SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૯૬ ‘કવિએ વિધિશું શાસ્ત્ર પ્રમાણ' એમ લખ્યું છે તે યથાર્થ જ છે. શેઠ મોતીશાહની ભાવના એટલી ઊંચી હતી કે પથ્થરમાંથી પ્રતિમા ઘડતી વખતે પણ શિલ્પીઓ નાહી ધોઇ, પૂજામાં કપડાં પહેરી, મુખકોશ બાંધી પ્રતિમા ઘડે. મુખમાંથી આખો દિવસ દુર્ગંધ ન આવે એટલે દરેકને સવારે કેસર-કસ્તુરીનો મુખવાસ આપવામાં આવતો. વળી રસોડામાં શિલ્પીઓ માટે રસોઇ એવી બનાવવામાં આવતી કે જેથી તેઓને વાછૂટ ન થાય. અને થાય તો સ્નાન કરી લેવું પડતું. વળી પ્રતિમાજીને ઘડતી વખતે ઊંધા કરવાની કે બે પગ વચ્ચે દબાવવાની પણ મનાઇ હતી. આ રીતે આ ટુંક અને પ્રતિમા વગેરે બંધાવવામાં શેઠને કેટલું ખર્ચ થયું તેનો નિર્દેશ કરતાં કવિ લખે છેઃ અંજનશલાખા પ્રમુખ સામગ્રી મેળવતાં ગુરુ સંગેજી રે; નવ લાખ ઉપર સાતસેં રૂપઇયા ખરચાણાં મન રંગે જી. જે જમાનામાં આખા દિવસની મજૂરી પાંચ દસ પૈસા જેટલી હતી એ વખતે આટલી બધી મોટી રકમ ખર્ચવાનો પોતાને ભાવ થવો એ શેઠ મોતીશાહના હૃદયની ઉદારતા અને વિશાળતા દર્શાવે છે. શેઠ મોતીશાહે શત્રુંજય ઉપર ટુંક બંધાવવાનો નિર્ણય કર્યો ત્યારે એમની ઉંમર ૪૭ વર્ષની હતી. પરંતુ ૫૩ વર્ષની વયે એમની તબિયત લથડી, પોતે પ્રતિષ્ઠાનો દિવસ જોશે કે કેમ કે વિશે શંકા થવા લાગી. પરંતુ એમની ભાવના કેટલી બધી ઊંચી હતી ! એમણે પોતાના પુત્ર ખીમચંદભાઇને ભલામણ કરતાં કહ્યું, ‘મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગોડીજી મહારાજનો હુકમ હશે તેમ થશે, મારું શરીર પડી જાય તો શોક કરવો નહિ, શોક પાળવો નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને મારી ખોટ જણાવા દેવી નહિ.’ અનીહાંરે દેવ ઘણા દેવલોકમાં રે શેઠના ગુણ ગાય વિશેષ; અનીહાંરે દક્ષિણતા ગુણ શેઠની રે પારસ સમ સ્વર્ગે ગવાય. અનીહાંરે દક્ષિણતા પણ આપણું રે નહિ લોપો એમ દિલ થાય; અનીહાંરે સ્વર્ગે શેઠને નુતર્યા રે કરો પાવન અમ ઘર આજ. ✰✰✰ પ્રબુદ્ધ જીવન અનીહાંરે ભાદરવો બાણુઆ તણો રે શુદ પડવે ને રવિવાર, અનીહાં રે મહુરત લઇ સીધાવિયા રે કાંઇ શેઠજી સ્વર્ગ મોઝાર. ૧૫ જાણે અદ્ભુત દશ્ય થઈ ગયું હતું. એક દુઃખદ ઘટના એ બની કે આ મહોત્સવ દરમિયાન મોતીશાહનાં પત્ની દિવાળાબાઇનું અવસાન થયું. કવિ એ ઘટનાનું પણ શુભ અર્થઘટન કરતાં કહે છે કે તેઓ શેઠને પુત્રના સુંદર સંઘની વધામણી આપવા સ્વર્ગમાં પહોંચી ગયાં. સંઘ સવાલાખ આસરે રે સંઘવી એક હજાર સલુણા; કરી મંડપ પધરાવતા રે પડિમા પાંચ હજાર સલુણા. માતા દિવાળી બાઇને રે દેખી હરખ ન માય સલુણા; પુત્ર વધામણી શેઠને રે દેવા સ્વર્ગે સિધાય સલુણા. શેઠ મોતીશા સાંભળી રે શાજ કરે તતખેવ સન્નુલા; શાલિભદ્રને પૂરતા રે જેમ ગોભદ્ર દેવ સલુણા. સહસ ગમે દીવા ઝગે રે લેતી વિસામા વીજ સલુણા; પ્રતિષ્ઠાનું મૂહૂર્ત વિ. સં. ૧૮૯૩ના મહા વદ બીજનું હતું. પરંતુ વિ. સં. ૧૮૯૨ના પર્યુષણ પર્વ દરમિયાન ભાદરવા સુદ એકમને દિવસે ચોપન વર્ષની વયે શેઠ મોતીશાહનો સ્વર્ગવાસ થયો. પ્રતિષ્ઠા અંગે પાંચમી અને છઠ્ઠી ઢાળમાં તીર્થંકર ભગવાનનાં પંચકલ્યાણકની પોતાની બધી સૂચનાઓ લખીને એ કાગળ એમણે એક પેટીમાં મૂક્યો વિધિનું, અંજનશલાકાનું તથા પ્રતિષ્ઠા વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. હતો. શેઠ મોતીશાહ પ્રતિષ્ઠા પૂર્વે સ્વર્ગવાસ પામ્યા. એ ઘટનાનું સરસ અર્થઘટન વીરવિજયજી મહારાજે ત્રીજી ઢાળમાં કર્યું છે. તેઓ લખે છે કે દેવલોકમાં શેઠના ગુણોની ઘણી પ્રશંસા થવા લાગી એટલે દેવોએ મોતીશાહ શેઠને સ્વર્ગલોકમાં પધારવાનું નિમંત્રણ આપ્યું. એટલા માટે સ્વર્ગલોકમાં ગયા. મોતીશાહના સ્વર્ગવાસ પછી એમના સુપુત્ર ખીમચંદ શેઠે મુંબઇથી શત્રુંજયનો સંઘ કાઢ્યો. ત્રીજી ઢાલમાં કવિએ એનું વર્ણન કર્યું છે. આટલો મોટો સંઘ આ પૂર્વે ક્યારેય નીકળ્યો નહોતો. પાલિતાણામાં તો સવા લાખ માણસોને પાલિતાણા ગામ બહાર રહેવા માટે તંબૂઓ તાણી એક બહુ મોટા કેમ્પ જેવી રચના કરવામાં આવી હતી અને ન્હાવા ધોવા તથા ખાવા પીવાની પણ બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વીજળીના દીવા ત્યારે ચાલુ થયા નહોતા. ઘી-તેલના દીવા તથા મશાલો વગેરે સળગતી રાખવામાં આવતી. પાલિતાણામાં લોકોના ઉતારાંના સ્થાનોમાં જે મશાલો તથા દીવાબત્તી કરવામાં આવ્યાં હતાં એની ઝાકઝમાળ જોઈને કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે જાણે વીજળી પણ વિસામો લેવા લાગી હતી. પાલિતાણામાં જુદી જુદી વિધિ જુદા જુદા દિવસે કરવામાં આવી. વિ. સં. ૧૯૮૩ના મહા વદ બીજના રોજ શત્રુંજય ઉપર મૂળ નાયક ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી પધા૨વામાં આવ્યાં. પ્રતિષ્ઠા મહોત્સવ રૂડી રીતે ઊજવાયો. સવા લાખ લોકો લગભગ એક મહિનો પાલિતાણામાં રહ્યા. રોજ જુદી જુદી વિધિ અને જુદા જુદા કાર્યક્રમો થતા. મહોત્સવ પૂર્ણ થતાં ખીમચંદ શેઠ પોતાનો સંઘ લઇ, માર્ગમાં તળાજાની જાત્રા કરી વહાણ માર્ગે મુંબઇ પાછા ફર્યા. એ જમાનાની એ એક ખરેખર અજોડ ઘટના હતી. કવિ ઢાળિયાને અંતે યોગ્ય રીતે જ કહે છેઃ સંઘમાલ શુદી ફાગણે, બુધ બીજ ઉત્સવ થાય; આ જગમાં આ વારતા રે, કઇ પડછો નવી દેવાય. આમ, કવિ વીરવિજયજીએ કુંતાસ૨ની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં લખીને એક મહત્ત્વના ઐતિહાસિક દસ્તાવેજની ગરજ સારે એવી સુંદર, સુગેય કાવ્યકૃતિ આપી છે. પ્રસંગોનું રસિક વર્ણન, ઘટનાઓનું સરસ અર્થઘટન, પાત્રા-લેખનની સુરૈયતા, મનોરમ પ્રાસ સંકલના, વિવિધ નિર્દેશ વગેરેને લીધે મોતીશાહ શેઠ વિશેનાં આ બંને ઢાળિયાં દેશીના રાગમાં ગાવા માટેની સુગેયતા અને ઐતિહાસિક વિગતોનો લેખે મનભર બન્યાં છે. માં કાવ્યકૃતિ
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy