________________
તા.૧૬-૯-૯૪
જાવ. આ તરી જવાનો માર્ગ તે અનાસક્તિ યોગ. તૃષ્ણા-આસક્તિ જ જીવનમાં અશાંતિ પેદા કરે છે . કર્મ અવશ્ય કરો, પણ તેના ફળની અપેક્ષા રાખો નહિ. ફળની અપેક્ષા રાખીને જે કર્મ કરે છે તેનાથી જીવનમાં સંઘર્ષ, અશાંતિ ઉત્પન્ન થાય છે.
7 ગુણોપાસના : આ વિષય પર વ્યાખ્યાન આપતા પ્રા. તારાબહેન ૨. શાહે કહ્યું હતું કે જૈન ધર્મમાં ગુણોપાસનાનું ઘણું મહત્ત્વ છે. માનવભવ એ ગુણ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર છે. ગુણ અનંત છે, દોષો પણ અનંત છે. દોષો દૂર કરી ગુણ પ્રાપ્ત કરવા એ પરમ પુરુષાર્થ છે. કયા ગુણો પામવા ? પરંપરાથી જે ઉત્તમ મનાયા છે, જે સ્વપર કલ્યાણકારી છે, સંતો અને પ્રજ્ઞાવાન પુરુષો જેની પ્રશંસા કરતા થાકતાં નથી તે ગુણો. જૈન ધર્મ પ્રમાણે શુભ લક્ષણ તે ગુણ છે. અશુભ લક્ષણ તે દોષ છે. પંચમહાવ્રત તે ગુણ છે બાકીનાં વ્રતો તે ઉત્તર ગુણ અથવા મૂળ ગુણને પોષક ગુણ છે. ગુણ પ્રાપ્તિના ઉપાયો અનેક છે. તેમાં મુખ્યત્વે પ્રભુદર્શન, પ્રભુસ્તવન, પ્રભુભક્તિ છે. એ ઉપરાંત શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન, સંતસમાગમ, સદ્ગુરુ શરણ, મહાન વ્યક્તિના ચરિત્રનું
વાચન, કડક આત્મપરીક્ષણ વગેરેને ગણાવી શકાય.
હમ અપને ભાગ્ય કે વિધાતા હૈ : પૂ. સમણી શ્રી કુસુમપ્રશાજીએ આ વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે આપણાં સુખ અને દુઃખના કર્તા સ્વયં આપણે જ છીએ. આપણા દુ: ખનું કારણ આપણા પૂર્વ કર્મ જ હોઇ શકે. જેવુ કર્મ કરો તેવું ફળ તમને મળે જ. સુખ અને દુઃખ એ ઇશ્વર પ્રેરિત નથી. આપણે સ્વયં આપણા ભાગ્યના વિધાતા છીએ. દુઃખ, કષ્ટ, સંકટ કોના જીવનમાં નથી આવતાં? દુઃખ અને સુખ એ બંને એક ચક્ર સમાન છે. જેમ રાત પછી દિવસ અને દિવસ પછી રાત તેમ દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ. આ ચક્ર નિરંતર ચાલ્યા ' કરે છે. દુ:ખની સ્થિતિમાં આપણે અટલ રહેવાનું છે અને સુખની સ્થિતિમાં આપણે છકી જવાનું નથી.
4
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન' ઘણી બધી સૈદ્ધાંતિક અને વૈચારિક બાબતોમાં પૂ. ગાંધીજીના આદર્શોને અહર્નિશ દ્રષ્ટિ સમક્ષ રાખીને વર્ષોથી નિયમિત ચાલે છે. એમાં એના ભાવનાશાળી, વિદ્વાન અને કર્તવ્યનિષ્ઠ તંત્રીઓનો સિંહ-ફાળો ઊડીને આંખે વળગે તેવો છે. સાડા પાંચ દાયકાથી નિયમિત ચાલતા અને પત્રકારત્વના ઉચ્ચ ધોરણને જાળવી રાખતા ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે લખાયેલા કેટલાક લેખોના સંગ્રહો આ પૂર્વે ‘સાંપ્રત સહચિંતન'-ભાગ ૧ થી ૪ તથા ‘અભિચિંતના' ગ્રંથ રૂપે પ્રગટ થયા છે; તેમાં આ ‘સાંપ્રત સહચિંતન'-ભાગ-૫ ડૉ. રમણલાલ શાહનો સ્થળ, વ્યક્તિ, સાહિત્ય કૃતિ, જૈનવાણી અને પ્રાસંગિક વિષયોને નિરૂપતો વિચારપ્રેરક ગ્રંથ માતબર ઉમેરો કરે છે.
સાંપ્રત સહચિંતન (ભાગ-૫)
— ડૉ. રણજિત પટેલ (અનામી)
‘ખાલીનો સભર ઇતિહાસ' ‘ચિખોદરાની આંખની હોસ્પિટલ', ‘રાતા મહાવી૨’ અને ‘શ્રવણ બેલગોડા’, સ્થળ-વિષયક લેખો છે, તો ‘જે કૃષ્ણમૂર્તિ' ‘બાદશાહખાન' અને ‘ઇન્દિરાગાંધી' વ્યક્તિવિષયક છે. ‘સિલપ્પદિકારમ્' એ કૃતિ-વિષયક લાંબામાં લાંબો એકમાત્ર લેખ છે તો અમર જૈનવાણીને નિરૂપતા ‘અસંવિભાગી ન હુ તસ્ય મોક્બો', ‘અમારિ પ્રવર્તન’ અને ‘માયને અસણપાણસ્સ' આ ત્રણ લેખો સંગ્રહના શિરમોર સમાન છે, ‘ કુદરતી આપત્તિઓ', ‘નિર્દય હત્યાની પરંપરા' અને ‘ચરણ-ચલનનો મહિમા' એ ત્રણે પ્રાસંગિક-પ્રકીર્ણ લેખો
છે.
,
પ્રથમ જૈનવાણી જોઇએ તો આપણા આર્ષદષ્ટા ઋષિમુનિઓ અને બુદ્ધ-મહાવીર જેવા ભગવન્તોની કરુણાસભર સૂત્રાત્મક વીર્યવંત વાણીમાં ત્રિકાળનું સત્ય ગર્ભિત હોય છે. અસંવિભાગી ન હુ તસ્સ મોક્ખો મતલબ કે જે સંવિભાગી નથી તેવી વ્યક્તિ ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકતી નથી...એવી ભગવાન મહાવીરની આર્ષ-વાણી પણ
૧૧
આ વ્યાખ્યાનમાળામાં દ૨૨ોજ વ્યાખ્યાનનો પ્રારંભ થતાં પહેલાં
એક કલાકનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંઘના મંત્રી શ્રી નિરુબહેન એસ. શાહે દ૨૨ોજ પ્રારંભમાં પ્રાર્થનાની રજૂઆત કરવાની સાથે ભક્તિ સંગીતના કલાકારોનો પરિચય આપ્યો
હતો. સર્વશ્રી ધીરેન વોરા, શ્વેતાબહેન વકીલ, ચંદ્રાબહેન કોઠારી, કુમારી અમિષી શાહ, અલકાબહેન શાહ, નટુભાઇ ત્રિવેદી, વંદનાબહેન શાહ અને શોભાબહેન સંઘવીએ અનુક્રમે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપી સવારના વાતાવરણને વધુ આહ્લાદક અને ભક્તિમય બનાવ્યું હતું. વ્યાખ્યાતાનો પરિચય અને વ્યાખ્યાનોની ટૂંકી સમીક્ષા વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે કરી હતી, શ્રી મુંબઇ જૈન યુવક સંઘ પ્રતિવર્ષ એક સંસ્થાને આર્થિક સહાય કરવાનો પ્રોજેક્ટ હાથ ઘરે છે તે મુજબ ગુજરાતના માંગરોળની આર્ચવાહિની સંસ્થાને સહાય કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ સંસ્થાના મુખ્ય સંચાલક ડૉ. અનિલભાઇ પટેલ વ્યાખ્યાનમાળાના ત્રીજા દિવસે પધાર્યા હતા અને તેમણે આર્ચવાહિનીની સેવા પ્રવૃત્તિઓની માહિતી આપી
હતી. આ ઉપરાંત આ વર્ષે સંઘને પણ આર્થિક રીતે સદ્ધર કરવાનો
પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. સંઘના મંત્રીશ્રી પ્રવીણભાઇ કે. શાહે તથા આ પ્રોજેક્ટના સંયોજકો શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ અને શ્રી રસિકલાલ લહેરચંદ શાહે આર્ચવાહિનીને અને સંઘને ઉદાર હાથે સહાય કરવા અપીલ કરી હતી. મંત્રી શ્રી નિરુબહેન એસ. શાહે દાતાઓનો તેમજ વ્યાખ્યાનમાળામાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો. સંઘના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે વ્યાખ્યાનમાળાના રોજરોજના કાર્યક્રમનું સરસ રીતે સંચાલન કર્યું હતું. આમ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં જ્ઞાનગંગા સમી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ થઇ હતી.
una
સર્વકાલીન અને સર્વજનીન છે. ‘ત્યજીને ભોગવો' અને જે કેવલ પોતાનું જ રાંધે છે તે પાપ ખાય છે એ ઉપનિષદ-ગીતાવચન પણ ઉપર્યુક્ત વિચારણાનાં સમર્થક છે. અસંવિભાગી વ્યક્તિને કદાપિ મોક્ષ મળતો નથી એ ભગવાન મહાવીરની અર્થગર્ભ વાણીને ડૉ. શાહે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સંસારશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર અને સર્વ શાસ્ત્રોના ય શાસ્ત્રો એવા હૃદયશાસ્ત્રના સૌમ્ય પ્રકાશમાં એકદમ વિશદ કરી છે. ‘સાંપ્રત સહચિંતન'ના જૈનવાણીમાં સમાસ પામતો બીજો લેખ છે ‘અમારિપ્રવર્તન’. ‘અમારિ' એટલે કોઇપણ પ્રકારની હિંસા ન કરવી તે. સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમ તપ, ચૈત્ય પરિપાટી અને અમારિ પ્રવર્તન...એ પર્યુષણ પર્વનાં પાંચ મહદ્ કર્તવ્યોમાં ‘અમારિ પ્રવર્તન' અગ્ર અને શ્રેષ્ઠ સ્થાને છે. હૃદયમાં મૈત્રી, પ્રમોદ, કરુણા, પ્રેમ અને બંધુત્વ તેમજ ચિત્તમાં જાગૃતિ, સભાનતા ને અપ્રમત્તતા હોય તો જ અહિંસાનું કેવળ આચરણ જ નહીં પણ તેનું પ્રવર્તન પણ શક્ય બને...પણ આજે તો, લેખકના અભિપ્રાય પ્રમાણે યંત્ર વિજ્ઞાનના વિકાસે ભૌતિકવાદ એટલો બધો વકર્યો છે કે, ‘અમારિ' પ્રવર્તનને બદલે ‘મારિ’ પ્રવર્તન થઇ રહ્યું છે!'
જૈનવાણીમાં સમાસ પામતો ત્રીજો લેખ છેઃ માયન્ને અસણપાણસમતલબ કે ખાનપાનની માત્રાના જાણનાર એવા માત્રજ્ઞ મુનિઓ અદીન ભાવથી વિચરે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં ભગવાન મહાવીરે બાવીસ પરીષહની ચર્ચા કરી છે તેમાં સૌથી પ્રથમ સ્થાન ક્ષુધા પરીષહને આપ્યું છે. ઉપનિષદમાં અન્નને બ્રહ્મ કહ્યું છે. જેનું માહાત્મ્ય અકિંચન કૃષ્ણ ભક્ત શ્રીદામ (સુદામા) જાણતા નથી પણ એમનાં વ્યવહારદક્ષ પત્ની સુપેરે જાણે છે કે, એ જ્ઞાન, મને ગમતું નથી, ઋષિરાયજી રે, લાવો બાળક માગે અન્ન લાગું પાયજી રે' એવું પ્રેમાનંદ કૃત ‘સુદામા ચરિત્ર'માં ઋષિ-પત્ની ઉચ્ચારે છે. એ અન્ન બ્રહ્મની મીમાંસા આ લેખમાં