SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્રબુદ્ધ જીવન વિસ્તારમાં રહેતા સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાએ મને ૧૯૫૨૫૩માં હીરાબહેન પાઠકના પિતાશ્રી અને ગાંધીજીના સાથીદાર તરીકે કલ્યાણરાય મહેતાનો પરિચય કરાવેલો. પરમાનંદભાઇએ કહેલું કે ‘મારી દીકરી મધુરી અને એમની દીકરી હીરા બંને ખાસ બહેનપણી છે. મારી અને કલ્યાણરાયના જીવનની એક સમાન વાત એ છે કે મારી એક દીકરી મેના અને એકની એક દીકરી હીરાએ પોતાના કરતાં પચ્ચીસ વર્ષ મોટી ઉંમરની ૫૨નાતની વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કરી લીધાં. અમને બંનેને એ ઘટનાએ થોડો વખત અસ્વસ્થ કરી દીધા હતા.' કલ્યાણરાય મહેતા રોજ સાંજે પોતાના ઘરેથી ચાલતા ફરવા નીકળતા અને ઠેઠ નરીમાન પોઇન્ટ સુધી જઇને પાછા આવતા. રોજ દસ-પંદર કિલોમિટર ચાલવાનો એમનો નિયમ હતો. તેઓ મરીનડ્રાઇવ પર મને ઘણીવાર મળતા અને પોતાના અનુભવોની વાત કરતા. તેઓ સ્વભાવે અત્યંત શાંત, પ્રસન્ન અને ઓછાબોલા હતા. હીરાબહેને મેટ્રિક થયા પછી મુંબઇની કર્વે એટલે હાલની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. ૧૯૩૬માં એમણે ગુજરાતી વિષય સાથે કર્વે યુનિવર્સિટીમાંથી જી.એ.ની ડિગ્રી મેળવી હતી. અને ૧૯૩૮માં હીરા કલ્યાણરાય મહેતાના નામથી એમણે ‘આપણું વિવેચન સાહિત્ય’ એ નામનો શોધનિબંધ લખીને કર્યે યુનિવર્સિટીની પી.એ.ની ડિગ્રી મેળવી હતી, જે મુંબઇ યુનિવર્સિટીની લગભગ એમ.એ.ની ડિગ્રી જેવી ગણાતી. એ શોધનિબંધ માટે એમના ગાઇડ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતા. તેઓ કર્વે યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના અધ્યાપક હતા. રામનારાયણ પાઠક ત્યારે વિધુર હતા. એકાવન-બાવન વર્ષની ત્યારે તેમની ઉંમર હતી. એમના માર્ગદર્શન હેઠળ બાવીસેક વર્ષનાં કુમારી હીરા મહેતા અધ્યયન કરતાં હતાં. આ શોધનિબંધને નિમિત્તે હીરાબહેનને રામનારાયણ પાઠકને વારંવાર મળવાનું થતું અને એને કારણે બંને વચ્ચે પરસ્પર સ્નેહાકર્ષણ થયું હતું. પોતાના કરતાં લગભગ ત્રીશ વર્ષ મોટા એવા રામનારાયણ પાઠક સાથે લગ્નકરવાં એ સામાજિક દષ્ટિએ ખળભળાટ મચાવે એવી ઘટના હતી, વળી બંનેની જ્ઞાતિ જુદી હતી. રામનારાયણ પ્રશ્નોરા નાગર હતા અને હીરાબહેન કપોળ વણિક કુટુંબનાં હતાં. સાતેક વર્ષ આ રીતે પરસ્પર મૈત્રી ચાલી, પછી તેઓએ લગ્ન કરી લીધાં. હીરાબહેને જ્યારે પાઠક સાહેબ સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણો ઉહાપોહ થયો હતો. (આજે આવી કોઇ ઘટના બને તો એટલો ઉહાપોહ કદાચ ન થાય) એ દિવસોમાં ‘વંદે માતરમ્’ દૈનિકમાં શામળદાસ ગાંધી અને યજ્ઞેશ શુકલે આ વિષયને બહુ ચગાવ્યો હતો. ગુજરાતના નામાંકિત, પ્રતિષ્ઠિત સાહિત્યકારો, કેળવણીકારો વગેરેના અંગત અભિપ્રાયો મેળવીને રોજેરોજ તેઓ છાપતા. ઘણાંખરાના અભિપ્રાય આ લગ્નની વિરુદ્ધ આવતા, તો કેટલાંકના અભિપ્રાયો એમની તરફેણમાં પણ આવતા. વળી ‘વંદેમાતરમ્’માં એ દિવસોમાં પાઠક સાહેબ અને હીરાબહેનનાં લગ્ન ઉપર કટાક્ષ કરતાં કાર્ટુનો પણ છપાયાં હતાં. એ દિવસોમાં હું ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો અને રામનારાયણ પાઠક અમારી કોલેજમાં વ્યાખ્યાન આપવા માટે આવેલા. વ્યાખ્યાનના અંતે સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી હતી તેમાં કોઇક વિદ્યાર્થીએ પાઠક સાહેબ પાસે જઇને સીધો પોતાનો પ્રશ્ન મૂક્યો. પાઠક સાહેબ તો જેવા પ્રશ્નો આવતા કે તરત તેઓ વાંચતા અને જવાબ આપતા. આ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ‘ગુરુથી પોતાની શિષ્યા સાથે લગ્ન થઇ શકે?’ આપ્રશ્ન સાંભળતાં જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. અમારા ઝાલા સાહેબ અને મનસુખલાલ ઝવેરી ઊભા થઇ ગયા અને બોલ્યા કે ‘કોઇએ અંગત પ્રશ્ન પૂછવાનો નથી.' પરંતુ પાઠક સાહેબે ખેલદિલીથી કહ્યું, ‘કોઇ વિદ્યાર્થીઓને અટકાવશો નહિ.’ પછી એમણે કહ્યું આ વિદ્યાર્થીએ જે પ્રશ્ન કર્યો છે તે અંગે મારો ઉત્તર એ છે કે ‘ગુરુથી શિષ્યા સાથે લગ્ન થઇ શકે નહિ. મારી અંગત વાત જુદી છે. તેનાં કારણોની ચર્ચામાં હું અહીં નહિ ઊતરું. પણ હું એમ માનું છું કે ગુરુથી તા. ૧૪-૧-૧ શિષ્યા સાથે લગ્ન ન થઇ શકે.' પાઠક સાહેબ એ પ્રસંગે જરાપણ અસ્વસ્થ થયા નહોતા કે ઉશ્કેરાયા નહોતા, અને સ્વબચાવ કરવાને બદલે પોતાનો જવાબ સિદ્ધાંતની દષ્ટિએ આપ્યો હતો. હીરાબહેને પાઠક સાહેબ સાથે લગ્ન કર્યા ત્યારે એમની ઉંમર ત્રીસેક વર્ષની પણ નહોતી. પાઠક સાહેબ એમનાથી ત્રીશેક વર્ષ મોટા હોવા છતાં હીરાબહેન માટે સંતાન પ્રાપ્તિની શક્યતા હતી. વળી સંતાન માટે તેમની પ્રબળ ઇચ્છા પણ ખરી. પરંતુ દૈવયોગે સંતાન પ્રાપ્તિનો કોઇ અવસર તેમને સાંપડ્યો નિહ. આથી જ હીરાબહેને પાઠક સાહેબનાં ગ્રંથોરૂપી માનસસંતાનોને મઠારવાનું અને નવા રૂપે પ્રકાશિત કરવાનું કાર્ય જીવનનાં છેલ્લા દિવસો સુધી કર્યા કર્યું. લગ્ન પછી હીરાબહેન અને પાઠક સાહેબ થોડો વખત અમદાવાદમાં રહી આવીને પછી મુંબઇમાં ગ્રાંટ રોડ પાસે એક ફૂલેટમાં રહેવા લાગ્યાં હતાં. કેટલોક સમય તેઓ એ ઘરમાં રહ્યાં, પરંતુ પછી પાઠક સાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઇ અને એ ઘરે દાદર વધારે ચઢવાના હોવાથી તેઓ બાબુલનાથ પાસે, ભારતીય વિદ્યા ભવનની સામેની ગલીમાં નવા બંધાયેલા મકાનમાં પહેલા માળે રહેવા આવ્યાં. આ નવું ઘર તેમના માટે બધી રીતે અનુકૂળ હતું અને બંનેના જીવનનાં અંત સુધી એ એમનું ઘર રહ્યું. આ નવા ઘરે પાઠક સાહેબે હીંચકો પણ બંધાવ્યો હતો. પુસ્તકો રાખવા માટે જગ્યા પણ ઘણી મોટી અને અનુકૂળ હતી. વળી પાઠક સાહેબ કનૈયાલાલ મુનશીએ સ્થાપેલા ભારતીય વિદ્યા ભવનમાં કામ કરતા, એટલે પગે ચાલીને ત્યા ત્રણ-ચાર મિનિટમાં પહોંચી શકતા. પાઠક સાહેબ મુંબઇના સાહિત્ય જગતના બળવંતરાય ઠાકોર અને કનૈયાલાલ મુનશીની જેમ અગ્રગણ્ય સાહિત્યકાર, પંડિત યુગના છેલ્લા પ્રતિનિધિ જેવા હતા. તેથી પાઠક સાહેબના ધરે સાહિત્યકારોની અને સાહિત્યરસિક લોકોની અવરજવર ઘણી રહેતી. મુંબઇમાં હ વે નવી પદ્ધતિનાં ઘરો બંધાવવાં ચાલુ થયા હતાં અને અલગ બાથરૂમ અને અલગ સંડાસને બદલે એક જ મોટી જગ્યામાં બાથરૂમ અને સંડાસ સાથે રાખવાની પશ્ચિમ જેવી પદ્ધતિ ચાલુ થઇ હતી. એથી પાઠક સાહેબ પોતે સ્વૈરવિહારીના પોતાના વિનોદી સ્વભાવ અનુસાર, મળવા આવેલાને કોઇ કોઇ વાર કહેતાં કે ‘મારા જેવા કબજિયાતવાળા માણસને માટે આ બહુ અનુકૂળ જગ્યા થઇ ગઇ. પેટ સાફ ન આવતું હોય તો અંદર જ આંટા મારવાનું ચાલુ કરી શકાય એટલો મોટો અમારો આ બાથરૂમ છે.' કોઇ કોઇ વખત હીરાબહેન આવી રમૂજ માટે પાઠક સાહેબને અટકાવતા અને કહેતાં કે ‘બધાંને એકની એક વાત કેટલી વાર કહ્યા કરશો ? કંઇ બીજી સારી વાત કરોને !' પણ પાઠક સાહેબ હીરાબહેનનું માનતા નહિં. મેં પોતે પાઠક સાહેબના મુખે આ વાત છ-સાત વખત સાંભળી હશે. નવા ઘરમાં જૂના થયા પછી એમની એ વાત આપોઆપ બંધ થઇ ગઇ. ખરીદી માટે ખાદીનાં પહેરણ, ધોતીયું, પાયજામો ને ટોપી ખરીદવા હીરાબહેન પાઠક સાહેબનું ખાવા-પીવા માટે ઘણું ધ્યાન રાખતા. ખાદી ભંડારમાં સાથે જતાં. હીરાબહેને પાઠક સાહેબને મળવા આવતા મુલાકાતીઓ ઉપર નિયંત્રણ ચાલુ કરી દીધું હતું. એ દિવસોમાં ટેલિફોન નહોતો એટલે મળવા આવનારા તો અચાનક જ આવી ચડ્યા હોય. પાઠક સાહેબને દરેકની સાથે નિરાંતે શાંતિથી વાત કરવાની ટેવ અને ‘તમે હવે જાવ, એવા શબ્દો તો એમના મુખમાંથી નીકળે જ નહિ. પરિણામે એમના ઘરે જ્યારે જઇએ ત્યારે ત્રણ-ચાર માણસો બેઠા જ હોય. કોઇને અંગત વાત કરવી હોય તો પણ ફાવે નહિ. મુલાકાતીઓની અવરજવર બહુ વધી ગઇ ત્યારે હીરાબહેને ઘરની બહાર મુલાકાતનો સમય લખીને બોર્ડ મૂકી દીધું. સવારના પાઠક સાહેબ પોતાના સ્વાધ્યાય અને લેખનમાં પ્રવૃત્ત હોય, બપોરે જમીને આરામ કરે એટલે મુલાકાતનો સમય બપોરે ચારથી સાતનો જાહેર કરી દીધો. પછી ગમે તેવી વ્યક્તિ આગળ પાછળ મળવા જાય તો હીરાબહેન મુકાલાતીઓને બારણામાંથી જ વળાવી દેતા. આમ કરવું એ એમના માટે જરૂરી હતું, તો જ પાઠક સાહેબ ‘બૃહદ્ પિંગળ’ જેવો ગ્રંથ પૂરો કરી શક્યા. હીરાબહેનની આ
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy