SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : તા. ૧-૧૦૮૮ તા. ૧૬-૧૦-૮૯ ક્રમબદ્ધ બ વાના હતા, તેમાં ગાબડું પડી જાત. તેઓ હાઇસ્કૂલના શિક્ષક થવા સજાથા નહોતા, પણ માનવજાતના શિક્ષક બનવા માટે આવી નિષ્ફળતા તેમનાં જીવનમાં તાકિ કે પગંધિયાં ૩૫ હતી. * * * ત્યાર પછીને જે પ્રસંગ બન્યા તે રાજકોટના પોલિટિકલ એજને ગાંધીજીનાં કરેલાં અપમાનનો છે. આ પોલિટિકલ એજન્ટ અંગ્રેજ અમલદાર હતા અને ગાંધીજી લંડન રહ્યા તે દરમ્યાન તેમને આ અમલદાર સાથે મૈત્રી જે પરિચય થયા હતા. ગાંધીજીના મેટાભાઈ રિબંદરના રાણાસાહેબના સલાહકાર અને મંત્રી હતા ત્યારે તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપી છે એ તેમના પર આક્ષેપ થયું હતું. આ બાબત પલિટિકલ એજન્ટ આગળ પહોંચી હતી અને તેમને ગાંધી ના મેટાભાઈ પ્રત્યે પૂર્વગ્રહ થયો હતો. આ સંબંધમાં ગાંધીજી તેમના મેટાભાઈના અત્યાગ્રહથી આ અ ગ્રેજ અમલદારને મળવા ગયા. ગાંધીજીએ જેવી વાત શરૂ કરી કે " તરત જ અગ્રેજ અમલદારને મિજાજ ગયે ગાંધીજી આ અ ગ્રેજ અમલદારની ઓફિસમાં ભાગ્યે જ પાંચ મિનિટ બેઠા હશે ત્યાં તે તેમને પટાવાળા દ્વારા બહાર લઈ જવામાં આવ્યા. " આ અપમાનજનક પ્રસંગથી ગાંધીજીને જે આઘાતપ્રત્યાઘાત થયા તેને પરિણામે તેમને રાજકોટમાં વકીલાત માટે ન જ રહેવાય એવી પરિસ્થિતિ થઇ. ગાંધીજીએ આ મકથામાં કબૂલ્યું છે કે આ બનાવે તેમનાં જીવનને વળાંક બદલી નાખ્યો લંડનથી બારિસ્ટર થઈ આવ્યા બાદ આ આધાd ક્રમશઃ બનતા ગયા તેથી વિધિની કરતા જ લાગે, પરંતુ જયારે તેમને દક્ષિણ આફ્રિકામાં વસતા પિરબદરના મેમણ અબ્દુલ્લા શેઠની પેઢીમાં વકીલ તરીકે જવાનું બને છે ત્યારે વિધિની થેગ્યતા સમજાય છે. તે સમયના ખટપટી કાઠિયાવાડમાં સ્થિર થવા માટે ગાંધીજીએ જે પ્રયત્ન કર્યા તેમાં તેમને દુ:સહ આતે જ મળ્યા. તેથી તેમણે આફ્રિકા જવાની દરખાસ્ત તરત જ વધાવી લીધી અને રાજીખુશીથી હિંદુસ્તાન છોડયું. તેમને દક્ષિણ આફ્રિકાને વસવાટ ગાંધીજી માટે ‘મહાત્મા ગાંધી'. બનવા માટે સમગ્ર રીતે જીવનઘડતરરૂપ બન્યા. ગાંધીજીએ આફ્રિકામાં પિતાનું વ્યકિતત્વ ઘડ્વા માટે જે પુરુષાર્થ કર્યો છે. તે તેમને પ્રાતઃસ્મરણીય બનાવે છે. ભારતના ઘણાં વકીલે લક્ષ્મીનંદન બન્યા હશે અને બનતા હશે પરંતુ ગાંધીજી જેવા સત્યપ્રેમી, માનવતાવાદી વર્ક,લ કાઈ બન્યા હશે કે કેમ એ મેટો પ્રશ્ન છે. જે વકીનને પિતાનાં વતનમાં આજીવિકા રળવાનુ અશકય લાગ્યું, તે જ માણસે ભારતના સાચા અર્થમાં વકીલ બનીને ભારતને સ્વતંત્રતા અપાવી એ ગહન સત્ય આજના વકીલે ભારતની સુખાકારી માટે સમજવા થાડે પણ પ્રયત્ન કરે તે ભારતના વકીલેની બુદ્ધિશકિત દેશની સુખાકારીમ 'ધણી ઉપગી બને અને મહાત્મા ગાંધીજીને યોગ્ય અંજલિરૂપ બને. . ગાંધીજીના આજીવન પ્રસંગે ગાંધીજીની નિર્બળતા સાબિત કરતા નથી, પરંતુ તેમનાં સમગ્ર જીવનઘડતરની ચાવીરૂપ સાબિત થાય છે. ગાંધીજીના આ જીવન પ્રસંગે પરથી બે બાબતે અવશ્ય શીખવા મળે છે. પહેલું એ કે ગાંધીજી આ આઘાતથી ગભરાયા નથી, બેચેન બન્યા નથી કે માનસિક બિમારીને ભોગ બન્યા નથી. દક્ષિણ આફ્રિકામાં એક દરવાનને હાથે તેમને માર ખાવો પડ્યો હતો, તેથી તેઓ ન તે આફ્રિકા છોડી અાવતા રહ્યા કે ન તે ત્યાંના વાતાવરણ માટે અયોગ્ય ભાષા વાપરી. તેમણે આઘાત સહન કર્યા અને પચાવ્યા; તેઓ સતત જીવનને સામને કરતા રહ્યા, પછી નાનો પ્રસંગ હોય કે મ. સાનંદાશ્ચર્યની વાત તે એ છે કે તેઓ બનતા આઘાતે પરથી પિતાનું ઉચ્ચકક્ષાનું ને તિક ઘડતર કરતા રહ્યા. આવી માનસિક તાકતને લીધે જ તેઓ અવિરત પુરુષાર્થ દ્વારા અંર્દભુત તેમજ સ ગીન કર્યો છવ્યા ત્યાં લગી કરતા રહ્યા.. * ' ગાંધીજીના આ જીવન પ્રસંગે પરથી બીજ જે શીખવાનું મળે છે તે એ છે કે માણસ માત્રનાં જીવનમાં નાના મેટા પ્રસંગો એવા પણ હોય છે એમાના કેટલાક પ્રસંગો એવા પણ હોય કે જ્યારે તે બન્યા હોય ત્યારે માણસને ન ગમ્યું હોય અથવા તે પ્રસંગોથી અધાત પણ લાગે હેય અને દિવસ સુધી અને કઇ બાબતમાં વધારે સમય સુધી તે અંગે કચવાટ અને ખિન્નતા રહ્યાં હેય. માણસ પિતાની પાછલી વયમાં શાંત ચિત્તે ભૂતકાળના અણગમતા પ્રય ગે વિશે વિચારશે તે તેને સમજાશે કે તે પ્રસંગો તેને જીવનની સમગ્ર પેજનોમાં બરાબર હતા અથવા તો તદ્દન લાભદાયી બન્યા. તે સમયે પિતાને જે રુચતું હોય તેવા પ્રસંગ બન્યા હેત તે કદાચ વધારે દુખદ પરિસ્થિતિ નિર્માણ થઈ હેત અને આને પરતાવાને વખત આવત એમ પણ વિચારને અંતે લાગશે. સૌ કોઇને પિતાનું જીવન વહાલું' અને મહત્ત્વનું લાગે તે સ્વાભાવિક છે. સૌને પિતાનું જીવન યોગ્ય અર્થમાં વિશેષ વહાલું બને તે માટે ભૂતકાળના અને વર્તમાન સમયમાં અણગમતા બનાવો પ્રત્યે શાણપણભરી દૃષ્ટિ કેળવાય એવું સુચન ગાંધીજીના જીવન પ્રસ ગોમાં રહેલું છે. આવી દષ્ટિ કેળવાય તે ભૂતકાળમાં આમ થયું હતું તે હું સુખી થઇ હતી અને તેમ થયું હોત તે હું બહુ સારું સ્થાન પ્રાપ્ત કરી શકો હેત એવી નિર્ધક કહપનામાં પિતાનાં સમય અને શકિત વેડફશે નહિ, પરંતુ પિતાનાં જીવનને સ્વીકાર કરતાં શીખશે જે સુખી બનવાની કે એગ્ય અર્થમાં પ્રગતિ કરવાની પ્રાથમિક જરૂરિઆત છે. સંયુકત અંક પ્રબુદ્ધ જીવનને તા ૧-૧૧-૧૯૮ન્ને તથા તા. ૧૬-૧૧-૧૯૮૯ અંક સંયુકત અંક તરીકે તા. ૧૬-૧૧-૧૯૮૯ના રોજ પ્રગટ થશે.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy