SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબદ્ધ જીવન તા. ૧૬-૫-૧૯૯૦ આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ ! D સત્સંગી પ્રખ્યાત અમેરિકન સાહિત્યકાર આર્થર મિલરનાં પ્રખ્યાત નાટક 'All My Sons - મારા બધા પુત્રોમાં જો કૅલરનું પાત્ર પિતા તરીકેનું છે. જો કેલર અને સ્ટેવ ડીવર ભાગીદારીમાં ધાતુનાં સાધનો બનાવવાનું કારખાનું ચલાવે છે. વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાના હવાઈદળને વિમાનના એન્જિનના ખામીવાળા ભાગો પૂરા પાડવા બદલ જો કલર પર અદાલતમાં કામ ચલાવવામાં આવે છે, 'કરણ કે ખામીવાળા ભાગોને લીધે યુવાન વિમાનચાલકોના મૃત્યુ થયાં હતાં. પરંતુ જો ક્લર સઘળો દોય તેના ભાગીદાર સ્ટેવ ડીવેર પર ઢોળી દે છે. પરિણામે, સ્ટવ ડીવર ગુનેગાર સાબિત થાય છે અને તેને જેલમાં જવું પડે છે. જો ક્લરના બે પુત્રો લેરી અને કિસ અમેરિકાના લશ્કરમાં જોડાયા હતા અને પોતાના દેશ માટે સહૃદયતાથી લડતા હોય છે. લેરીનું વેવિશાળ સ્ટવ ડીવરની પુત્રી એન સાથે થયું હોય છે, પરંતુ જયારે લેરીને તેના પિતાના ગુનાની જાણ થાય છે ત્યારે તે આત્મહત્યા કરી લે છે. ત્યાર પછી કિસ એન સાથે પરણવા માગે છે અને પોતાની રીતે જીવવા માગે છે. પિતાના ભ્રષ્ટાચાર અને તેને લીધે પોતાના ભાઈ લેરીનાં મૃત્યુથી વ્યથિત બનેલા ક્રિસ પોતાના પુત્રો માટે પ્રાપ્ત કરેલી સંપત્તિ બદલ પુત્રોની વિશેષ ચાહનાની આશા રાખતા પિતા જો ક્લર વચ્ચેનો સંવાદ હદયસ્પર્શી છે, વર્તમાન સમયના સંદર્ભમાં પણ મનનીય છે. જો કેલર પોતાના પુત્રો માટે મેળવેલી સંપત્તિની ભૂમિકા પર પોતાના ભ્રષ્ટાચારનો ભાવપૂર્વક બચાવ કરે છે. પોતાના બચાવ અંગે સંપૂર્ણ રીતે સમાધાનકારી સત્ય બોલતો હોય તેમ જો કેલર કહે છે, Chris, a man can't be a jesus in this World !' 'કિસ, આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ !' જ્યારે કોઈ માણસે ભૂલ કરી હોય છે ત્યારે પોતાની ભૂલનો એકરાર કરવાને બદલે આવાં વિધાનો ઉચ્ચારીને આવાસન મેળવે છે : 'આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ ! ' દરેક જણ ગાંધીજી બની શકે નહિ ! 'આપણે થોડા જ ' હરિશચંદ્ર કે યુધિષ્ઠિર છીએ ! માણસના જાતીય જીવનમાં શિથિલતા થઈ હોય તો તે કહે છે, 'બ્રહ્મા અને શિવજી જેવા ભૂલ ખાઈ ગયા તો હું શી વિસાતમાં ? તે પોતે જે કરે છે ને બરાબર છે તેમ જ તે યોગ્ય વ્યક્તિ છે અને તેનું જીવન યોગ્ય છે એમ પોતાના મનમાં માનવું અને દુનિયા પણ તેમ માને તો તેને યોગ્ય લાગે, આનંદ રહે એવો માણસનો સ્વભાવ છે. તેનાથી કંઈ ભૂલ થાય તો તે તરત જ બચાવ કરવા લાગે છે : 'આવા સંજોગો હતા અથવા ફલાણી વ્યક્તિએ મને ખોટી દોરવણી આપી તેથી આમ થયું ને તેમ થયું વગેરે વગેરે. માણસને પોતાની જાત સાથે પણ પોતાની ભૂલ કબૂલ કરવી ગમતી નથી, પોતાનો દોષ સ્વીકારવો ગમતો નથી. પોતાનો અહમ્ ઘવાય, પોતાની જાન આગળ ખામીવાળા દેખાવું અને અન્યથી ઊતરના હોવાનું સહૃદયતાથી સ્વીકારવું માણસને અત્યંત દુ:ખદ લાગે છે. પરિણામે, પોતાની ભૂલ જાહેર થાય ત્યારે તે જાતજાતની દલીલોથી બચાવ કરવા લાગે છે. બચાવના આખરી સમાધાન તરીકે આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ !' ' માણસ ગાંધીજી બની શકે નહિ વગેરે વિધાનો ઉચ્ચારીને માણસ અનેરે આપવાસન મેળવે છે. આ પ્રકારનાં વિધાનોમાં જે આશ્વાસન રહેલું છે તે માણસને પોતાનું માનસિક જીવન ટકાવી રાખવા માટે અવશ્ય ઉપયોગી છે. ખરે જોનાં, આવાં વિધાનોનો મર્મ એ છે કે તેમના દ્વારા માનસિક રાહત મેળવીને પોતાના જીવનનું નીતિના માર્ગે સહૃદયતાથી ઘડતર કરતા રહેવું પરંતુ આવા કોઈ પ્રયાસને બદલે કોઈ ભૂલ થયા પછી કહી દેવં કે માણસ જીસસ બની શકે નહિ અને પોતાના જીવનને સુધારવાની દિશામાં પગલું ભરવાને બદલે ભૂલો કરતા રહેવું એતો પોતાની જાતને પણ છેતરવા બરાબર જ છે. જ્યારે માણસ કંઈ ખોટું કાર્ય કરીને પોતાનો બચાવ કરે છે કે માણસ જીસસ બની શકે નહિ ત્યારે તે એમ પણ વિચારવા લાગે છે કે પોતે જે કર્યું તે સ્વાભાવિક ગણાય અને તેથી આ અંગે ભૂલનો સ્વીકાર કે પદ્વતાપ કરવા જેવું પોતાને પક્ષે કંઈ રહેતું નથી. એટલે આવી માન્યતાની ભૂમિકા પર માણસ ફાવે તેમ વર્તતો આવ્યો છે અને વર્તે છે જે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. આ પ્રકારના સંદર્ભમાં 'આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ !' વિધાનનું આશ્વાસન વૈયક્તિક જીવન માટે તેમ જ સમાજ માટે : ખતરનાક ગણાય. પહેલી વાત તો એ કે માણસ જીસસ બને એવો આગ્રહ કોઈ સેવનું નથી. અંગત રીતે પણ જીસસ બનવાનો ભાર રાખવાની કોઈને જરૂર પણ નથી. જીસસના ત્યાગ, સત્ય, બલિદાન, પ્રેમ, ક્ષમાભાવ વગેરે કેળવવાં એ તો ઘણી જ મહાન અને અત્યંત ગહન બાબત છે. પરંતુ તેથી એમ ફલિત થતું નથી કે માણસે શેતાન બનવું. રામ બની ન શકાય માટે રાવણ બનવું અને કહેવું કે આ દુનિયામાં માણસ રામ બની શકે નહિ એ તો કેવળ પોતાની નિર્બળતાના બચાવની પ્રયુક્તિ છે. ભગવાન રામે પિતાનું વચન પાળવા માટે ૧૪ વર્ષ વનવાસ વેઠયો. આજનો યુવાન રામની જેમ પિતાનું વચન પાળી ન શકે એ માન્ય રાખીએ, પણ તેનો અર્થ એવો નથી થતો કે આજના યુવાને પોતાના વૃદ્ધ માબાપ જે તેના હિતની વાત કહે તે ન સાંભળવી અને તેમની થોડી સેવાચાકરીને ત્રાસ ગણીને કેવળ પોતાની દુનિયામાં જ રાચવું. વર્તમાન સમયના રાજકારણીઓને દેશના હિતમાં થોડો ત્યાગ કરવો પડે એવી વાત બને ત્યારે તેઓ એમ બોલી ઊઠે, 'એમ આ દુનિયામાં ગાંધીજી ન બનાય અને તેવી આશા રાખવી અસ્થાને છે એમાં રાજકારણીઓની શોભા ન ગણાય. તેનું કારણ એ છે કે વાસ્તવમાં અહીં ગાંધીજીનો જે ત્યાગ હતો તેવા ત્યાગનો અંશ પણ હોતો નથી. માત્ર નેતાઓને છાજે તેવા અલ્પ ત્યાગની જ બાબત હોય, તેવા વેપારીને પશે અલ્પ નફો ઓછો લેવાની વાત આવે અથવા ગ્રાહકોનું સ્વાથ્ય જોખમાવાની દષ્ટિએ ભેળસેળથી દૂર રહેવાની વાત આવે ત્યારે વેપારી એમ કહેવા લાગે છે, 'અમે પાંચ પૈસા કમાવા બેઠા છીએ અમે હરિઝવંદ્રના અવતાર બની ન શકીએ!" આ બધામાં અલ્પ ત્યાગ માટે પણ માણસમાં તિતિક્ષા નથી અને કહેવાની સલામતીના હાઉનું વર્ચસ્વ કેટલું પ્રબળ છે એ દેખાઈ આવે છે. * વળી, જો કેલરનાં વિધાન 'આ દુનિયામાં માણસ જીસસુ બની શકે નહિંમાં 'આ દુનિયામાં શબ્દો વિચારપૂર્વક ઉચ્ચારવામાં આવ્યા છે. તેમાં એક અર્થ એવો હોઈ શકે કે આ દુનિયામાં ભ્રષ્ટાચાર કોણ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy