને આવે એ સ્વાભાવિક છે. વળી તમે તો તમારી માલ ભરેલી વખારોમાંથી ફક્ત એક વખારનો માલ ઠાલવી દો તો પણ કુંતાસ૨ની ખીણ પૂરાઇ જાય. તમારી શક્તિની તે કંઇ વાત થાય ?’
સંવત અઢારમેં અઠાસી માંહે સિધગેરી શિખર વિચાલેજી રે; કુંતાસરનો ખાડો મોટો, શેઠજી નયણે નિહાળે જી.
શેઠ મોતીશાહે કુંતાસ૨નો ખાડો પૂરાવવાનો વિચાર કર્યો એ ખરેખર અસાધારણ વિચાર હતો. એટલા માટે જ કવિ વીરવિજયજી આ બીજી ઢાળમાં લખે છેઃ
ચોથે આરે બહુ ધનવંતા પણ નવી ખાડો પૂરાવ્યો જી
આ કાળે મોતીશા શેઠે, કનક રૂપઇએ ભરાવ્યો જી રે
ખીણ પૂરવાની સ્વપ્ર જેવી વાત શેઠ મોતીશાહે નક્કર હકીકતની જેમ પુ૨વા૨ કરી આપી. એમના આ કાર્યથી એમને વેપારમાં પણ ઉત્તરોત્તર વધુ લાભ થવા લાગ્યો. શત્રુંજય ઉ૫૨ ટુંક બાંધવા માટે એમણે પાલિતાણામાં આખું વ્યવસ્થાતંત્ર ઊભું કરી દીધું. શિલ્પ અને સ્થાપત્યની બધી જવાબદારી સુપ્રસિદ્ધ મિસ્ત્રી રામજી સલાટને સોંપવામાં આવી. પાંચ-છ વર્ષ ચાલનારું આ કામ ઝડપથી થાય એ માટે એમણે એ દિવસોમાં ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ જેટલા મજૂરોને રોક્યા હતા, ઠેઠ નીચેથી ખીણનું પુરાણ માટીથી નહિ પણ પથ્થરથી કરવામાં આવ્યું હતું. એમણે પાંચ હજાર જેટલી નવી પ્રતિમાઓ ઘડાવી
ચીન દેશે વિલાયત સુણાં; શેઠ મોતીશાહ નામ તણોઃ
મહિમાવંત સિદ્ધગિરિ ઉપર શેઠ મોતીશાહને ટુંક બંધાવવાની ઘણીકો જેમાંથી ત્રણ હજાર જેટલી સુંદર પ્રતિમાઓની પસંદગી થઇ શકે અને
અન્ય સંઘોને પણ આપી શકાય. કવિ લખે છેઃ
હોંશ હતી. કવિ બીજી ઢાલનો આરંભ કરતાં લખે છેઃ
રીખવદેવ પુંડરીક પ્રમુખની પઢિમા ત્રણ હજારોજી રે
નવી ભરાવી ચિત્ત ઉદારે વિધિશું શાસ્ત્ર પ્રમાણજી