________________
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
જીવવું તે સર્વત્ર જવંદા કાયમ જ હોય છે. જીવાવ રહિત કેઈ જવા કદાપિ સંભવી શકતા નથી.
આગમ ગ્રંથોમાં પણ ને માયા એવા અનેક પાડે જીવન અભેદને જણાવનારા મળી આવે છે. એનાથી એ જ સાબિત થાય છે કે સર્વજીવોમાં છત્વ એકસરખું હોવાથી છું એક છે અને એકય સાકાળનું છે. સંસારી કે સિદ્ધ અવસ્થા એ કર્મોના ઉપચય અને ક્ષયને આશ્રયીને છે. બાકી છેવત્વ જાતિ તે જીવમાત્રામાં એક છે. સવજી સાથે સંબંધ શાશ્વત છે એ વાત સ્પષ્ટ રીતે સમજાયા પછી આ વાત પણ સહજ રીતે સમજાય એવી છે કે જીવન સાથે સંબંધ કાયમી છે તે એ સંબંધ દ્વારા જીવેને પરસ્પર કંઇને કંઇ લાભ કે હાનિ, અનુગ્રહ કે ઉપધાત પણ થતે જ હવે જોઈએ. અન્યથા આ સંબંધનું તાત્પર્ય કે કાય" શું? આ સવાલ
આ વિચારણાથી એ સ્પષ્ટ થાય છે કે જીવદ્રવ્યને પરસ્પર ઉપગ્રાહ્ય–ઉપગ્રાહક સ્વભાવ સવ' છમાં સવ કાળે કાઈ ને કઈ પ્રકારે વિદ્યમાન છે.
આગમ ગ્રંથમાં છ દ્રવ્યોનાં કાયમ લક્ષણે બતાવતા જણાવ્યું છે કે જીવને (અને પુદ્ગલને) ગતિ અને સ્થિતિમાં નિમિત્ત બનવું એ અનુક્રમે ધર્મારિતકાય અને અર્ધમાસ્તિકાયનું
કાય છે એટલે કે જીવને ગતિ–સ્થિતિ કરવામાં આ બંને દ્રવ્ય - ઉપકાર (સહાય) કરે છે.
હકીકતમાં ગતિ સ્થિતિનું ઉપાદાન કારણ છવ પોતે જ છે. જીવ દ્રવ્ય સ્વયં ગતિશીલ અને સ્થિતિશીલા છે પણ કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા અવશ્ય રહે છે. નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણું સ્વયં સક્રિય બની શકતું નથી એવી જ છવદ્રવ્યની ગતિ સ્થિતિમાં ધમસ્તિકાય અને અધમસ્તિકાય નિમિત્ત કારણ રૂપે ઉપકારક (સહાયક) બને છે.
એ જ રીતે પિતાના હિતાહિતમાં કે અનુગ્રહ-ઉપઘાતમાં જીવ પોતે જ ઉપાદાન કારણ છે પણ એની ઉ૫ત્તિમાં નિમિત્તની અપેક્ષા જરૂરી બની રહે છે અને એથી આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે જેનું હિતાહિત થવામાં નિમિત્ત કારણ રૂપે સર્વ જીવનો ફાળો હો જ જોઈએ અને એ ફાળે કઈ રીતે છે તે આગળ વિચારીશું. ભાવની પ્રધાનતા
સવ છે સાથે જીવત્વનો સંબંધ અને તેના કારણે હિતાહિતમાં પરસ્પર નિમિત્ત કારણુતા છે એ વાત સ્પષ્ટ થયા. પછી એ નિમિત્ત કારણુતા કઈ રીતે ઘટી શકે છે તે વિચારવાનું છે.
વાણી અને કાયાનું ક્ષેત્ર બહુ જ પરિમિત છે. એટલે એના દ્વારા સર્વ જીવો સવ' કાળે પરસ્પર હિતાહિતમાં નિમિત્ત ન બની શકે એ હકીકત છે પણ મન (દ્રવ્ય મન) અને (ભાવમન)] દ્વારા એટલે કે વિચાર-ભાવના દ્વારા તે સર્વ જીવોનાં હિતાહિતમાં પરસ્પર નિમિત્ત બનવું શકય છે.
જે જીવને મન નથી એવા એકેન્દ્રિય વિકલેન્દ્રિય, અને અસની પંચેન્દ્રિય છે પણ સચેતન હોવાથી એમને સતત કમ બંધ ચાલુ હોય છે. એમાં કારણભૂત આશ્રવ છે
મિથ્યાત્વ, અવિરતિ આદિ.....
સર્વનું હિત ચિંતવનાર ઉપકારી આત્માઓ પ્રત્યેની સતત ઉદાસીનતાદિ રૂપ કે આમ અશ્રદ્ધાન રૂપ અનાભોગ મિથ્યાત્વ એ છોને હોય જ છે. એથી તેઓમાં પણ ઉપગ્રાહકતા. લિટી શકે છે, - સિદ્ધાત્માઓ પણ કર્મ અને મનથી રહિત છે. છતાં એમનામાં સર્વ જીવરાશિ પ્રત્યે ક્ષાવિક ભાવની કરુણ રહેલી છે અને ભાવ કરણ જગજ તુએના આત્મહિતમાં પુષ્ટ કારણ રૂપે નિમિત્તભૂત બને જ છે.
ઉપદેશ દાનાદિ વડે, વાણી દ્વારા અને સેવા વડે કાયા. દ્વારા હિતાહિતમાં નિમિત્ત બની શકાય છે. એ અનુભવ સિદ્ધ જ છે.
આ રીતે મન (ભાવ) વાણી અને કાયાની : શુભાશુભ પરરપરના હિતાહિતમાં સર્વ જ નિમિત બની શકે છે. ધર્મોને પાયે મૈત્રી આદિ ભાવ :
પરમ કરુણાનિધિ વિધારેક જિનેશ્વર પરમાત્માએ જે આત્મ હિતકર ધમને ઉપદેશ આપે છે તેને પાયે મૈત્રી આદિ ચાર ભાવ છે. કારણ કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ-દ્વેષ અને મેહની મલિન વૃત્તિઓ છે. એ મલિન વૃત્તિઓ શુભ બનાવવા માટે મૈત્રી આદિ ભાવે અનિવાર્ય છે. માટે જ આ મૈત્રી આદિ ભાવોને ધર્મના મૂળ (પાયા) તરીકે ગણવામાં આવ્યા છે. મેત્રી આદિ ભાવોનું સ્વરૂપ :
પરહિત ચિંતા રૂપ કે સ્નેહ પરિણામ રવરૂપ મૈત્રીભાવ સવ છે પ્રત્યે પ્રગટાવવાને છે.
જીવને ભવભ્રમણ કરાવનાર જીવો પ્રત્યેની જે ષની કે ઉદાસીનતાની લાગણી છે તેને દૂર કરવા માટે સર્વ છે પ્રત્યે મૈત્રીભાવ કેળવો જોઇએ. બધા જ જીવનના સંબધથી એક છે. માટે કોઈપણ જીવ પ્રત્યે દોષ કે ઉદાસીનતાની લાગણી રાખવી એ હકીકતમાં પિતાના જીવ પ્રત્યે જ ષ કે ઉદાસીનભાવ રાખવા બરાબર છે.
જે પિતાના આત્માના મિત્ર બનવું હોય તે સર્વ જીવો પ્રત્યે મિત્ર ભાવને ગુણ પ્રાપ્ત કરવો જરૂરી છે.
એ જ રીતે જે છે પિતાનાથી અધિક ગુણવાન છે એમના પ્રત્યે પ્રસન્નતા રૂપ “પ્રમોદભાવ” કેળવવો જોઈએ જેથી દુર્ગણની દુગધથી ભરેલા આપણા આત્મામાં સગુણુને સુવાસ મહેકી ઉઠે...!
તથા જે જીવ દીન - હીન અને દુખી હાલતમાં ૬ તેમના પ્રત્યે એમના સર્વ દુઃખ દૂર પામે અને દુઃખન મૂળ આધારભૂત જે પાપ--અશુભ કર્મો એ પણ દૂર થાઓ શુભ ભાવના રૂ૫ કરુણા પ્રગટાવવી જોઈએ.
જે છ પાપમાં પ્રવૃત્ત છે, અધમ છે, સમજાવ્યા . સમજે, વાય ન વળે એવા કદાગ્રહી અને અવિનીત છે તેમને પ્રત્યે પણ સ્નેહ ગર્ભિત “એમને સદબુદ્ધિ મળે'ની ભાવના પૂર્વક) ઉપેક્ષાવૃત્તિરૂપ “માયસ્થભાવ’ કેળવવું જોઈએ.