________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
કતલખાનામાં અને વૈજ્ઞાનિક પ્રયોગમાં જે કુરતા વાપરવામાં આવે છે તે આપણી નજરે ચઢતી નથી છતાં એમ કહેવું જોઇએ કે માનવકલ્યાણ માટે તથા આપણું પાળેલાં પ્રાણીઓના કલ્યાણ માટે કેટલીક હિંસા થઈ રહી છે. ઔષધો અને બીજી વૈજ્ઞાનિક પ્રયોગ માટે જે પ્રાણીઓને ઉપયોગ થાય છે તેમાં કદાવર ઘેડા, ઘેટાં. સસલાં વાંદરા, ઉંદર અને સસલાના કુળના ગીનીપિગ વગેરેને સમાવેશ થાય છે. સર્પદંશના એક માત્ર ઈલાજ માટે જે ઈજેકશને બનાવવામાં આવે છે તેમાં ઝેરી સર્પોને ડેકમાંથી પકડીને એક પ્યાલામાં તેમનું ઝેર કાઢવામાં આવે છે. એ ઝેર સમયે – સમયે એક તંદુરસ્ત ઘેડાના શરીરમાં વધુને વધુ પ્રમાણમાં દાખલ કરીને તેના લેહીમાં પ્રતિવિષ ઉત્પન્ન કરવામાં આવે છે. ઘેડ મરી ના જાય એટલી માત્રામાં જ વિવ વધારવામાં આવે છે. જયારે પ્રતિવિષ વડે લેહી ભરપૂર થઈ જાય ત્યારે ઘેડાના શરીરમાંથી થેડુંક લેડી ' કાઢી તેમાંથી પ્રતિવિષ એક કરવામાં આવે છે. અને તેમાંથી સર્પદંશના એક માત્ર ઇલાજ તરીકે એન્ટી વેનમ ઈજેકશન બનાવવામાં આવે છે. આ પ્રયોગમાં કરતા નથી અને ઘેડાને બહુ ઇજા પણ થતી નથી એમ માનવામાં આવે છે. જેમ આવી રીતે એન્ટી વેનમ ઈજેકશન બનાવવા લેકકલ્યાણ માટે જરૂરી છે તેમ હડકવાના એકમાત્ર ઉપાય તરીકે -જેકશન બનાવવા તે પણું લેકક૯યાણ માટે જરૂરી છે પરંતુ તે ઇજેકને ઘેટાના શરીરમાં હડકવાના વિષાણુઓ દાખલ કરીને એ વિષાણુ વડે પ્રતિવિષાણુઓ ઉત્પન્ન કરવામાં આવે છે. માણસને હડકાયું કૂતરું કરડ્યું હોય તે આ પ્રતિવિષમાંથી બનાવેલાં ઈજેકશને એકમાત્ર ઉપાય છે. એવી રીતે કેટલાક રોગે એવા છે કે જેમના ઉપાય પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા વિના શેાધી શકાયા ના હેત દા. ત. કેન્સરને રેગ શરીરમાં ફેલાતે અટકાવવા કે મટાડવા કઈ રામબાણ લાઈજ શેધા નથી તેની શોધ માટે વાંદરાના શરીરમાં કેન્સરને રેગ દાખલ કરવામાં આવે છે. કેટલાક પ્રયોગો એવા છે કે જેમના ઉપાય શોધવાના પ્રયોગ કરતા થી ભરેલા હોય છે, પરંતુ જે રોગના ઇલાજ મળી ચૂક્યા હોય કે જે રેગન પ્રગોમાં સિદ્ધિ મળી ચૂકી હોય તેમાં માત્ર સ્વાનુભવને ખાતર પ્રાણીઓ ‘ઉપર પ્રયોગ કરવા એ એગ્ય નથી. તેમ છતાં દર વર્ષે લાખ પ્રાણીઓ ઉપર નિરર્થક કરતા આચરવામાં આવે છે.'
પ્રાણીઓ પ્રત્યે કરતા અટકાવવાની ઝુંબેશ ઉઠાવનારી જીવદયાળુ સંસ્થાઓ ભારત સહિત ઘણા દેશમાં છે અને પ્રોગામાં કૃરતા કેમ ટાળવી તેની માર્ગદર્શિકાઓ પણ છે પણ તેને અમલ થતું નથી. અથવા ઓસ્ટ્રેલિયાની જેમ અમલ કરાવવા માટે કાયદે નથી.
પ્રાણીઓના કલ્યાણ માટે એસ્ટ્રેલિયત સંસ્થાઓમાં ૧,૫૩,૦૦૦ સભ્યો છે, પરંતુ કેટલાક પ્રયોગમાં ફરતા નિવારી શકાય એમ તેઓ બધા માનતા નથી. અમેરિકામાં ગાયની વ્યકિતગત ઓળખ માટે તેમને નિશાની આપવામાં આવે છે અને એ નિશાની ધગધગતા સળિયા વડે કરવામાં આવે છે જેથી તે ભૂસાઈ ના જાય.
વાંદરાની અને માણસની શરીરરચના ઘણી મળતી આવે છે તેથી જે પ્રયોગ માણસ ઉપર ના થઈ શકે તે વાંદરા ઉપર કરવામાં આવે છે. અમેરિકાની કેન્દ્રીય સરકારના એક પ્રેજેટમાં વાંદરાને ડામ દેવામાં આવ્યા હતા; પણ એ પ્રગટ કરનાર સામે રાજ્ય સરકાર કંઈ કરી શકી નહિ કારણ કે રાજ્ય સરકારના કાયદા કેન્દ્ર સરકારના પ્રેજેકટને લાગુ પડતા નથી. ઇંગ્લેન્ડના રયલ કેલેજ ઓફ સન્સની માલિકીના કેટલાક વાંદરાના કપાળ ઉપર તેમની માલિકીસૂચક અક્ષરે કે તરવામાં આવ્યા હતા. આ નિરર્થક કુરતા માટે આ કોલેજના સત્તાધીશ સામે કામ ચલાવવામાં આવ્યું હતું. પ્રાણીઓ પ્રત્યે કૃરતા અટકાવવા બ્રિટનમાં સ્થપાયેલી જીવદયા મંડળી આ વિષયમાં ઘણી જાગૃત છે અને તેને લેકમતને સબળ ટકે છે. આપણું દેશમાં લેકમત એ જાગૃત નથી. એરટ્રેલિયામાં કેન્દ્ર સરકાર સાથે જોડાયેલાં રાજ છે. તેના વિકરિયા રાજયને ખેતીવાડી ખાતાએ પ્રગટ કરેલા આંકડા બતાવે છે કે ૧૯૮૩-૮૪ ના વર્ષમાં પૂરા થયેલા અથવા અધૂરા રહેલા વૈજ્ઞાનિક પ્રયોગોની સંખ્યા ૩,૮૯,૭૫૭ હતી અને તે પ્રયોગ પ્રાણીઓ ઉપર થયા હતા. ઓસ્ટ્રેલિયાની “Cairo' નામની સંસ્થા એલીએ તેર જાતિનાં ૧,૮૬,૪૯૯ પ્રાણીઓ ઉપર પ્રગ કર્યા હતા અને તે માત્ર બે વર્ષના ગાળામાં. બીજી વૈજ્ઞાનિક સંસ્થાઓએ અને સંરક્ષણ ખાતાની પ્રગશાળાઓએ પ્રાણીઓ પર અખતરા કર્યા હોય તે જુદા.
ઓમેગા નામના સાયન્સ ડાયજેટમાં એક લેખ જણાવે છે કે બધી સંસ્થાઓના આંકડા મળી શકેલ નથી, પણ એમ તે કહી શકાય કે એકલા એસ્ટ્રેલિયામાં સંશોધન માટે દેઢ વરસે સરેરાશ ૪૦,૦૦,૦૦૦ પ્રાણીઓ પ્રયોગ માટે વપરાય છે. દુનિયાના બીજા દેશમાં કેટલાંક પ્રાણીઓ વિજ્ઞાનના વિકાસ માટે યાતનાએ સહન કરતાં હોય છે. અને તેમાં ખપી જતાં હશે! પ્રયોગે સમયે તેઓ વ્યથાની ચીસે પાડે છે અને તેમની જે દુર્દશા થાય છે તે આપણે સાંભળી ને જોઈ શકીએ નહિ એમ એમેગા સાયન્સ ડાયજેસ્ટના લેખકે જણાવ્યું છે. તેમાં વધુમાં વધુ પીડા વાંદરા ભગવે છે. માણસને એકાંતવાસમાં પૂરી રાખવાથી તેના મન અને વતન ઉપર શી અસર થાય છે તે જાણવા વાંદરાને એકાંતમાં અંધારામાં પૂરી રાખવામાં આવે છે. શારીરિક પીડા કરતાં પણ માનસિક પીડા વધુ અસહ્ય હોઈ શકે.
:
જેમ માનવઅધિકાર મેળવવાની ઝુંબેશ ચાલે છે તેમ માનવતાવાદી કેટલીક સંસ્થાઓ મનુષ્યતર પ્રાણીઓના. અધિકાર માટે પણ લડત ચલાવે છે. આપણે તે આપણા અધિકારો માટે પણ જાગ્રત નથી તે મનુષ્યતર પ્રાણીઓના અધિકાર માટે લડત ચલાવનાર કેટલા હશે ?
આ ચર્ચાને સાર એ છે કે પ્રાણીઓ માટે આપણને સહાનુભૂતિ હોવી જેટએ, પરંતુ સમાજને એક વર્ગ એમ માને છે કે પ્રાણીસૃષ્ટિ મનુષ્યના ” ઉપગ માટે છે, માટે કરતા વાર્યા વિના તેમને ઉપભેગ ના થઈ શકે.