________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯
પ. પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીએ સ્મારકના કામને પિતાની આત્મસાધનાની સાથે સાથે પોતાના જીવનનું એક મહત્ત્વનું બનાવી દીધું હતું. એ માટે તેઓ સમારકના જ સ્થળે ઘણું બધી પ્રતિકૂળતા હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન વારંવાર ત્યાં આવીને સ્થિરતા કરી હતી અને છેલ્લાં બે ચાતુર્માસ તેમણે સ્મારકના સ્થળે જ કર્યા હતાં. એમની શિષ્યાઓ સ્વ. પૂજય શ્રી સુજેઠાશ્રીજી, પૂજ્ય શ્રી સુતાશ્રીજી, પૂજ્ય શ્રી સુયશાશ્રીજી તથા પૂજ્ય શ્રી સુપ્રજ્ઞાશ્રીજીને પણ આ કાર્યમાં ઘણો ઉમંગભર્યો સહકાર સાંપડ્યો હતે. પૂ. શ્રી સુજેષ્ઠાશ્રીજી સ્મારકના જ સ્થળે કાળધર્મ પામ્યાં હતાં અને સ્મારકનું જ કાર્ય કરતાં કરતાં પૂજ્ય શ્રી મૃગાવતીશ્રીએ પણ આ જ સ્થળે તા. ૧૮ જુલાઈ, ૧૯૮૬ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આમ સ્મારકની . આ ધરતીમાં રમારકના પ્રણેતા અને એમના એક શિષ્યા એમ બેના સ્થળ દેહનું વિસર્જન થયું છે અને એમનાં પવિત્ર પરમાણુઓ એ માટીમાં અને એ હવામાં એકરૂપ બની સૌને પ્રેરણા આપી રહ્યાં છે.
આ સ્મારક સંકુલનું બીજું એક અત્યંત મહત્વનું અંગ તે ભેગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલેજ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, દિલ્હી અને ભેગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન – મુંબઈના સંયુકત સહકારથી આ યોજના થઈ છે. જેનધમ, તત્વજ્ઞાન તથા ભારતીય સાંસ્કૃતિક વિષયના અધ્યયનનું કામ તેમાં થશે. એ માટે અત્યાર સુધીમાં ૧૩૦૦૦ જેટલી પ્રાચીન હસ્તપ્રતોને સંગ્રહ થઈ ગયું છે અને તેમાં પાકિસ્તાનથી આવેલી હસ્તપતો પણ છે. કેટલીક સુવર્ણાક્ષરે લખાયેલી વિરલ હસ્તપ્રત પણ છે અને ગ્રંથાલયમાં હજારો ગ્રંથ પણ છે. એની સૂચિઓ તૈયાર કરવામાં પૂ. મૃગાવતીશ્રીજીની તેજરથી શિષ્યાઓએ શ્રી લક્ષ્મણભાઈના માગદશત હેઠળ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ભવિષ્યમાં આ ઇન્સ્ટિટયૂટ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર એક મહાન ઈન્સ્ટિટયૂટ બની રહેશે એ નિઃસંશય છે.
અહીં ગુરુમદિરની એક બાજુ પદ્માવતી માતાનું મંદિર બાંધવામાં આવ્યું છે. પૂ મૃગાવતીશ્રીજી જયારે વિદ્યમાન હતાં ત્યારે તેમની નિશ્રામાં શ્રી શાંતિલાલજી જૈન (મોતીલાલ બનારસીદાસ)ના હસ્તે ૧૯૮૪માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી . હતી. સ્મારકના સંકુલમાં આ એક અનેરું આકર્ષણ બની
નું
ઇન્સ્ટટયૂટ ઓફ "
મહાન જૈનાચાર્યા શ્રી વિજય વલ્લભસૂરિજી ૧૯૫૪માં મુંબઈમાં કાળધર્મ પામ્યા. તેમનું કાર્યક્ષેત્ર ગુજરાત, રાજસ્થાન અને પંજાબ રહ્યું હતું. પરંતુ તેમણે જીવનને સૌથી વધુ કાળ પિતાના ગુરુ આત્મારામજી મહારાજની આજ્ઞાનુસાર પંજાબને સમર્પિત કર્યો હતો. એટલે પંજાબીઓમાં ઘેરબેર ગુરુ વલ્લભનું નામ ગુંજતું રહ્યું છે. તેઓ કાળધર્મ પામ્યા તે પછી એમના માટે યોગ્ય સ્થળે યેગ્ય મારક થવું જોઈએ એવી ભાવના વહેતી રહી હતી. પરંતુ એ દિશામાં ત્યારે કોઈ નકકર કાર્ય થયું ન હતું. એમ કરતાં ૧૫થી વધુ વષ નીકળી ગયાં. પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજીએ વડોદરાના ચાતુર્માસ દરમિયાન આ કામ માટે હવે સમય પાકી ગયો છે એમ જાણીને તથા કાઇકને શિરે એની પૂરી જવાબદારી નાખવી એમ વિચારીને તેમણે એ કાર્ય માટે પિતાના સમગ્ર સમુદાયમાંથી તેજસ્વી સાવરને શ્રી પૂ. મૃગાવતીશ્રીજીને પસંદ કર્યા અને તે માટે દિલ્હીમાં રૂપનગરમાં ચાતુર્માસ કરીને મૃગાવતીશ્રીએ આ પેજના ચાલુ કરી દેવી જોઈએ એમ જણાવ્યું. તે અનુસાર મૃગાવતીશ્રીજી પંજાબમાંથી ભરઉનાળમાં ઉગ્રવિહાર કરી દિલહી પહોંચ્યાં અને તેમણે આ યોજના માટે આરંભ કરી દીધે. તેઓ જ્યારે અંબાલાથી દિલ્હી આવી રહ્યાં હતાં ત્યારે એક ખેતરમાં એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠાં હતાં ત્યારે અંદરથી જ કે સ્કૂરણ થઈ કે ગુરુમારક માટે આ સ્થળ અત્યંત અનુકૂળ છે. જાણે કોઈ ભાવિનિમણની આગાહી થઈ રહી હોય તેમ સ્મારક માટે એ ખેતરવાળી જગ્યાની પસંદગી થઈ. તે જગ્યા વેચાતી લેવાઈ અને ત્યાં સ્મારકામ ચાલુ થયું. એ માટે આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી તથા સ્મારકની યોજના કરવામાં આવી. ટ્રસ્ટના પેટ્રન જૈન સમાજના કર્ણધાર અને સુખ્યાત ઉદ્યોગપતિ સ્વ. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું સુયોગ્ય માર્ગદર્શન સાંપડયું અને આણંદજી કલ્યા
છની પેઢીના સ્થાપત્યવિદેને તેની જૈન શિલ્પ – સ્થાપત્ય— કળાના નમૂનારૂપ રચના અને બાંધકામ કરવાની જવાબદારી સોંપવામાં આવી.
સ્મારક માટે જમીન લેવાઈ ગયા પછી અને યોગ્ય કાર્યવાહી થઈ ગયા પછી ગચ્છાધિપતિ વિજય ઈન્દ્રદિનસૂરિ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી પૂ. શ્રી મૃગાવતીશ્રીજીએ સ્મારકની પેજનાના કામને આરંભ કરાવ્યો. અને તે મુજબ ૧૯૭૯ના જુલાઈ માસમાં લાલ રતનચંદજી જૈનના વરદ્ હસ્તે ભૂમિપૂજન થયું અને ત્યાર પછી નવેમ્બર માસમાં લાલ ખેરાયતીલાલજી જૈનના વરદ હસ્તે શિલાન્યાસને વિધિ થયો.
આ પ્રમાણે આ પેજના આગળ ચાલવા લાગી. આરંભમાં એનું લક્ષ્યાંક નાનું હતું, પરંતુ જેમ જેમ સહકાર મળતા ગયા અને પ્રેત્સાહન વધતું ગયું તેમ તેમ ગુરુમહારાજ વિજય વલ્લભસૂરિના ૮૪ વર્ષના આયુષ્યને લક્ષમાં રાખીને ૮૪ લાખ રૂપિયાની યોજના ૧૯૭૯માં જે વિચારાઈ તે ક્રમે ક્રમે વધીને આજે દસ વર્ષના અંતે પાંચ કરોડથી વધુ રૂપિયાની થઈ છે અને જ્યારે
પરિપૂર્ણ થશે ત્યારે તેથી પણ ધણી મોટી રકમની જરૂર રહેશે. આ સમગ્ર યોજનામાં કેઇ એક જ વ્યકિતનું સૌથી મેટું આર્થિક યોગદાન હોય તે તે લગભગ દેઢ કરેડ રૂપિયાથી પણ વધુ મેટી રકમ આપનાર શ્રી અભયકુમાર એસનાલનું છે.
0િ આત્મવલ્લભ
પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી આ સ્મારકમાં હતાં તેવામાં ૧૮મી જુલાઈ ૧૯૮૬માં કાળધર્મ પામ્યાં. એમને અગ્નિસંસ્કાર સ્મારકના આ સ્થળમાં હજારો લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. એ સ્થળે એટલે કે પદ્માવતી માતાના મંદિરની બાજુમાં ' સાધ્વી મૃગાવતીશ્રીજીનું સમાધિમંદિર બનાવવામાં આવ્યું છે. એનું સ્થાપત્યવિધાન પણ અનોખી શૈલીનું છે. - ગુરુમંદિરની નીચે વિશાળ બેઝમેન્ટમાં જૈન કલાનું સંગ્રહાલય કરવાનું આયોજન થયું છે. તે માટે પ્રતિમાઓ, શિલ્પાકૃતિઓ, સ્થાપત્યના નમૂનાઓ, ચિત્ર, હસ્તપ્રતે, ટાઓ વગેરે એકત્રિત થઈ રહ્યાં છે. સ્મારકના મુખ્ય મંદિરની એક બાજુ સાધુઓને ઉપાશ્રય
(અનુસંધાન પૃષ્ઠ ૧૫).