SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૮ તા. ૧૬-૯-૮૯ :પ્રશ્ન જીવન ત્યાગ, સંયમ અને સ્વાર્પણની ભાવનાથી જ અકિલ્યાણ સાધી શકાશે. * ચાલે જીવવાનું કાવતરૂ રચીએ : તા. ૫મી સપ્ટેમ્બરે આ વિષય પર બેસતાં ડે. ગુણવંત શાહે જણાવ્યું હતું કે માણસ કયારેક મરવા માટે કે મારવા માટે કાવતરું રચે છે, કાવતરું રચતી વખતે, પડયંત્ર રચતી વખતે સંકલ્પબળની જરૂર પડે છે. એવું સંકલ્પબળ આપણે આપણા જીવનને સુંદર બનાવવામાં દાખવતા નથી, તેને રંજ રહે છે. આજે આપણે અધું-પડધું જીવીએ છીએ. આપણા જીવનને કેટલોક ભાગ ઠીંગરાઈ ગયો છે, છતાં આપણે આખાને આખા ઇવતા હોઇએ તે ડેાળ અને દંભ સેવીએ છીએ અને અહીં જ જીવન જીવવાના કાવતરાની શરૂઆત થઈ જાય છે. આપણે જેવા છીએ તેવા દેખાવાને બદલે આપણી જાતને બીજી રીતે રજૂ કરવી તેવી વૃત્તિ એટલે આજનું સ્ટેટસ. આપણે જાહેરમાં નક, ખાનગીમાં પણ પ્રામાણિક બનવું જોઈએ. * ભકતામર સ્તોત્રનું રહસ્ય: આ વિઠ્ય પર ખેલતાં ડો. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે જેમ મંત્રમાં નવકાર મંત્રને મહિમા મોટે છે તેમ તેંત્રમાં ભક્તામર તેંત્રને મહિમા મેટો છે. તેનું કારણ આ સ્તોત્ર મંત્રગર્ભિત છે. અને એના ચમત્કારિક અનુભવ થયાના અનેક દાખલા છે. કવિ માનતુંગસૂરિએ આ સ્તંત્રની રચના એવી અદ્ભુત રીતે કરી છે કે એનું પાન, ગાન કે પૃજન કરતાં અનેરો ઉલ્લાસ અનુભવાય છે. હજાર કે પંદરસે વર્ષથી આ તેત્રનુ રજેરોજ કયાંક ને કયાંક પઠન થતું રહ્યું છે. મધ્યકાળમાં ગુગુકરિ નામને અચાયે એને ઉપર મટી ટીકા લખી છે અને જેમના જીવનમાં ચમત્કારો સજાયા હોય એવા દાખલા વાર્તારૂપે નોંધ્યા છે. ભકતામર સ્તોત્રમાં ભૌતિક લાભની, બંધન, ભય, રોગ વગેરેમાંથી મુકિતની વાત ફલશ્રુતિ રૂપે જે કરી છે, તે ભૌતિક ઉપરાંત અજામિક દષ્ટિએ પણ સમજવાની છે. ભકતામર સ્તોત્ર આદિનાથ ભગવાનની સ્તુતિ છે. એ ભકિતનું એ સ્વરૂપ છે પરંતુ ભકિત પરંપરાને જ્ઞાનનો હેતુ બનાવી જોઇએ કે જે જ્ઞાન પરંપરાએ મુદિત અપાવે. આમ, ભકતામર તેત્રમાંથી મુકિતમાર્ગનું રહસ્ય પણ સાંપડી રહે છે. કં આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં એક કલાકને ભકિતસંગીતને કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતે. સંઘના મંત્રીશ્રી નિરુબહેન સુધભાઈ શાહે દરરોજ પ્રાર્થનાના વિષય પર વિવેચન કરવાની સાથે ભકિતસંગીતનાં કલાકાર ભાઈ-બહેનોને પરિચય આપ્યો હતો. શ્રીમતી બેરોઝ ચેટરજી, શ્રીમતી રેખા પરીખ, શ્રીમતી શીલા શેઠીયા, શ્રીમતી શૈલેજા ચેતન શાહ અને શ્રી વિકમ નિઝામા, શ્રીમતી હંસા બદરીનાથ, શ્રીમતી શોભા સંઘવી, શ્રીમતી ચંદ્રા કે ઠારી- અને શ્રીમતી શારદા ઠકકરે અનુક્રમે ભકિતસંગીતને કાર્યક્રમ આપીને સવારના ખુરાનમાં વાતાવરણને વધુ આહલાદક અને ભકિતમય બનાવ્યું હતું. વ્યાખ્યાતાઓને પરિચય અને વ્યાખ્યાનોની ટૂંકી સમીક્ષા છે. રમણલાલ ચી. શાહે કરી હતી. આ પ્રસંગે મુનિસેવા આશ્રમના સંચાલિકા બહેન શ્રી અનુબહેન ઠકકર પણ પધાર્યા હતાં અને તેમણે તેમની સંસ્થાને પરિચય આ હતા. સંધના મંત્રીશ્રી કે. પી. શાહે મુનિસેવા, આશ્રમ માટેની સંધની અપીલને સુંદર પ્રતિસાદ આપવા બદલ સૌને આભાર માન્ય હો. સંધના ઉપપ્રમુખ - શ્રી ચીમનલાલ જે. શાહે વ્યાખ્યામાળાના રજેરજેના કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતુ. સંધના કાષાધ્યક્ષ શ્રી પ્રવીણચંદ્ર કે. શ હે દાતાઓને તેમજ આ વ્યાખ્યાનમાળા માં ઉપયોગી થનાર નામી-અનામી તમામ મિત્રોને આભાર માન્યો હતે. આમ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં જ્ઞાનવર્ધકસમી આ વ્યાખ્યાનમાળાની સાનંદ સમાપ્તિ થઈ હતી. દયાપ્રેરિત હત્યા-ઈતર અને જૈન દષ્ટિ (પૃષ્ઠ ૨ થી ચાલુ રાષ્ટ્રનેતા વગેરેના જીવન અંતકાળે એના ભકતે, અનુયાયીઓ, ચાહકે વગેરેમાં પણ એ ભાવ થાય છે. તે વખતે એ વૃદ્ધ, બીમાર અને બિનઉપયોગી પરંતુ પ્રાણપ્રિય વ્યકિતના જીવનનો અંત જલદી આવે તે સારું એવા ભાવ એકંદરે એના ચાહકવર્ગમાં ઉદ્ભવતે નથી હોતે એ બતાવે છે કે જીવંત વ્યકિતની કિંમત કેટલી બધી છે! કેટલાક વખત પહેલાં એવી એક ચર્ચા ચાલી હતી કે વૃદ્ધો સમાજને માટે આથિંક રીતે બેજારૂપ છે. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દેશમાં કશું ન કમાતા અને આરામથી ખાતાંપીતાં એવાં વૃદ્ધ માતાપિતા સંતાનોને માથે આર્થિક દ્રષ્ટિએ બેજારૂપ બની જાય છે. રહેઠાણ વગેરેના પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. એવે વખતે દ્ધોએ રવેચ્છાએ જીવન પૂરું કરી નાખવું જોઇએ. અર્થાત સરળ ઉપાયથી આત્મહત્યા કરી નાખવી જોઇએ કે અથવા સરળ ઉપચાર વડે બીજાઓએ તેમના જીવનના અંત આણે જોઇએ કે જેથી તેઓ સમાજને બેજારૂપ ન રહે; પરંતુ આ પ્રશ્નનાં પણ ઘણાં પાસાં રહેલાં છે. જે વૃદ્ધોએ અથાગ પરિશ્રમ કરીને પિતાની આજીવિકા ચલાવવા ઉપરાંત વિશેષ સ પત્તિ એકત્ર કરી હોય તે વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં પિતાની સંપત્તિને ઉપયોગ કરીને જીવવાને હક ખશે કે નહિ ? વારસાની લાલચથી સંતાને એમ ઈચ્છતાં હોય કે વૃદ્ધ માતાપિતા સંસારમાંથી જલદી વિદાય લે તે પિતાને મળનારી સંપત્તિ જલદી પિતાના હાથમાં આવી જાય. એ રીતે વિચારનારાં સંતાનોને વૃદ્ધ માતાપિતા કે અન્ય વૃદ્ધ વડીલે બેજારૂપ જ લાગવાનાં. પરંતુ તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈસર્ગિક ન્યાયદ્રષ્ટિ રહેલી નથી. યુવાને પોતે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને આ દ્રષ્ટિ વધુ સારી રીતે સમજાય છે. .. કેટલાકે એ મત વ્યકત કર્યો છે કે જે વૃદ્ધો ઉપગી જીવન જીવતા હોય તે વૃદ્ધોએ પોતાના જીવનને વહેલે અંત આણવાની જરૂર નથી. પરંતુ આ ઉપયોગિતા એટલે શું? કેટલાક વૃદ્ધ સમાજોગી કાર્યો કરતા હોય છે, કેટલાક વૃદ્ધા કુટુંબમાં રહીને પણ ઉપયોગી થતા હોય છે, તે કેટલાક વૃદ્ધો સક્રિય કશું કાર્ય ન કરતા હોવા છતાં માત્ર પોતાની હાજરીથી જ કુટુંબના અનેક સભ્યોને હંફ અને જરૂર પડે માર્ગદર્શન આપે છે. કયારેક એમની હયાતીના કારણે જ કેટલાંક ખોટાં કામે થતાં અટકી જાય છે. કેટલીક વ્યકિતઓને માટે વડીલ, વૃદ્ધ વ્યકિતએ એથરૂપ હોય છે અને એમની હયાતી દરમિયાન અન્ય કેટલાક સભ્ય નિર્ભયતા અનુભવે છે. એટલે ‘ઉપયોગી વૃદ્ધોની વ્યાખ્યા બાંધવાનું સહેલું નથી. ઘણી જુદી જુદી
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy