________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯
કાઈએ છીએ. આમ ખરી સ્થિતિ ઉપર પણ આપણે ઢાંકપિછોડે કરી રહ્યા છીએ.
વાતેના ખુલાસા કરનારા આપણું એક વખતના કામચલાઉ રાષ્ટ્રપતિ શ્રી હિદાયતુલ્લાહ સાહેબને બે-ત્રણ હોદ્દા છેડયા બાદ જે લેખ પ્રગટ થયા તે વાંચતાં આ દંભને અર્થ પૂરે સમજાઈ જશે. કેટલીકવાર તે કનું અવસાન થયું છે એની એમને જાણ પણ થતી નથી તેમ જ આ જ્યારે બહાર નીકળે ત્યારે એક યા બે ગાડીઓ ફાલતુ દેડે, રખેને કઈ બંધ પડી જાય. સરકારી કાર્યવાહીમાં આવી ભૂલા તે હોય જ નહીં પણ એક રિવાજ પ્રજાની સેવાને નામે. હવે તે એકાદ વાયુયાન પણ અલાયદું રાખવામાં આવે છે. આ બધી બ્રિટિશ રાજ્યની પ્રથા છે. એ આપણે એટલી જ ચીવટઇથી પાળીએ છીએ.
આ સેવા નર્યા દંભને જ એક પ્રકાર છે. કેઈના અવસાન સમયે આપણે બે મિનિટનું મૌન પાળીએ છીએ. બે મિનિટ પૂરી પાળતા તો નથી પણ આપણે શેકમાં ગરક થવાને દભ પાળીએ છીએ. કામકાજ બંધ કરીએ છીએ. આ દંભને જ એક પ્રકાર છે. આ વાતે અનુભવી છે, વારંવાર જાણી છે. અવસાનના ઘણા પ્રસંગોએ આપણે ભાગ્યે જ ગુજરનાર માટે પ્રાર્થના કરતાં હોઈશું. આ પણ એક દંભને રૂઢ થએલો રિવાજ છે, પેધી ગયેલે રિવાજ છે. પણ ની પ્રભુમિકા પ્રમાણે આપણે ભજન કીર્તનને હવે સમય રહ્યો નથી એટલે એ ટૂંકમાં પતાવવાને કીમિએ શેાધા છે, અજમાવીએ છીએ, જેને શેકસભા કહે છે.
પણ આ બે મિનિટોના અવસાનશેકના દંભની વાત જવા દે. સાયન્સની શોધની ખાસ તે એટમ અની વાત વિચારે. “અમે એટમના સંશોધનને સજનાત્મક ક્રિયાઓમાં વાપરવાના છીએ'-એમ લગભગ બધા દેશે પ્રચાર કરે અને એટમ બનાવવા યેનકેન પ્રકારેણુ હવાતિયાં મારે છે અને એમાં કરડેનું આંધણ કરે છે. કરવામાં ‘એટમ શોધવાની પ્રવૃત્તિ હવે બંધ કરવાના છીએ.' કરવી જોઈએ; ધીમે ધીમે બંધ કરીશુ-એ ઠરાવ ક્યારે પસાર થાય છે ત્યારે તેને બીજે જ દિવસે ક્યાંક ભૂગર્ભમાં એને અખતરો થયાના સમાચાર આપણે વાંચીએ છીએ. આ મેટામાં મેરે દંભ યા પ્રપંચ જ કહેવાય.
જગતને ફિલસુએ પ્રપંચ જ કહ્યો છે. એ જ આ એક મે પ્રપંચ છે. કહેવું શું અને કરવું શું એ પણ પ્રપંચ ગણી શકાય. ચારે કાર કુદરતી અકરમાતમાં, હોનારતમાં માસે મરે છે અને ઉપરાંત માનવને મારી નાખવાની ચળ જરા પણ નરમ પડી નથી. ધમરને કારણે કે રાજકારણે કે વેટને કારણે કે ઘર-ઘરેણાંને જમીન કારણે, ભાઈ, ભાઈનુંસાસુ-વહૂનું નિકંદન કાઢવામાં આવે છે, અને એ જ ઘડીએ આપણે અહિંસાના ગુણ ગાતા અટકતા નથી ! આ તે કે દંભ!
હજી તે આ દંભાવતારની શરૂઆત છે. ન્યાતજાત નહીં જોઇએ, તેપણ હરીજનમાંયે આપણે પેટાજાતિ ઘુસાડી. ચાર વણને બદલે છ વર્સે કર્યો અને ઉપરાંત કયાંક વાંચીએ છીએ કે ત્યાં મતદાન ન્યાતિ અનુસાર થયું. આ ઘટના વધતી જાય છે. જાણી જોઇને પ્રમાણ વધે છે છતાં છાપતાં અચ
ઘણા જણનું એમ માનવું છે કે લગભગ દરેક મેટા દેશમાં એટમખેમ્બ બનાવવાની હરીફાઈ ચાલી છે. એ માટે રાજદુતોને ફેડે, થા એમને લાંચ આપે યા કોઈ જૂઠું બોલી, પિતાની રીતે સ્વાર્થ સાધી કળથી યા બળથી કામ પતાવે છે. આ બધાને આખરે મદાર છે? ય શું ? સર્જનાત્મક ઉપગ એ તે કહેવાની ખેતી વાત છે. મૂળ હેતુ સ્પષ્ટ છે, સામાને હરાવવાને. પહેલા તે પહેલા એ હિસાબે આ ખેલ, આ પ્રપંચ આકાર લેતે રહે છે. જે બધા જ દેશે દેશના ભલા માટે, એના સદુપયોગ માટે આ સંશધનને ઉપયોગ કરવાનું હોય તે પછી એને રોકવા માટે આ તકલાદી ઠરાવોની શા માટે વાત કરે છે ? આ મેટી છેતરપિંડી છે, એ મનમાં બધા સમજે છે, છતાં અહીં વાત કરવાથી અળગા રહે છે. આ દંભ આને કોઈ ઉપાય અમને દેખાતે નથી. એટલે હવે આ જ્ઞાન પ્રાપ્ત કરી, કઈ હિટલર જે. ગંડુ પેદા થયો કે પ્રપંચને લંડે ફૂટશે, કાટશે. એકબીજાનું સત્યાનાશ કાઢશે. એમાં કાણ કયાં બચશે એ કહેવું મુશ્કેલ છે. આ દિશામાં જે પ્રગતિ કરનારા દેશે છે તે એટલા આગળ નીકળી ગયા છે કે એ હવે ધાયું કરવા સિવાય રહેવાના નથી આ મહાકાળ ભૈરવ કયારે તાંડવ ખેલશે એની હવે રાહ જોવી રહી.
આમ આ દંભાવતાર જ આખરી અવતાર નેંધાય એની વકી છે. પણ એને નોંધનારા કેણ હશે? કયાં હશે ? એની આગાહી કરવી મુશ્કેલ છે; કદાચ કે નહીં હોય. આ પરિસ્થિતિ હવે અટકે એમ નથી, પણ વધતી રહે છે. સલાહ આપવી એ એક વાત છે અને અમલમાં મૂકવી, અમલમાં મુકાવવી એ જુદી વાત છે. અને સાચી સલાહ અમલમાં મુકાવવાની આંતરિક આનાકાની હોય તે ત્યાં એ અમલમાં મુકાય શી રીતે ? ન જ મુકાય. એ હકીકત છે. તે તરફ આપણે આંખ આડા કાન કરવા સારા પ્રમાણમાં ટેવાયેલા છીએ અને વધારે દંભના આશરે લઈ ટેવાતા. જઈએ છીએ એ દેખીતું છે. પણ એ તરફ આપણે દુર્લક્ષ કેળવીએ છીએ.
સમાજમાં ચારે તરફ નજર કરે તે ભેળસેળ દેખાશે, ખાવાની જણસમાં દવાઓના કૌભાંડમાં–નિશાળની પરીક્ષાએમાં, પાક વધારવાની ઝુંબેશમાં એવા અનેક દાખલાઓમાં દંભાવતારનું સામ્રાજ્ય બહેકતું જણાશે. પંડિત નેહરુના જમાનામાં ચાગલાને ટી. ટી. કે. સામે તપાસ કરવાનું સેપ્યું. જાહેર તપાસ થઈ. ટી. ટી. કે.ને રાજીનામું આપવું પડ્યું અને પંડિત નેહરૂએ ટી. ટી. કે.ને માનમરતબા સાથે સલુનમાં વિદાય પણ આપી. આજે આ પરિસ્થિતિ નથી. શરમ જેવી કે વસ્તુ રહી નથી. ઢાંકપિછાડાનું સામ્રાજ્ય વિરતરતું જાય છે, એ દંભનાં લક્ષણો છે. દંભાવતાર ક્યાં, ક્યારે પૂરો થશે, યા સૌ કેઈને નાશ નેતરી પૂરો થશે એ કેણુક હી શકશે?