SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૯૫ પ્રબુદ્ધ જીવન વધારે પડતી ચીવટને કારણે કેટલાક સાહિત્યકારોને માઠું લાગતું અને પોતાનો કચવાટ માંહોમાંહે વ્યક્ત કરતાં. બે વડીલ સાહિત્યકારોને અંદરોઅંદર બોલતા એક વખત મેં સાંભળ્યા હતા કે ‘હીરાબહેન પાઠક સાહેબનું એટલું બધું ધ્યાન રાખે કે જાણે તેઓ તેમને અત્તરના હોજમાં નવડાવતા ન હોય !' તો બીજા સાહિત્યકારે કહ્યું, ‘ભલેને અત્તરના હોજમાં નવડાવે. એમાં આપણું શું જાય છે ? પરંતુ તેઓ નવડાવતાં નવડાવતાં અત્તરના હોજમાં ડૂબાડી ન દે તો સારું !' હૃદયરોગની બીમારી ચાલુ થયા પછી પાઠક સાહેબ નિયમિત ફરવાનું ચાલુ કર્યું હતું. તેઓ પોતાના ઘરેથી સાંજે કોઇ વાર હીરાબહેન સાથે તો કોઇવાર એકલા ફરવા નીકળી જતા અને બાબુલનાથના વિસ્તારમાં એક-બે કિલોમિટર જેટલું ચાલીને પાછા આવતા, પાઠક સાહેબને ઘ૨ની બહાર જવું બહુ ગમે. પરંતુ હૃદયરોગની બીમારી પછી મુંબઇમાં બહાર જવાની એટલી અનુકૂળતા નહોતી. મુંબઇમાં પણ જ્યાં દાદર ચડવાનો હોય તેવી જગ્યાએ તેઓ જવાનું નિવારતા. એ દિવસોમાં મુંબઇમાં લેખક મિલનની પ્રવૃત્તિ સારી રીતે ચાલતી. પીતાંબર પટેલ એના મંત્રી હતા. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ પાઠક સાહેબના વિદ્યાર્થી હતા. એટલે પાઠક સાહેબનાં વ્યાખ્યાનો તેઓ વારંવાર ગોઠવતા. લેખક મિલન પાસે એટલું ભંડોળ નહોતું કે હોલના ભાડાના રૂપિયા ખર્ચીને વ્યાખ્યાનની પ્રવૃત્તિ ચલાવે. વળી ત્યારે એવી પ્રણાલિકા નહોતી. આથી અમારી ઝેવિયર્સ કોલેજના વ્યાખ્યાન ખંડમાં લેખક મિલનનાં વ્યાખ્યાનો યોજાતાં. તે ઘણું ખરું પહેલા કે બીજે માળે રાખવામાં આવતાં, પરંતુ પાઠક સાહેબનું જ્યારે વ્યાખ્યાન હોય ત્યારે હીરાબહેનના આગ્રહથી ભોષતળિયે કેમિસ્ટ્રીનો રૂમ અમે ખોલાવતા કે જેથી કરીને પાઠક સાહેબને દાદરો ચડવો પડે નહિ. કે ફરવાનું સારી રીતે મળે અને ચિત્ત બીજી વાતમાં પરોવાય અને હળવું થાય એવા આશયથી હીરાબહેને પાઠક સાહેબ માટે એક સરસ ઉપાય શોધી કાઢ્યો હતો. તેઓ સવારે કે સાંજે બાબુલનાથથી એચ રૂટની (હાલ ૧૦૩ નંબરની) ખાલી બસમાં બેસે અને ઠેઠ કોલાબા આર. સી. ચર્ચ સુધી એક કલાકે પહોંચે. ત્યાં તેઓ બસની અંદર જ બેસી રહે અને એ જ બસમાં પાછા બાબુલનાથ આવી પહોંચે. આવી રીતે તેઓ જુદે જુદે સ્થળે જતા અને એ જ બસમાં પાછા ફરતાં. જવાનું પ્રયોજન બીજું કંઇ જ નહિ. બસ-રાઇડમાં આ રીતે તેમના ત્રણેક કલાક આનંદમાં પસાર થતા. દરેક સ્ટોપ ઉપર મુસાફરોની ચડ-ઊતર, અવર-જવર જોવા મળે, વૃદ્ધાવસ્થામાં પાઠક સાહેબ માટે મુંબઇ નગરીના જીવનમાં આ એક સારો ઉપાય હતો.. ૧૯૫૫માં પાઠક સાહેબનું અવસાન થયું તે દિવસે પણ તેઓ બસમાં ફરીને પાછા બાબુલનાથ ઊતર્યાં અને ત્યાંથી ચાલતા ચાલતા ઘર પાસે પહોંચવા આવ્યા તે પહેલાં જ મકાનના દરવાજા પાસે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો. તેઓ ત્યાં જ અવસાન પામ્યા. એ પ્રસંગે હીરાબહેને ઘણું કલ્પાંત કર્યું હતું. ત્યારપછી પાઠક સાહેબના શબને જ્યારે લઈ જવામાં આવતું હતું ત્યારે પણ હીરાબહેન શબને વળગી પડ્યાં હતાં. અને આર્તસ્વરે બોલતાં હતાં, ‘હું તમને નહિ લઇ જવા દઉં...તમે મને મૂકીને કેમ ચાલ્યા જાવ છો ?......’ હીરાબહેનને આ ઘટનાથી કેટલો ઊંડો આઘાત લાગ્યો હતો તેની ત્યારે પ્રતીતિ થઇ હતી. પાઠક સાહેબના અવસાન પછી હીરાબહેન ઘણાં વ્યાકુળ રહેતાં. સાંત્વન માટે તેઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચતાં,પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનું રહસ્ય સહેલાઇથી સમજાતું નહીં, કારણ કે કોલેજના અભ્યાસ દરમિયાન એમણે સંસ્કૃત ભાષા વિષય તરીકે લીધી નહોતી. એ અરસામાં એકાદ વખત ઉમાશંકર જોશીએ હીરાબહેનને કહેલું ‘તમારે ઉપનિષદો વાંચવા હોય તો પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પાસે જજો . હું પણ ભલામણ કરીશ.' ઉમાશંકરે ઝાલા સાહેબને એ માટે ભલામણ કરી. આથી હીરાબહેને ઝાલા સાહેબના ઘરે સ્વાધ્યાય માટે નિયમિત જવાનું ચાલુ કર્યું. આ પ્રકારના અધ્યયનથી એમને મનની ઘણી શાંતિ કે ` ૩ મળી. પછી તો ઝાલા સાહેબ સાથે એમને ઘર જેવો સંબંધ થઇ ગયો. ઝાલા સાહેબના વિદ્યાર્થી તરીકે અને કોલેજમાં સહ-અધ્યાપક તરીકે માટે પણ પિતાતુલ્ય એવા ઝાલા સાહેબના ઘરે ઘણીવાર જવાનું થતું. હીરાબહેન ત્યાં મળતાં. અમારી ઝેવિયર્સ કોલેજની સંસ્કૃત વિષયની એક વિદ્યાર્થિની બહેન મીનળ વોરા એક કોલેજમાં સંસ્કૃત વિષયની અધ્યાપિકા થઇ હતી. તે પણ ઝાલા સાહેબને મળવા આવતી. મીનળ પોતે મોટરકાર ચલાવે. એટલે મુંબઇના કોઇ સાહિત્યિક કાર્યક્રમમાં અમારે જવાનું હોય તો મીનળ અમને ત્રણેને લેવા આવે અને પાછા ફરતાં ઘરે મૂકી જાય. અમારો સાહિત્યિક સંગાથ આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યો. અને ઝાલા સાહેબના અવસાન પછી પણ બહેન મીનળ અને હીરાબહેન વર્ષો સુધી સાથે જતાં આવતાં રહેતાં. પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાના સ્વર્ગવાસ પછી એમની સ્મૃતિ રહે એ માટે કશુંક કરવું જોઇએ એવું એમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને લાગ્યું અને ઓછામાં ઓછું, ઝાલા સાહેબના લેખો ગ્રંથસ્થરૂપે પ્રગટ કરવા જોઇએ અને એ માટે ફંડ એકઠું કરવું જોઇએ એવો નિર્ણય કરી ‘પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ' ની અમે રચના કરી. એની કેટલીક બેઠકો હીરાબહેનના ઘરે યોજવામાં આવતી. ગૌરીપ્રસાદ ઝાલાના અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખાયેલાં તમામ લખાણો પ્રગટ થઇ ચૂક્યાં. તે પછી સ્મારક સમિતિનું કશું કામ ન રહેતા એના વિસર્જન માટેની છેલ્લી બેઠક પણ હીરાબહેનના ઘરે રાખવામાં આવી હતી. અમે એ દિવસોમાં ચોપાટી રહેતાં હતાં. એટલે પાંચેક મિનિટના અંતરે પગે ચાલીને હું અને મારાં પત્ની સાંજે હીરાબહેનને ઘણીવાર મળવા જતાં. ત્યારે અમારા કોઇને ઘરે ટેલિફોન નહોતો. હીરાબહેન ઘરમાં છે કે નહિ તે નીચેથી જ ખબર પડી જતી, તેઓ ઘરમાં હોય તો તેમની ગેલેરીની જાળી ખુલ્લી હોય અને લાઇટ ચાલુ હોય. પાઠક સાહેબને હીંચકાનો બહુ શોખ હતો અને તેમના ગયા પછી હીરાબહેનને પણ હીંચકે બેસીને લખવા વાંચવાનુ ચાલુ રાખ્યું હતું. હીરાબહેન સાંજના ચોપાટી બાજુ ફરવા નીકળે તો અમારે ઘરે આવી ચડતાં. તેમને ગાવાનું બહુ ગમે. અમારે ત્યાં આવે ત્યારે એકાદ બે ગીત ગાયાં હોય. અમે કેટલીકવાર વિરાર પાસે આવેલા અગાશી તીર્થની યાત્રાએ જતાં. હીરાબહેન કેટલીકવાર અમારી સાથે અગાશીની યાત્રાએ પણ આવતાં. પાઠક સાહેબના અવસાન પછી હીરાબહેને ‘પરલોકે પત્ર’ એ શિર્ષકથી પાઠક સાહેબને સંબોધીને વનવેલી છંદમાં કવિતા રૂપે પત્રો લખવા ચાલુ કર્યા હતા. એમની એ રચનાઓએ ગુજરાતી સાહિત્યકારોનું સારું એવું ધ્યાન ખેંચ્યું હતું. એ પત્રો ગ્રંથ રૂપે પ્રગટ થયા ત્યારે એ માટે હીરાબહેનને પારિતોષિકો પણ મળ્યાં હતાં. એ દિવસોમાં હીરાબહેનની સંવેદનશક્તિ એટલી ખીલી હતી કે તેઓ સાચઅં કવયિત્રી બની ગયાં હતાં. પોતાના ઘરે જે કોઇ મળવા આવે તેને પોતાની નવી લખેલી પંક્તિઓ સંભળાવતા. તેઓ વહેલી સવારે પાંચેક વાગે ઊઠી જતાં અને જાતે દૂધ લેવા જતાં તે વખતે દૂધની લાઇનમાં ઊભાં ઊભાં તેઓ ‘પરલોકે પત્ર'ના કાવ્યોની પંક્તિઓની રચના કરતા. સવારનું શાંત, મધુર, શીતલ વાતાવરણ એમને માટે ઘણું પ્રેરક બનતું. હીરાબહેનનું પાઠક સાહેબ સાથેનું દામ્પત્ય જીવન પ્રેમ અને બહુમાનપૂર્વકનું હતું. તેઓ પાઠક સાહેબમય બની ગયાં હતા. પાઠક સાહેબના અવસાન પછી પણ તેઓ તેમને સતત યાદ કરતાં રહેતાં . હીરાબહેનને ઘરે ગયા હોઇએ અને કંઇ વાત નીકળે તો તેઓ ‘એ કહેતા કે...' એમ કહીને કેટલીય જૂની વાતોનું સ્મરણ તાજું કરતાં. હીરાબહેને પાઠક સાહેબના અવસાન પછી તરત જ એક દઢ સંકલ્પ એવો કર્યો હતો કે પાઠક સાહેબના નામની જે કંઇ રકમ છે તે તથા પાઠક સાહેબને એમના ગ્રંથોમાંથી જે કંઇ રોયલ્ટી મળે તે રકમમાંથી પોતાની અંગત જરૂરિયાત માટે કશું જ લેવું નહિ. પોતાનું ગુજરાન નોકરીના
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy