SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪૮૯ શું બેલી ગયા છે તેની વિરમૃતિ થાય છે અને ચવાઈ ગયેલી - જૂની વાત નવા ઉત્સાહથી કહેતા હોય છે.' કેટલાક વકતાઓની વિષયની માંડણી જ એટલી લાંબીપહોળી હોય છે કે એમના વક્તવ્યને માટે ત્રણ-ચાર કલાક પણ એાછા પડે. કવિ દુલા કાગ કહેતા તેમ ‘અમને એ સમય આપે એ તે ઓસરીમાં ઘેડ ફેરવવા બરાબર છે. અમારું એન્જિન ગરમ થાય અને વેગ પકડવા જાય ત્યાં તે એને બ્રેક મારવાનો વખત આવે. તે અમને કેમ ફાવે ? અલબત્ત કેટલાક વ્યાખ્યાતાઓ ત્રણચાર કલાક સુધી શ્રેતાઓને પકડી રાખવાની લાયકાત ધરાવતા હોય છે, તે પણ દરેક વખતે તેઓનું વક્તવ્ય પ્રશંસાપાત્ર ય છે તેવું નથી હોતું. વળી તેમનું આંધળું અનુકરણ કરવા જનારા તે ચેડા વખતમાં જ બધેથી બહિષ્કૃત થતાં હોય છે. કેટલાક સાધુમહાત્માએ પણ એવા ભ્રમમાં હોય છે કે આ પિંતે જેમ વધુ બેલે તેમ વધુ વખાણ થાય. તેઓ ખેટો માપદંડ લઈને નીકળતા હોય છે. ગાંભીર વ્યાખ્યાનનું શ્રવણ કરવાની માણસની ચિત્તશકિત એકાગ્રતાપૂર્વક પણ કલાકથી એકદઢ કલાક સુધી કામ કરતી હોય છે. એથી વધુ સમય લેવામાં આવે તે તે વકતવ્યની અસર મેળી પડતી જાય છે. વળી જેમ શ્રોતાનું ચિત્ત થાકે તેમ કંટાળે, ચીડ વગેરે અશુભ અવસાયે ચાલવા લાગે છે. શ્રોતાઓના ચિત્તને ત્રાસ આપે એ પણ એક પ્રકારની સૂકમ હિંસા છે. એ સમજવાની આવશ્યકતા છે. હમણાં હમણાં તે સાધુએમાં પણ કેસેટ ઉતારવાની ઘેલછા વધતી જાય છે. અને કેસેટ પૂરી ભરાય એટલા માપે વચ્ચે વચ્ચે પાણી પીતા જઇને પાટ ઉપરથી બેલવા જતાં તેઓને છાશમાં પાણી નાખ્યા કરવું પડતું હોય છે. આપણે ત્યાં કેટલાક જાહેર કાર્યક્રમે એટલા બધા લાંબા ચાલતા હોય છે કે આરંભમાં પાંચસે – હજાર માણસ હોય તેમાંથી ચાર-પાંચ કલાકને અંતે પ્રમુખ કે મુખ્ય અતિથિ ત્યારે બોલવા ઉભા થાય ત્યારે પાંચ – પચ્ચીસ માણસની હાજરી પણ રહી હોતી નથી. આયેાજન જ દષ્ટિ વિનાનું હોય છે. શકય એટલા વધુમાં વધુ મહાનુભાવોનાં નામે પત્રિકામાં છપાય છે અને કાર્યક્રમમાં ગોઠવાય છે. અને તે દરેકને બે - પાંચ મિનિટ આપતાં આપતાં પણુ કાર્યક્રમ ચાર-પાંચ કલાક થઈ જાય છે. વર્તમાન જાહેર જીવનમાં અને તેમાં પણ જૈન સમાજના જાહેર કાર્યક્રમમાં વિવેક ખાતર કે શરમને ખાતર આવેલા અને બેઠેલા શ્રોતાઓ ! ઉપર વાણીને વક્તાઓ દ્વારા એટલે બધે અત્યાચાર થાય છે કે કાર્યક્રમ પૂરું થાય ત્યારે સજા પૂરી થયાનો અનુભવ થાય છે. કેટલીકવાર સાધુ ભગવંતની નિશ્રામાં યોજાયેલા આવા ' કાર્યક્રમમાં પણ નામચીન વકતાઓ દ્વારા શ્રેતાઓને કંટાળાભર્યો અશુભ અયવસાયનું વાતાવરણ સર્જાય છે. સાધુ ભગવ તેને છેલ્લે બોલવાને અવકાશ રહેતું નથી અને છેલ્લે માંગલિક” પણ ગબડાવી જવાય છે. આપણા સમાજના કેટલાક સમર્થ આગેવાનોને એવી ટેવ હોય છે કે આખે લાડ પિતે જ ખાઈ લે પછી બીજાઓનું જે થવાનું હોય તે થાય. પિતાને મળેલી પાંચ – દસ મિનિટને બદલે પોણે કલાક જેટલો સમય ઇરાદાપૂર્વક પચાવી પાડીને તેઓ પિતાનું વક્તવ્ય આડું અવળું ઝીંકે છે, તેઓ પૈસાથી કે પ્રતિષ્ઠાથી એટલા મેટા હોય છે કે ચિઠ્ઠી મોકલવાની કે ઘંટડી વગાડવાની કે હિમ્મત દાખવી શકતું નથી. તેને ગેરલાભ લઇને તેઓ અખા પ્રસંગ ઉપર પિતાની વાણીનું વર્ચસ્વ જમાવીને બેસી જાય છે અને બીજાઓને જાણી જોઈને અન્યાય કરે છે. કેટલાક વરસ પહેલાં ગુજરાતના એક મેટા સાક્ષરના અવસાન પ્રસંગે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સભા યોજાઇ હતી અને તેમાં દસ – બાર સાહિત્યકારોનાં નામ હતાં. પરંતુ ખેલનારા પ્રથમ બે સમર્થ સાહિત્યકારોએ પરરંપર સંતલસ કરીને બે કલાક સુધી પિતાનું વકતવ્ય એવું ચલાવ્યું કે જેથી પછીના કે સાહિત્યકારને બેસવાનો અવસર સાંપડે નહિ. ઘણાખરા તે ક્ષમાને સંદેશ મોકલાવી ચાલ્યા ગયા હતા. અને સભાને અંતે શક પ્રસ્તાવ રજૂ થશે ત્યારે ચાર '- પાંચથી વધારે માણસે એ સભામાં હાજર ન હતા. છાપાના અહેવાલમાં પિતાના બેનાં નામ સિવાય બીજ કેઈનાં નામ ન આવે એવા ઈરાદાપૂર્વક થયેલું પાણીનું એ અપકૃત્ય હતું. - હમણાં હમણાં જાહેર કાર્યક્રમોને વધુ ઉઠાવદાર બનાવવા માટે એનું સંચાલન કઇ વિશિષ્ટ વ્યકિત (માસ્ટર ઓફ સેરેમની)ને સંપાય છે, પરંતુ આવા ઘણા કાર્યક્રમ વિશિષ્ટ વ્યકિતના સંચાલનના કારણે જ “અતિવેલા'માં પરિણમે છે અને ડહોળાઇ જાય છે. વકતાને જન્મથી માંડીને વર્તમાન સમય સુધી વિગતે પરિચય અપાય છે અને પ્રત્યેક વકતાના વકતવ્ય પછી સંચાલકે થોડી શાયરી, એક કે અને પિતાને એક અનુભવ કહેવાની જાણે કે મ્યુલા થઈ ગઈ હોય તેમ વક્તાઓના કુલ વક્તવ્યના સમય કરતાં સંચાલકે પોતે લીધેલો સમય બમણે કે ત્રણગણ થઈ જાય છે. આવા કાર્યક્રમ આરંભમાં ઉઠાવદાર હોય છે, પરંતુ અને તે લબડી પડે છે. અનિલા’ને લક્ષણથી એક અર્થ “કેળા” એ પણ લઈ શકાય. માણસે યેગ્ય સમયે ૫ બેલવું જોઈએ. આપણુમાં કહેવત છે ને કે લગ્ન પ્રસંગે મરશિયા ન ગવાય. કેટલાક વકતાએ એવી ગ્રંથિથી પીડાતા હોય છે કે તેઓ જાહેરમાં જ્યાં સુધી પ્રસંગથી વિરુદ્ધ પિતાને સૂર ન કા અને બેચાર અયોગ્ય શિખામણ ન ઉંચ્ચારે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી. આવા વકતાઓ આખા પ્રસંગને ડહોળી નાખે છે અને વાતાવરણને વિવાદમય બનાવી મૂકે છે. આપણુ જાહેર જીવનમાં પડેલી કેટલીક મોટી વ્યકિતઓ સમારંભમાં જ્યારે પ્રમુખસ્થાને બિરાજે છે ત્યારે તેમનામાં એવી ગ્રંથિ હોય છે કે પ્રમુખ તરીકે ઉપસ હાર કરતી વખતે વકતા એના વકતવ્ય કરતાં કંઈક વિરોધી સૂર કાઢવો જ જોઈએ. અને એ રીતે પિતાની ઉચ્ચતા પ્રસ્થાપિત કરવી જોઈએ. નવકારમંત્ર પર પ્રવચન કરતાં એક વ્યાખ્યાતાએ પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પંચપરમેષ્ઠિને આપણે આપણું જીવનમાં પ્રસ્થાપિત કરવા જોઇએ પ્રમુખશ્રીએ વ્યાખ્યાનને ઉપસંહાર કરતાં કહ્યું કે “પંચપરમેષ્ઠિને જીવનમાં પ્રસ્થાપિત કરવાની કઈ જ આવશ્યકતા નથી. આપણે આપણા આત્મામાં જ સ્થિર થવું જોઈએ. કદાચ પ્રમુખને અભિપ્રાય સાચે હોય તે પણ વ્યાખ્યાતાના વ્યાખ્યાનના અભિપ્રેત વક્તવ્ય કરતાં વિરોધી સૂર ઇરાદાપૂર્વક વ્યકત કરે એ ઔચિત્યભંગ ગણાય અને શ્રેતાઓના ચિત્તમાં દિધા ઉત્પન્ન કરીને એમને ક્ષુબ્ધ બનાવનાર કહેવાય. ભગવાન મહાવીરે આ બે શબ્દમાં જ વાણીના સંયમને અને વક્તવ્યના ઔચિત્યને મહિમા કેટલી સચેટ રીતે દર્શાવ્યો છે ! અનેક વક્તાઓએ અને સભાસંચાલકે એ એમાંથી બેધપાઠ લેવા જેવો છે. - રમણુલાલ ચી. શાહ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy