________________
પ્રબુદ્ધ જીવન
'
તા. ૧૬-૮૯
પ્રગટ થયા પછી તેમને મળવાનું થયું-અને એ પણ મારા વતન રાજકોટમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાન્ત શતાબ્દી ' ઉજવતી હતી, તેમાં કાન્ત વિશે વ્યાખ્યાન આપવા તેઓ આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પહેલા કુલપતિ ડોલરરાય માંકડ તેમના નજીકના ભાણેજ થતા હતા એટલે તેમને ઉતારો “ - રવાભાવિક રીતે ત્યાં જ હતા. ત્યાં હું તેમને મળવા ગમે ત્યારે આવા પ્રખર વિદ્વાનમાં મજાક કરવાની કેવી નિર્દોષ શકિત હતી તેને મને પરિચય થે. રામભાઈ ડોલરભાઇની પાસે જ બેઠા હતા, પણું મેં. તેમને આજ પૂવે કદી જોયા નહતા એટલે ઓળખી શકો નહિ. ડોલરભાઈને પૂછ્યું: શ્રી રામજીભાઈ બક્ષી મુંબઈથી આવી ગયા ? હું તેમને મળવા આવ્યો છું.” ડોલરભાઇએ સૂચક સ્મિત કરીને રામભાઈ પ્રત્યે જોયું કે, રામભાઇ બેલ્યા, “રામભાઈ હજી નથી આવ્યા. તેને પોતી બેઠી છે એટલે આવશે જ નાહ!”
પણ મને સમજતાં વાર ન લાગી. હું તેમને ઓળખી ગયા હતા. અને પછી તે સાહિત્ય સંબંધે ઘણી ઘણી વાતે થઈ. ત્યારે અહીં પણ હું મારાપણુ ન છોડી શકો. કહ્યું : “રામભાઈ, પહેલા તે તમે સંસ્કૃત પ્રચુર ગુજરાતી લખતા હતા, પણ મારા થિસિસને ઉપદ્યાત વાંચીને મારે ભ્રમ ભાંગી ગયો. આવું સરસ ગુજરાતી તે બહુ ઓછા વિદ્વાને લખી શકતા હશે’ તેમણે કહ્યું : “અમે લેકે ગુજરાતી ભણ્યા જ નથી, સંસ્કૃત જ ભણ્યા છીએ. મેં ગુજરાતી લખ્યું જ ન હોત પણું સાહિત્યિક માસિકના તંત્રીઓ અને લખવાની ફરજ પાડે છે ને મારે ગુજરાતી લખવું પડે છે. કે તંત્રી કે સંપાદક ફરમાસ કરે એટલે હું લખું છું. દિલના ધકકાથી મેં બહુ થોડું લખ્યું હશે?
ઉકત શબ્દોમાં ભારેભાર નિખાલસતા ભરી હતી. ત્યારે તેમને સિત્તેર વર્ષની ઉંમર થઈ હતી. પણ ટટ્ટાર બેસે ઉંમર દેખાય જ નહિ અને હૃદય તે જવાન જ લાગે એટલી નિર્ભેળ શુદ્ધ રસિકતા તેમના શબ્દો દ્વારા ટપકતી હતી.
ફરીને વર્ષો પછી મારો વિવેચન બંગ્રહ : પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ આવ્યું. આ સંગ્રહ હું પોતે જ પ્રગટ કરતે હતે. કે સરકારી સહાય મળતી હોત તે પણ એ સહાય મને મળવાનું શક્ય નહેતું એ હું બરાબર સમજતું હતું એટલે પુસ્તક પ્રકાશનને સંપૂર્ણ બેજ મેં જ ઉઠાવ્યું હતું. આ સમયે પણ વિદ્વાનના ઉદ્દઘાતની આવશકયતા લાગતી નહોતી. પરંતુ મારા મુદ્રક બહુ વ્યવહારુ અને દીર્ધ દ્રષ્ટિવાળા હતા. તેમણે મને કહ્યું કે ગુજરાતી સાહિત્યમાં ખાસ વિવેચન થતું નથી, જે કંઈ વિવેચને થાય છે તે બધા મિત્રધર્મની દ્રષ્ટિએ થાય છે. તેમાંય તમારા જેવા લેખક માટે પુસ્તક પ્રકાશન પછી સારા રીવ્યુ મેળવવાનું પણ દુલભ જ બનશે અને તમને ખૂબ મુશ્કેલી પડશે. બહેતર છે કે કોઈ નામાંકિત વિદ્વાનની પ્રસ્તાવના મેળવી લે. એથી આ પુસ્તકનું મૂલ્ય વધી જશે.''
મારા મુદ્રકના આ શબ્દો કેટલા સાચા હતા તેને અનુભવ મને મારા એ પછીનાં પુસ્તકનાં પ્રકાશન પછી થયો. પણ આ તે જુદી વાત થઈ.
- આ વખતે ફરીને મેં રવ. અનન્તરાય રાવળને યાદ કર્યા
પુરતકના ઉપોદઘાત માટે તેમને વિનંતી પત્ર લખ્યું. તેમણે વિસ્તૃત ઉપોદઘાતને બદલે પુસ્તકના ફલેપ ઉપર નાનકડે
અભિપ્રાય લખી આપવાનું સૂચવ્યું. પણ હું બહુ સ્પષ્ટ હતા. કહ્યું : “કંઈ પણ લખી આપવું હોય તે વિસ્તૃત ઉદ્યાત લખી આપે. એવા ફલેપનાં વાકથી મને સંતોષ થાય એમ નથી.' તેઓ સંમત થયા પણ જયારે મેં મારા વિવેચનસંગ્રહ “પરિપ્રેક્ષાનું છપાઈ ગયેલુ “કારમ’ તેમને ઉપોદઘાત લખવાડ માટે મેલી આપ્યું ત્યારે તેઓ તેમાંના લેખેથી ચેકી ઊઠયા. આઠેક દિવસે બાદ મને તેમનું પિટકાડ મળ્યું, - પરિપ્રેક્ષા'નાં ઝંઝાવાતી તફાની વિવેચન માટે કંઇ પણ લખી આપવા માટે તેમણે પિતાની નમ્ર અશક્તિ જાહેર કરી.
... અને અને ફરીને મારે રામપ્રસાદ બક્ષી તરફ જ વળવાનું રહ્યું. પ્રથમ મિલન પછી ઘણા સમય સુધી હું તેમને મળી શક્યું નહોતું. એવા સંજોગોમાં પરિપ્રેક્ષા” માટે, ઉપઘાત લખી આપવા હું તેમને અનુરોધ કરું છું.. એટલું જ નહિ, તેમની સંમતિ વિના “પરિપ્રેક્ષા'ના સંપૂર્ણ છપાઈ ગયેલા ફરમાએ તેમને મેકલી આપું છું. પણ ત્યારે તેમની શારીરિક સ્થિતિ કેવી હતી ? તેમના જ શબ્દોમાં જોઈએ ?
- સાંતાક્રુઝ, તા. ૨૮-૧૧-૭૩, રાતે પ્રિય ભાઈશ્રી હસમુખભાઈ,
પત્ર-પુસ્તક તે માં, વાચન પણ સારું કર્યું. હમણાં સાહિત્યપ્રવૃત્તિ રુધિરન્યૂનતાને લીધે ૯૯ ટકા બંધ છે-ત્રણ વર્ષથી, જે કંઈ શેઠું કરવું પડે તે બહુ ધીમે કરી શકું છું.. “પરિપ્રેક્ષા વાંચું છું. (જે માટે મને બપોરે બે કલાક મળે છે-અને સતત એક કલાક જ વાંચી શકું છું)-પણુ ગયે રવિવારે ત્રણ વર્ષ પહેલાં પડ્યો હતો તેમ ફરી unconscious થઈને માત્ર દશ મિનિટ પડી ગયું હત-સદ્દભાગ્યે પાછળ રહેલી આરામખુરશીમાં પડ્યો નહિ તે માથું ફૂટત. એટલે વિલંબ થતાં તમે ચોતમ અધીરા થશે એ ભયે આજે આ લખું છું. તમારે રાહ તે જોવી જ પડશે, હજી થોડા દિવસ. એ ન બને તેમ હોય – પ્રેસ તાકીદ કરે તે મારા Flap. પરના ટૂંકા લખાણની રાહ જોવા રહેશે નહિ – હું જ. સામેથી સૂચવું છું. ક્ષમા કરશે
રામભાઈ બક્ષીના નમસ્તે તેમની તબિયત ખરેખર બહુ ખરાબ હતી મેં તેમને તુરત લખ્યું કે “તબિયત નાજુક હોય તો તમને દેવા માગતા ' નથી. તમારા ભાગે મારે સ્વાથ સાધતે નથી.' પણ મારા આશ્ચર્ય વચ્ચે થેડા જ દિવસ પછી મને પરિપ્રેક્ષા માટે તેમણે લખેલી વિસ્તૃત “પ્રરચના” મળી ગઈ. આવી તબિયત વચ્ચે જે ઝીણવટથી તેમણે મારા પુસ્તક વિશે જે કંઇ લખ્યું હતું તેથી મારું હૃદય ભરાઈ આવ્યું. તેઓ સ્વ. સુરેશ જોશીને ઘણે આદર આપતા હતા. કેમકે તેઓ બને શુદ્ધ કલાની ઉપાસનામાં માનનારા હતા. એમ છતાં જે રીતે તેમણે આ પ્રરચનામાં મારી પીઠ થાબડી હતી તેથી હું ખૂબ પ્રભાવિત થયે. જે દુનિયામાં મારા જેવા માટે ફક્ત અંધકાર હતા ત્યાં તેમણે મને તેજસ્વી દીપમાળાનું દર્શન કરાવ્યું હતું. ખૂબ જ આભાર