SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ * ) અંક : ૧ 19663 તા. ૧૬-૧-૧૯૯૩ પક્ષ, વિપક્ષ, અયોધ્યાની બાબરી મસ્જિદની ઘટનાના દેશવિદેશમાં ઘેરા સોંઘાતો પડ્યા, આગ અને ખૂનના અનેક કિસ્સાઓ મુંબઈ, સૂરત, દાવાદ, અને બીજાં ઘણાં શહેરોમાં બન્યા. પાડે પાડા લડે અને ગરનો ખો થાય એના જેવી સ્થિતિ ભારતમાં રાજદ્વારી ક્ષેત્રે, ધર્મના બે સર્જાઈ. ! શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૧ પ્રબુદ્ધ જીવા પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ તંત્રી : રમણલાલ ચી. શાહ અમુક વર્ગના લોકોની પ્રબળ ધર્મભાવનાના પરિણામ તરીકે એને વવા કરતાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના સત્તાસંઘર્ષનું જ એ શેષ પરિણામ હતું એમ કહી શકાય. એક ધ્યેય હાંસલ કરવા માટે હજારો નિર્દોષ લોકોના પ્રાણની અકારણ આહુતિ અપાઈ. ઝંડો લઈને ફરનારા કેટલાક રાજદ્વારી પુરુષો હૈયે તદ્દન નિષ્ઠુર . નબળો સત્તાધારી પક્ષ હોય, નબળી મધ્યમ કક્ષાની ધૃષ્ટ રી હોય ત્યારે અહિંસક રીતે, પ્રેમભર્યા નિખાલસ વાતાવરણમાં ઉકેલ આવતો નથી, સંકુચિત, દુષ્ટ પરિબળો જોર પકડે છે, છે અને પ્રજા લાચાર થઈને જોયા કરે છે. સામાજિક નેતાગીરી કેટલી નિર્બળ અને સ્વાર્થી હોય છે કે તે રાજદ્વારી નેતાગીરીની થવાની નૈતિક હિંમત ખોઈ બેસે છે અથવા તેનું કારણ ઊપજતું Regd. No. MH.By / South 54 Licence No. : 37 જ્યારે માતૃભુમિના હિત કરતાં પક્ષીય રાજકારણનો સ્વાર્થ ચડી છે ત્યારે માતૃભૂમિને દેશભક્તિના નામે જ નુકસાન થાય છે. એક કે કહ્યું છે કે : The best party is but a kind of conspiracy ainst the rest of the nation. ભારતમાં લોકશાહી છે. દુનિયાની તે મોટામાં મોટી લોકશાહી છે. ના અનેક લાભ પણ છે, પરંતુ ભાષા, વર્ણ, ધર્મ અને પ્રાદેશિક તેના ઘણા બધા પ્રશ્નો ભારતમાં છે, અશિક્ષિત અને ગરીબ લોકોનું સાણ એટલું મોટું છે કે લોકશાહીના ધોરણોને તે નીચે પાડ્યા વગર નહિ. એમાં પણ રાજદ્વારી પક્ષો જ્યારે હીન આચરણ કરતાં ચકાતા નથી, અને હિંસાનો આશ્રય લે છે ત્યારે તો શરમથી માથું છે. લોકશાહી માટેનું ગૌરવ ઓસરી જાય છે. સત્તાકાંક્ષી લઘુમતી પક્ષો સત્તાધારી પક્ષ માટે પ્રશ્નો, ઉપદ્રવો ઊભા રવામાં શૂરા હોય છે. કહેવાય છે કે The three qualifications of a political party are to stick to othing, to delight in flinging dirt and to slander the dark by guess. અયોધ્યાની ઘટના પછી એના પ્રત્યાઘાત રૂપે કોમી રમખાણોની નાઓ ભારતમાં, પાકિસ્તાન અને બંગલાદેશમાં અને ઠેઠ ઍલેન્ડમાં બની. એક ઘટનાનો પ્રત્યાઘાત કેટલે દૂર સૂધી કેટલા નૌપક પ્રમાણમાં અને કેટલા લાંબા સમય સુધી પડી શકે છે અને સ્થૂલ થા સૂક્ષ્મ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે એ આવે પ્રસંગે જોઈ લઘુમતી, બહુમતી વાર્ષિક લવાજમ રૂ.૩૦ શકાય છે. ધર્માન્ધતા, સ્વાર્થ, અન્યાય, અથવા અન્યાયનો પ્રતિકાર વરેભાવ વગેરે દુષ્ટતત્ત્વો મનુષ્યના ચિત્ત ઉપર જ્યારે સવાર થઈ જાય છે ત્યારે સંહારલીલા વ્યાપક બની જાય છે. માનવજાતિ જ્યારે ડહાપણ ગુમાવી દે છે ત્યારે તે સુખશાંતિ અને સમૃદ્ધિમાંથી કેટલાંક કદમ પીછેહઠ કરે છે. વર્ણ, જાતિ, ભાષા કે પ્રાદેશિક અસ્મિતા માટે થયેલાં રમખાણો કે યુદ્ધો કરતાં ધર્મના પ્રશ્ને વધુ રમખાણો કે યુદ્ધો થાય છે કારણ કે ધર્મનું ક્ષેત્ર જ અત્યંત સંવેદનશીલ છે અને ધાર્મિક નેતાઓની ઉશ્કેરણી લોકોને ઝનૂની બનાવી દે છે. એવું નથી કે દરેક વખતે બે ધર્મના લોકો વચ્ચે જ અથડામણ થાય. એક જ ધર્મની બે શાખા કે વિશાખાના લોકો વચ્ચે પણ અથડામણ થાય છે. કોઈ એક ધર્મની એક નાની શાખાના જુદા જુદા મંડળો વચ્ચે પણ અથડામણો થાય છે. ઈતિહાસમાં એવા ઘણા દાખલા નોંધાયા છે. વળી એવું પણ નથી કે માત્ર ધર્મની બાબતમાં જ અથડામણ થાય. કેટલેક સ્થળે સ્થાનિક પ્રજા અને નવેસરથી આવીને વસેલી પ્રજા વચ્ચે પણ અથડામણો થાય છે. આનુવાંશિક જાતિઓ વચ્ચેની અથડામણોના ઘણા દાખલા વખતો વખત જોવા મળે છે. ભાષાકીય ભેદોને કારણે કે વર્ણ અથવા જાતિના ભેદોને લીધે તથા ગરીબ અને તવંગર વચ્ચેના ભેદભાવના કારણે પણ સશસ્ત્ર સંઘર્ષો થાય છે. સ્વાર્થહાનિ, અપમાન, અન્યાય વગેરે મોટાં પરિબળો આવા સંઘર્ષો થવા માટે નિમિત્તરૂપ બની જાય છે. જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે વિવેક જેવું કંઈ રહેતું નથી. એકના છાંટા બીજા ઉપર ઊડે છે. ધર્મના કારણે થયેલા રમખાણો વધતાં વધતાં ભાષાભેદના રમખાણોમાં પરિણમે છે. તો ક્યારેક વર્ણ અને જાતિ વચ્ચે પણ રમખાણો થાય છે. દરેક વખતે લડવા નીકળેલ માણસો જ મરે છે એવું નથી, નિર્દોષ અને અજાણ્યા માણસો પણ એનો । વધુ ભોગ બની જાય છે. ક્યારેક તો ભૂલમાં ને ભૂલમાં પોતાના જ વર્ગના માણસોને મારી નાખવાના કિસ્સા પણ બને છે. કોઈ પણ દેશમાં અને વિશેષતઃ આર્થિક નબળા દેશોમાં જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે બીજા જૂથ પ્રત્યે વેર લેવાની એક માત્ર વૃત્તિ જ તેમાં કામ કરે છે એવું નથી. અસામાજિક તત્ત્વો આવી તકનો પૂરો લાભ ઉઠાવે છે. લૂટફાટ ચાલુ થાય છે. સ્ત્રીઓ ઉપર બળાત્કારો થાય છે. અંગત વેર વસૂલ કરવાની તક પણ ઝડપી લેવાય છે. જૂની અદાવત ચાલતી હોય તેવા માણસો રમખાણો દરમિયાન એક બીજાનું ખૂન કરવા-કરાવવાના પ્રયાસો પણ કરી લે છે, કારણ કે એ ઘટના રમખાણમાં લેખાય છે અને પકડાય તો પણ કાયદાની છટકબારીનો લાભ મળી જાય છે. હિન્દુ-મુસલમાનના રમખાણો દરમિયાન હિન્દુઓ મુસલમાનોને મારે અને મને મુસલમાનો હિન્દુને મારે એ તો કુદરતી છે, પરંતુ આવી તકનો લાભ લઈ પોતાના વે૨ીને ખતમ કરવા
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy