________________
જ
તા. ૧-૧૧-૧૮૮ તા. ૧૬-૧૧૮૯
. પ્રભુદ્ધ જીવન
P
'
માણસ કેઇ આયરિશ કે અંગ્રેજ નહિ, વિશ્વમાનવ ને એટલું ન સમજી શકે એવી અ ગ્રેજ પ્રજા મૂખ' કે બેટ નહોતી. શે જ્યારે ભારતમાં આવ્યા, ગાંધીજીને મળ્યા. અન્ય લે કાને પણ મળ્યા ત્યારે કાકાએ તેમને પૂછ્યું: “આ દેશ વિશે ને દેશવાસીઓ વિશે આપની શી છાપ છે?” ત્યારે એ ગંભીર બનીને કહ્યું: ‘હું અહીં બહુ રહી શક્યો નથી એટલે વધારે લોકોને મળી શકી નથી. પણ જે નિપાપ ને નિર્દોષ રેખાઓ મેં ગાંધીના ચહેરા ઉપર જોઇ એવી રેખાઓ બીજા કોઇ ચહેરા ઉપર મને જોવા ન મળી. મને લાગે છે કે ગાંધીને એ ચહેરાઓ ઓળખી શકતા નથી એટલે જ તે તેને વારંવાર ઉપવાસ કરવા પડે છે!' કેટલા સાચા ને કેવા સચેટ શબ્દ હતા અ! આ અને આવા શેને ગુજરાતી સાહિત્યના ધુરંધર સમજી શકે કે પચાવી શકે એ શકય નહોતું. ગુજરાતી સાહિત્ય નમંદ, ગવર્ધનરામ કે ગાંધીજીની અસરને બાદ કરતાં કલાભેગી ને વિલ સી રહ્યું છે. જીવનને વિરદ કરીને પણ કલાકૃતિઓનું સર્જન કરવું એ તેને અભિગમ કેવળ સુરેશ જેથી પ્રેરિત નહોતા. તેમની પહેલાં પણ એ પ્રવાહ વહેતા જ હતા. ત્યારે શે તો જીવનવાદી ને વિશ્વયાત્રી હતા. ભૂત, વર્તમાન ને ભવિષ્યના સંદર્ભમાં કલાના માધ્યમ દ્વારા જીવનને શેધનારા એક વિલક્ષણ શબ્દસ્વામી હતા. અને એટલે જ ગુજરાતી સાહિત્યમાં શું હંમેશાં અસ્કૃષ્ટ, ઉપેક્ષિત અને અણસમજ થયેલા રહ્યા છે. તેમને ' સંદર્ભ આપણું સાહિત્યમાં વારંવાર મળે છે ખરે, પણ તે માત્ર અછડતા સ્પર્શ જે છે. ટોલ્સ્ટોય, ઇબ્સન, શેકસપિયર કે આધુનિક સાહિત્યકાર સંબંધે જે આચનાઓ ને પરામર્શ થયા છે. એથી શે ઉપરોકત કારણોસર મહદ્ અંશે વંચિત રહી ગયા લાગે છે.
આપણે ત્યાં શે વિશે વારંવાર એવું પણ સાંભળવા મળ્યું છે કે શેની આ કે તે કૃતિ અમને પસંદ પડી નથી. શેની કે એક નાટયકૃતિ વાંચવાથી તેમની પ્રતિભાને તાગ મળી શકે એ લગભગ અશક્ય છે. તેને તે સમગ્રતામાં જ માપી શકાય. વર્ષો પહેલાં અમારી કોલેજમાં અમદાવાદના કેટલાક કલાકાર આવ્યા હતા અને અન્ય નટ સથે તેમણે શેનું એક નિષ્ફળ ગણાયેલું નાટક ભજવ્યું હતું. *Widowers Houses.' શેનું આ પહેલું જ લખાયેલું નાટક છે અને તેણે પિતે જ તેને પિતાનું The first and the worst. play તરીકે ઓળખાવેલ છે. એવું નાટક જોઈને કેટલાક અધ્યાપકે એ ગુસ્સે થઈને મને કહ્યું હતું કે “તમે તે શેને માથે લઇને ફરે છે, પણ તેના આ નાટકમાં એવું તે શું છે ?” આવી ફરિયાદ તેની અન્ય નાટયરચનાઓ સામે પણ ચેકકસ થઇ શકે. ફરિયાદ કરનારાઓ. અનુચિત નહેતા, તેમની ટીકા ઘણી સાચી હતી. પણ શે કઈ એકાદ નાટયરચનાથી નહિ, તેની સમગ્ર નાટયસૃષ્ટિથી જ પામી શકાય છે. આપણે ત્યાં આવે જ દાખલો કવિ ન્હાનાલાલને છે. હાનાલાલ કવિનું કેઈ એકાદ પુસ્તક તેમની પ્રતિભા પરિચય ભાગે કરાવી શકે છે. તેમને પામવા માટે તે તેમની સમગ્ર કાવ્યસૃષ્ટિનું કાનન ખેડવું પડે. જો કે ન્હાનાલાલની આ મર્યાદા કહે તે મર્યાદા. પણ એ સૌએ રવીકારવી જોઈએ.
- સ્વ. અનન્તરાય પટ્ટણીએ વરસ પહેલાં બનડે શેનું સર્વ શ્રેષ્ઠ ગણાતું નાટક “Sant Joan” ગુજરાતીમાં ઉતાર્યું હતું. દુર્ભાગ્યે એ ભાષાંતર મારા વાંચવામાં આવ્યું નથી. સ્વ. અનન્તરાય પટ્ટણી ઉક્ત ભાષાંતર કરતાં પહેલાં શેને મળ્યા હતા. તેની પ્રસ્તાવનાની માગણી પણ કરી હતી અને શેએ એ માગણી સ્વીકારી હતી. અને ત્યારે તેમની અને શે વચ્ચે રસભર્યો રમૂજી વાર્તાલાપ પણ થયો હતો. આ બધું મારા વાંચવામાં આવ્યું છે, એટલું જ નહિં “G. B. 5. 90' નામનું પુરતક જે શેની નેવુંમી જન્મશતાબ્દીએ તેની હયાતીમાં પ્રગટ થયું હતું તેમાં સ્વ. પટ્ટણીએ કરેલા ગુજરાતી ભાષાંતરનું એક પાનું પણ “A page from an Indian translation of Saint Joan' નામથી પ્રગટ કરવામાં આવ્યું છે. પણ હું પટ્ટણીનું એ ભાષાંતર આજ પર્યત મેળવી શક્યો નથી. આ સિવાય શેનાં નાટકનાં ભાષાંતરે કે અનુવાદ થયાનું જાણમાં નથી.
– અને એ શક્ય પણ નથી. શે અન્તરરાષ્ટ્રીય સજક ને ચિંતક હોવા છતાં તેનાં નાટકની પાશ્વભૂમિ અંગ્રેજી જીવન જ રહે છે. તેમનાં પાત્રે અંગ્રેજી પરિવેશમાં જ ધબકે છે. એટલું જ નહીં અંગ્રેજી સમાજના પ્રશ્નો તેમાં પ્રાધાન્ય ભોગવે છે. અને છતાં તેની ખૂબી એ છે કે એ પાત્રો, પ્રસગે, પ્રશ્નો ફકત અંગ્રેજી છવનના રહેતા નથી; સમગ્ર મનુષ્ય જીવનને ર૫શે છે. પિતાની નાટયરચનાઓને Coinic touch થી
Cosmic vision આપવામાં જ શેની નાટય પ્રતિભાની સિદ્ધિ ' ' રહેલી છે. તત્કાલીન અંગ્રેજી જીવનનું તેમાં પ્રતિબિંબ હોવાથી
અને વળી તેમાં યુગલક્ષી પ્રશ્નનું અર્થધટન થયું હોવાથી તેમની નાટય–રચનાઓનું ભાષાંતર કે રૂપાંતર સહેજ સાય નથી.
સાહિત્યકાર એક એ કલાકાર છે જેની સાધના સામાન્ય કલાકાર- Artist કરતાં નિરાળી હેય છે. આવું ત્યારે કહેવામાં આવે ત્યારે આજના કહેવાતા વિદ્વાનેને આક્રોશ સાંભળવા મળે છે. જે જમાનામાં આપણું આ કહેવાતા કલાકારો દારૂબંધી સામે દાંડીકુચ કરવાનું એલાન આપે માત્ર એલાન જ કેમકે અમદાવાદદાંડીને અતિ લાખે ને વિકટ પંથ શરાબની બાટલીએ . સાથે, કાપવાનું આ મહાનુભાવોનું ગજુ નથી. અને તેમના
અનુગામી વિધાને કે પત્રકારો સંસ્કાર શબ્દ સામે જ સૂમ રાખી તેને “કદાર’ને ઉપાલંભ કરે ત્યારે શે વધારે ને વધારે યાદ આવે છે. આ વિરલ વિભૂતિઓ વિલાસપ્રધાન દેશમાં રહીને પણ કલાકારના આવા જમેલાઓ ને બગડેલાં જ સામે પિતાની પ્રચંડ સરકારયાત્રાને સાહિત્યસાધના દ્વારા પડકારે, ફેંકયો હતો. જીનીવા” નામે તેના નાટકમાં તેમનું એક.. Mouthpiece કહે છે: “તમે જેને ઈશ્વરનું કાર્ય કહે છે, તેનું રાજકીય કાર્ય કરે છે તે બધાથી થઈ શકતું નથી. પણ ઈશ્વરે આ કાર્ય દિવ્ય સંદેશ રૂપે અમુક માણસને સેપેલું હોય છે. તેમની ચૂંટણી લકે કરતા નથી. એમણે પોતે જ પિતાની ચુંટણી કરવી પડે છે. અને એ જ તેમને પ્રેરણાસ્ત્રોત હોય છે..' બર્નાડ શે કદાચ પિતાને આ પ્રેરણાસ્ત્રોત મળ્યું હોવાનું ગૌરવ અનુભવે છે અને એટલે જ તે એ ઘણો સંઘર્ષ કરીને અનેક રાજકારણીય ને કલાકીય વિરોધને સામનો કરીને પોતાની એક જુદી જ શબ્દસૃષ્ટિનું નિર્માણ
* *
*
-
ના