________________
(3)
પ્રબુદ્ધ જીવન
તા, ૧/૧૬-૨-૮૯, તા.૧-૩-૮૯
વશ કરી આધ્યાત્મિક જ્ઞાન અને તાર્કિક જ્ઞાનને નાશ કરનાર આ પાપી કામને ત્યાગ કર.” જેમને આ વિષયમાં રસ હોય તેમણે ગીતાના ત્રીજા અધ્યાયના ૩૬ થી ૪૩ સુધીના સઘળા કલેકે વાંચી જવા. ગીતામાં આ સ્પષ્ટ બાબત હોવા છતાં, સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ “જનવાણી” ચીકણા” “અતિ ખલિયા' છે એમ કહીને કેટલાક લેકે નાકનું ટેરવું પણ ચડાવે છે; પરંતુ આ પ્રકારની રહેણીકરણી પાછળ શ્રી સહજાનંદવામીએ બતાવેલું ઇંદ્રિયનિગ્રહનું જબરદસ્ત તત્ત્વજ્ઞાન પડેલું છે એ કેટલાક લોકોની સમજમાં આવતું નથી. હિંદુ ધર્મના પાયાની આ વાત શ્રી સહજાનંદસ્વામીએ પૂર્ણ કળાથી સરળ ભાષામાં કહી છે એ વચનામૃતનાં સઘળાં પ્રકરણોમાં જોવા મળશે. ઈદ્રિયનિગ્રહને આંખે ઊડીને વળગે એવો દાખલ શ્રી સહજાનંસ્વામીએ એ સ્થાપે છે કે ભાઈબહેને એ સાથે મળીને કામ કરવું નહિ, તેમની વ્યવસ્થા અલગ અલગ સીધીસાદી વાત છે કે દારૂ અને દેવતા સાથે રહે તે શું પરિણામ આવે? માણસને કથા સાંભળવા જવા માટે સ્ત્રીઓની હાજરીનું આકર્ષણ ખેંચતું રહે, તે કથામાં વૃત્તિ કેટલી પેટે ? અને “અમરત્વની સફર પર પગ કયારે મંડાય ? - ઇંદ્રિયદમન ન કરવું એવી મને વૈજ્ઞાનિક સલાહને અર્થ એ કઈ રીતે થાય કે ઈદ્રિયોને છૂટો દોર આપી દેવો ? આ સંબંધમાં જીવનની ઉત્તરાવસ્થામાં પ્રબુદ્ધ જીવનનાં તંત્રીપદે
અને ઈશ્વરની ચર્ચા હોય જ છે. વચનામૃતમાં પણ આવી ચર્ચા આપેલી છે અને તે સૌ કોઈ સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષામાં આપેલી છે. તે કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના ! પ્રચારને ગ્રથ નથી. પરંતુ ધર્મ અને ભક્તિ અને તેમાં વિગતવાર માગદશન છે. મનુષ્ય તરીકેનું જીવન કઈ રીતે સાર્થક બને તેની તેમાં બુદ્ધિપૂર્વકની પૂરતી છણાવટ છે તેમજ જેમને ધર્મ અને ઇશભકિતની દિશામાં આગળ ધપવું હોય તેમને માટે ગીતા અને ભાગવત જેવો અનન્ય માર્ગદર્શક ગ્રંથ છે.
ધર્મગ્રંથ માત્ર વાંચી જવાથી કે માત્ર કથા સાંભળવાથી “અમરત્વ’ મળતું નથી. એ માટે માનસિક અને શારીરિક શિસ્ત સાથે સદ્દગુરુની સહાયથી સાધના કરવી પડે છે. હિંદુ ધર્મના કઈ પણ ગ્રંથમાં આધ્યાત્મિક જીવન માટે વ્યવસ્થિત સાધનાની વાત આવે જ છે. ઘડીભર તમે કઠોપનિષદ જુઓ તે તેમાં યમરાજ નચિકેતાને આ પ્રમાણે સમજાવે છે:: “શ્રેય-food પસંદ કરનાર સુખ મેળવે છે પ્રેય-Pleasant પસંદ કરનાર સુખ મેળવી શકતા નથી. અજ્ઞાની હોવા છતાં પિતાની જાતને સમજદાર અને પંડિત માનીને તે એવી પ્રવૃત્તિઓ કરે છે કે અંધજનોની જેમ ફાંફાં મારે છે અને ફરીફરીને જન્મવાનાં ચક્રમાં પડે છે. જગતના પદાર્થો પ્રત્યેની આસકિત અને હર્ષશોકની લાગણીઓને લીધે આત્મા જોઇ શકતે. નથી. માણસે પિતાની અંદર રહેલા આત્મા પ્રત્યે સ્થાન કેન્દ્રિત કરીને આત્માના દૈવી રવભાવ અને સ્વાભાવિક સ્વતંત્રતાને સાક્ષાત્કાર કરવાનો છે. આમ થાય તે હવ" અને શેકને સમગ્ર ગુંચવાડે અદ્રશ્ય થાય છે. હવે આ આત્મજ્ઞાન શી રીતે મળે? તે યમરાજ કહે છે, “માત્ર ચર્ચાથી નહિ, પણ તે માટે ઝંખના જોઇએ. જગત પ્રત્યે અનાસકિત કેળવવી જ જોઇએ. માટે ઈદ્રિ પર સંયમ અનિવાર્ય છે. જ્યારે હદયનાં આવરણે હટી જાય છે, ત્યારે માણસ દુન્યવી આસકિતઓથી મુક્ત બને છે અને “અમર બને છે. તમે ગમે તે ઉપનિષદ વાંચે કે ગીતા વાંચે; તેને સ્વનિ આ છે- “ઇચ્છારહિત બને, જગતથી અનાસકત બને અને તે ઇંદ્રિયસંયમ અવશ્ય રાખો. પરિણામે શબ્દાતીત શાંતિ મળે, ભગવાનને પમાય અને જન્મમરણના ફેરા ટળે.” આવી સ્થિર, બુદ્ધિ હોય, તે જીવનમાં સંસારની ફરજો શ્રેષ્ઠ રીતે બજાવાય તેમજ લોકકલ્યાણની પ્રવૃત્તિ શ્રેષ્ઠ રીતે થાય જેમાં
સંસારમાં સરસે રહે ને મને મારી પાસ’ની ટોચના ભકતની સ્થિતિ રહે.
શ્રી સહજાનંદ સ્વામીએ ઉપનિષદોનું ઉપરોક્ત સત્ય ભગવાનની ભક્તિની ભૂમિકા પર સમજાવ્યું છે. ગીતા તમા મ્પિનિષદોને અનુરૂપ અંકિ પર કાબૂ રાખવાને તેમણે જે સતત ભાર સીધી રીતે અને આડકતરી રીતે મૂકે છે અને ઈદ્રિયનિગ્રહ સરળ રીતે સમજાવવા માટે તેમણે જે જહેમત વાણું અને આચરણ દ્વારા લીધી છે એવું ભાગ્યે જ જોવા મળશે. ગીતામાં ઈદ્રિયનિગ્રહની વાત આ પ્રમાણે દર્શાવી છે
तस्मायमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजहि खेनं ज्ञानविज्ञाननाशनम् ॥
અધ્યાય ૩, લેક ૪૧ ' અર્થાત “માટે હે ભરતશ્રેષ્ઠ! તું પ્રથમથી દિને
પ્રબુદ્ધ જીવન” (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રૂલ્સ ૧૫૬ના અન્વયે)
(ફેમ ન. ૪) , - પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. એ હા. સોસાયટી,
: ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪, ૨. પ્રસિદ્ધિને કમ ; દર મહિનાની પહેલી અને
સેળમી તારીખ ૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધાર કે. એ હા. સેસાયટી,
: ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪, ૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ.
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. ઓ. હા. સોસાયટી,
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪ ૫. તંત્રીનું નામ : ડે. રમણલાલ ચી. શાહ
કયા દેશના : ભારતીય ઠેકાણું : રસધારા કે. ઓ. હા. સોસાયટી,
૩૮૫,સરદાર વી.પી. રેડ, મુંબઈ-૪. ૬. માલિકનું નામ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
સરનામું ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪
હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. તા. ૧-૩-૮૮
રમણલાલ ચી. શાહ
: