SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧ * અંક : ૯ * તા. ૧૬-૯-૯૦... . Regd. No. MH. BY/ South 54 * Licence No: 37 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * પ્રભુš જીવન પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯ થી ૧૯૮૯ : ૫૦ વર્ષ * * વાર્ષિક લવાજમ ગ઼. ૩૦ તંત્રી : રમણલાલ ચી. શાહ પત્રકારની મુલાકાતો * દિલ્હીમાં કેન્દ્ર સરકારના પ્રધાનમંડળના શ્રી દેવીલાલે અને એવું નથી. પોતાના પત્રનો સ્વાર્થ અને પોતાની વધતી જતી નામના ગુજરાત રાજયના પ્રધાન શ્રી પ્રવીણસિંહ જાડેજાએ પત્રકારને આપેલી એકંદરે ઉપર રહે છે. વર્તમાન સમયમાં વધતાં જતાં પ્રચારમાધ્યમોમાં મુલાકાતનું કેવું પરિણામ આવ્યું તે થોડા સમય પહેલાં આપણને જોવા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પણ પત્રોને - પત્રકારોને મળ્યું છે. પત્રકારને આપેલી મુલાકાતો રાજકારણમાં કેવા કેવા વળાંકો અવનવા નુસખા અજમાવવા પડે છે અને એર્માનો એક તે વિશિષ્ટ લાવે છે તે આ અને આવી બીજી મુલાકાતોના અહેવાલ ઉપરથી જોઈ વ્યક્તિની મુલાકાતની છે. એક ચિંતકે કહ્યું છે કે પત્રકારત્વ એ એવો શકાય છે. પત્રકારો કેટલા સજાગ અને ઉપયોગી છે એમ એક પક્ષે રાક્ષસ છે કે તમે એને નિયમિત ખાવાનું ન આપો તો એક દિવસ એ અને પત્રકારોથી કેટલા ચેતતા રહેવા જેવું છે એમ અન્ય પક્ષે - એમ તમને ખાઈ જાય. મુલાકાતો એ એનો એક સ્વાદિષ્ટ ખોરાક છે. ઉભય પક્ષે અભિપ્રાય પ્રવર્તે છે. કયારેક એ પોષક નીવડે છે તો ક્યારેક એ પુત્ર કે પત્રકારની તબિયત પણ બગાડે છે અને મુલાકાત આપનારની તબિયતને પણ અસર પહોંચાડે છે. દુનિયામાં બધી જ જણવા જેવી માહિતી અખબારોમાં કે સામયિકોમાં પ્રસિદ્ધ થતી નથી. વળી દરેક પરિસ્થિતિ, નિર્ણય, મહત્ત્વની ઘટના કે વાટાઘાટ પાછળ શો ઉદ્દેશ હતો તે જો તરત સમજાય નહિ તો લોકોના મનમાં જાતજાતના પ્રશ્નો થાય. કેટલીક આશ્ચર્યકારક ઘટનાઓ પાછળ કે આધાતજનક વિધાનો પાછળ કોઈક મહત્ત્વની અંગત ઘટના રહેલી હોય છે કે જે એની મેળે જાહેર થતી નથી. પત્રકારો આવી માહિતી એકઠી કરી લાવે છે અને તે ઘટના કે અભિપ્રાયના વાજબી કારણને જાહેરમાં મૂકી તેની ન્યાયપુર:સરતા દર્શાવવા કોશિષ કરે છે. પત્રકારોએ લીધેલી કેટલીક મુલાકાતોના સવાલ-જવાબ દ્વારા અહેવાલો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પત્રકારની અભ્યાસનિષ્ઠા, તટસ્થતા, નિર્લોભતા, વ્યવસાયધર્મ વગેરેને માટે આપણને આદર થાય છે. રાજકારણનું ક્ષેત્ર એટલે મહત્ત્વાકાંક્ષી લોકોનું ક્ષેત્ર. મહત્ત્વાકાંક્ષા ન હોય, સત્તાના પદની આÍક્ષા ન હોય તો માણસ રાજકારણમાં આવે શા માટે? ગાંધીજી, જયપ્રકાશ જેવા તો વિરલ અને અપવાદરૂપે ગણાય. જયાં ઘણી બધી રાજદ્વારી વ્યક્તિઓ પદ માટે આતુર હોય ત્યાં સ્પર્ધા, તેજોદ્વેષ, - સંઘર્ષ, પક્ષાન્તર વગેરે આવ્યા વગર રહે નહિ. દરેક રાજદ્રારી-વ્યક્તિના અંતરના ખૂણે પોતાના પ્રતિસ્પર્ધી માટે થોડીક તો ઈર્ષ્યા, બળતરા હોય છે. તેના અંગત જીવનની કેટલીક નબળી વાતો પણ તે જાણતી હોય છે. જાહેરમાં તે ભલે વ્યક્ત ન કરે. પરંતુ પત્રકારો એવી વ્યક્તિઓના મનોભાવને અવલોકન, અભ્યાસ અને મહાવરાથી જાણી લેતા હોય છે અને મુલાકાત લેતી વખતે એવા એવા સંવેદનશીલ પ્રશ્નો પૂછીને એના અંતરમનની વાતને વાચા આપવાની ફરજ પાડે છે અને પછી એ વાતને છાપે ચગાવે છે. માણસને બોલવું ન હોય, પણ ઉપરાઉપરી આવતા સવાલોમાં એટલો તો તે અટવાઈ જાય છે કે છેવટે Self- jusfification માટે પણ તે બોલ્યા વગર રહી શકતો નથી અને બોલ્યા પછી પસ્તાય છે. રાજકારણમાં તો સિદ્ધાન્તો, પક્ષનિષ્ઠા, વર્તમાન પરિસ્થિતિ, અંગત મહત્ત્વાકાંક્ષા વગેરે વચ્ચે થતા સંઘર્ષોમાં પોતાના મનની વાતને સ્પષ્ટ વાચા આપવી હોય તો તે ઘણી મૂંઝવણ અનુભવે છે. પત્રકાર એ જાણે છે અને મુલાકાત દરમિયાન કોઈક નબળી પળે તેના મનની વાતને ચતુરાઈથી કઢાવી લે છે. એ છપાય છે અને પછી વિવાદના વંટોળ ઊભા થાય છે. પોતાના થોડાક શબ્દોના આટલા બધા ઘેરા પ્રત્યાઘાતો પડશે એવી ત્યારે એને કલ્પના નહોતી. પછી કાંએ પત્રકારનો દોષ કાઢે છે, અસત્ય બોલે છે, ફેરવી તોળે છે કે પોતાની વાતને વળગી રહી પરિણામ ભોગવી લે છે. પત્રકારોની જાગૃતિથી દુનિયામાં કેટલીય રાજદ્રારી વ્યક્તિઓ ખોટું કરતી અટકી જાય છે. પત્રકારો બધે પહોંચી જાય છે. કેટલાંક સ્થળે જવાનો તેમને અબાધિત હક્ક હોય છે. તેઓ વ્યવસ્થિત રીતે પદ્ધતિસર પ્રમાણભૂત માહિતી મેળવતા હોય છે. ક્યારેક માહિતી મેળવવા માટે જરૂરી લાગે તો તેઓ સામ, દામ, દંડ (અખબારમાં ટીકા દ્વારા) અને ભેદની નીતિ અપનાવતા હોય છે. ક્યારેક પોતાના જાનને જોખમમાં મૂકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં કેટલાંયે રાષ્ટ્રોમાં ભ્રષ્ટ સત્તાધીશ કે સરકારને ઉથલાવી પાડવામાં તેમનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. પત્રક્ટર એ રીતે લોકોની મહત્ત્વની સેવા બજાવે છે. પત્રકાર જો પોતાનો ધર્મ નિર્ભયતાથી અને પ્રામાણિકતાથી બજાવે તો તે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ માટે મહત્ત્વનું સંગીન કાર્ય કરી શકે છે. શું પત્રકારોએ વિભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓની મુલાકાત લેવી જરૂરી છે ? અલબત્ત, જરૂરી છે. પ્રજા આગળ એવી મુલાકાતો દ્વારા કેટકેટલી બાબતોનું સ્પષ્ટ નિરાકરણ રજૂ કરી શકાય છે. જોકે મુલાકાત લેતી વખતે દરેક પત્રકાર લોકોના હિતને લક્ષમાં રાખીને મુલાકાત લે છે પણ લોક્શાહી હોય, સરમુખત્યારશાહી હોય કે રાજાશાહી હોય, કોઈ સરકાર સંપૂર્ણ આદર્શ સરકાર બની ન શકે કારણ કે સરકાર
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy