SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ * તા. ૧-૩-૮૯ પ્રહ અને મા વ્યવહારનયથી અને નિશ્ચયનથી સમજાવતા. મૂર્તિપૂજા વિશે તેમણે એક પ્રસંગે કહ્યું હતું કે, પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા રવરૂપે છે જ. મૂર્તિઓ ભાવની પ્રતીક છે. વિવિધ સંરકૃતિઓ, વિવિધ સ્થળે વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદાત્ત બનાવવા માટે પ્રતીક હોવું જોઇએ. આ પ્રતીક વિના કેઈને ન ચાલે. કાઇ છબીને માને, કે ગ્રંથને માને. હિન્દુઓ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાને પાક થવા માટે મકકાની હજે જાય, પારસીઓ અગિયારીમાં જાય, શીખો ગુરધારામાં જાય, ઈસાઈએ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌ કોઈને હેતુ જીવનને ધન્ય બનાવવાનો અને જીવનનો ભાર એ છે કરવાનો છે મૂર્તિપૂજામાં ન માનનારા નાસ્તિકે પણ પિતાનાં માતા – પિતાની છબીઓ પડે છે તે અને સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તે છે શું ? પ્રભુનું નામ અક્ષરમાં લખાય એ પણ મૂર્તિપૂજાને એક પ્રકાર છે. તે પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં પૂજ્યભાવ જાગ્રત કરીએ તે. એમાં કશું ખોટું નથી.' આત્મારામજી મહારાજના કાળધર્મ પછી વલ્લભવિજયે ચૌદેક વર્ષ પંજાબમાં જ માલેરાટલા, હોંશિયારપુર, અમૃતસર, અંબાલા, લુધિયાના, જીરા, ગુજરાનવાલા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યો અને સમગ્ર પંજાબમાં જૈનધર્મને કે વગા. સં. ૧૯૬૫માં તેઓ ગુજરાત તરફ આવ્યા અને દસેક વર્ષ ગુજરાત અને મુંબઇમાં વિચર્યો. અને ત્યાર પછી ત્રણેક ચાતુર્માસ રાજસ્થાનમાં કરીને તેઓ ફરી પાછા પંજાબ ગયા. ત્યાર પછી ફરીથી તેઓ ગુજરાત અને મુંબઈ પધાર્યા અને દસેક વર્ષ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈમાં વિચરીને ફરી પાછા પંજાબ પધાર્યા. મુંબઈ સુધી તેમને વિહાર ત્રણેકવાર થયું અને અંતે મુંબઇમાં તેમણે દેહ છો. આમ એક જૈનાને શોભે એ રીતે તેમને ઝડપી વિહાર મુંબઈથી પંજાબ સુધી સતત રહ્યા કર્યો હતો. એ દ્વારા અનેક લોકોને તેમના ધર્મોપદેશનો લાભ મળે. ૮૪ વર્ષના આયુષ્યકાળમાં એમની પ્રેરણાથી અનેક સ્થળે ધાર્મિક, શેક્ષણિક અને સમાજ પગી એવી વિવિધ પ્રકારની જનાઓ થઈ હતી. ઝડપી વિહાર, સ્વાધ્યાય અને સંઘની વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શનમાં પ્રવૃત્ત રહેતા સાધુ ભગવંતે કેટલીકવાર ઉગ્ર તપશ્ચર્યા કરી શકતા નથી. વલભસૂરિથી પણ બહુ આકરી તપશ્ચર્યા થતી નહોતી. તે પણ તેમણે ખાનપાનમાં દસ વાનગીનો નિયમ કાયમ માટે લીધે તે અને તેમાં પણ બને તેટલી ઓછી વાનગી તેઓ વાપરતા. વિ. સં. ૧૯૭૭માં બિકાનેરથી પંજાબ વિહાર કરવાનો હતો ત્યારે તેમણે પ્રતિજ્ઞા. કરી હતી કે જ્યાં સુધી ૫જાબમાં પહોંચાય નહિ ત્યાં સુધી રોજ એકાસણું કરવું. પંજાબ પહોંચ્યા પછી પણ તેમણે ફરી પાછા એકાસણું શરૂ કર્યા હતાં. તેઓ ઉપવાસ, , અઠ્ઠમ વગેરેની તપશ્ચર્યા પણ કરતા. પયુંષણના દિવસમાં સામ કરીને કલ્પસૂત્રનું વાંચન કરતા. વળી તેઓ બાર તિથિએ મૌન રાખતા અને સ્વાધ્યાયમાં ચિત્તને પરેવતા, વધુ પડતી. તપશ્ચયને કારણે એમના શરીર ઉપર જ્યારે અજર સવા માંડી ત્યારે એમના મુખ્ય શિષ્ય લલિતવિજ્યજી મહારાજે તેમને હવે વધુ તપશ્ચર્યા ન કરવા વિનંતી કરી હતી. ત્યાર પછી તબિયતને કારણે વલ્લભસૂરિએ આઠમ ચૌદસ સિવાય ઉપવાસ-એકાસણા કર્યા ન હતાં, તે પણ તેઓ છૂટું મેટું રાખતા નહિ. વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી વખતવખત છરી પાળતા નું આયોજન પણ થયું હતું. ગુજરાનવાલાથી રામનગર, દિલ્હીથી હસ્તિનાપુર, રાધનપુરથી શä જ. વડોદરાથી કાવી અને ગાંધાર. શિવગંજથી કેસરિયાજી, ફલોધીથી જેસલમેર, જયપુરથી ખેગામ, વેરાવળથી શરેંજય, હોંશિયારપુરથી કાંગડા ઇત્યાદિ સંઘનું આયોજન તેમની પ્રેરણાથી થયું હતું. વલ્લભસૂરિ મહારાજનાં ઉપદેશ અને પ્રેરણાથી કેટલાંક નવાં જિનમંદિરનું નિર્માણ થયું હતું અને કેટલાક જૂનાં જિનમંદિરને જર્ણોધ્ધાર થયેલ હતું. તેમના હસ્તે લાહોર, રાયકેટ, શિયાળકેટ, જંડિયાલાગુરુ, સુરત, વડોદરા, ચારૂપ, ખંભાત, ડભઈ. સાદડી, વિજાપુર, મુંબઈ, અકાલા વગેરે શહેરોમાં જિનમંદિરમાં અંજનશલાક વિધિ અથવા પ્રનિષ્ઠાની વિધિ થઈ હતી. વલ્લભસૂરિની યુવાનીને સમય એ દેશની સ્વતંત્રતા માટેના આંદોલનનો સમય હતો. એ સમયે ગાંધીજીના પ્રભાવ નીચે કેટલાયે જૈન સાધુઓએ મિલના કાપડને બદલે ખાદી પહેરવાનું ચાલુ કરી દીધું હતું. વલ્લભસૂરિ મહારાજ પણ ખાદી પહેરતા અને ખાદી જ વહોરતા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઇને આ નિયમ કર્યો હતો. વળી તેમાં મિલના કાપડ કરતાં હિંસા પણ ઓછી થતી. પછીથી તે એમના સમુદાયના સાધુ - સીવીઓ પણ ખાદી પહેરતા. વિ. સં. ૧૯૮૧ માં વલ્લભસૂરિને જયારે આચાર્યની પદવી આપવામાં આવી ત્યારે પં. હીરાલાલ શર્માએ પોતાના હાથે કાંતેલા સૂતરની ખાદીની ચાદર વહોરાવી હતી. એકવાર એક ગામમાં મહારાજશ્રીને જ્યારે પ્રવેશ હતા ત્યારે ગામના બધા જ લોકોએ નકકી કર્યું કે ખાદીનાં વસ્ત્ર પહેરીને મહાજનશ્રીનું સામૈયું કરવું અને તે પ્રમાણે સામૈયું થતાં ત્યાં સૌ કોઇએ કંઈક જુદે જ હર્ષોલ્લાસ અનુભવ્યું હતું. ' આઝાદીની લડતના એ દિવસોમાં અંગ્રેજો ચારે બાજુ લોકાની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખતા. એ દિવસમાં બંગાળના કેટલાક હિંસક ક્રાંતિવીરો અગ્રેજો ઉપર હિંસક હુમલાઓ કરી ગામડાઓમાં છુપાઈ જતા અથવા સાધુને વેષ પહેરીને ફરતા. એક વખત વલ્લભસૂરિ મહારાજ પિતાના શિષ્યો સાથે જયપુરમાં એક દહેરાસરમાં દર્શન કરવા જતા હતા તે વખતે સાથે શ્રેષ્ઠિ લક્ષ્મીચંદજી ઠઠ્ઠા પણ હતા. એ વખતે એક અંગ્રેજ અમલદારે તેઓને જોયા એટલે તેણે પિલીસ દ્વારા લક્ષ્મીચંદજીને બોલાવીને પૂછ્યું કે તમારી સાથે આવેલા આ સંન્યાસી મહેમાને કેણુ છે ? તેઓ ગુપ્ત વેશે ક્રાંતિકારી હોવાને વહેમ પડે છે, લક્ષ્મીચંદજીએ પોલીસને સમજાવ્યું કે “આ અમારા અહિંસક જૈન સાધુએ છે.” પિલીસે આપેલી આ માહિતીથી અંગ્રેજ અમજદારને સંતોષ થયો નહિ. એણે આ સાધુઓની હિલચાલ પર નજર રાખવા માટે ગુપ્તચરે ગોઠવાવી દીધા. પરતું એ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy