________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮
દિવસે વધતું જાય છે. સમય જતાં એ ઘર્ષણ જુદાં ઘર અને જુદી ઓફિસમાં પરિણમે છે. આવી સ્થિતિમાં પરસ્પર વૈરવિરોધ વધે છે. અને એક દિવસ પિતાને એવું કહેતાં સાંભળીએ છીએ કે “મારી મિલકતમાંથી એ નાલાયકને એક પૈસે પણ હું આપવાનું નથી.' અને પુત્રને કહેતાં સાંભળીએ છીએ, મારે એમની સાથે હવે કે સ્નાનસૂતકને સંબંધ નથી. મારે હવે એમનું મેટું પણ જોવું નથી. મને અડધી રાતે ઘરમાંથી બહાર કાઢો અને ઓફિસમાંથી ધકકે માર્યો. હું ભીખ માગીશ, પણ બાપને એક પૈસે મને ન . ખપે.” - જે સંતાનનું અત્યંત લાડકોડથી પાલન કર્યું હતું એ જ સંતાન સાથે ભયંકર દુશ્મનાવટ થઈ ગઈ. આવું જોઇએ ત્યારે પ્રશ્ન થાય કે પિતા-પુત્ર જેવા લેહીના સબંધ વચ્ચે પણ જગતમાં આવું કેમ બનતું હશે?
(૨) ઋણાનુબંધની વિચિત્રતાનું બીજું એક ઉદાહરણ જોઇએ. એક યુવાને, બીજી એક યુવતીના પ્રેમમાં પડતાં, માબાપે કરાવેલી સગાઈ તેડી નાખી. સમાજમાં માબાપની આબરૂના કાંકરા થઈ ગયા. “મારી પ્રિયતમા વગર એક ક્ષણ હું જીવી નહિ શકું.' એમ કહી યુવાન ઘર છોડીને ભાગી ગયે. એણે પિતાની પ્રેયસી સાથે લગ્ન કર્યા. મહેનત-મજૂરી કરીને એ પૈસેટકે સુખી થયે. પત્ની સાથે આન દથી દિવસે પસાર કરતો હતો. શેડાં વર્ષ થયાં ત્યાં પતિને પડેલી દારૂની લતમાં પત્ની સાથેના મતભેદ, મનભેદ અને અણબનાવ ચાલુ થયા. ઝઘડા વયા. પત્નીને તમાચા મારવા સુધીની હદ આવી ગઈ. એક દિવસ જમવા બેસતાં ઉશ્કેરાયેલા પતિને બહુ માર ખાધા પછી આવેશમાં આવેલી પત્નીએ પતિના માથામાં એવું જરથી એક વાસણ માર્યું કે પતિનું મૃત્યુ થયું. પત્ની ઘર છોડીને ભાગી ગઈ. આવી કઈ વાત જેવી ઘટના સાચે જ બનેલી જ્યારે જાણવામાં આવે છે ત્યારે માનવસંબંધમાં કેવાં કેવાં અંતિમ કોટિનાં વિષમ પરિણામ આવે છે તે વિશે વિચારે ચડી જવાય છે.
() પિતાના બે પુત્ર રામ-લક્ષમણની જોડી તરીકે પંકાય છે. વેપાર-ધંધે ઘણો સારે ચાલે છે. સમાજમાં ચારેબાજ બહુ માનપાન મળે છે. સંયુકત કુટુંબમાં આનંદમાં દિવસે તેઓ પસાર કરે છે. પરંતુ એક દિવસ નવી આવેલી વિદેશી એરકન્ડિશન્ડ ગાડી કોણ વાપરે એ નાની વાતે દેરાણી - જેઠાણીનાં મન ઊંચાં થાય છે. તેની અસર ભાઈઓના વતન ઉપર થાય છે. વાત વધતી જાય છે. દરેક વાતે પરસ્પર તુલના થાય છે. જૂની વાતની યાદ અપાવીને એકબીજાને મહેણું ભરાય છે. નાના નાના મુદ્દાઓમાંથી પરસ્પર અસહકાર, વૈર, શંકા, તુચ્છકાર, અપમાન વધતાં જાય છે. એમ કરતાં કરતાં વેપારધંધામાં છૂટા થવાની વાત આવે છે ધંધે એટલો પહોળે અને પથરાયેલું છે કે પૂર્વ ગ્રહવાળા ભાઈઓ સાથે બેસીને હવે એ સહેલાઈથી ઉકેલી શકે એમ નથી. કોર્ટમાં કેસ ચાલે છે. રામ-લક્ષ્મણની જોડીમાંથી રાવણ - રાવણની જોડી થઈ જાય છે. એક જ જિંદગીમાં એક જ કુટુંબનાં સભ્યો વચ્ચે પંદર-પચીસ વર્ષમાં ઋણાનુબંધના કેટલા બધા રંગ જોવા મળે છે ! (૪) ચાર ભાઈઓ છે ! મોટો ઉદ્યોગ છે. રાજનો લાખે
કરેડાને વ્યવહાર છે. ભાઇઓ વચ્ચેનો સંપ એ છે કે એકબીજાનું પીધેલું એ હું પાણી કે શરબત ન પીએ ત્યાં સુધી સંતોષ ન થાય. એક જ ભાણે બેસીને જમે છે. પરંતુ પિતાના અવસાન પછી બધા જ ભાઈઓના મનમાં ચાર પેઠે. દરેક વેપાર-ધંધામાંથી પોતાની અંગત-ખાનગી રકમ ઉપાડવાનું ચાલુ કર્યું. ઉદ્યોગમાં તળિયું દેખાયું. છૂટા પડયા. એક જ વિશાળ ઘરમાં વચ્ચે દીવાલ ચણાઈ ગઈ. વેરભાવ વધી ગયાં. એવું ખાવાપીવાના આનંદની વાત ભૂતકાળની બની ગઈ. એકબીજાના ઘરનું ખાવાનું આવે તો અંદર ઝેર હશે એવી શંકાથી ગટરમાં ફેંકી દેવાવા લાગ્યું. ખૂનની ધમકીઓ અપાવા લાગી. દરેક ભાઇ રિકવર લઈને ફરે બે ભાઈઓ કયાંક સાથે થઈ ગયા હોય તે તિપિતાની બેગમાંથી રિવોલ્વર કાઢીને હાથમાં તૈયાર રાખે. પરસ્પર ગાઢ પ્રેમ કેવી ભયંકર શત્રુતા સુધી થોડાં વર્ષોમાં પહોંચી જાય છે !
(૫) વિદેશમાં પણ ત્રણાનુબંધની વિચિત્ર ઘટનાએ બનતી સાંભળીએ છીએ. યુવક-યુવતી વચ્ચે પ્રેમ થયો છે. લગ્ન કરવા ઇચ્છે છે. યુવકને પિતાની સંમતિ છે, માતાની નહિ. યુવતીને માતાની સંમતિ છે, પિતાની નહિ. બંને ઘરે માતા-પિતા વચ્ચે તીવ્ર મતભેદ, યુવક-યુવતી પરણી જતાં, છૂટાછેડામાં પરિણમે છે. પરંતુ થોડાં વર્ષ પછી યુવકયુવતી વચ્ચે જ ઝઘડા ચાલુ થાય છે. લગ્નવિચ્છેદની વાત આવે છે. તેમ ન કરવા પિતાનાં સંતાનોને સમજાવવા યુવકના પિતા અને યુવતીની માતા રેજ , મળે છે પરંતુ કોઇ માનતું નથી. છેવટે યુવક-યુવતી વચ્ચે લગ્નવિચ્છેદ થાય જ છે. બીજી બાજુ સંતાનને સમજાવવા માટે વારંવાર સહાનુભૂતિ પૂર્વક પરસ્પર મળનાર યુવકના પિતા અને યુવતીની માતા વચ્ચે સ્નેહ જાગે છે અને તેઓ બંને પરણી જાય છે. ' ( કૌટુંબિક સંબંધ ઉપરાંત વ્યાવસાયિક કે જાહેર જીવનના સબંધોમાં અને મિત્રો, સ્નેહીઓના સંબંધમાં પણ કયારેક અચાનક એટ આવે છે. આવા સંબ માં ક્યારેક કટુ સત્યવચન દંભ, માન-અપમાન, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા, દાર્થો, ષ, અસત્ય, બેટા આક્ષેપ વગેરે મહત્ત્વનાં કારણે બની રહે છે. સારા સંબંધમાં કેટલીક વખત અન્ય વ્યકિતઓ દ્વારા ઇરાદાપૂર્વક કલહ કરાવાય છે. વેપારધંધામાં રાજકારણમાં શિક્ષણસંસ્થાઓમાં, સામાજિક કે સાહિત્યિક સંસ્થાઓમાં, જ્ઞાતિઓનાં મંડળમાં એક પદ માટે વધારે ઉમેદવાર હોય તે પરસ્પર ઘનિષ્ઠ સંબંધ ધરાવતી બે વ્યકિતઓમાં કયારે ઘર્ષણ પેદા થશે તે કહી શકાય નહિ. કેટલીક સંસ્થાઓમાં અમુક વ્યકિતઓ પિતાની ઓછી લાયકાતને કારણે કે વિચિત્ર સ્વભાવને કારણે બહુ આગળ ન વધી શકી હોય તે તેવી Furstrated વ્યકિતઓ બીજા ઉચ્ચ પદાધિકારીઓ વચ્ચે ખોટી ભલે રણી કરીને, ચાડી-ચુગલી કરીને, બીજાના નામે બેટી વાત વહેતી મૂકીને ફાટફૂટ પડાવે છે. કેટલાયે માણસે કાચા કાનના હોય છે. કેઈકે ઇરાદાપૂર્વક કહેલી ખેતી વાતને ચકાસણી કર્યા વગર સાચી જ માની લે છે અને તેની અસર તરત જ તેના વતન અને વ્યવહાર ઉપર થવા લાગે છે. વષેને ગાઢ સંબંધ ઘડીકમાં પૂરો થઈ જાય છે. પિતાના ઉપર બીજાએ કરેલા
(પૃષ્ટ ૧૫ ઉપર)