SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા૧૬--૮૯ નિશાન પાડી શકે તેની તે સાહિત્યરવરૂપની ગુજાય છે. લઘુકથાના સ્વરૂપ માટે લાઘવને એક ભેદક લક્ષણ ગણીએ તોપણ તે અંગેના કેટલાક પ્રબને તે રહે જ છે. કેઈ વાર ચાર – છ પાનાંની.. લધુસ્થા કેટલીક ટુંકી વાર્તાઓ કરતાં લાંબી દેખાય છે. બીજે છેડે એક વાક્યની લઘુકથા આપવાના પ્રયત્નો પણ થયા છે. મહત્વનો પ્રશ્ન તે કૃતિ લઘુકથાનું સ્વરૂપ જાળવી રાખે છે કે કેમ તે છે. કેરળ લાઘવ કે કેવળ પ્રસંગને વળાંક આપવાથી લધુકથા બનતી નથી. લધુકથાનાં રૂ૫ અને મિજાજ અનેખાં છે. તેને જે પીછાનશે અને મત કરી શકશે તે જ લઘુક્યાનું સર્જન કરી શકશે. પરિસ્થિતિની શુદ્ધતા કે ફુલ્લતા પણ લધુસ્થાને પૂર્ણ રૂપ આપી શકે કે કેમ તે પ્રશ્ન છે. એવની રચના “છીંક” કે પાસાંની કૃતિ “દેરીને ટુકડો'માં પરિસ્થિતિની કુલ્લતા ધ્યાન ખેંચે તેમ છે. પરંતુ આ બંને સમર્થ સજ એ શુદ્ધ ઘટનાઓમાંથી વિવિધ આયામ ધરાવતી ટૂંકી વાર્તાઓ રચી આપી છે. તે જ ઘટનાઓમાંથી ટુંકી વાર્તાને બદલે લઘુકથાઓ રચી શકાય તેમાં શંકા નથી. પરંતુ તેનાથી લધુકથાના સ્વરૂપને નિર્ધારિત કરવાને પ્રશ્ન ઉકલતો નથી. લઘુકથાના સ્વરૂપને પૂર્ણ પરિચય તે ત્યારે જ થશે જ્યારે મેટા ગજાના સજ કે તે સ્વરૂપનાં ઉત્તમ સજાને આપશે અને અભ્યાસીઓને તેના આધારે તેનાં સ્વરૂપલક્ષણે સ્પષ્ટ કરવાની તક મળશે. ... બાણાવળીની દષ્ટિ કે શિલ્પકારના ટચુકડા ટાંચણુની ધારદાર ન શક્તિ વગેરે સાથે સરખાવવામાં આવે છે. લથાની ભાષાને ટેલિગ્રામની ભાષા, જીવન અને મત વચ્ચે મુલતા ત્રસ્તની પ્રભુપ્રાર્થનાની ભાષા સાથે તેના આરંભને મુંબઇની ટ્રેનની શરૂઆતથી જ ઝડપની આગાહી આપતી ગતિ સાથે અને તેની અનુભૂતિને વાળ જેવી ધારવાળી બરછીના ઊડેરા ઘા સાથે સરખાવવામાં આવેલ છે. લઘુકથાના સ્વરૂપની નજાક્ત, સૂક્ષ્મતા અને સચેટતા ભાવકે અને વિવેચને અનેકવિધ રૂપે દેખાઈ છે તેમાં તેની વશેકાઈ છે. આવાં ઝલમય બિંબો અને આભાઓ સુરેખ ચિત્રરૂપે પરિણમશે તેવી અપેક્ષા રાખી શકાય. એમ થશે ત્યારે ઉત્તમ લધુકથાઓના સજનમાં શિલ્પની . કલામયતા, ભાષાકમની કુશળતા, આરંભ અને અંતની સૂક્ષ્મતા, શીર્ષકની સચેટતા, સવ ઉપકરણને ત્રેવડભર્યો વિનિયોગ અને સ્વલ્પ વસ્તુને બૃહત અર્થની વ્યંજના માટે જવાની શકિત. કામયાબ નવશે. અવું લધુકથાનું સ્વરૂપ સજક અને વાચક બંને માટે આકર્ષણરૂપ છે. તેમાં લાધવ જોઈએ, તેમ ગજાદાર અભિવ્યકિત પણ જોઈએ. ગુજરાતી લઘુકથાએ પણે એ દિશામાં પુરુષાર્થનાં પગલાં ભર્યા છે. મોહનલાલ પટેલ, ઈજજતકુમાર ત્રિવેદી, અશ્વિન વસાવડા, રમેશ ત્રિવેદી, રાજેન્દ્રસિંહ રાયજાદા, જનક ત્રિવેદી, ભગવત સુથાર, ડે. કેશુભાઈ દેસાઈ, મણિલાલ હ. પટેલ, જયંતી મકવાણા, નિરંજન યાજ્ઞિક, યશવંત કડીકર, સાં. જે. પટેલ, ઈશ્વર પરમાર, મનોહર ત્રિવેદી , તથા અન્ય ઘણું સજકોએ આ સાહિત્યસ્વરૂપ પર હાથ અજમાવ્યો છે. તેમાં વસ્તુ અને રચનાવિધાનનું વૈવિધ્ય તેમ જ સજકતાની અવનવી છટાઓનાં દર્શન થાય છે. લઘુકથાના આ ક્ષેત્રમાં પ્રા. ઈજજતકુમફર ત્રિવેદીનું આગવું સ્થાન છે. હાસ્યલેખક તરીકે તેઓ લલિતનિબંધના પણ સર્જક છે. આવી હાસ્ય કટાક્ષ અને નમ'મમ તેમને સહજ સાધ્ય છે. લઘુકથામાં તેને વિનિયોગ તેઓ આસાનીથી કરી શકે છે, પરંતુ તેમનું લઘુકથાનું વિશ્વ સવિશેષપણે ભાવનામય છે. તેમણે “કાસમ માસ્તરનું વસિયતનામું' (૧૯૮૧), “કાંટા, ગુલાબને અને બાવળના' (૧૯૮૧), 'સુદામાના તાંદુલ’ (૧૯૮૪) અને “વામનનાં પગલાં' (૧૯૮૭) એમ ચાર લઘુકથાસંગ્રહ આપ્યા છે. તેઓ પિતાની લઘુકથાઓને પાંચમે સંગ્રહ રાઈના દાણા” લઈને ઉપસ્થિત થાય છે ત્યારે તેમને આવકારતાં આનંદ થાય છે. આ પાંચ સંગ્રહમાં ગ્રંથસ્થ થયેલી તેમની લઘુકથાઓની સંખ્યા ૧૩૪ જેટલી થાય છે. તે સાથે લઘુકથાનું તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલતું રહે છે. આથી લઘુકથાના સાહિત્ય સ્વરૂપમાં પ્રા. ઈજજતકુમારનું સર્જન સાતત્ય અત્યંત ધ્યાનપાત્ર છે. ત્રવેદી, ભાઈ , અ ત્રવેદી - બે છે અત્યારે લખાતી લઘુકથાઓ જોતાં એમ કહી શકાય કે તે માત્ર કથાનકના ટુકડાઓ નથી. તેમાં કથાતત્વ સાથે કટાક્ષ, પુરાકલ્પન, આયરની, વ્યંજના, પ્રતીક, રૂપક વગેરેનાં તો એક યા બીજી રીતે સંકળાયેલાં હોય છે જે તેને આગવું રૂપ આપે છે. આમ છતાં લઘુકથાના સજાએ આ સ્વરૂપ ધારે લાંબે પંથ કાપવાનું બાકી છે. કેમકે આજે કેને નિશ્ચિત રીતે લધુકથા કહેવાય તે સ્પષ્ટ નથી, તેમ કે કૃતિને તે લઘુકથા નથી જ એવું કહેવા પણ અભ્યાસીઓ આગળ આવતા નથી. તેથી રાજકીય કટાક્ષ, વ્યંગકથા કે માર્મિક પ્રસંગ સોને આકર્ષે, લેકામાં તત્કાળ તે ઝિલાય, વચા, પ્રશંસા પણ પ્રાપ્ત કરે. પરંતુ જ્યારે ડહોળાયેલાં જળ આઝરશે ત્યારે જ કઈ ચીજો બચી રહેશે તે કહેવાનું શક્ય બનશે. . . લધુકથાના સ્વરૂપની ઓળખ આપવા માટેના સંખ્યાબંધ પ્રયાસ થયા છે તે તેના માટે ઊજળી આશા જન્માવે છે. શિશુમુખેથી પ્રથમ વાણી કરે ત્યારે કેવી થાય? અજાણ વસ્તુને ઓળખાવવા બાળક વારંવાર પ્રયત્ન કરે તેનું શું પરિણામ આવે? ભલુકથાની પીછાન માટેનાં વિતવ્યમાં આવાં અમૂંઝણ, સુકય, વિસ્મય અને મુખરતાનો મધુર કોલાહલ સંભળાય છે. એટલે જ લઘુકથાના સ્વરૂપને સંગીતના મીંડ કે આલાપ, બિંદુ અને રેખાનાં લંબાઈ – પહોળાઈ, વીજના ચમકાર, મીઠા જળના લેટા, હોકીના ગોલ, સુદામાના તાંદુલ, સબિંદુમાં ઝિલાતા સૂર્યનાં પ્રતિબિંબ, કરંડિયાના ખીલા સાપની લબકતી જીભ, ૧૦૦ | મીટર ના અંતે બસ્ટ થતા ખેલાડી, દ્રોણાચાર્યના માનીતા અવકન, અભ્યાસ અને કલ્પનાશકિતથી વ્યાપક સમાજમાંથી શ્રી ઈજજતકુમાર લઘુકથાક્ષમ વિષય ઉપાડી લે છે તેમાં ઘટના આછીપાતળી હોય છે, પણ તેના પાછળની મનની સ્થિતિનું નિરૂપણ કલાપૂર્ણ અને વ્યંજનાત્મક રીતે થયું હોય છે. પાત્રના મનની ભાવસ્થિતિને સૂક્ષ્મ રીતે પકડી લઈ સાદી ધરાળ શૈલીથી લેખક તેને વ્યકત કરે છે. સંકુલ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy