________________
.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૯
એ -મયે અંગ્રેજી ભાષાના રેઈટર, પી. ટી. આઇ. કે ભારતીય સમાચાર સંસ્થાના અંગ્રેજી તારસમાચારને સરકારી પ્રસાર માધ્યમે ભાષાંતર કરવાની તકલીફ લીધા વિના મૂકે છે. જરાક કઠણ અંગ્રેજી પારિભાષિક શબ્દ આવ્યું કે તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવા તેઓ શબ્દકેશની મદદ લેતા હોય તેમ, લાંબા શ્રવણ અનુભવને ' અંતે લાગતું નથી. બે–ચાર ઉદાહરણ આપું છું. એન્ટાટિકા માટે દક્ષિણ ધ્રુવ, કવાર્ટર ફાઇનલ માટે પ્રથમ ચરણ, સેમી ફાઈનું માટે ઉપન્ય, ફાઇનલ માટે અન્ય, ટેકનોલેજી માટે તંત્રજ્ઞાન કે તંત્રવિજ્ઞાન, સપ્લાય માટે આપૂતિ', વેકઆઉટ માટે સભાત્યાગ, વેટ માટે મત ઇત્યાદિ શબ્દ છેડા જ શ્રમથી મળી શકે તેમ છે. દસ-પંદર વરસ સુધી આવા શબ્દ વીણી વીણીને મેં સરકારી ઉચ્ચ શાસકને, પ્રસારણું ખાતાના મંત્રીઓને તથા પ્રસારણ સંચાલકોને મેકલી આપ્યા હતા તથા તેના ભારતીય પર્યાયે પણ સૂચવ્યા હતા. જવાબમાં એમ જાહેર થયું કે રેડિ વિભાગમાં એક પારિભાષિક શબ્દો માટે વિભાગ શરૂ થયો છે; પણ એનું ફળ કદી જોવા મળ્યું નહિ. ભારતનાં પ્રસારણ માધ્યમો, ખેડૂતો, મજૂરે, ગ્રામીણ અર્ધશિક્ષિત સમજે તેવી ભાષામાં સમાચાર આપવા
જોઈએ તેમ માનતાં નથી. તેઓ માત્ર યુનિવર્સિટીના ' પદવીધરેને માટે ભારતીય ભાષામાં સમાચાર આપવા જોઇએ તેમ માનતા લાગે છે. જે શ્રેતાઓ અંગ્રેજીના જાણકાર હોય તે પછી રાજના સમાચારવાચનમાં દસબાર અંગ્રેજી શબ્દો શ્રમ લેવાની અનિચ્છાને લીધે, સરકી જાય છે તેમાં ગુજરાત કયાં રંડવાની હતી કે માળો કયાં લુટાવાને હતે? કયાં
બેટ બેસવાની હતી અને તેને બેટ બેસવાની હતી ?
આ પરભાષાની ઘેલછામાં શ્રમપરિહાર કરવાની આપસમાં અપવાદ હોય અને માતૃભાષાની ભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ હોય તે તે મરાઠી ભાષાનાં વર્તમાનપત્રે, રેડિયેના તથા દરદર્શનના સમાચારે તથા મરાઠી શિષ્ટ સાહિત્યના ગ્રંથ છે. મરાઠી પ્રચાર માધ્યમો અંગ્રેજી શબ્દોને વીણીને વીણીને, ઘઉંમાંથી કાંકરાની જેમ કાઢી નાખે છે તથા તેને સ્થાને મરાઠી કે સંસ્કૃત મળેલા કે નવા ઘડેલા શબ્દોને પ્રયોગ કરે છે. મરાઠી પ્રસાર માધ્યમ પદવીધરનું નહિ પણ પ્રજાનું સેવક છે. તેમને ધન્ય છે.
મારી કોઈ પણ ટીકા કેન્દ્ર સરકારની કે રાજય સરકારની વિરુદ્ધ દ્વષભાવે નથી, છતાં તેથી કેટલાક છેડાય છે. રવાભિમાની અમલદારોનું આ જ લક્ષણ હોય. લગભગ ૮૦ વરસની ઉંમરે પહોંચવા, આવેલે હું સ્વાતંત્ર્ય સૈનિક હાઇને દેશની દુર્દશા ઉપર મારી બળતરા અને હૈયાવરાળ જ કહું છું, પરંતુ કેટલાક સ્વાભિમાની લેકે, પિતાની ભૂલ જેવાને બદલે. મને અનેક ગાળે, અનેક નિમિત્ત સંભળાવે છે. તેમને મારે આ ઉત્તર છે : ददतु ददतु गालीमालिभन्तो भवन्तो.
वयमपि तदभावात् त्रालिदाने ऽसमर्था : । जगति विदितमेजत् दीयते विद्यमानं
नहि शशकविषाण कोऽपि कस्मै ददाति ॥
સંઘને હીરક મહોત્સવ તથા સ્નેહ મિલન
ડો. એ. સી. શાહનું વ્યાખ્યાન સંધના ઉપક્રમે નીચે પ્રમાણે વ્યાખ્યાન યે જવામાં આવ્યું છે :
- શ્રી મુંબઈ જૈન યુવક સંધને સાઠ વર્ષ પૂરા થયાં છે એ નિમિત્તે હીરક મહોત્સવના કાર્યક્રમનું આયોજન શ્રી ફાધર વાલેસના પ્રમુખપદે કરવામાં આવ્યું છે.
વ્યાખ્યાતા : ડો. એ. સી. શાહ
(એકિઝક્યુટીવ ડાયરેકટર બેન્ક ઓફ બરોડા)
વિષય
. આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળાના આર્થિક સહયોગથી સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે તેમાં શ્રીમતી સુમતિબહેન થાણાવાલાના ભકિતસંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યું છે.
: Third World Debt Problems Impli
cation for Growth.
દિવસઃ રવિવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૯
સમય : સવારના ૯-૩૦ થી ૧૨-૩૦
સ્થળ : બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૨૦
દિવસ : ગુરુવાર, તા. ૧૩મી એપ્રિલ, ૧૯૮૯ સમય : સાંજના ૬-૧૫ કલાકે સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર કમિટિ રૂમ, ચર્ચગેટ,
મુંબઈ-૪૦૦ ૦ર૦. આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા લેશે. સર્વેને ઉપરિયત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
કે, પી. શાહ નિબેન એસ. શાહ . –મંત્રીઓ
આ
સવિગત કાર્યક્રમની જાણ સભ્યોને નિમંત્રણ કાર્ડ દ્વારા કરવામાં આવશે.'