________________
તા. ૧-૪-૮૯
પ્રબુદ્ધ જીવન
ચામડીના રોગે ન થાય તેની કાળજી રાખીનેરતાંધળાપણું ન આવે તેની પણ પૂરતી કાળજી રાખીને-મફત મલમ, ગોળીઓ કે ઈજેકશને વિના મૂલ્ય નિયમિત આપે છે. શ્રી કાંતિભાઈ શાહ ભૂમિપુત્રના તંત્રી છે. જીવનની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહેતા આ આદિવાસીઓને “ખાવટી’ આપવામાં આવે છે. રૂપિયે કિલે અનાજ વહેંચે છે. દસબાર કિલેમીટર દુરથી ચાલીને તેઓ અનાજ લેવા આવે છે. મહિનાનું એક કુટુંબને વધારેમાં વધારે ૪૦ કિલે અનાજ આપવામાં આવે છે. દર વર્ષે અહીં ખાદીનું ઉત્પાદન ૨૫ લાખનું થાય છે. આ કારણે આદિવાસીઓને રોજીરોટી મળી રહે છે. ટ્રસ્ટને બધે વહીવટ તેઓ સંભાળે છે. આઠેક હજાર કુટુંબને તેમની સેવાને લાભ મળે છે અને વધુ કુટુંબો તેમાં જોડાતાં જાય છે.
ગામડે ગામડે ફરતાં કાર્યકર્તા ભાઈ - બહેને એ જોયું કે અતિવૃષ્ટિથી બચવા માટે આદિવાસીઓનાં ઝુંપડાં પર પાકું છાપરું પણ નથી. જ્યાં ત્યાં આશરે મેળવતાં હોય છે. તેમણે ઝુંપડાં પર નળિયાં અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે. એક ઝુંપડાં માટે ૧૦૦૦ નળિયાંની જરૂર પડે છે. તેને ખર્ચ રૂપિયા ૧૬૦૦ આવે છે. ગેરવ્યવસ્થા ન થાય, પક્ષપાત ન થાય અને આદિવાસીઓ શ્રમને મહિમા સમજી શકે એ અશયથી જે આદિવાસીઓને પિતાના ઝુંપડા માટે નળિયાં જોઈતાં હોય તેણે પ્રથમ રૂપિયા ૫૦૦ ભરવા પડે. બાકીની રકમ મદદ તરીકે સરથા આપે આ જ કારણે ઘણા આદિવાસીઓ થોડી થોડી બચત કરીને સંસ્થામાં પૈસા જમા કરાવી જાય છે. અત્યાર સુધીમાં તેમણે ૪૦૦૦ કુટું એને નળિયાં આપ્યો છે.
સૌથી વધુ પ્રશંસનીય વાત એ છે કે તેઓએ સરકાર તરફથી મળતી કે મહદ ન લેવાનું નકકી કરેલ છે. બધું કાર્ય સમાજમાંથી મળતા પૈસાથી જ કરવામાં આવે છે.
ઓળખવિધિ થયા પછી કેસુડાનાં ફૂલના હાર વડે અમારું સ્વાગત કરવામાં આવ્યું. ચંદ્રકાંતાબહેને આદિવાસીઓ સમક્ષ જૈન યુવક સંધને પરિચય આપતાં કહ્યું કે જૈન યુવક સંઘના સભ્ય, મુંબઈમાં બેઠાં બેઠાં આપણી ચિંતા કરી રહ્યા છે. રવિવારના દિવસોમાં મુંબઈમાં કેઇને બહાર જવું ફાવતું નથી. ટી વી. પર આવતે કાર્યક્રમ “મહાભારત” કે સાંજનું ચિત્રપટ છોડવું ગમતું નથી. છતાં સંઘના સભ્યમાં માનવતા પાંગરી છે. તે માટે ધૂળભર્યા રસ્તામાં ધૂળ ખાતાં ખાતાં તેઓ તમને મળવા આવ્યા છે. ત્યાંના લોકેની પરિસ્થિતિને ખ્યાલ આપતાં તેમનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ ગદગદ થયા અને આંખોમાં આંસુ રેલાયાં. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું હતું કે દેશની આઝાદી મળ્યાને વર્ષો વીતી ગયા છતાં કોઇની નજર આ પ્રદેશમાં દુઃખી રહેતા લેકે પર પડી નથી. આ લેકે કેવી રીતે જીવે છે? કયા આધાર પર આવે છે? ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમનું કોઈ નથી. ગુ પડા પર નળિયાએ પણ નથી. અહિંના દરેક કુટુંબના ઝુપડા પર નળિયાં ચઢી જાય એવી મારી ભાવના છે. સંઘના સભ્યોને તેમણે આભાર માન્યો. ત્યાર પછી સંઘના પ્રમુખ ડો. રમણભાઇ શાહે આ મુલાકાતથી થયેલા પિતાને આનંદ વ્યકત કરતાં કહ્યું કે “તમારા દુઃખને જાણ્યા પછી તમારા દુઃખમાં ભાગીદાર થવું એ અમારી ફરજ છે. ફૂલ નહિ તે ફૂલની પાંખડી પહોંચાડવાનું અમારું કર્તવ્ય છે. કેઈએ આભારને ભાર રાખવાની જરૂર નથી. સાચું કહીએ તે અમે તમારા
આનંદમાં ભાગ લઇ રહ્યા છીએ. એટલે ઇશ્વરને આભાર માનીએ છીએ. તમારે સંદેશ અમારા સભ્યોને પહોંચાડવાને હું જરૂર પ્રયત્ન કરીશ” કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી રસિકલાલ લહેરચંદ શાહે કહ્યું કે “તમારે અમને મેટા માણસ ગણવાની જરૂર નથી. ખરેખર તો તમે ઇશ્વરના, કુદરતના સાંનિધ્યમાં વધુ છે. અમે તમારું સરળપણું લઈને જઈએ છીએ. જીવનમાં તમે સુખી થાઓ એવી અમારી શુભેચ્છાઓ છે.' સ ધના મંત્રી શ્રી નિરુબહેન શાહે આનંદ વ્યકત કરતાં કહ્યું હતું કે તમે બધા વધુમાં વધુ આનંદમાં રહો, જીવનનું ધ્યેય આનંદ મેળવવામાં છે.” શ્રી પ્રવીણચંદ મંગળદાસ શાહે મરાઠીમાં બોલીને આદિવાસીઓને આભાર માન્ય તેમજ “તમે સૌ સુખી થાઓ' એવી મનામના રજૂ કરી હતી. ત્યારે પછી મારા વક્તવ્યમાં મેં કહ્યું હતું, ‘તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરે. અમે તમારા સુધી પહોંચી શકયા છીએ એ માટે ઈશ્વરને આભાર માનીએ છીએ. તમારી પ્રગતિ થાય તે માટે અમે જરૂર મદદરૂપ બનીશુ.' શ્રી મગળભાઈએ આનંદ વ્યકત કરતાં કહ્યું: ‘હું વીસ વરસથી ધરમપુરનાં સંપર્કમાં હોવા છતાં તમારા ગામમાં આજે આવ્યો છું આદિવાસીઓની સેવા કરવા પિતે તત્પર છે તેવું તેમણે વચને આપ્યું હતું.
ત્યાર બાદ વીસ ઘર માટે નળિયાં આપવા માટે તરફથી વીસ હજારને એક શ્રીમતી વાસંતીબહેનના હસ્તે સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાઇબહેનને આપ્યો હતે. તે પહેલાં આદિવાસીઓ માટે દુધને પાવડર તથા કપડાંનું પેકેટ અમે મુંબઈથી લાવેલ તે પિંડવળ આપ્યું હતું. '
ચેક સ્વીકારતાં શ્રી નવનીતભાઈ ફોજદાર તથા શ્રી હરવિલાસ બહેને જૈન યુવક સંઘને ખૂબ જ આભાર માન્ય હતે. હરવિલાસબસે આદિવાસીઓને સંબોધીને કહ્યું હતું 'તમારા માટે આ લોકે આટલી બધી મહેનત કરી રહ્યા છે તે એક કામ કરવું પડશે. તમારે દારૂ છો પડશે. સ્ત્રીઓને મારવાનું બંધ કરવું પડશે ! ઘરની કામની જવાબદારી બંનેને સરખી વહેંચવાની રહેશે ! એમને વચન આપે.' એ હાથ ઊંચા કરીને વચન આપ્યું હતું.
જે ચાર ગામના લોકોને નળિમાં આપવાના હતા તે ગામના સરપંચેએ કહ્યું કે “પણી તથા અનાજ માટે ગામવાસીઓને ખૂબ લાંબી સફર કરવી પડે છે તે પાણીના સગવડ માટે કૂવા ખોદાવી આપે તથા અનાજના વિતરણ માટે અહીં સગવડ કરી આપે.” બીજા એક સરપચે દારૂ વિશે લોકોને કહ્યું કે દારૂના ગુલામ તમે ન બને ! દારૂ પાસે તમે ન જાવ તે દારૂ તમે જરૂર છેડી શકશે ! બનાવનારાઓ એની મેળે બંધ થઈ જશે ! માટે આજથી દારૂ પીવાનું બંધ.' તાળીઓના ગડગડાટ સાથે તેમના સૂચનને સાએ આવકાર આપ્યો હતે - નમતી સંધ્યાએ અમારા કાર્યક્રમ પૂરો થતાં જીવનને અનેરો આનંદ માણી અમો ધરમપુર જવા નીકળી પડયા. ચંદ્રકાંતાબહેન, હરવિલાસબહેન, ડે. નવનીતભાઈ તથા કાંતિભાઈના કાર્ય માટે અમેએ અભાવ વ્યકત કર્યો. તેઓ અમારાથી છૂટા પડ્યા.
અમારી સફર અહીં પૂરી થઈ. સર્વોદય પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તા ભાઈ–બહેને તેમજ શ્રી મંગળજીભાઇને અને તેમના કુટુંબીજનોને અમે ખૂબ આભાર માનીએ છીએ.