________________
પ્રથદ્ધ જીવન
, ગળ
ખિતે સમયની પ્રતિકુળતા હોવા છતાં અને બંને સમુદાબ વચ્ચે કેટલોક વિચારભેદ હોવા છતાં વલ્લભસૂરિ નેમિસૂરિ મહારાજની સુખશાતા પૂછવા ગયા હતા અને દોઢ કલાક સુધી બંનેએ વાતચીત કરી હતી. એ સમયે નેમિસૂરિએ વલ્લભસૂરિએ કહેલું કે તમે મને મળવા આવશે એવું મેં ધારેલું નહિ. પરંતુ તમે આવ્યા તેથી મને બહુ, આનંદ થયે છે. તમારી સાથે વાતચીત કર્યા પછી તમારે માટે મારા મનમાં જે પૂર્વગ્રહ હતા તે નીકળી ગયો છે” . એક વખત મહારાજશ્રી વિહાર કરતા કરતા પંજાબના આગા નામના ગામમાંથી પસાર થતા હતા. એ ગામમાં જૈનેને કેાઇ ઉપાશ્રય નહોતું એટલે તેઓ શીખોના એક ગુરુદ્વારામાં ઊતર્યા હતા. ગામ નાનું હતું અને લેકે ગરીબ હતા. ગુરદ્વારા પણ છણ હાલતમાં હતું. તેનો કેટલોક ભાગ પડી ગ હતે. એનું સમારકામ કરાવી શકે એવી ગામના શાખાની આર્થિક સ્થિતિ નહોતી. એ જોઇને મહારાજશ્રીએ પિતાને વંદન કરવા આવેલા આસપાસના ગામના જૈન શ્રેષ્ઠીઓને ઉપદેશ આપીને કહ્યું કે 'આ ગુરુદ્વારાને જીર્ણોદ્ધાર તમારે કરાવી આપવો જોઈએ.” તરત ટીપ થઈ અને એ કામની જવાબદારી એક ભાઈને સોંપવામાં આવી. એ રીતે ચેડા વખતમાં એ ગુરધારાને જીર્ણોદ્ધાર થઈ ગયો. આ પ્રસંગ વલ્લભસરિની ઉદાર દ્રષ્ટિને દ્યોતક છે.
વલ્લભસૂરિએ કેન્ફરન્સના ફલના અધિવેશન વખતથી જ લાઉડસ્પીકરને ઉપયોગ શરૂ કર્યું હતું. અને ત્યાર પછી તેમણે વૃદ્ધાવસ્થા અને અશકિતના કારણે ડાળીને ઉપયોગ ચાલુ કર્યો હતો. તે વખતે સમાજની રૂઢિચુરત બગ તરફથી તેમની ટીકા કરતી પત્રિકાઓ પ્રગટ થઈ હતી. મુંબઇમાં તેઓ હતા. ત્યારે તેમના હાથમાં કાઈ ભાઈએ આવીને એવી પત્રિકા હાથમાં મૂકી ત્યારે તેમને શાંતિ, સ્વસ્થતા અને સમતાભાવથી કહ્યું કે “કાદવની સામે કાદવ ઉછાળ એ આપણું કામ નથી માટે તેની ઉપેક્ષા જ કરવી જોઈએ. પત્રિકાબાજી એ ધમને નહિ પણ અધમને માર્ગ છે. જેને એ માર્ગે જવું હોય તે ભલે એ માગે" જાય. આપણે એ માર્ગે જવું નહિ.'
વિ. સં. ૨૦૦૯ના કારતક સુદ બીજના દિવસે વલ્લભસૂરીના ૮૩માં જન્મદિવસ નિમિતે ભાયખલામાં એક વિશાળ મંડ૫માં સમારેહ રાખવામાં આવ્યું હતું. તેમનું પ્રવચન ચાલતું હતું ત્યારે મંડપના એક છેડે આગ લાગી, પરંતુ તે તરત બુઝાવી નાખવામાં આવી. તે વખતે કેટલાક લોકે એમ મલવા લાગ્યા કે વિરોધીઓએ જાણી જોઈને આ આગ લગાડી છે. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈઓ જાણ્યા વગર આવી રીતે કોઈના ઉપર દેકારો પણ કરવું તે યોગ્ય નથી. કદાચ આગ આકસ્મિક જ લાગી હોય, દિવાળીના દિવસે છે એટલે કે બાળકના ફટાકડાથી પણ આગ લાગી હોય.’
વલ્લભસૂરિની પ્રેરણાથી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી તે વખતે વલ્લભસરિ વ્યાવહારિક શિક્ષણને પ્રેત્સાહન આપી સાંસારિક કામ કરે – કરાવે છે એ આક્ષેપ કરતી પત્રિકાઓ બહાર પડી હતી, પરંતુ એના તરફ લ ન આપતાં વલ્લભસૂરિએ પિતાને ભકતને શાંત રહેવા કહ્યું હતું. ' . '
વિ. સં. ૧૯૯૫નું ચાતુર્માસ પંજાબમાં રાયકેટ નામના નગરમાં કરવાનું નકકી થયું. તે માટે મહારાજશ્રીએ
રાયકેટમાં પ્રવેશ કર્યો ત્યારે સંધના , કેટલાક આગેવાએ આવીને કહ્યું કે “ગુરુ મહારાજ ! અહીં ચાતુમાંવ , કરવાનું સલામત નથી. અહીં કેટલીક ઉશ્કેરણીભરી પત્રિકાઓ, વહેંચાઈ છે. એ પરથી લાગે છે કે આગળ જતાં મેટું. તેફાન થશે.' મહારાજશ્રીએ સંધના આગેવાનોની એ વાત, સાંભળી લીધા પછી કહ્યું કે “પત્રિકાઓથી આપણે ડરી જવાની જરૂર નથી. ચાતુર્માસ નકકી કર્યું છે. તેથી અહીં જ તે કરીશું. તમે બધા શાંતિ અને સ્વસ્થતા રાખશે ગામમાં શીખે અને મુસલ-- માનની પણ એવી વિનંતી છે કે અમારે અહીં જ ચોમાસુ. કરવું. એટલે એ પ્રમાણે જ કરીશુ. : ",
ચાતુર્માસમાં મહારાજશ્રીની વ્યાખ્યાન શૈલી - એટલી સરસ અને પ્રેરણાસ્ય હતી અને એમની વાણીમાં એવું વાત્સલ્ય હતું કે તેફાનની બધી જ વમળ શમી ગઈ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં જૈને ઉપરાંત શીખે અને મુસલમાને પણ આવતા. એક શીખ ભાઈએ તે દેરાસરમાં દરવાજાનું કામ. કરીને તેમાંથી થયેલી બધી કમાણી દેરાસરને અર્પણ કરી દીધી હતી.
પંજાબમાં અકાલધડ નામે નાનું સરખું ગામ છે. એ - ગામમાં શ્રાવકનું એક પણ ઘર ન હતું. મહારાજશ્રી પિતાના શિષ્ય સાથે જ્યારે એ ગામમાંથી પસાર થયા ત્યારે લોકોએ પિતાના ગામમાં રોકાઈ જવા માટે બહુ જ આગ્રહ કર્યો. મહારાજશ્રી ત્યાં રોકાયા. એમના વ્યાખ્યાનમાં ગામના બધા જ લોકે આવવા લાગ્યા અને એમના ઉપદેશની અસર ઝીલવા. લાગ્યા. એકાદ દિવસને મુકામ વિચાર્યો હતો. તેને બદલે લોકેાના આગ્રહથી, પ્રેમભકિતથી વશ થઈને મહારાજશ્રી ત્યાં પંદર દિવસ સુધી રોકાયા હતા અને તેને ધર્મના રગે. રંગ્યા હતા. - બ્રહ્મનિષ્ઠ તમય જીવન જીવનાર સાધકને ક્યારેક વચનસિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એક વખત એમના મુખમાંથી શબ્દ નીકળે છે. તે પ્રમાણે જ બને. વલ્લભસૂરિ મહારાજનું પવિત્ર અંત કરણ જગતના સર્વ છે માટે પ્રેમ, કરુણા અને વાત્સલ્યથી એવું સભર હતું કે બીજાનું દુઃખ તેઓ સહન કરી શકતા નહિ “સબ કુછ અચ્છા હો જાયેગા” એમ કહીને તેઓ જયારે આશીર્વાદ આપતા ત્યારે બીજાનું દુઃખ દુર થઈ જતુ. આથી કેટલાક લોકો આવા પ્રસંગોને ચમત્કારિક ગણાવતા. જો કે વલ્લભસૂરિ તે સ્પષ્ટ કહેતા કે પોતે આવા કોઈ ચમત્કાર કરતા નથી. એમ છતાં એમના જીવનમાં એવા કેટલાક પ્રસંગે બન્યા છે, જે ચમત્કાર , જેવા લેખાય છે. મેરઠ જિલ્લાના એક વકીલને ખોટી રીતે ફાંસીની સજા થઈ હતી. એનાં પત્ની વલ્લભસૂરિ પાસે રડતાં રડતાં આવ્યાં હતાં અને બધી વિગત જણાવી હતી. તે વખતે વલ્લભસૂરિએ “સબ કુછ અચ્છા હો જાયેગા'– એમ કહી સાંવન આપી તેને વાસક્ષેપ આપ્યો હતો. ત્યારપછી એ વકીલની ફાંસીની સજા રદ થઈ હતી. પિતાનો જીવ બચી ગયે એ હર્ષ વ્યક્ત કરવા માટે તે વકીલ મુંબઈ આવ્યા હતા. અને વલ્લભસૂરિના ચપાટી પરના પ્રવચન વખતે વંદન કરીને વલભસૂરિને પિતાના પ્રાણદાતા તરીકે ઓળખાવ્યા હતા. | બીજા એક પ્રસંગે વલ્લભસૂરિ જ્યારે પાલિતાણુમાં હતા. સેરે સુપ્રસિદ્ધ પંજાબી સંગીતકાર લાલા ઘનશ્યામજી જૈન પણ પાલિતાણા આવ્યા હતા. એ વખતે ઘનશ્યામજીને સાપ'કર હતા