________________
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
ફેંકી દે છે-એમની દુનિયાને મોટા ભાગ નકામે કચરામાં ફેંકાઈ જાય છે.
અમારે એક નોકર હતું, તેનું નામ શ્યામ. તે મને એરડામાં એક નકકી કરેલી જગ્યાએ બેસાડી મારી ચારે તરફ ચાક વડે કુંડાળું કરે. પછી ગભીર મેં કરી આંગળી ઊંચી કરી એ કહે : “જે આ કુંડાળામાંથી બહાર પગ મૂકે છે તો તારું આવી બન્યું જાણજે !' કુંડાળામાંથી જરાક બહાર પગ દેતાં સીતાની કવી દુર્દશા થઈ હતી તે મેં રામાયણમાં વાંચ્યું હતું. એટલે - કુંડળાની વાતને અંધશ્રદ્ધાળુની પેઠે હું ઉડાવી દઈ, શકે નહિ... અમારા આંગણામાં વડના ઝાડની છાંય મારા આખા મનને કબજે કરી લેતી . આજે એ વડ નથી ! ઘરની બહાર જવાની મનાઈ હતી એટલું જ નહિ, પણ ઘરની અંદર પણ અમને ફાવે તેમ આવ-જા કરવાની છૂટ નહોતી. ‘બહાર” નામને એક અનંત વિસ્તૃત પ્રદેશ હવે તે મારી પકડ બહાર હતું, પણ જેનાં રૂ૫ રસ, ગંધ, શબ્દ બારીબારણાંનાં છિદ્રોમાંથી ચારે બાજુથી આવીને સ્પર્શી જતાં હતાં. એ હતું મુક્ત, હું હતું કે, અમારે મળવાને રસ્તે નહતો. એટલે જ હવે પ્રેમનું આકર્ષણ મેટું હતું. આજે એ ચાકનું કુંડાળું ભૂસાઈ ગયું છે, પરંતુ તેયે એ કુંડાળું ચિત્તમાં રહ્યું છે. દુર હછ દુર છે,
બહાર” હજી બહાર જ છે. મેટા થયા પછી મેં Gardenerમાં લખેલું કાવ્ય “The tame bird was in a cage, the free bird was in the forest' 4€ આવે છે: (અહીં એ કાવ્યનું ગુજરાતી ભાષાંતર જુગતરામ દવેએ કર્યું છે.)
પાંજરાનું પંખી રહેતું, સેનાના પિંજરમાં જીવનવગડાનું ૫ખી રહેતું સુંદર મનહર વનમાં . એક દિવસ બંને પંખીડાં હળ્યાંભળ્યાં ને ત્યાં છે! વનનું પંખી ખેલ્યું, “સાંભળ, પિંજરના એ પંખીજી! ચાલે વનમાં ઊડી જઇએ, વનમાં ઝાઝાં પંખીજી ?” પાંજરાનું પંખી બેલ્યું: ‘વનના પંખી વહાલા' છે! આવ પડયાં રહીએ પિંજર, શા દેડા કરવા ઠાલાજી ?” વનવગડાનું પંખી કહે, “ના, એ ખોટી વાત છે; નથી અમારે બંદી થાવું, કેદ કારમી આ તે છે.” ગરીબ બાપડું છેલ્લું પંખી પિંજરનું રહેનાર છે: હાય હાય ! હું કેમ કરીને છૂટી નીકળું બહાર છે !'
તેનું આબેહુબ ચિત્ર પિંજરાનું પંખી જેવું બાળક બની
જાય છે, તેની કુદરતી શક્તિ ક્ષીણ થાય છે તેનું કેવું હૃદય- સ્પશી કરુણ ચિત્ર ઉપરના કાવ્યમાં દેયું છે ! મોન્ટેસરી
અને પ્રબલે તેને રમતગમતની છૂટ આપવાની સ્વત ત્રતા આપવાની હિમાયત શિક્ષણવિચારણામાં કરી છે તે જાણીતી હકીકત છે. એટલે જ “સંરમરણ'માં ગુરુદેવ ટાગેર લખે છે:
બાળકને જે બાળક થવા દેવામાં આવે, એને રમવાનું મળે દોડવાનું મળે, કુતૂહલ મટાડવાનું મળે, તે બાળક પિતાને ભાર પિતે જ અનાયાસે વહન કરે છે. પરંતુ બાળકને બહાર જવા ન દઈએ, એને રમતાં રેકીએ, એને ડાહ્યોડમરો બનાવીને બેસાડી. રાખીએ તે ખૂબ મુશ્કેલભર્યો કાયડે ઉત્પન્ન થાય છે. બાળકને બધો જ ભાર વડીલે ઉપર જ આવી પડે છે ધેડાને જમીન ઉપર ચાલવા દેવાને બદલે એને ખાંધે ઉપાડીને ચાલવા જેવું એ છે! જે ખાંધે ઉપાડે છે તેને મિજાજ દેકાણે નથી રહેતો. મજૂરીના લોભે એ ખાંધે ઉપાડે છે. પણ બપડે ઘડા ઉપર ડગલે ને પગલે એ વેર લેતા હોય છે.': '
- ત્યાર પછી રવીન્દ્રનાથ ટાગોરે બાળકને શિક્ષા કરવાથી તેને વિકાસ કે કુંઠિત થઈ જાય છેવિશે લખ્યું છે. બાળકમાં સમજણું નથી એવુ માની તેને ધમકાવો કે માર એ બેટું છે, બાળકના વિકાસની આડે આવવા જેવું છે. તે વિશે તેમણે લખ્યું છે : '
‘શિક્ષકે આપેલી વિદ્યા શીખતાં બાળકે બહુવાર લગાડે છે, પણ શિક્ષકેના અને ભાવ શીખી લેતાં તેમને કશી જ તકલીફ પડતી નથી. શીખવાના બીજા વિષયે કરતાં શિક્ષણ વ્યાપારમાં જે અન્યાય, અધમ, ક્રોધ અને પક્ષપાત હોય છે. તે હું બહુ સહેલાઈથી શીખી ગમે તે સુખની વાત માત્ર એટલી હતી કે અમારી નિશાળના લાકડાના સળિયા જેવા મુંગા અને જડ પદાર્થો સિવાય બીજા કેદની ઉપર એવા જંગલીપણને ઉપયોગ કરવાનું, હું એ નાની ઉંમરે, બીતે...મારા અને સંકુચિત મનના શિક્ષકના માનસમાં, કોડાના સળિયાઓ અને અમારા જેવા નિશાળિયાઓની વચ્ચે, કંઈ જ ફરક નહોતે.... "
માબાપે વડીલે અને શિક્ષકે જે બાળકના મનભાવની , લીલાને સમજે અને તેમની શકિતઓને વિકસતા મકળાશ આપવાનું સમજે, તે કુટુંબનું, સમાજનું... રાષ્ટ્રનું અને માનવતાનું કેટલું હિત થાય ! માબાપ અને શિક્ષકના શુદ્ધ વર્તનથી બાળક સંસ્કારી આપોઆપ બની શકે છે, તેઓનg. ઉપદેશ કે બેધને બદલે તેમના આચાંને જ ઊંડે પ્રભા : પડે છે, બાળકોમાં પૂજ્યભાવ કુદરતી રીતે જન્માવે છે. "
આ રીતે કવિવર રવીન્દ્રનાથે બાળપણમાં રમવાની છૂટ ન આપનાર માબાપ બાળકની સ્થિતિ કેદી જેવી કરે છે
- સાભાર સ્વીકાર * ઉમિ નવરચના-હવાભાઈ સંઘવી સ્મૃતિ વિશેષાંક : તંત્રી : જયમલ્લ પરમાર, સહતંત્રો: રાજુલ દવે * પૃષ્ઠ -૧૩૬ • ફેબ્રુઆરી ૧૯૮૯, પ્રકા. ડો. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ, નવરંગ, જકાતનાકા સામે,,, કાલાવડ રોડ, રાજકેટ-૩૬૦૦૦૧ + અર્વાચીન જૈન તિધર લે-સંપા. ડે. સેને ( આત્માનંદજી ), *, ડેમી, સાઈઝ ૪. પૃષ્ઠ-૨૮૦ * પ્રકા. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર * કબા. (જિ. ગાંધીનગર) પીન-૩૮૨૭૯ + સાહિત્ય સૌરભ ; સંગ્રહેક-હીરજી કેશવજી ઠારી, સંપા. અનવર આગેવાન પ્રકા. હીરજી કે. કેડારી. રાધાનગર. સી/૩૧ : માનપાડા રોડ, :: ડેમ્બીવલી (પૂર્વ) પીન-૪૨૧૨૦૧