________________
તા. ૧૬-૫-૧૯૯૦
પ્રબદ્ધ જીવન
અનુકરણ કરવું ખતરનાક છે એવી સમજ એ માણસે પોતાનાં સમગ્ર હિનની દષ્ટિએ કેળવતા રહેવું જોઈએ અને તે વિચારશક્તિ તેનામાં અવશ્ય રહેલી છે.
- ઉપરોક્ત વિધાનમાં 'આ દુનિયામાં શબ્દોનો બીજો અર્થ એ હોઈ શકે કે આ દુનિયામાં જીવનજરૂરોથી માંડીને સંતાનોને ભણાવવા અને પરણાવવા સુધીની બાબતો માટે પૈસા સારા પ્રમાણમાં જોઈએ છે. મળતા પગારમાંથી કે પ્રામાણિક રીતે કમાણી કરવાથી એટલા પૈસા મળી શકે નહિ. માટે ભ્રષ્ટાચાર જ તેનો એકમાત્ર ઈલાજ છે એવું માણસને હૈયે વસતું રહેલું છે. પરંતુ સૌને મળતા પગારમાંથી અથવા પોતાની પ્રામાણિક કમાણીથી પોતાનો જીવનવ્યવહાર ચાલે અને આનંદ પણ રહે એવા વાતાવરણની રચનાનો વિચાર કરવા બહુ જ થોડ લોકો તૈયાર છે. એનો સાદો દાખલો એ છે કે સાધનસંપન્ન લોકો તેમનાં બાળકોને જ્યાં મોટી ફી ભરવી પડે તેવી શાળાઓમાં સહર્ષ મોકલે છે. પરંતુ ઓછી ફી લેનારી જે સામાન્ય નબળી શાળાઓ છે તે શાળાઓના શિક્ષણ અને વાતાવરણ યોગ્ય બને અને સૌ કોઈનાં બાળકોને સારું શિક્ષણ મળે એવા તંદુરસ્ત પ્રયાસો માટે બહુ ઓછા લોકો રસ ધરાવે છે. આવી જ રીતે સૌનાં સુખ માટે રહેણીકરણી, રિવાજો, આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ વગેરેમાં ઐચ્છિક સાદાઈ અને દ્રવ્ય સંગ્રહમાં ઐચ્છિક મર્યાદા અપનાવાય તો સૌ કોઈને માટે સલામતી અને પ્રસન્નતાનું વાતાવરણ રચાતું રહે. અહીં સામ્યવાદ કે સમાજવાદની હિમાયત લેશમાત્ર નથી, વાદ તરીકેનું નામ આપવું જ હોય તો ધર્મવાદ - ફરજવાદની હિમાયત અવશ્ય છે. પરંતુ આ દિશામાં દષ્ટિગોચર બનતા રહે તેવા અધ્યવસાયો ખાસ થતા નથી અને થતા હોય તો તે અલ્પજીવી હોય છે અથવા ખૂણેખાંચરે થતા હોય છે. પરિણામે, ભ્રષ્ટાચારનો માર્ગ અને તે અંગેના બચાવની દલીલો સરળ અને આકર્ષક સ્વરૂપ ધારણ કરતાં રહ્યાં છે.
''આ દુનિયામાં માણસ જીસસ બની શકે નહિ ! એવા જો ક્લરનાં વિધાનમાં આ દુનિયામાં શબ્દો પરથી ત્રીજો અર્થ પણ નીકળી શકે એમ કહેવાનું મન થાય છે. સાધુસંતો કહે છે તેમ આ દુનિયા આંસુભરેલી છે. સૌ કોઈને કંઈ ને કંઈ પીડા કે ત્રાસ રહેલાં છે. તેવી જ રીતે ચડસાચડસી, વૈમનસ્ય, ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર વગેરેથી જગત ખદબદે છે. આવા જગતમાં માણસને જોઈએ છે : સાંત્વન, પ્રેમ, હૂંફ, સહાનુભૂતિ અને જાતજાતનાં દબાણો, તંગદિલીઓ અને ગભરામણો અંગે નચિંતતા અને શાંતિ રહે એવુ સામે જરૂર છે દેવી સત્તાની. દુનિયામાં કામ કરતાં અનિષ્ટ બળોથી આશ્રયસ્થાન ! ધાર્મિક ભાષામાં કહીએ તો, દુનિયામાં શેતાનની સત્તા પીડાતા લોકોના શોકગ્રસ્ત, ચિંતાગ્રસ્ત, ભયગ્રસ્ત, નિસ્તેજ અને નિરાશ ચહેરાઓ કોઈ જીસસ, ગાંધીજી કે હરિશચંદ્રના માર્ગે ચાલે તેવું સૂચન અવશ્ય કરી રહ્યા છે. વિશેષ ને વિશેષ આત્મકેન્દ્રી બનતો જતો આજનો માણસ આવાં સૂચનને ગૂંગળાવી નાખે અને ભ્રષ્ટાચારના ચીલાચાલુ લોભામણા માર્ગે ચાલવાનું યોગ્ય ગણે તો તે તેની મરજીની બાબત છે. પરિણામે, આ દુનિયામાં માણસ જીસસ, ગાંધીજી કે હરિશચંદ્ર બની શકે નહિ એવો મનગમતો પણ ખતરનાક આત્મબચાવ સદા રહેતો આવ્યો છે અને રહેવાનો, તે પ્રમાણેનું કરણ ચિત્ર રહેતું આવ્યું છે અને રહેલું છે. ધર્મપુરૂષો હોય છે ત્યારે જ સુખદ ચિત્ર હોય છે, પછી ધીમે ધીમે અંધકાર થતો જાય છે.
* વાસ્તવમાં પોતાની ભૂલનો બચાવ કરીને શેતાનના માર્ગ પર ચાલતા રહેવું એ ગૌરવ લેવા જેવી બાબત નથી; વિશેષ પસ્તાવું પડે તેવી એ બાબત છે. માણસ ભૂલ કરે એ સ્વાભાવિક છે, પરંતુ થયેલી ભૂલનો સહૃદયતાથી પશ્ચાતાપ કરવો અને તે દ્વારા જીવનનો વળાંક ધર્મના માર્ગ પર વાળતા રહેવું એ સર્વથા શ્રેયપૂર્ણ છે. અહીં
જૈન ધર્મમાં અગત્યની ગણાતી પ્રતિક્રમણની ક્રિયા સહજ રીતે યાદ આવી જાય છે. પ્રતિક્રમણ એટલે પાપનો પચાતાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ અશભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પોતાના દોષો કે અતિચાર માટે પ્રાયશ્ચિત કરવું તથા તેને " માટે ગુરુ કે વડીલ દ્વારા અપાતી જે કંઈ શિક્ષા હોય તે ભોગવવા તત્પર રહેવું અથવા પોતાના મનથી પણ પોતે સ્વૈચ્છિક શિક્ષા ભોગવવા પ્રવૃત્ત થવને પણ પ્રતિક્રમણ કહી શકાય. પોતાના જીવનમાં જે કંઈ ભૂલ થઈ હોય તે ફરી ન થાય, જીવન સુધરતું જાય, મન શુદ્ધ થતું જાય અને આત્મા નિર્મળ બનતો રહે તે માટે જૈન લોકોની પ્રતિક્રમણની ક્રિયા સહજ રીતે આદર ઉત્પન્ન કરે છે એટલું જ નહિ, પરંતુ સહૃદયતાથી મહાવરો કરવા માટે પણ આકર્ષે છે.
ખ્રિસ્તી ધર્મમાં Confessions - કબૂલાત અને રિetreat -પાછા વળવું અર્થાત્ પાપના માર્ગથી પાછા વળવું એવી ક્રિયાઓ છે. પરંતુ ખ્રિસ્તી ધર્મના અર્વાચીન ધર્મગુરુઓ પોતાના પાપની કબૂલાતની ક્રિયાને મનૌવૈજ્ઞાનિક અર્થ આપે છે. • માણસના જીવનમાં ભૂલ થવી સ્વાભાવિક છે અને ભૂલ થાય છે તેથી તે Sense of guilt- ગુનાની લાગણી અનુભવે છે જે તેના માનસિક જીવન માટે ઘણી હાનિકર્તા છે. ધર્મગુરુ આગળ પાપની કબૂલાત કરવાથી પાપ અંગે ક્ષમા મળે છે એવી ધાર્મિક શ્રદ્ધા રહેલી છે અને સાથે સાથે જીવન માટે મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક દષ્ટિએ માર્ગદર્શન મળે છે, તેથી ગુનાની લાગણી રહેવા પામતી નથી. પગિણામે, જીવન આત્મવિશ્વાસથી આગળ ધપે છે, પોતાના વ્યવસાયમાં કાર્યક્ષમ બનાય છે, જીવનનો આનંદ મળે છે અને ધર્મના માર્ગ પર પ્રગતિ થતી રહે છે. પાપની કબૂલાતનો આ મનોવૈજ્ઞાનિક અર્થ યોગ્ય અને આવકારપાત્ર છે. આવો જ અર્થ જૈન ધર્મમાં પ્રતિક્રમણની ધાર્મિક ક્રિયામાં રહેલો જ છે. પરંતુ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ તો ભૌતિક સુખને સર્વસ્વ ગણીને ભયંકર યુધ્ધોની દુનિયા સર્જી છે જે આઘાતજનક બાબત છે. ત્યારે જૈનોએ આત્મા વધુ ને વધુ નિર્મળ બને તેવા આધ્યાત્મિક જીવનને સમૃદ્ધ બનાવવું યોગ્ય ગયું છે. હિંદુ ધર્મમાં આવી ધાર્મિક ક્રિયા રહેલી છે કે નહિ તે ઘણા હિંદુઓને તો ખબર પણ નહિ હોય, ત્યારે જૈનોમાં પ્રતિકણની ધાર્મિક ક્રિયા તેમની દિનચર્યાનું નિયમિત અંગ છે જે સૌ કોઈને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
આ દુનિયામાં દરેક માણસ જીસસ કે ગાંધીજી બની શકે નહિ એવા વિધાનથી જે આત્માબચાવ થાય છે અને આશ્વાસન લેવાય છે તેમાં પોતાની ભૂલનો સ્વીકાર પણ નથી, તો પચાતાપ તો હોય જ શી રીતે? પોતાના ઈદ્રિયજન્ય આનંદો અને કહેવાની સલામતી માટે ભ્રષ્ટાચાર કરવો અનિવાર્ય છે એવી વિચારસરણી મનના ઊંડાણમાં સ્વીકૃત થાય છે. તેના સમર્થન માટે અન્ય લોકો ભ્રષ્ટાચાર કરે છે, માટે મારે શેતાનના માર્ગ પર ચાલવું સુસંગત છે એ દલીલથી પોતાની કંઈ ભૂલ થઈ રહી છે અને તે માટે પશ્ચાતાપ થવો જોઈએ એવી માનસિક સ્થિતિ માટેનો અવકાશ પણ કાઢી નાખવામાં આવે છે. વાસ્તવમાં, આ દુનિયા તો જે છે તે છે અને જીસસ કે ગાંધીજી થવાનો કોઈ પ્રસં નથી; તેમ જ આ દુનિયાને સુધારવાની કોઈ ચિંતા પણ કરવાની જરૂર નથી જે જરૂર છે તે તો પોતે પોતાની જાતને સુધારવાની છે. તે માટે આવા પ્રકો પોતાની જાતને પૂછવાના છે. હું જૈન ધર્મની પ્રતિક્રમણની ધાર્મિક ક્રિયાના મર્મ પ્રમાણે ચોવીસ કલાકમાં બે વખત અથવા છેલ્લી બાકી એક વખત મારી જાતને તપાસું છું? ભૂલનો પશ્ચાતાપ હું અસંભવ છે તે બદલ હું ક્ષમા માગે છે ? મારા આત્માને નિર્મળ બનાવવાની ધ્યેયને અનુલક્ષીને હું મારા જીવનનું ઘડતર કરતો રહું છું પ્રમોમાં જે જવાબોની અપેક્ષા રહેલી છે તે પ્રમાણે ઉત્સાહથી સક્રિય બનવામાં પોતાનાં કર્તવ્ય અને જીવનની સાર્થકતા રહેલાં છે. ]
ધારણ
દુનિયામાં નિયામાં જે
.