________________
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
૧૫
કરી એમને એમના જ્ઞાન માટે, કિરશે હેશિયારીથી ચલાવવા માટે, એમની સેવાઓને ભાવથી બિરદાવી અને “પસ” ભેટ કરી. ત્યારે પ્રમુખ તરીકે પણ પ્રિન્સિપાલ કવનંટન જ હાજર હતા. ત્યાં જનાબ મહમદઅલી જિન્હાએ પિતાના જવાબમાં છોકરાઓએ જે લડત આપી એ માટે ધન્યવાદ આપી. પેલી એકત્ર કરેલી “પાસ” ખેલ્યા, ગણ્યા વિના હોસ્ટેલના કામમાં વાપરવા માટે પાછી ભેટ તરીકે આપી દીધી. એથી એમની ખૂબ પ્રશંસા થઈ. બહુ ધન્યવાદ મળ્યા.
ટાઈમ્સમાં આ ખટલે વિગતથી ન છપાયો. પણ બીજા નેશનાલિસ્ટ છાપાઓમાં સારી રીતે ચમક હતું. એ વખતના એટલે ૧૯૨૦–૨૯ના સમયના વિદ્યાથીએ મોટેભાગે વકીલે તરીકે પંકાયા. કેટલાક સારા સેલિસિટર તરીકે પણ નામે કાઢી રહ્યા.
બ્રિટિશ રાજ્યમાં આવી તટસ્થ અંગ્રેજ પ્રિન્સિપાલે હતા, એવા આજે આપણે ત્યાં મળે ખરા?
દિમાગ
(પૃષ્ઠ ૧૬થી ચાલુ) વાત પ્રિન્સિપાલે બે વાર વિદ્યાર્થીઓને સમજાવી; પણ અમારી હેટેલની ટોળીના નેતા જરા પણ નમતું આપવા તૈયાર થયા નહોતા. એમને પગાર, એમને પ્રવાસ બગડે તે ભલે બગડે, એમની રજા બગડે તે પણ ભલે બગડે, પણ હોસ્ટેલના વિદ્યાથીઓ સાથે આ જાતનું વર્તન થઈ શકે નહિ. વિદ્યાથીઓ સાથે એકત્રિત થયેલા વિવિધ સંસ્થાઓને મંત્રીએ એમાં સેલી બાટલીવાલા, યુસુફ મહેરઅલી વગેરે છેવટ સુધી મકકમ રહ્યા અને ખટલે કે ચઢયે.
હવે અહીં અમારા યુસુફ મહેરઅલી તથા વધારે લડાયક સ્વભાવના સેલી બાટલીવાલા બંને ભારતપ્રેમી, ગાંધીપ્રેમી, સત્યને વળગીને ચાલનારા. બંને જણાએ જનાબ મહંમદઅલી જિહાને સંપર્ક સાધી એમને કેસ લડવા વિનવ્યા. કારણ એમને આપવાની ફી માટે અહીં કોઈના ગજવાને જરા પણ વાંધો આવે એમ નહોતું.
આખરે મેદાનની મેલઝ કોર્ટમાં ખટલો દાખલ થયે. સામે પક્ષે સરકારી વકીલ ઉપરાંત બે બેરિસ્ટર હતા. એ લેઓએ તેફાની વિદ્યાથીઓએ હોસ્ટેલમાં ગીત ગાયાં, રાતમાં હોહા કરીને બીજાની ઊંઘમાં ખલેલ પહોંચાડી વગેરે કંઇક વાત આગળ કરી, પરંતુ આ ખટલામાં જિન્હા સાહેબે પેલા બે અંગ્રેજોએ દરવાજો ખેલી ટ્રેસ પાસ કરીને વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી એ વાતને એવી ખૂબીથી રજૂ કરી અને જો વિદ્યાથીએ એની રિવર ટવી લીધી ન હોત તે કઈ એકાદનું મોત થઈ જાત એવી દલીલ કરી..
અહીં સામા પક્ષવાળાઓએ કહ્યું કે તેમની પાસે રિવર નહોતી પણ તેમના હાથમાં માંમાં ફૂકવાની પાઇપ હતી. રિલ્વર નહોતી એ સાબિત કરવા આકાશપાતાળ એક કર્યો. પણ એક સાહેબની રિવોલ્વર છૂપી રહી શકે એમ નહોતું. એમ કેસની બેત્રણ મુદત પડી. આખરે એ બંને સાહેબે ગુનેગાર ઠર્યા અને એકેક રૂપિયાને ફાઈન-દંડને હુકમ થયું તે પછી પંદર-વીસ દિવસે છૂટયા અને પછીની સ્ટીમરમાં સ્વદેશ રજા ગાળવા પહોંચ્યા. - આ ખટલે રસભરેલું હતું. કારણ કે જિન્હા સાહેબે એક્ષફેડ અને કેમ્બ્રિજના વિદ્યાથીઓની હોટેલમાં વર્તણૂક કેવી છે તે વિશે પોતીકી જાણકારી કામે લગાડી અને પિતાના અનુભવો રજૂ કરી આ ગીત ગાવાના અને તે નાતાલમાં અને તેમાં ક્રિસ્ટમસ કેરલનાં ગીતે એ ઉપર તેમણે સુદર છણાવટ કરી. એ ધાંધલ કહેવાય નહીં એવા સુંદર બચાવ કરી તેઓ કેસ જીત્યા. એક એ ખટલામાં પ્રિન્સિપાલ કેવટનની પણ સાક્ષી તરીકે જુબાની લેવાઈ ત્યારે તેમણે પણ તદન તટસ્થ જુબાની આપી. અંગ્રેજો તરફ પિતાને કઈ પણ પક્ષપાતનો ભાવ પ્રમટ કર્યો નહિં.
આમ બધું છાપે પણ ચઢયું. પતી પણ ગયું. વળી હોસ્ટેલના સૌ કોઈ વિદ્યાથીએાએ – સંસ્થાઓએ એકઠાં થઈ જનાબ જિલ્લાને પોતે કશી ફી નથી લીધી તે માટે એક પસં - રકમ આપવા ઠરાવ કરી એમને માટે એક મેળાવડો ગોઠવીને નોતર્યા. તેઓ આવ્યા ત્યારે એમની તારીફમાં યુસુફ મહેરઅલીએ ઘણું છટાદાર ભાષણ
વિજય વલ્લભ સ્મારક
(પૃષ્ઠ રજાથી ચાલુ) અને બીજી બાજુ સાધ્વીઓને ઉપાશ્રય બાંધવામાં આવ્યો છે. આ બંને ઉપાશ્રય આધુનિક ઢબથી, દિલ્હીના હવામાનને લક્ષમાં રાખી બાંધવામાં આવ્યા છે.
આ સંકુલમાં તબીબી સહાય માટે પણ જમા કરવામાં આવી છે. “શ્રી આત્મવલ્લભ જસવંત ધરમ મેડિકલ ફાઉન્ડેશન’ તરફથી દરદીઓને મફત દવા આપવામાં આવે છે. આ યોજના ભવિષ્યમાં હજુ વધુ વિકાસ પામશે.
આ સંકુલમાં આ ઉપરાંત અતિથિગૃહ, ભેજનશાળા. આરાધના ભવન, વગેરે માટેનાં મકાનોનાં બાંધકામ થઈ ગયાં છે અને ભવિષ્યમાં હાઈસ્કૂલ અને અન્ય જનાઓ આકાર લેશે. આ સંકુલ જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એના બેનમૂન શિલ૫રથાપત્યના કારણે તથા વિવિધલક્ષી યોજનાઓના કારણે દેશનું અને પર્યટનું કાયમનું એક અકર્ષણસ્થાન બની રહેશે એ વિશે બેમત નથી. ભવિષ્યમાં આસપાસની વધુ જગ્યા લેવાશે અને કાલેજે, હોસ્ટેલ વગેરે થશે ત્યારે “જૈન વિશ્વવિદ્યાલયનું સ્વ. પૂ. વલ્લભસૂરિનું સ્વપ્ન પરિપૂર્ણ થશે !
ગુરુભકિતને નિમિત્તે જૈન તેમજ હિંદુ ધર્મમાં અનેક સ્થળે અનેક કેન્દ્રો ઊભાં થયાં છે અને થશે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ગુરુનો મહિમા ઘણો મોટો છે. આત્મકલ્યાણની સાથે સાથે લેકકલ્યાણના અનેક કાર્યો નિઃસ્વાર્થભાવે ત્યાગી મહાત્માઓ કરતા આવ્યા છે. એવા મહાત્માઓનું ઋણ ચૂકવવા અને ભાવિ પેઢીઓને માટે પ્રેરણારૂપ બની રહે એ માટે જે ગુરુમંદિર ગુરુથાનકે, ગુરુસ્માર થાય છે તેમાં વિજય વલ્લભ મારક એક અનોખી જ ભાત પાડે છે. એ જોતાં વિચાર આવે કે એ પવિત્ર ત્યાગી, પંચમહાવ્રતધારી મહાત્માએ અનેક લોકોના જીવન ઉપર એવો તે શું જાદુ કર્યો હશે કે તેમને માટે આટલું મારક કરવા લેકે હોંશે હેશે તૈયાર થયા ! મહાત્માઓની હૃદયકળા અકળ હોય છે ?
-રમણલાલ ચી. શાહ