________________
તા. ૧૬-૨-૯૩.
પ્રબુદ્ધ જીવન
ઊંધમાં છે. એથી સંસારના સુખ એને સુખ લાગે છે. અને દુઃખ એને દુઃખી કરે છે. આત્મ જાગરણ થાય, આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય તો સ્વપ્ન સમા સંસારના બધાં જ સુખ-દુઃખ આપોઆપ દૂર થઇ જાય.
તમામ દુ:ખોની જડ હોય તો તે છે સુખની આશા, સુખની લાલસા, આજે આપણે સુખ-દુઃખને પદાર્થમાં-વસ્તુઓ ને વ્યક્તિમાં આરોપિત કર્યા છે. આ સુખની આશાને લાલસાના કારણે જ દુઃખને ભય જન્મ છે. કશાયમાં અને કોઇમાં ય જો સુખ સ્થાપિત ન કરીએ તો જીવનમાં ન કોઇ દુઃખ છે, ન કોઈ ભય છે.
દેહ છે ત્યાં સુધી જગત સાથે સંબંધ રહેવાનો છે. દેહ છે ત્યાં સુધી અન્ય વ્યક્તિઓ અને વસ્તુઓના સંબંધ વિના ચાલવાનું નથી. દેહને ભોગવવા માટે જગતના ભોગ્ય જડ પદાર્થની જરૂરત રહેવાની છે. પણ, આ બધું કુટુંબ અને સમાજ વગેરે જગતના અંશરૂપ છે.
દેહ છે અને તેમાં આત્મા છે તો દેહ અને આત્માને ભિન્ન જાણીને પાંચેયથી પર રહેવાનું છે. શુદ્ધ આત્મભાવથી આ પાંચેય સાથે રહીને જીવીએ તો નિર્મોહતા આવશે. અને અરતિ આદિ ખતમ થશે. રતિ-અરતિ-ભય-શોક-દુગંછા આદિ જે થાય છે તેથી જ કેવળજ્ઞાન થતું નથી. એ ભાવો જો ખત્મ થાય તો કેવળજ્ઞાન પ્રગટે. જેઓ કેવળજ્ઞાન પામ્યા છે, જેઓ કેવળજ્ઞાની બન્યા છે, તેઓ મુક્તિ સુખ
સહુ કોઇ આ પાંચ વસ્તુ-વ્યક્તિ-સંયોગો-પ્રસંગોને પરિસ્થિતિની વચ્ચે તેનાથી નિર્લેપ રહી, આત્મભાવમાં દૃઢ રહી મુક્તિને પામો એવી અભ્યર્થના!
7 અવતરણકાર સૂર્યવદન ઠાકોરદાસ ઝવેરી
D B D.
પણ આ ભાવો પેદા થાય ત્યારે જ સ્વબળ અને સ્વસત્તાથી તેને દૂર કરવાના છે. આ જ છે સાચો આધ્યાત્મ! આ છે અત્યંતર અંતરક્રિયા જે કરતાં આત્માના અમરત્વનું અનુસંધાન થાય છે અને અમરત્વ પ્રાપ્ત થાય છે.
દેહમાંથી જીવનું ચાલ્યા જવું એ મૃત્યુ,” તે વ્યવહારની મૃત્યુ વિષેની વ્યાખ્યા છે. આધ્યાત્મમાં મૃત્યુની વ્યાખ્યા આથી ભિન્ન છે. જરા વારમાં માસો અને જરા વારમાં તોલો. ખીણ માસો ખીણ તોલો થઈએ છીએ તેને આધ્યાત્મામાં મૃત્યુ કહે છે. ક્ષણમાં રાજી ને ક્ષણમાં નારાજી, સવારે આશા ને સાંજે નિરાશા. આશા-નિરાશાના આ જે ઝોલા છે; મનની આ જે ચંચળતા-વિહવળતા છે ભાવોની જે અનિયતા છે તેને જ આધ્યાત્મ ક્ષેત્રે મૃત્યુ ગણવામાં આવે છે.
જીવ નિત્યતાથી અમર છે. જીવે સ્થિરતા અને નિત્યતા જાળવવી જોઇએ. વસ્તુઓ અને વ્યક્તિ ગમે તેવી હોય, સંજોગો અને પરિસ્થિતિ પણ ગમે તેવાં હોય, એ બધાં ગમતાં હોય, કે અણગમતાં હોય, પરંતુ એ પાંચેની વચ્ચે, કશા જ સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહેવું જોઇએ. As : it is- જેવાં છે તેવાં રહેવું આ " જેવાં છે તેવાં રહેવું એ જ ધર્મ છે, એ પાંચેયની સાથે સ્થિરભાવે રહી શકીએ તો જીવનમાં નિશ્ચયથી ધર્મ આવ્યો છે એમ કહેવાય.
જીવનના તમામ વ્યવહારમાં વસ્તુઓ, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને અન્ય જીવોને વચમાં નથી લાવવાના, તેનાથી જ ઘેરાઈ જવાનું નથી. આ પાંચ ઉપરાંત છઠ્ઠા આપણે સ્વયં પણ છીએ જેને ય યાદ રાખવાનો છે. અને તેને જ ઉપયોગમાં લાવવાનો છે.
દેહ પર વસ્તુ છે. પરમાં પરતંત્ર છીએ અને પરાધીન છીએ. આત્મા સ્વ વસ્તુ છે. સ્વમાં સ્વતંત્ર છીએ, સ્વાધીન છીએ પરતંત્રમાં ઉદ્યમ નથી હોતો. પરતંત્રમાં કર્મને ભાવિ હોય છે. ભૂતકાળના કર્મ પરતંત્ર છે. ભાવ કરવામાં સ્વતંત્ર છીએ. ભાવ કરીએ એટલે ઉદ્યમ આવે. આપણે સ્વ અને સ્વતંત્ર છીએ આથી ઉદ્યમ ત્યાં કરી શકીએ !
ઉદ્યમ વર્તમાનકાળ રૂપે છે. ઉદ્યમ ભાવિ નથી ઉદ્યમ આજે અને “અત્યારે આ પળે જ થાય છે. ક્રિયાશીલ પ્રવૃતિશીલનો કાળ વર્તમાન જ છે. આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ નિશ્ચલ, નિત્ય, સ્થિર આદિ છે. આત્માના સ્વ સ્વરૂપમાં રહેવાનો “As it is for ever’ ઉદ્યમ કરવાનો છે,
સાધુ ભગવંત કહે છે ‘વર્તમાન જોગ !' શા માટે આમ કહે છે? શા માટે આવો શબ્દ પ્રયોગ કરે છે? શું અર્થ છે આનો? વર્તમાન જોગ સૂચવે છે કે સાધુ ભગવંત વર્તમાનમાં રહે છે. નથી તેઓ ભૂતકાળમાં રહેતાં કે નથી તેઓ ભાવિમાં રહેતાં. અતીતની સ્મૃતિને સાધુ ભગવંત વાગોળતા નથી અને અનાગતના રૂમમાં રાચતા નથી. સાધુ ભગવંત તો માત્ર વર્તમાનમાં જ જીવે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં ધર્મલાભ'! કહીને તેઓ સમસ્થિતિમાં સમભાવમાં રહે છે. પાંચેયથી ચલિત અને અસ્થિર થયા વિના જેવાં મૂળ સ્વરૂપે છે “As it is' તેવા સ્વરૂપે સ્થિર રહે છે.
સાધુ ભગવંત જ્ઞાતાભાવે જીવે છે, સ્વરૂપ દુ બનીને જીવે છે. પાંચેય વસ્તુઓ સાથે રહીને તે છઠ્ઠા પોતાને-ખુદને જ જુવે છે. આથી જ સાધુ ભગવંત માટે આપણે કહીએ છીએ કે તે કાળધર્મ પામ્યા. કાળધર્મ એટલે દેહનો ક્ષીણ થવાનો, નાશ પામવાનો સ્વભાવ છે. આયુષ્ય પૂરું થવાથી દેહ નાશ પામ્યો, જે સાધુ ભગવંત એ દેહમાં હતા તે તો દેહના ભાવોના જ્ઞાતા-દ્રષ્ટા હતાં. કાળ પૂરો થયો, આયુષ્ય પૂરું થયું એટલે દેહ મૂકીને ગયા અને ધર્મ પામી ગયા, વસ્તુ સ્વભાવ ધર્મ પ્રમાણે તે સિદ્ધત્વને પામ્યા.
આપણે પણ બાહ્ય બધાં દૃશ્યો વચ્ચે, પાંચેય વસ્તુઓ વચ્ચે રહીને સ્વરૂપષ્ટ બનવાનું છે. આપણી આસપાસ કે આપણી ભીતર જે કાંઈ થાય છે તેને માત્ર જોવાનું છે, જાણવાનું છે. જોઈ અને જાણીને આ પ્રિય છે, આ અપ્રિય છે, એવી કશી જ તુલના કરવાની નથી. સ્વપ્ન જોઇએ છીએ પણ જાગતાં જ એ સ્વપ્ન ખતમ થઈ જાય છે. એ સ્વપ્નને સત્ય નથી માનતા. સંસારના સુખ અને દુઃખ બંનેય સ્વપ્ન છે. આત્મા હજી
સંઘ સમાચાર 0 સંઘના ઉપક્રમે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખલાલ ખંભાતવાલાના આર્થિક સહયોગથી વાર્ષિક સ્નેહ મિલનનો કાર્યક્રમ (જ અશાંત પરિસ્થિતિના કારણે મુલતવી રહ્યો હતો તે) હવે રવિવાર, તા. ૨૮મી માર્ચ, ૧૯૯૩ના રોજ સવારે ૧૦-૩૦ વાગે બિરલા ક્રીડાકેન્દ્રમાં યોજવામાં આવ્યો છે. શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી મહાવીર વંદનાનો ભક્તિગીતોનો કાર્યક્રમ આ પ્રસંગે રજૂ કરશે. આ કાર્યક્રમ ફક્ત સંઘના સભ્યો માટે જ છે. સભ્યોને કાર્ડ | મોકલવામાં આવ્યાં છે. - સિંઘના ઉપક્રમે મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, ચિંચણી (જિ. થાણા) મુકામે બુધવાર, તા. ૨૪મી માર્ચ, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે સભ્યો આ નેત્રયજ્ઞની મુલાકાત લેવા ઇચ્છતા હોય તેઓને તા. ૧૫મી માર્ચ સુધીમાં સંઘના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે.
સંઘના ઉપક્રમે આનંદઘનજીનાં પદોનો (ભક્તિ સંગીત | સહિત પ્રવચનનો) કાર્યક્રમ તા. ૧૭ અને તા. ૧૮, માર્ચ, ૧૯૯૩ના રોજ સાંજના ૪-૧૫ વાગે સંઘના પરમાનંદ કાપડિયા હોલમાં યોજવામાં આવ્યો છે. ભક્તિ સંગીત : વર્ગની બહેનો, | પ્રવચન : ડૉ. રમણલાલ ચી. શાહ.
| સંઘના આર્થિક સહયોગથી સ્વ. ધીરજબહેન દીપચંદ શાહના સ્મરણાર્થે રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા દ્વારા શનિવાર, તા. ૧૪મી એપ્રિલ, ૧૯૯૩ના રોજખંભાત મુકામે ! નેત્રયજ્ઞનું આયોજન થયું છે.
3સંઘના ઉપક્રમે ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં કપરાડા મુકામે | ચામડીના રોગો માટે એપ્રિલ-મે, ૧૯૯૩માં કેમ્પનું આયોજન થયું
- મંત્રીઓ