SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૯૬ સુણો શેઠ કહું એક વાત રે, તુમે દાન ગુણે વિખ્યાત રે; ભાગ્યદા ફલી રે. ભૂઇખલિ કરાવ્યો બાગ રે; મને પ્રગટ્યો દેખી રાગ રે. વાડી ફરતી વાડી જૂની રે જિન મંદિરિયાં વિના સૂની રે; જિન મંદિર એક કરાવો પ્રબુદ્ધ જીવન. પ્રભુ ઋષભદેવ પધરાવો રે. અમે રાજનગરમાં રહું છું રે તુજ પુણ્ય ઉદયથી કહું છું રે; ગયો દેવ કહી ઇમ રાગે રે શુભવીર મોતીચંદ જાગે રે. એ દિવસોમાં અમદાવાદથી પ્રતિમાજી લઇ મુંબઇ આવવાનું સ૨ળ નહોતું. રેલ્વે લાઇન નહોતી. નર્મદા અને તાપી ઉપર પુલ નહોતા. એટલે ઋષભદેવ ભગવાન સહિત ૧૬ પ્રતિમાજી પાલખીમાં પધરાવીને જમીન માર્ગે ભરૂચ લઇ આવવામાં આવ્યાં. આખે રસ્તે હાઇ, ધોઇ, સ્વચ્છ વસ્ત્ર સાથે પ્રતિમાજીની પૂજા કરી, પૂજાનાં કપડામાં શ્રાવકો પાલખી ઊંચકતા. ભરૂચથી પ્રતિમાજી નદી અને દરિયા માર્ગે વહાણમાં લાવવાનાં હતાં. દિવસ એવો નક્કી કરવામાં આવ્યો હતો કે જેથી ચોમાસું નડે નહિ અને અમદાવાદથી હેમાભાઇ, બાલાભાઇ, ત્રિકમભાઇ વગેરે શ્રેષ્ઠિઓ મુંબઇ આવી શકે. વહાણવટાના વેપારી શેઠ મોતીશાહે પ્રતિમાજી લાવવા માટે નવું જ વહાણ તૈયાર કરાવ્યું. વહાણમાં ધૂપ, દીપ વગેરેની બરાબર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચથી વહાણ સૂરત બંદરે આવ્યું. ત્યાં એક દિવસ રોકાઇ, પવનની અનુકૂળતા થતાં તે મુંબઇ આવ્યું. શેઠ મોતીશાહે ભાવપૂર્વક ભારે ઠાઠમાઠથી પ્રતિમાજીનું સામૈયું કર્યું. વીર વિજયજી મહારાજ ચોથી ઢાળમાં લખે છેઃ પરુણાંગત પ્રભુને પધરાવી, મોતીશા નિજ મંદિર આવી; ચિંતે મુજ ઘર સુરતુર ફલિયાં વલી મો માગ્યા પાસા ઢલીયા. સવી સંઘ તિહાં ભેલો કરીઓ, જિન આણા તિલક શિરે ધરીયો; જોશીએ મુહરત ઉચરીયો, દેશાવર લખી કંકોતરીઓ. ગામે ગામ તે વાંચી શ્લોક ઘણાં, પરશંસે મારગ પુણ્ય તણાં; આ કાલે એ પુણ્યવંત થયો, એની નજરે દાલિક ગયો. ૧૩ આ પ્રસંગે જલયાત્રાનો મોટો વરઘોડો ચડાવવામાં આવ્યો હતો. સુહાગણ સ્ત્રીઓએ માથે જળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઇએ રામણ દીવડો લીધો હતો. હાથી, ઘોડા, રથ, ઘોડવેલ (ઘોડાગાડી), અષ્ટમંગલ. ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રધ્વજ, ભેરીભૂંગળ, શરણાઇ, નગારાં વગેરે વડે આ વરઘોડો એવો તે શોભતો હતો કે શ્રી વીરવિજય મહારાજ કહે છે તેમ ‘ટોપીવાળા અંગ્રેજ હાકેમો' પણ તે જોઇને બહુ જ હરખાતા હતા. વળી આ વરઘોડા માટે વિલાયતી વાજિંત્રો પણ બોલાવવામાં આવ્યાં હતાં. એટલે કે વિલાયતી બેન્ડવાજાં પણ એમાં હતાં. આ જલયાત્રાનું વર્ણન કરતાં શ્રી વીરવિજયજી મહારાજે લખેલી મંદિરોમાં સવારે પ્રક્ષાલ-પૂજામાં બોલાય છે. નીચેની બે પંક્તિ આજ દોઢસો કરતાં વધુ વર્ષથી રોજે રોજ જિન લાવે લાવે મોતીચંદ શેઠ, નવણ જળ લાવે રે, નવરાવે મરુદેવીનંદ, પ્રભુ પધરાવે રે. ભાયખલાની વાડીએ જઇ ઊતર્યો. ત્યાંથી પાછો એ વરઘોડો કોટમાં લગભગ દોઢ માઇલ જેટલો લાંબો વરઘોડો પાલવા બંદરેથી આવેલા શેઠને ઘરે જઇને ઊતર્યો. આ મંગલ પ્રસંગે મોતીશાહ શેઠે સારી પ્રભાવના કરી. રાત્રિજગો પણ રાખવામાં આવ્યો હતો. ત્યારપછી વિક્રમ સંવત ૧૮૮૫ના માગસર સુદ-૬ને દિવસે ભાયખલામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. શેઠ વધામણી સાંભળી, ઊઠ્યા તિણિ વેલા; ચિંતે પૂરણ પુણ્યથી મનમોહન મેલા. સામઇયું સજતા તિહાં બહુલા સાંબેલા; નિજ નિજ ઘર પરિવારથી, બહુ સાજન ભેલા. હાથી ઘોડા પાલખી, ચકડોલ રથાલી; બહુલા વાજિંત્ર વાજતે, ગાવે લટકાલી. ખીમચંદભાઇ પુત્ર તે મોતીશા કેરા; અશ્વ ફૂલાંકિત આગલે, પુણ્યવંત અનેરા. સાજન સાથે શેઠજી, ચાલે પરવરિયા; એ સામૈયું દેખતાં કોણિક સાંભરિયા. ભાયખલામાં શત્રુંજયની ટૂંક થતાં કાર્તિકી પૂનમ અને ચૈત્રીપૂનમે ભાયખલાની જાત્રાએ જવાનો રિવાજ મુંબઇમાં પડી ગયો, જે આજ દિવસ સુધી ચાલુ છે. એ જમાનામાં કોટ વિસ્તારમાં રહેતા કેટલાએ જૈનો ભાયખલાના જિન મંદિરની નવ્વાણુની પગપાળા જાત્રાં કરતા. શેઠ મોતીશાહે પોતાની બે ઘોડાની ફાઇટનમાં બેસી રોજ ભાયખલા દર્શન કરવા જવાનો નિયમ રાખ્યો હતો. જિંદગીના છેલ્લાં વર્ષો એમણે ભાયખલામાં બંધાવેલા પોતાના બંગલામાં પસાર કર્યાં હતાં, અને ત્યાં દેહ છોડ્યો હતો. ભાયખલાના દેરાસરમાં ઊંચા શિખરની રચનામાં ઉપર ધર્મનાથ ભગવાનનાં પ્રતિમાજી એવી રીતે પધરાવવામાં આવ્યાં હતાં કે પોતાના બંગલામાં બેઠાં બેઠાં શેઠને એ પ્રતિમાજીનાં, શિખરનાં અને ધજાનાં દર્શન થાય. (કેટલાંક વર્ષ પહેલાં ભાયખલાના મંદિરના થયેલા જીર્ણોદ્વા૨માં શિખરનો પણ જીર્ણોદ્વા૨ થયો અને ભમતીમાં દેરીઓની રચના થઇ. તે પ્રસંગે આ ધર્મનાથ ભગવાનનાં પ્રતિમાજી શિખરમાંથી ખસેડી નીચે પાછળના ભાગની ભમતીમાં મધ્ય ભાગમાં પધરાવવામાં આવ્યાં છે.) શ્રી વીરવિજયજી મહારાજે સાત ઢાળમાં આ ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ કર્યું છે. દરેક ઢાળ એમણે તત્કાલીન પ્રચલિત દેશીઓના કે આ પ્રસંગે મુંબઇમાં જે મોટો અપૂર્વ વરઘોડો નીકળ્યો તેનું વર્ણન ગીતના ઢાળમાં લખી છે. એથી આખી કૃતિ સુગેય બની છે. એમણે જુદા કરતાં શ્રી વીરવિજયજી મહારાજ લખે છેઃ જુદા પ્રસંગનાં દોરેલાં શબ્દચિત્રો તાદ્રશ અને જીવંત લાગે છે. પ્રાસની સંકલના પણ એમણે સારી કરી છે. છેલ્લી ઢાળમાં એમણે પોતાની ગુરુ-પરંપરાનો ઉલ્લેખ કર્યો છે. એમાં એમણે શ્રી વિજય દેવેન્દ્રસૂરિને મુંબઇમાં ચોમાસુ આગ્રહપૂર્વક રાખ્યા એવો નિર્દેશ કર્યો છે-‘શ્રી વિજય-દેવેન્દ્રસૂરીસજી, રાખ્યા મુંબઇ ચઉમાસજી' એ ઘટના પણ ઐતિહાસિક છે, કારણ કે તે પૂર્વે મુંબઇમાં જૈન સાધુ કે યતિ આવતા ન હતા. શ્રી વીરવિજયજી મહારાજ મોતીશાહ શેઠના જીવનની બે મહત્ત્વની ધાર્મિક ઘટનાઓ વિશે ઢાળિયાં લખવા પ્રેરાયા એ બતાવે છે કે શેઠ મોતીશાહનું જીવન કેટલું બધું પ્રેરક છે. આ ઐતિહાસિક ઢાળિયાં લખીને કવિએ શેઠ મોતીશાહની સ્મૃતિને ચિરંજીવી બનાવી દીધી છે.
SR No.525981
Book TitlePrabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1996
Total Pages92
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy