________________
પ્રબુદ્ધ
ન
પરિસ્થિતિઓ, પ્રતીકાત્મક વરતુ, પુરાણુકલ્પન વગેરેથી સામાન્ય રીતે અહીં તેઓ મુક્ત રહ્યા છે. જીવનની ચિરંતન સંવેદના એને વાચા આપવાનું તેમને ગમે છે. પ્રેમ, દાંપત્ય અને સંસારભાવનાઓનાં વિવિધ રૂપે તેમણે ખૂબીપૂર્વક આલેખ્યાં છે.
આ લધુકથાઓમાં લેખકની શૈલી સાદી અને સરળ હોવા છતાં તેની સાહજિકતા માણવી ગમે તેવી છે. તેમણે ખપમાં લીધેલી ભાષાની તરાહ યાનપાત્ર છે. મેટા ભાગની લઘુકથાઓ નીચલા મધ્યમ વર્ગ તથા ગ્રામસમાજની પરિસ્થિતિઓનું આલેખન કરે છે. આ સમાજમાં બોલાતી ઘરગથ્થુ ભાષા અને તેમાં પણ ગોહિલવાડી બોલીના કેટલાક લહેકાઓ તેમણે કુશળતાથી જેલ છે.
લઘુકથાના ટુંકા વ્યાપમાં પણ શ્રી ઈજજતકુમાર ભાવ અને - ભાષાની લાક્ષણિકતા દ્વારા અપાવું વાતાવરણ રચી આપે છે.
ભાવને ઉપમ કરવા અને તેને પરાકાષ્ઠાએ લઈ જવા વીગતોને ઉપયોગ તેઓ કલામય રીતે કરે છે.
લેખકને લઘુવાર્તામાં ભાવનાપ્રવણ આલેખન ગમે છે. જીવનની મંગળ ભાવનાઓ પ્રત્યે તેમને ઊંડું આકર્ષણ
હોય તેવું દેખાય છે. દાંપત્યની પવિત્રતા, પ્રામાણિક પરિશ્રમ, કર્તવ્યપરાયણતા, નૈતિકતાની જાળવણી, સંવાદી કુટુંબીજન, વગેરે ભાવનાઓને લઘુકથામાં પ્રવેશ મળે છે. તેનાથી લધુવાર્તામાં વાતાવરણ બંધાય છે અને ઉચ્ચગ્રાહી સ્તર રચાય છે. પરંતુ તે તેમની સર્જકતાની મર્યાદા પણ બની જાય છે. આ ભાવવિશ્વમાંથી બહાર નીકળી તે કથારચનાના પ્રયોગ કરતા નથી. તેમની લઘુકથાઓને અંત ઘણીવાર બલકે બને છે અથવા વાતાવરણ ભારઝલ્લું થઈ જાય છે. ભાવકવતાથી ખેંચાઇને ઘણી વાર તેઓ ભાવની સ્પષ્ટતા કરવા બેસી જાય છે ત્યારે રાજકતાને આંચ આવે છે. પરંતુ આવું વારંવાર બનતું નથી. મેટા ભાગની લધુકથાઓ સંઘેડાઉતાર રચનાઓ બની રહે છે. કુશળ વહુગૂંથણીની હથેટી તેમણે સિદ્ધ કરી છે. બહુ ઓછા શબ્દોમાં પાત્રરેખાને પણ તેઓ જીવંત બનાવી દે છે. ઉમદા ભાવપ્રવણ પાત્રોની તેમણે રચેલી સૃષ્ટિ સાથે તુલના કરી શકાય તેવા લઘુકથાકારે એાછા મળવાના. ગુજરાતી લઘુકથાના ક્ષેત્રે શ્રી ઈજજતકુમારનું પ્રદાન ગણનાપાત્ર છે.
'
પરિવારજનોની પરિવાર–સ્થા
છે પ્રવીણચન્દ્ર છે. રૂપારેલ
. શિષ્ય, શિક્ષિત ને સાહિત્યિક જમાં કુટુંબ માટે હવે પરિવાર” શબ્દ વધુ વપરાતે થયે છે. આ શબ્દ છે તે મૂળ સંસ્કૃત, પણ સંસ્કૃતમાં એને મૂળ અર્થ જુદે છે. આપણે ત્યાં આ શબ્દ કુટુંબના અર્થમાં પ્રચલિત છે.
કુટુંબમાં આપણે કેટલાં? માતા, પિતા, બહેન, ભાઈ ને પછી વળી ભાઇની પત્ની – મુખ્ય તે આટલાં જ ને!
આ પરિવારજને માટે વપરાતાં નાનાં મૂળ ને કુળ , તપાસવા બેસીએ તે કેટલાંક નામે તે દુનિયાની અન્ય ભાષાઓ જોડે પણ કેઈ ગોત્રથી સંકળાયેલાં મળી આવે એમ છે.
માતા - ઉદાહરણ તરીકે “માતા” શબ્દ લઈએ : સંસ્કૃતમાં એનું મૂળ રૂપ માતૃ: તેનું એક રૂપ “માતર’ ! હવે સરખા-ફારસી માદર; લેટિન; Mater ને તે પરથી અંગ્રેજી “મધ” ! છે ને એક જ ગોત્રનાં ! પિતા
પિતા” શબ્દનું પણ એવું જ છે. એનું મૂળ સંસ્કૃત રૂ૫ “પિતૃ'; તેનું રૂપ “પિતર'; હવે જુએ : ફરસીમાં “પિર’ ને લેટિનમાં Peter ! આ પરથી અંગ્રેજીમાં 'રૂપ બન્યું "ફાધર'. સ્પેનિશ, ઇટાલિયન અને પર્ટુગિઝ
ભાષાઓમાં લેટિન પરથી બન્યું Padre, એટલે પિતા. ખ્રિસ્તી ધર્માચાર્યો ને ધર્મોપદેશકે એમના સંપ્રદાયમાં “પિતા” કહેવાય છે–ને એટલે જ, એમને માટે વપરાતા આ પિગિઝ રૂપ પરથી આપણે ત્યાં “પાદરી’ શબ્દ પ્રચલિત થયો છે. પાદરી’ એટલે પણ શબ્દાર્થમાં તે “પિતા' જ!
પુત્રી-દૌહિત્ર-ધી
સંસ્કૃત “પુત્ર-પુત્રી' શબ્દો આપણે ત્યાં એવા જ વરૂપે પ્રચલિત છે; પણ પુત્રી માટે વપરાતા “દુહિતા” શબ્દની વાત જાણવા જેવી છે.
સંસ્કૃતમાં દુહ એટલે દેહવુ'; તે પરથી દેહનાર એટલે 'દુહિતૃ'; પ્રાચીનકાળમાં દેહવાનું કામ દીકરીઓ સંભાળતી, એટલે “દુહિતૃ’ પરથી આ દીકરીઓ 'દુહિતા” કહેવાતી થઈ. પણ પછીના કાળમાં આ કામ દીકરીએ જ સંભાળે એવું કંઈ હંમેશા નહોતું બનતું: એ તે કોઈ પણ કરી લે છતાં, આ પછી યે દીકરીઓ ‘દુહિતા' કહેવાતી રહી, એનાં બાળકો સંસ્કૃતમાં. (પુત્રીનાં) માબાપનાં દૌહિત્ર ને દોહિત્રી' કહેવાયાં, જેને માટે આપણે ત્યાં વ્યવહારમાં “ઇત્રો ને દેત્રી શબ્દો પ્રચલિત છે. હિંદીમાં એનાં રૂપો ધેવતા” ને “ધવતી’ બન્યાં છે. વળી સંરકૃત ‘દુહિતા' શબ્દ પ્રાકૃતમાં ધૂ” રૂપ પણ ધારણ કર્યું, જેણે પછી દીકરી માટે સિંધીમાં ધીઆ' ને કચ્છીમાં “ધી” શબ્દ આવ્યા છે.
પણ પેલો “દુહિ’ શબ્દ દીકરીના અર્થમાં ફારસી દુત્તર (પારસી ગુજરાતીમાં દુકતી’–છોકરી) અને અંગ્રેજીના
Daughter” જોડે તે દેખીતી સંકળાયેલો છે જ ! ભાઈ
હવે ‘ભાઈ’! સંસ્કૃતમાં એનું મૂળ રૂપ “બ્રાતૃ; તેનું ('પિતર ને “માતર'ની જેમ બનતુ) રૂપ “બ્રાતર; ભાઈ, માટે વપરાયેલા અવેસ્તા અને ની ફારસીના બ્રાતર’ અને અંગ્રેજીના બ્રધરરૂપથી આ કઇ દુર નથી !