________________
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
રહેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી, વિચારક અને પરહિતપ્રેમી શ્રી ચીમનભાઈ ચકુભાઇ શાહે આ રીતે દર્શાવ્યું છે:-'કોઇડના વિચારોમાં સત્યનો અંશ એ છે કે માણસનાં અજ્ઞાત મનમાં અસંખ્ય વિકારો ભર્યા છે. તે વિકાર ઉપર માણસ સમજણ પૂર્વક પુરુષાર્થથી કાબૂ ન મેળવે અને માત્ર બહારના દબાણથી તેનું દમન કરે અને પીડાય તે વિપરીત માનસિક પરિણામ આવે. પણ તેને અથ એમ નથી કે મનની વૃત્તિઓને છૂટો દોર આપવો. તે તે ગાંડપણ છે. ગાંડપણ એટલે મન ઉપર કાબૂ ગુમાવી બેસવો અને ચંચળ મનની વૃત્તિઓ દૃરે ત્યાં સઢ વિનાની નાવ પેદે ખેંચાઈ જવું કોઈડ અને તેના જેવા ગમે તે કહે અને તેને ગમે તેવું લેભામણું સ્વરૂપ આપે. સત્ય એ છે કે સંયમ એ ધર્મ છે, સુખને માગે છે. અસંયમમાં વિનાશ છે. હજારો. વર્ષ પહેલાં સ્વાનુભવથી આ સત્ય ત્રાષિમુનિઓએ કહ્યું અને તે સનાતન સત્ય છે. કાચિને વત્તિનિરોધ: અર્થાત ચિત્તવૃત્તિને નિરાધ એ જ ગ છે.”
આ ઈદ્રિયો માણસને કે પછાડે છે તે જાણવામાં જેમને રસ હોય તેઓ પ્રબુદ્ધ જીવનના તા. ૧-૫-૮૪ના અંકમાં માનનીય મંત્રી મહાશય ડો. રમણલાલ ચી. શાહનો બળવાન ઇન્દ્રિયગ્રામ' શીર્ષકવાળો તંત્રીલેખ વાંચે એવી નમ્ર વિનંતિ છે. આ લેખમાં વ્યકિતગત જીવનનાં પતનમાં તેમજ રાષ્ટ્રીય જીવનના કાવાદાવામાં આ પંકિયે કે મહત્ત્વનો ભાગ ભજવે છે અને ભગવાન મહાવીરે ઇંદ્રિયનિગ્રહ માટે કેવો આદેશ આપે છે તેની સરળ અને ખૂબ સુંદર છણાવટ વાંચનારને પિતાના જીવનના મેગ્ય વળાંકનું ભાન થાય એવી મધુર રીતે આપી છે. શ્રી સહજાન દ સ્વામીએ આગ્રહપૂર્વક આદેશે દિય-નિગ્રહ આજના સમયમાં તદ્દન બંધબેસતે છે અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પ્રવતતે પૂર્વગ્રહ ઉચિત નથી એ બતાવવા માટે ઉપરોકત અવતરણો વેગ ગણાશે. '
શ્રી સહજાનંદવામીએ સાકાર ભગવાનના સિદ્ધાંત સાથે ઈશભક્તિનો મહિમા સરળ ભાષામાં જનસમુદાય સમક્ષ જે ગાય છે તે વચનામૃતમાં સતત જોવા મળશે આમાં તેમણે ઇશભકિત માત્ર યંત્રવત્ ક્રિયાકાંડ બની રહે એવી ચીલાચાલુ પાત કરી નથી, પરંતુ મુમુક્ષુને ભગવાનને સાક્ષાત્કાર થાય, આત્મસાક્ષાત્કાર થાય, દૈવી જીવન જીવવાનું પરમ સદ્દભાગ્ય પ્રાપ્ત થાય અને મુમુક્ષ અનાસક્ત રહીને પિતાની ફરજ બાવે એ Superman મહાપુરુષ બને તેવી ધર્મશાસ્ત્રોના સારરૂપ ઉચ્ચ કક્ષાની ચર્ચા તેમણે સહૃદયતાથી કરી છે જે ખરેખર હદયસ્પશી છે. આ ગ્રંથમાં શાસ્ત્રનાં વચનને અવતરણ પણ આપેલાં છે અને સાથે સાથે અઘરે મુદ્દો બુદ્ધિગ્રાહ્ય બને તે માટે ગમી જાય તેવાં ઉદાહરણ આપ્યાં છે. સત્સંગ જીવનમાં અનિવાર્ય છે અને
કુસંગથી સદા દૂર રહેવું એને મહિમા ખૂબ ભારપૂર્વક અવારનવાર જોવા મળશે. માણસને પિતાના જીવનવ્યવહારમાં કોઈ માણસ કૃતી જોવા મળે તો તેને ત્યાગ કરી દેવો એ સમજાવવા માટે શ્રી સહજાનંદવામીએ પિતાના જીવનને એક સરસ દાખલો આપ્યો છે. પ્રારબ્ધ અને પુરુષાર્થને અટપટે પ્રશ્ન પિતાના જીવનને દાખલો આપીને માણુને ગળે ઊતરી જાય તેવી સરળ રીતે તેમણે સમજાવ્યું છે. નીતિમય, રવચ્છ અને સ્વસ્થ જીવન જીવવા માટે આ ધર્મગ્રંથને દર્પણની ઉપમા આપવી યોગ્ય લાગે છે.
અલબત્ત, ધર્મ અને ભકિત આચરણની બાબત છે તેથી જેઓ ઈશભકિતના માર્ગે જવા માંગતા હોય તેમને માટે વચનામૃત માર્ગદર્શક અને પ્રેરક ગ્રંથ છે. શ્રી સહજાનંદ સ્વામી પ્રગટયા તે યુ. પી.માં આવેલાં અયોજ્યાં પાસેનાં છપૈયા ગામમાં. પરંતુ તેમની કર્મભૂમિ બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું ગુજરાતને. તેમાંય તેમનું મુખ્ય મથક તે સૌરાષ્ટ્રમાં આવેલાં સામાન્ય ગામ ગઢડામાં હતું. તેમની માતૃભાષા હિંદી, તેમ છતાંય તેમણે બેધ આપે. ગુજરાતી ભાષામાં. લગભગ સાત પાનાંના આ ગ્રંથમાં ૧૬૧૭–૧૮ દાયકાઓ પહેલાંની ગુજરાતી ભાષામાં શ્રી સહજાનંદ સ્વામીનાં વચને સંગ્રહાએલાં છે, પરંતુ ગુજરાતી ભાષાના વર્તમાન સાહિત્યકારોએ વચનામૃતની ગુજરાતી ભાષાને ગ્ય રીતે બિરદાવી છે. શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય મહાન ભકત તે અવશ્ય હતા, પરંતુ તેઓ પંડિતે. અને ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી પણ હતા એવી માહિતી દર્શાવવી એ વચનામૃતનાં પતા અને વિશ્વસનીયતા માટે ઉચિત લાગે છે
વચનામૃત સામાન્ય માણસથી માંડીને વિદ્વાન લોકો સુધી સૌ કોઈને ધમને રસ્તે જવા માટે એક સુંદર માર્ગદર્શક ગ્રંથ છે.
હિન્દીમાં વિચારગોષ્ઠિ, સંધના ઉપક્રમે રાષ્ટ્રભાષા હિન્દીમાં એક વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત આ પ્રમાણે છે." વકતા: ડો. રામમનોહર ત્રિપાઠી
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને નગરવિકાસ
ખાતાના ભૂતપૂર્વ રાજ્યમંત્રી વિષય: રા[મા 1 જૈન સાહિત્ય પર પ્રભાવ અધ્યક્ષ: ૩. રમણલાલ ચી. શાહ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
૩૮૫, સરદાર વી. પી. માર્ગ, મુંબઈ - ૪૦૦૦૦૪ દિવસ: શનિવાર, ૧૧મી માર્ચ, ૧૯૮૯ સમય : સાંજના પ-૪૫ કલાકે
સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. તે બસંતલાલ નરસિંહપુરા કે પી. શાહ , - સંજક નિરુબહેન એસ. શાહ
* મંત્રીઓ '
સંયુકત અંક “પ્રબુદ્ધ જીવનના બે અંક (તા. ૧ અને ૧૬ ફેબ્રુઆરી) સંયુક્ત અંક તરીકે પ્રગટ કરવાનું નકકી કર્યું હતું, પરંતુ સંજોગવશાત હવે ત્રણું અંક (૧ માર્ચ સહિત) સંયુકત અંક તરીકે પ્રગટ કરવામાં આવે છે. વિલંબ તથા આ ફેરફાર માટે ક્ષમાપ્રાથ'ના.
- તંત્રી :
'