SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૮૯ - પ્રહ છવને સ્વ. દુલેરાય કારાણું (પૃષ્ઠ ૨૦ થી ચાલુ) કાવ્યની અંતિમ પંક્તિ છે: હિકડી છાય હલઈ તડે, હા હી ને ખીર પંચામૃત પુઠિયા હલ્યા, સેંઢા સબર શરીર, હુશ્ન હલઈ ને હેત વ્યા, વ્યા હિંચૅજા હીર, ચાય અચી ચૂસે ગિડે, નરવીરે જા નીર. ખોરે કે ખમીર, કારાણી એ કચ્છ જે!” - એક છાશ ચાલી જતાં ઘી, દુધ અને પંચામૃત પણ તેની પાછળ પાછળ ચાલ્યાં ગયાં, બળવાન મજબૂત શરીર નબળાં પડયાં, વહાલ ગયું અને હૈયાનું હીર પણ ગયુ ચા. આવી અને એણે નરવીરની શકિત શેકી લીધી. ખમીર * લેખકને શબ્દ જ (પૃષ્ઠ ૨ થી ચાલુ) દૈનિક છાપાંઓ, સામયિકે, પાનિયાઓ અને પ્રાસંગિક ગ્રંથ સહિત ઘણી મોટી સામગ્રી કચરાને લાયક બની જાય છે. ઘડીકમાં તે કાલગ્રસ્ત થઈ જાય છે. આટલા બધા વ્યાપક ધારણે જ્યારે લેખન પ્રવૃત્તિ દુનિયામાં ચાલતી હોય તે સજજતા અને અધિકાર વિનાના અસંખ્ય લેખકે ફાવે તેમ લખવા લાગે એ સ્વાભાવિક છે. દૈનિક છાપાંઓમાં કેટલાંયે ચર્ચાપત્ર ત્યારે વાંચીએ છીએ ત્યારે જાણકાર માણસને આવ્ય થાય છે કે અહીં કેટલા બધા માણસનું કેટલી બધી બાબતમાં જેરોજ જાહેરમાં કેટલું બધું અજ્ઞાન પ્રદરિત થાય છે. ચર્ચાપત્ર લખનારાઓનાં અજ્ઞાનની ચકાસણી કરવા જેટલી સજજતા કેટલીકવાર એના તંત્રી વિભાગમાં પણ હોતી નથી. પરિણામે અજ્ઞાનના નાના મેટા વંટોળ દેવિકા અને સામયિકાના ચર્ચાપ દ્વારા વારંવાર ઊઠયા કરતા હોય છે. જેમ ચર્ચાપત્ર અને તેમાં કેટલાય લેખકની પિતાના વિષયની અભ્યાસ શૂન્યતાનાં દર્શન થાય છે તેમ વિભિન્ન વિષયોના લલિત કે લલિતેતર એવા કેટલાક ગ્રંથે તે તે લેખકના અજ્ઞાનની કે અપૂર્ણ સજજતાની ચાડી ખાતા હોય છે. વર્તમાન સમયમાં લેખનના ક્ષેત્રે આ એક મોટી સમસ્યા છે. લેખકની અનાધિકાર ચેષ્ટા વધતી જાય છે. આ સાહિત્યના ક્ષેત્રે લેખકના વાણીરવાતંત્ર્યની હિમાયત વર્તમાન જગતમાં ઘણી થાય છે. એક લેખકને પિતાને જે કહેવું હોય તે કહેવાને માટે તે સ્વતંત્ર હોવો જોઈએ. તેને કઈ બધન ન હોવાં જોઈએ. આ સિદ્ધાંતને અસ્વીકાર થઈ શકે નહિ. થવા દેવા પણ ન જોઈએ. લોકશાહીના ઉદય પછી વિશ્વના લેખકે પિતાની આ રસ્વતંત્રતા માટે વધુ સભાન બન્યા છે એ સાચું છે. આમ છતાં લેખકને પક્ષે માત્ર સ્વતંત્રતાને જ વિચાર કરે એ પર્યાપ્ત નથી. લેખક પિતાની કૃતિ સમાજમાં મૂકે છે તેની સાથે જ એ કૃતિ એની અંગત માલિકીની ન રહેતાં સમાજની માલિકીની બને છે. એટલે સામાજિક પરિમાણે એને મેડાંવહેલાં સ્વીકારવાં જ પડે છે. | વળી લેખક સમાજ અને રાષ્ટ્રનો એક વધુ જવાબદાર નાગરિક હોવાથી તેની પાસેથી કેટલીક જવાબદારીની અને સજજતાની અપેક્ષા રાખી શકાય છે. લેખક થયે એટલે માત્ર વાણીરવાત જ ભોગવે એટલું બસ નથી. એને પિતાને પિનાની જવાબદારીનું પણ ભાન હોવું જોઈએ. એની સ્વત ત્રતા સ્વછંદતામાં ન પરિણમવી જોઇએ. એની સજકકલ્પના સમાજ, રાષ્ટ્ર કે ધમ ઉપરના બેજવાબદાર ગંદા પભર્યા શબ્દ પ્રહારમાં ન પરિણમવી જોઈએ. જેમ લેખક વધુ પ્રસિદ્ધ અને એની ભાષાનું ક્ષેત્ર જેમ વધુ વિશાળ તેમ એના શબ્દના સારામાઠા પ્રત્યાઘાતેને વધુ અવકાશ રહે છે. એટલે જ પ્રતિભાસંપન્ન સમર્થ લેખકની પિતાના શબ્દ માટેની સવિશેષ જવાબદારી રહે છે. પેટ કે ખરાબ આશયથી બેલાયેલે તેમને એક શબ્દ પણ ઘણું માઠા પ્રત્યાઘાત જન્માવી શકે છે. સાહિત્ય ક્ષેત્રે પિતાના શબ્દ દ્વારા બાહ્ય ક્ષ ઉશ્કેરષ્ટ કે ખળભળાટ મચાવે એ બહુ અઘરી વાત નથી. અધકચરા લેખકે પણ પિતાના વરવા શબ્દો દ્વારા તેમ કરી શકે છે. પિતાના ઉદ્દાત્ત ઔચિત્યપૂણ, માર્મિક અને પ્રેરક શબ્દ દ્વારા સૈકાઓ સુધી અસંખ્ય લેકેના હૈયામાં સુકુમાર સ વેદને જીવવા માટે ઘણી મેરી સજક–પ્રતિભાની જરૂર રહે છે. માનવજાતને સ્થલ હિંસા તરફ ઉશ્કેરનારા સાહિત્ય કરતાં આવા સાહિત્યનું સર્જન કરવું એ ઘણી અધરી વાત છે. હજારો વર્ષ સુધી માનવજાત માટે દીવાદાંડીરૂપ બની રહે એવા મૂલ્યવાન, અમર સાહિત્યનું સર્જન તે લાખે - કરોડ માણસેમાંથી કેક કાચ કરી શકે તે કરી શકે. --રમણલાલ ચી. શાહ ખરેખર જોવા જઈએ તે માત્ર ચા અને છાશને ઝઘડે નથી. પણ, બે સંસ્કૃતિને ઝઘડે છે. એક તરફ કૃષિપ્રધાન ગ્રામ્ય સંસ્કૃતિ છે તો તેના પર ભગપ્રધાન શહેરી સંસ્કૃતિને હુમલે થયેલ છે. આ કાવ્ય કરછના ગામડે ગામડે એક લોકગીત જેટલું પ્રખ્યાત થઈ ગયું હતું અને હજી પણ એવી વ્યકિતએ મળી આવે જેમને આ કાવ્યની ૧૦૦ પંકિતઓ કંઠસ્થ હોય. કવિનું નામ જાણે કરછી ભાષામાં ઓગળી ગયું હતું કચ્છ પ્રદેશ અને કચ્છી પ્રજા કેવી બંકી છે તેનું યોગાન કરતાં કારાણી સાહેબ લખે છે , કચ્છડો વંકે, કછી વંકા, જગમેં જે જે જશજા કંકા, - વંકી કચ્છ વતનજી વાણી, છે પાંજે કચ્છડે પાણી.” 'કચ્છ કલાધર'ના બે ભાગ ૧૩૦૦ પાનાંમાં વિસ્તરેલ ગ્રંથ છે. ૧૭૦ રૂપિયાના આ ગ્રંથની ચેથી આવૃત્તિ થાય એ સર્જક અને ભાવક વચ્ચેની ચાહનાને ઇવ પુરાવે છે. એક મુલાકાતમાં મેં એમને સાહિત્યની વ્યાખ્યા એમને મન શું છે એવું પૂછ્યું હતું. ત્યારે એમણે કહ્યું હતું કે, “સાહિત્યની વ્યાખ્યા ઓછામાં ઓછા શબ્દમાં આપવી હોય તે કહી શકાય કે, સાહિત્ય એટલે જીવનનું અમૃત. ' ' તેઓ કચ્છી, ગુજરાતી, હિન્દી, સિધી, ઉર્દુ વગેરે ભાષાએના અભ્યાસી હતા. ગુજરાતીમાં કવિ ન્હાનાલાલ અને ગોવર્ધનરામ, હિન્દીમાં કબીર, તુલસીદાસ, મૈથિલીશરણ ગુપ્ત, રામનરેશ ત્રિપાઠી, ઉદુમાં નઝીર અમ્બરબાદી અને સિંધીમાં શાહ અબ્દુલ લતીફ ભિટાઈ એમના પ્રિય સજક હતા.' એમણે પિતાના એક કાવ્ય ધમાં પાણી વહેતાં. પાણીમાં લખ્યું છે કેઃ આંઉં અઈયા વધલ પાણી, સંસાર સજે પણ ધણ પાણી, કારાણી ઇ ચેધે ચુંધે, હભે વિજેતે વેધલ પાણી.' પિતાના ૯૪ મા જન્મદિવસે જ ચિરનિદ્રામાં પિઢી જનાર દુલેરાય કારાણી કચ્છ સાહિત્યના ઝળહળતા પ્રકાશરતંભ હતા. જયાં સુધી કચ્છી ભાષા, સાહિત્ય રહેશે અને ભાવકે કચ્છની વાત કરશે ત્યાં સુધી કારાણીસાહેબ અક્ષરદેહે જીવંત રહેશે. એમના સદ્દગત આત્માને ચિરશાંતિ મળે એવી પ્રાર્થના
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy