________________
પ્રબુદ્ધ જીવન.
'
તા. ૧-૧૧-૮૯. તા. ૧૬-૧૧-૮૯
શેનાં નાટકે માત્ર નાટકે નથી. સ્ત્રી-પુરુષનાં સુંવાળા કે લપસણાં સંવેદના સરવાળા-બાદબાકી નથી ‘વિશ્વસાહિત્યમાં એ પહેલે નાટયકાર હો જે રંગભૂમિ ઉપર સમાજ જીવનની સમીક્ષા કરે છે એમ એ. સી. ર્ડ ધે છે. એ સામાજિક
જીવનનાં અનિષ્ટ દર્શાવે છે, રાજનીતિના બગડેલ જીવન-વિહારને ઉધાડે કરે છે અને એ રીતે પિતાના પ્રબળ
Destructive Force થી જીવનની ઉજજવળ દિશાઓનું દર્શન કરાવવાની કલાકારની રીતિએ અનુપમ સિદ્ધિ મેળવે છે. છે. એ તે સ્પષ્ટ છે કે શેને પિતાનાં નાટકનું રવરૂપ
પ્સન પાસેથી મળેલું છે. પણ ઇમ્સનના નાટયવરૂપને તેણે પોતાની રીતે ખૂબ વિકસાવ્યું છે. ઇમ્સનને એ ચાહક, ઉપાસક ને પ્રચારક હોવા છતાં સમજવા જેવું એ છે કે ઇમ્સનના ઘણા વિચાર સાથે તેને વિરોધ છે. ઇબ્સનની નાટયકૃતિઓમાં પણ માણસમાં રહેલ માણસાઈના અભાવને પંપાળવાનું કે પિવાનું વલણ વધતેઓછે અંશે રહેલું જ છે. શે માણસાઈના અભાવને દુજનતાનું પ્રતીક ગણે છે. અને એ રીતે તે કેવળ ઈબ્સનથી નહિ, વિશ્વના સાહિત્યકારોથી ઘણે જુદા પડે છે. એમ પણ કહી શકાય કે એક તરફ સમગ્ર વિશ્વના સાહિત્યકારો છે અને બીજી તરફ બર્નાડ શે એકલે છે. તેના હૃદયમાં માણસ માટે અનુક પાને સ્ત્રોત કદાચ વહેતે હશે, પણ તેની રચનાઓ આપણે તે જોઈ શકતા નથી. માણસને માણસ તરીક ગૌરવ આપવા કે રવીકારવા શે જરા પણ તૈયાર નથી. અને આ બધું બન્યું છે. બને વિશ્વયુદ્ધ પહેલાં. જગતની કઈ પ્રચંડ ઘટનાઓએ શેના આવા માનસનું ઘડતર કર્યું નથી. કૌટુમ્બિક જીવનના કયુ અનુભએ અને માણસની માણસાઇની હિજરતે જ શેને ખૂબ અકળા છે. અને તેનું સ્પષ્ટ, સુરેખ ને નીડર નિરૂપણ કશાય ખચકાટ કે ક્ષોભ વિના તેણે કહ્યું છે. આવું Bold presentation કરવાનું સામર્થ્ય સામાન્ય કલાકારનું હોઈ -શકે નહિ, સમર્થ સાહિત્યસ્વામીનું જ સંભવી શકે.
'તેનાં નાટામાં વસ્તુ ને પાત્ર ગૌણ સ્થાને રહ્યાં છે એમ કહેવાયું છે. પણ શેનું પાત્રાલેખન Flat-થિર હોવાથી વધારે જીવંત બન્યું છે માણસાઈના અભાવવાળાં પ દર્શાવવા અને તેમને સજીવ વ્યકિતત્વ આપવું એવા વિરોધમાંથી તેની પ્રતિભા એર ખીલી ઊઠે છે એ પાત્રો વાચકે કે શ્રોતાઓની બહુ સહાનુભૂનિ જીતી શકે એવાં નથી જ. ‘જીવ તે મનુષ્ય તરીકે પાર ઊતરી શકે અને એ રીતે કલાની કસેટીમાંથી વિવેચકોની દષ્ટિએ પસાર થઈ શકે તેમ નથી. પણ શેને વધારે પિતાના ઇંગિતની પડી છે, જેને એ પાત્રે જ બરાબર ચરિતાર્થ કરી શકે છે. - અ ગ્રેજી ભાષામાં Morality શબ્દ ઘણે વ્યાપક અર્થ ધરાવે છે. આપણે ત્યાં Morality એટલે નીતિ અ ગ્રેજીમાં તેને અર્થ માત્ર નીતિ નથી. મોરેલિટીમાં સામાજિક સુધારણા ને જીવનસંદેશ પણ સમાવિષ્ટ થાય છે. શું નું પ્રત્યેક નાટક જીવનના કેઇને કઈ Moralityથી બહુ થયેલું હોય છે. એમ છતાં એમની કલમમાં એવું તે સામર્થ્ય હતું કે એ જે કંઈ લખે છે તે કલાત્મક બની રહે છે. તેને ઉત્તમ વિવેચક એ. સી. ડ' લખે છે : He feared that there might be (as undouvabtrdly there was)
an artist's nature in himself, and all b's life he tried to crush that part of his nature. For tunatelyhe did not sncceed entireles...' આ શબ્દ ઘણા યથાય છે. શેનાં ઉત્તમ નાટકે કવિતાસભર સવાથી ઉચ્ચ કવિત્વનું ઉકટ દર્શન કરાવે છે. અને એટલે જ ‘સેન્ટ જોન'. મેન એન્ડ સુપરમેન કે બેક ટુ મેગ્યુસેલા' કવિતાની ખૂબ નજીક રહે છે. “મિસિર રેન્સ
ફેશનનાટકમાં મિસર વેરેન પિતાને ભૂતકાળ પિતાની પુત્રી પાસે પ્રગટ કરે છે ત્યારે કે કેન્ડીડા’ને અંતિમ ભાગ કે. 'જોન બુલ્સ અધર આયલેન્ડીનો બીજો અંક તેના કવિત્વયુકત કલાત્મક ગદ્યથી બદ્ધ થયેલા લાગે છે... . - ઉપર નોંધ્યું તેમ શેના પ્રત્યેક નાટકમાં કંઇ ને કંઇMoral હોય જ છે. તેનું પ્રથમ નાટક 'વી એસ કાઉસીસ' લંડનના પછાત રહેઠાણેનું અને એ ગંદા રહેઠાણ માં રહેતા અતિ ગરીબ માનનું જીવન બતાવે છે. ગરીબીથી પીડાતા આ લેટે જ મકાન-ભાડું ભરે છે તેમાંથી અમીર ઉમરાવે મલાઈ ઉડાવે છે. સમાજવાદને અને કામાકસને પ્રખર પુરસ્કૃત અહીં પ્રગટ થયા વિના રહેતા નથી. “મિસિસ વેરન્સ પ્રેફેશનમાં પણ લેખકની એ જ દ્રષ્ટિ જોવા મળે છે. ગરીબી સહન ન થવાથી દેહવિક્રયના પંથે વળેલી મિસિ વેરન પિતાની ભણેલી ગણેલી પુત્રીને એ જ ધંધે વાળવા માંગે છે ત્યારે માતા-પુત્રી વચ્ચે સંઘ પરાકાષ્ટાએ પહોંચે છે.” “આસ એન્ડ ધ મેન'માં લેખક યુદ્ધને વિરોધ કરતા હોવા છતાં અનિવાર્ય સંગમાં યુદ્ધની તરફેણ કરતા હોવાનું જોઈ શકાય છે. ‘કેન્ડીડ’ હું સમજે છું ત્યાં સુધી ઇમ્સનના ‘ડેલ્સ હાઉસ ના વિરોધમાં લખાયેલું નાટક છે. ડેલ્સ હાઉસ'માં નેરા પતિની અપ્રામાણિકતા ને સહયતાના અભાવથી ઘર છોડી જાય છે ત્યારે કેન્ડીડા નિબંધ મનના પતિની સાથે જ રહેવાનું મુનાસીબ માની અઢાર વર્ષના મૂખ કવિ આમે માર્ચ બેન્કના પ્રેમનો ત્યાગ કરે છે અને તેને સાચા પ્રેમનું હાર્દ સમજાવે છે. કેન્દ્ર હેરિસ શેની આ રચનાને તેની સર્વોત્તમ કલાકૃતિ તરીકે ઓળખાવે છે પણું તે યથાવું લાગતું નથી. નાટકની રચના માહેર હોવા છતાં શની લાવ્ય પ્રતિમાને ઉમે તમાં પ્રગટ થઇ નથી. ‘ફિલેટ’, ‘યુ નેવર કેન ટેલ', 'ફનીસ ફટ ' વગેરે રચનાઓમાં લેખક યુવક - યુવતીઓમાં ઉન્માદી બેજવાદબાર ને વદી પ્રણયવહાર ઉપર આકરા પ્રહારો કરી તેમની બેવકૂફી પ્રગટ કરે છે. કેટલાંક ઉત્તમ એકાંકીઓમાં પણ છે આવા પ્રેમને સચેટ પરિહાસ કરે છે. સામાન્ય એકાંકીઓની રચના કરવાની દ્રષ્ટિએ જુદા પડતાં ‘હાઉ ડી લાઈડ ટુ હર હસબંડ’ અને ‘એવરૂલ્ડ'માં સ્ત્રી – પુરૂષના અઘટિત વિષયી પ્રેમનું નિરૂપણ કરી પ્રજાજીવનમાં પ્રેમનું નામ ખેચી ગયેલા એ ભ .નક અનિષ્ટને ગાળી નાખવાના પ્રયાસ કરે છે. શા માટે પ્રેમ એક મહાન અનુભૂતિ છે. સમાજમાં તેને જે રીતે અન થઇ રહ્યો હોય છે એ તેમને ખૂબ દઝાડે છે. જે ભવ્ય પવિત્ર પ્રેમ માટે તેઓ જીવનભર તલસતા રહ્યા હતા. તને અ ધારી આલમમાં અટવાતે જોઇને શેને ખૂબ દુ:ખ થતું હતું તે આ નાટકની રચના કડા જાય છે. ત્યારે લગભગ સે પાનાંનું સળ ગ એકાંકી “ગેટિંગ મેરીડ પ્રગશીલતાની દ્રષ્ટિએ તે ધ્યાન ખેંચે જ છે પણ વિશેષ છે.