SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રબુદ્ધ જીવન અમરત્વ પ્રાપ્તિની પ્રક્રિયા — પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી મુક્તિ વર્તમાન કાળે જ છે. અહીં અને આ ક્ષણે જ મુક્તિ છે. મુક્તિ ક્યાંય દૂર નથી, મુક્તિ કાંઇ કોઇ એક સ્થાને પડેલી વસ્તુ નથી કે ત્યાં જઇને તે લઇ આવવાની છે. તેમ તે બજારમાં વેચાતી મળતી ચીજ પણ નથી કે બજારમાં જઇ તેને ખરીદી લાવી શકાય. મુક્તિ આપણી પોતાની અંદર અર્થાત આપણા પોતાના આત્મામાં જ છે . મુક્તિ એટલે અમરત્વ ! મુક્તિનો સંબંધ આત્મા સાથે છે. આત્માં બંધાયો છે અને આત્માને જ મુક્ત કરવાનો છે. આત્મા અમર છે. અમરત્વ એ આત્માનો સ્વભાવ છે. મરણ તો દેહનું થાય છે . દેહ જન્મે છે અને દેહ મરે છે. આત્મા નથી તો જન્મતો કે નથી તો મરતો. આત્મા તો કેવળ ખોળિયા કહેતાં દેહ-કલેવર બદલ્યા કરે છે. આપણા આત્માએ અનંતા દેહ ધારણ કર્યાં અને મૂક્યા-છોડ્યાં. એ બધાં ય દેહ આજે આત્મા સાથે નથી અને તે દેહની સ્મૃતિ પણ નથી. પરંતુ એ દેહને ધારણ કરનાર આત્મા તો આજના દેહ સાથે આજે ય છે જ ! આત્માનું અસ્તિત્વ હાજર જ છે. આત્માનું આ અસ્તિત્વ જે જન્મોજન્મ-ભવોભવ અકબંધ રહે છે તે જ આત્માનું અમરત્વ છે. આ અમરત્વ પર અનાદિ કાળથી જે મૃત્યુરૂપી તાળું મરાયેલું છે એને ખોલવાનું છે. આ સંદર્ભમાં જ તો વેદાંતીઓએ આત્માને કુટસ્થ કહ્યો છે. બીજાંઓને મરતાં જોઇને આપણે માની લીધું છે કે આપણે પણ મરી જવાના છીએ ! મરણને આપણે આપણો સ્વભાવ માની લીધો છે. મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા દેહનો છે. દેહ કાંઇ આપણો નથી. જે આપણું નથી, જે પોતાનું નથી તેનો સ્વભાવ આપણો કેવી રીતે બની શકે ? આત્મા જ કેવળ આપણો છે. આત્મા ક્યારેય વિખૂટો પડતો નથી, જન્મમાં ય નહિ, મરણમાં ય નહિ, જન્મ-મરણના વચગાળાના સમયમાં પણ નહિ અને અમરત્વમાં પણ નહિ. આત્મા સદૈવ ઉપસ્થિત હોય છે. એવાં એ સદા, સર્વદા, સર્વત્ર, સાથે–સંલગ્ન રહેનાર, આત્માનો સ્વભાવ એ જ યથાર્થ આપણો સાચો સ્વભાવ છે. છતાંય અજ્ઞાનના કારણે, અનાદિકાળના સંસ્કારના કારણે, કે જોઇતી હિંમતના અભાવે, આપણે પ્રતિપળ મૃત્યુનું જ અનુસંધાન કરીને જીવીએ છીએ. અમરત્વ સાથે અનુસંધાન કરીને જીવવાનું આપણે ભૂલી જ ગયા છીએ.. જો મુક્તિની ચાહના છે, મુક્ત બનવું છે તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પડશે, મૃત્યુનો સંબંધ છોડવો પડશે. આ મૃત્યુ શું છે ? મૃત્યુ બીજું કાંઇ નથી પણ રતિ, અરિત, ભય, હાસ્ય, શોક, દુર્ગંછા, સ્ત્રી-પુરુષ-નપુંસક વેદાદિ નોકષાય ભાવો છે. રતિ-અતિ-ભય-શોક-દુગંછાદિ જ મૃત્યુ છે. કેમકે આ બધાં ભાવોની પાછળ અર્થાત નોકષાયના ભાવોની પાછળ પાછળ જ ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયની ફોજ ચાલી આવે છે. કર્મના ઉદયથી જીવને સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ, અન્ય જીવો સાથેનો સંબંધ અને વર્તમાનનો સ્વયં પોતે મળે છે. સિદ્ધ પરમાત્માને બાદ કરતાં જે જીવો દેહધારી છે યાવત્ અરિહંત, કેવળજ્ઞાની પરમાત્માઓને પણ, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, આ પાંચ સાથે કે પાંચની વચ્ચે જીવવાનું છે. જીવ પ્રતિપળ સંયોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને બીજાં જીવોની સાથે અને વચ્ચે જીવે છે, તેની સાથે તદાત્મ્ય કેળવે છે, તદરૂપ ને તદાકાર બની જાય છે તે જ જીવની પાયાની ભૂલ છે. વસ્તુઓ, વ્યક્તિઓ, સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિની કોઇ તાકાત નથી કે તે આપણને એટલે કે જીવને દુઃખ પહોંચાડી શકે કે મૃત્યુ આપી શકે. આ બધાં તો જીવને આવી મળેલાં છે. આવી મળેલાં એ બધાંને જીવે પોતાના માની ગળે વળગાડ્યાં છે. વાસ્તવમાં તેનાથી જીવ કહેતાં આત્મા તો પર છે. એ મળ્યાં ભલે ! આપણે ભળ્યાં શાને ? નિર્લેપભાવે આપણે વ્યક્તિઓને મળતાં નથી. અબંધભાવે-નિસ્પૃહ રહી સંયોગો-પ્રસંગોને પરિસ્થિતિને જોતાં નથી કે મૂલવતા નથી. અને તા. ૧૬-૨-૯૩ તેમ કરી અમરત્વનું વેદન કરતાં નથી. માટે જ પારકા આપણને પીડે છે. આત્માના અમરત્વને અનુભવતા નથી અને મૃત્યુરૂપી અરતિ, ભય, શોક, દુગંછા આદિ અને તેની પાછળ ચાલ્યા આવતા ક્રોધ, માન, માયા, લોભ આદિને વેદિએ છીએ. પરિણામે આપણે દુઃખી થઇએ છીએ. માનસિક દુઃખ છે, કારણ વીતરાગતા ઉપર આપણું લક્ષ્ય ગયું જ નથી. દેહના દુઃખ અને મનના દુઃખ ન વેદીએ અર્થાત એ દુઃખો હોવા છતાં ય, એ દુઃખો સાથે કશો જ સંબંધ ન બાંધીએ, તો ક્ષપકશ્રેણિના સોપાન ચડીને કેળવજ્ઞાન લઇ શકાય. પરંતુ અજ્ઞાન અને મોહ દશાથી દુઃખોથી દુઃખી થઇએ અને એ દુઃખોને છાતીએ લગાડીને જીવીએ તો કાળના કાળ વીતે તો પણ ભવોનો અંત થવાનો નથી. આપણે પ્રત્યેક પળે રાગમાં સુખ માનીએ છીએ. અને રાગ પ્રમાણે મળશે કે કેમ તે શંકાથી દુ:ખી થઇએ છીએ. આપણે હંમેશા અનુકૂળની જ ઇચ્છા કરીએ છીએ. અનુકૂળતાના સંયોગો ઓછા છે અને પ્રતિકૂળતાના સંયોગો વધુ છે. આનું ય કારણ છે. કારણ એ છે કે જીવ શુભ કરતાં અશુભના ભાવો વિશેષે કરે છે. અહીં એ પણ જાણવું ખાસ જરૂરી છે કે અનુકૂળની ઇચ્છા કરવી એટલે કે સુખની કામના કરવી. સુખ ઇચ્છવું તે પાયાનો અશુભ ભાવ છે. અનુકૂળતામાં સુખ ને પ્રતિકૂળતામાં દુઃખ આમ આપણે જે સુખને દુઃખની વ્યાખ્યા બાંધીએ છીએ તેથી આત્માના અમરત્વનો અનુભવ થતો નથી. આત્મદર્શન કરીએ, આંતરદર્શન કરીએ, અંતરમુખ થઇએ અને ભીતર થતી ક્રિયા, પ્રતિક્રિયાઓને જોઇએ, જાણીએ તો જણાશે કે રાગ જેમ અંદર છે, તેમ વીતરાગતા પણ અંદ૨ છે. અજ્ઞાન અંદર છે, તેમ જ્ઞાન પણ અંદર છે. જ્ઞાન-અજ્ઞાન, રાગ-વીતરાગતા, બહાર નથી, બંને ભીતરમાં જ છે. બહાર તો છે વસ્તુ-વ્યક્તિ, સંયોગો-પ્રસંગો ને પરિસ્થિતિ. એ પાંચેયમાં જો વીતરાગતા કેળવાય, નિર્લેપતા સધાય તો દુઃખ મુક્ત થવાય અને અનંત સુખની પ્રાપ્તિ કરી શકાય. સુખ-દુઃખના સંબંધમાં આપણે સ્વીકારી લીધું છે કે સુખ-દુઃખ એ જ આપણે છીએ. પરંતુ આપણે સ્વયં શાતા-અશાતા વેદનીય નથી. શાતા-અશાતામાં મતલબ કે સુખ-દુઃખમાં આપણે સ્વતંત્ર નથી. તે બંને કર્મના ઉદયને આધીન છે. પૂર્વ કૃત બાંધેલાં શાતા- અશાતાના કર્મ એ તો ભાથામાંથી છૂટેલાં તીર જેવાં છે. તે પાછા ભાથામાં આવતા નથી. જ્યારે રતિ, અરતિ આદિ ભાવો કરવામાં તો આપણે સ્વતંત્ર છીએ. આપણે રતિ-અર્પિત કરીએ છીએ., એટલે તે થાય છે. રોગ કાંઇ આપણે પોતે ઉભાં કરતાં નથી. રોગ તો આવે છે. રોગનું આવવું પૂર્વકૃત કર્મના ઉદયને આધીન છે. રતિ-અતિ ભાવો તો આપણે પોતે કરીએ છીએ. આ ભાવો પરતંત્ર રહીને વેદીએ તો આપણું ભાવિ પરતંત્ર નિર્માણ થાય છે. અને એ ભાવોને ન વેદતા ધર્મ પુરુષાર્થ આદરીએ તો આપણે આત્માનું અમરત્વ વેદીએ છીએ અને કાળક્રમે મુક્તિને પામીએ છીએ. અનાદિકાળના આપણને કુસંસ્કાર પડી ગયા છે, કે આપણે અનુકૂળતામાં રાગ કરીએ છીએ અને પ્રતિકૂળતામાં દ્વેષ કરીએ છીએ. રાગ-દ્વેષ કરીને આપણે અરતિ-શોક-ભય-દુગંછા આદિ ભાવો ખરીદીએ છીએ. પણ કહ્યું છે કે... ‘સત્તા શુદ્ધ અરૂપી તે હરી, નહિ જગ કો વ્યાપાર; કા કહીએ કછુ કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.’ રતિ-અતિ આપણો સ્વ સ્વભાવ નથી, આત્માની એ સત્તા નથી. આ બધાં રતિ-અતિ આદિ ભાવો પરસત્તા છે. એ બધાં વિભાવ છે. વિવેકથી, ભેદ-જ્ઞાનથી આપણે રતિ-અતિ-શોક-ભય-દુર્ગંછા આદિ ભાવોને દૂર કરવાના છે. અલબત્ત કાળના બળથી પણ આ ભાવો ક્ષીણજીર્ણ થાય છે. દુઃખનું ઓસડ દહાડા એમ દિવસો વીતતા તિ-અતિ આદિ ભાવો દૂર થઇ જાય છે. પરંતુ દિવસોની રાહ જોયા વિના જ્યારે
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy