SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તતા.તા. ૧૬-૭-૯૫ ૧૧ ઝે૨થી અને તેના ફૂંફાડાથી બળી જતાં. આવા ભયંકર સર્પનું પરિવર્તન કરવા, તેને બોધ પમાડવા ભગવાન મહાવીર તેની પાસે ગયા. ચંડકૌશિકે તીવ્ર ક્રોધ કરી ભગવાનના પગના અંગૂઠે દંશ દીધો. પરંતુ ઉપદેશ કે શિખામણ કે અભિપ્રાય અવસરોચિત હોય તો રુચિકર લાગે છે. સામી વ્યક્તિ ત્યારે તે હ્રદયપૂર્વક સ્વીકારવા તૈયાર થાય છે. જો તે અવસરોચિત ન હોય તો તેથી આવનાર અને લેનાર બન્ને વચ્ચે વેરઝેરના બીજ વવાય છે. કેટલીકવાર ટૂંકી દૃષ્ટિવાળી વ્યક્તિ વેરબુદ્ધિથી ઉશ્કેરાટમાં શિખામણ આપનારના નબળાં પાસાં શોધીને અને ન મળે તો કલ્પીને પણ તેને વગોવે છે, જુઠાણું ફેલાવે છે. આ જુઠાણાંનો સામનો કરવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. તેવે વખતે માધ્યસ્થ ભાવના ધારણ કરવાથી ચિત્તની શાંતિ પ્રાપ્ત થાય છે. ‘શાંત સુધારસ’માં વિનયવિજયજી મહારાજે લખ્યું છેઃ योऽपि न सहते हितमुपदेशम् तदुपरि मा कुरु कोप रे । निष्फलयो किं परजनतप्त्या कुरुषे निजसुख लोप रे ! જે કોઇ હિતકારક ઉપદેશ ન સાંભળે તો પણ તેના પ્રત્યે ક્રોધ નતેથી વિચલિત થયા વિના ભગવાને અત્યંત સદ્ભાવથી, ક૨વો, ક્રોધ કરવાથી સામેની વ્યક્તિ સુધરે નહિ અને વધારામાં આપણે કરુણાબુદ્ધિથી, મધુર અવાજે એને કહ્યુંઃ ‘બુર્ઝા, બુડ્ઝ, ચંડકૌશિક |’ પોતાનાં સુખ-શાંતિ ગુમાવીએ. ત્યારે ભગવાનનો માતાતુલ્ય વાત્સલ્યભર્યો અવાજ, તેમના મુખ પરની અપાર શાંતિ અને સમતા ભાવ અને અંગૂઠામાંથી ઝરતી માતૃત્વના પ્રતીક સમી શ્વેત દૂધની ધારાએ ચંડકૌશિકને જાગ્રત કર્યો. તેનું ઝેર ઓગળી ગયું . પૂર્વ ભવનું તેનું સાધુત્વ જાગ્રત થયું. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતનું અમૃત તેનામાં પ્રગટ્યું. હવે બન્ને પક્ષે પાત્રતા હતી. એક બાજુ સમતાના પ્રતીક વાત્સલ્યમૂર્તિ ભગવાન મહાવીર હતા. બીજી બાજુ ચંડકૌશિક જે આ ભવે દષ્ટિવિષ સર્પ હતો પરંતુ પૂર્વ ભવમાં સાધુ, તાપસ હતો. તેના સંસ્કારના મૂળમાં સાધુત્વની, ત્યાગની, તપની થઇ હતી કે તે દ્રષ્ટિવિષ સર્પ બન્યો હતો. પરંતુ શુભ સંયોગાનુસાર તેને ભાવના હતી. પરંતુ અત્યંત ક્રોધને કારણે તેની એટલી બધી અવનતિ મહાન આત્માનો યોગ થતાં તેની સાધુતા પ્રગટી, તેનું હૃદય પરિવર્તન થયું. ભગવાન મહાવીરના માધ્યસ્થ ભાવનો વિજય થયો. ચંડકૌશિકનું એટલી હદે પરિવર્તન થયું કે પોતાના વિષથી કોઇને હાનિ ન થાય, કોઇની હિંસા ન થાય એ માટે તેણે ઘરમાં મોઢું સંતાડી દીધું. તેના શરીર પર ચડેલી કીડીઓ મરી ન જાય તે માટે તે જરાપણ હલ્યા વિના સ્થિર · પડી રહ્યો. પ્રબુદ્ધ જીવન વળી ઉન્માર્ગે ગયેલાને શિખામણ પણ શુભ આશયથી, હિતબુદ્ધિથી, મીઠી વાણી વડે આપવી. કડવી વાણી ત્યજવી. કારણ કે વાણીની કડવાશ કહેનાર માટે અણગમો જન્માવે છે. કોઇને ગર્વથી, ચારિત્ર્ય ખંડનના ભાવથી, ઉતારી પાડવાના આશયથી શિખામગ઼ ન આપવી. એવી શિખામણ દ્વેષજનિત કલુષિત વાતાવરણ જન્માવે પંચતંત્રમાં સુઘરીની વાર્તા આવે છે. ચોમાસામાં બચ્ચાં સાથે સુરક્ષિત રહી શકાય એ માટે સુઘરીએ ચોમાસા પહેલાં તૈયારી કરીને ઝાડની ડાળે સરસ હૂંફાળો માળો બનાવ્યો. ચોમાસું બેસતાં વરસાદના દિવસોમાં સુધરી પોતાના માળામાં આરામથી બચ્ચાં સાથે રહેવા લાગી. એક વખત વરસાદમાં ઠંડીથી થરથરતો વાંદરો એ ઝાડ પર આવ્યો. તેને એવી દશામાં જોઇને સુધરીએ તેને ઠપકો આપ્યો. “તેં આળસ કરી ને ?' હવે ભોગવ બધી તકલીફ ! થોડીવાર રહીને ફરી સુધરી બોલી, વાંદરા ! તેં તો મોજ-મજા જ કર્યા કરી ! આખો ઉનાળો વીતી ગયો. તોય તને કાંઇ વિચાર ન આવ્યો ? આમ, વારંવાર સુધરીના ઠપકાથી વાંદરો એકદમ રોષે ભરાયો. એણે કૂદીને રોષમાં આવીને સુઘરીનો માળો તોડી નાંખ્યો. સુધરી અને તેનાં બચ્ચાં નીચે પડ્યાં. આમ, વાંદરો અને સુધરી કોઇને ય લાભ ન થયો. આથી પાત્રતા જોયા વિના કોઇને શિખામણ આપવાની ઉતાવળ ન કરવી જોઇએ. માણસે ડહાપણ, સાવધાની વગેરેની બડાશ ન મારવી જોઇએ. જ્યારે આવી રીતે પોતે કરેલાં હિતવચનની બાબતમાં નિષ્ફળતા મળે ત્યારે માણસે પ્રથમ પોતાની પાત્રતાનો વિચાર કરવો જોઇએ, પોતાની ક્યાંય ભૂલ તો નથી થતી ને ? પોતે ગુરુતાગ્રંથિથી (Superiority Complex) પીડાતા તો નથી ને ? અથવા તો એમ પણ વિચારવું કે, પોતાનો પુણ્યોદય એટલો ઓછો હશે, પોતાનું યશનામકર્મ એટલું ઓછું હશે કે પ્રામાણિક પ્રયત્ન હોવા છતાં પોતાના વચનની કંઇ અસર ન થઇ, બલકે પોતાને નુકસાન થયું. આવી રીતે મનનું સમાધાન કરી લઇ, સમભાવ ધારણ કરીને પોતાની પાત્રતા મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. બીજી બાજુ જેને શિખામણ આપીએ તેની પાત્રતાનો પણ વિચાર કરવો જોઇએ. તે જો ન સાંભળે, ન સમજે તો વિચારવું કે તેની પાત્રતા એટલી ઓછી છે. પ્રત્યેક જીવની ગતિ તેના કર્મને આધીન છે. જ્યાં સુધી તેના અશુભ સંસ્કારો ક્ષીણ થઈ શુભ સંસ્કારો જાગ્રત ન થાય ત્યાં સુધી તેને સાંભળવાની રુચિ થતી નથી. અપાત્રે આપેલો કોઇ પણ જાતનો ઉપદેશ કે શિખામણ પત્થર પર પાણી સમાન નીવડે છે. માણસની પાત્રતા ન હોય તો તેને સમજાવી શકાતો નથી. પરંતુ ઉન્માર્ગે વળેલો જીવ કોઇક શુભ પળે, ધર્માભિમુખ થઇ જાય છે, ધર્મ આચરવા માટે તે પુરુષાર્થ કરવા લાગે છે. પરિણામે તેનાં અશુભ કર્મો ક્ષીણ થવા લાગે છે. સાચો ધર્મ પાળવાની પાત્રતા તે મેળવે છે. કોઇક વાર એવી આશ્ચર્યજનક ઘટના બને છે કે અતિશય ક્રોધી દુર્ગુણી વ્યક્તિમાં અચાનક પરિવર્તન આવે છે, કારણ કે તેનામાં સુષુપ્ત રહેલાં ધર્મસંસ્કારો જાગ્રત થાય છે. અંડકૌશિક સર્પનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. એ અત્યંત ઝેરી હતો. તે દષ્ટિવિષ સર્પ હતો. બાર ગાઉ દૂરનાં ઝાડપાન કે જીવો તેની આંખમાંના ચંડકૌશિકના આ પ્રસંગમાં વસ્તુતઃ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારે ભાવના જોવા મળે છે. ભગવાન મહાવીરની દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે મૈત્રીભાવના, તેને પતનમાંથી ઉગારવાના પ્રયત્નમાં રહેલી તેમની કરુણાભાવના, સર્પના પરિવર્તન પછી તેના પ્રત્યે આનંદ અને સંતોષનો ભાવ તે પ્રમોદ ભાવના. તેની ઝેર ઓકતી આંખો સામે સમતા ભાવે સ્થિર ઊભા રહેવું, વાત્સલ્ય દર્શાવવું, તે માધ્યસ્થ ભાવના. આમ, ચારે ભાવનાનાં દર્શન આ એક દષ્ટાંતમાં જોવા મળે છે. શિખામણની ઉપેક્ષા કરનાર પ્રત્યે ક્રોધ ન કરવો, મૌન રહેવું, સમતા માધ્યસ્થ ભાવના એ કાયરતાની કે નબળાઇની નિશાની નથી. ભાવ રાખવો, શુભ આશયથી જ શિખામણ દેવી, પોતાની પાત્રતાનો તરફથી પ્રગટ થતો વિરોધ કે આક્રોશ સહન કરવો વગેરે ખૂબ ઊંડી વિચાર કરવો. ઉન્માર્ગે ગયેલા માટે પ્રાર્થના કરવી, કોઇકવાર તેની સમજ, ધૈર્ય અને વિચારશક્તિ માંગી લે છે. આ દૃષ્ટિએ જોઇએ તો માધ્યસ્થભાવ માટે દૃઢ આત્મશક્તિની અપેક્ષા રહે છે. આવી વિરલ શક્તિને કેળવવા માટે ધર્મધ્યાન અને આત્મ જાગૃતિની જરૂર રહે છે. એટલા માટે પૂર્વાચાર્યોએ માધ્યસ્થ ભાવનાને તીર્થ સમાન ગણી છે. એ બંન્નેને તારે છે. એટલે કે માધ્યસ્થ ભાવના ધારણ કરનાર પોતે તરે છે અને જેના પ્રત્યે એ ભાવના ધારણ કરાય છે તેને પણ તે તારે છે. માધ્યસ્થભાવ અને પ્રમોદભાવ વચ્ચે સૂક્ષ્મ ફરક છે. પ્રમોદભાવ ધરાવનાર વિવિધ પ્રકારના ગુણોને જોઇને આનંદ અનુભવે છે, માધ્યસ્થભાવ ધરાવનાર અન્યના દોષોને, ત્રુટિઓને જુએ છે અને સમતાભાવથી, હિતબુદ્ધિથી તે દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તેમાં સફળતા ન મળે તો તેથી અશાંત થતા નથી. માધ્યસ્થભાવના ઢાલ જેવી છે. તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. દુર્ભાવ અને રાગદ્વેષના પ્રસંગે સમતા ટકી રહેવી એ ઘણો મોટો લાભ છે. સાંસારિક દૃષ્ટિએ પણ માધ્યસ્થ ભાવના ઉભય પક્ષે લાભકર્તા છે. અપૂર્વ અવસર'માં શ્રીમદ્ રાજચન્દ્રે માધ્યસ્થ ભાવનાનો આદર્શ યથાર્થ રૂપ વર્ણવતાં લખ્યું છે; શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ન્યૂનાધિકતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. ✰✰✰
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy