SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯૮૬ તા૧૬-૯૮૯ મહનીય કર્મ એ દર્શન મેહનીય કર્મનો પ્રકાર છે. જીવમાં તે અનાદિથી હોય છે, પરંતુ ભવ્ય છે તેને અંત આણી જ શકે છે.. મિથ્યાવના વ્યકત અને અવ્યકત સમા ગૃહીત અને અગૃહીત એવા બે પ્રકાર છે. વળી મિથ્યાત્વના પાંચ, દસ, ” પચીસ એવા જુદા જુદા પ્રકાર બતાવવામાં આવે છે. મિટાવ જીવને સંસારમાં જમાડનારું તત્ત્વ છે. સકતવની પ્રાપ્તિ પછી જ જીવની યાત્રા સાચી દિશામાં ચાલુ થાય છે. * શ્રી અરવિંદ-જીવન અને દર્શન : તા. ૧લી સપ્ટેમ્બરે આ વિષય પર બોલતાં ડે. રમણલાલ જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં અનેક વિભૂતિઓ જન્મી છે, તેમાં પણ મહર્ષિ શ્રી અરવિંદનું જીવન અને કવને આજે પણ અનેકાને પ્રેરણા આપે તેવું છે. શ્રી અરવિ દનું જીવન માત્ર સપાટી પરનું જીવન ન હતું પરંતુ અંદરથી છવાતું જીવન હતું. અંદરથી જે જીવન જવાય છે તે એવું સુક્ષ્મ હોય છે કે એના વિશે બાહ્ય વાતાથી ચાલે નહિ. દિવ્ય ચેતના માટેની અભિપ્સા, સમર્પણભાવ અને ઈશ્વરને પામવા માટે પુરુષાર્થ એ ત્રણ વસ્તુ પર શ્રી અરવિંદ વધુ ભાર દેતા. મહાત્મા ગાંધીમાં સત્યાગ્રહીનું સ્વરૂપ પ્રગટ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરમાં કવિનું સ્વરૂપ પ્રગટ થાય છે તે શ્રી અરવિંદમાં એક મેગીનું સ્વરૂપે પ્રગટ થાય છે. 0 * તનાવ મુકિતકો સાધન-પ્રતિક્રમણઃ ડે. નરેન્દ્ર ભાણુવો આ વિઘય પર ખેલતાં જણાવ્યું હતું કે પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની ક્રિયા. પ્રતિક્રમણની પહેલી શરત છે સમતા. સમતા ન હોય તે પ્રતિક્રમણને કે અર્થ નથી. પ્રતિક્રમણને આવશ્યક એટલા માટે કહેવામાં આવ્યું છે કે તેનાથી ગતિ અને સ્થિરતાને સંતુલિત કરી શકાય છે. આજે દેહદર્શન જ આપણું દર્શન બની ગયું છે. પરંતુ આત્મદર્શનની વાત આપણે સમજીએ તે જીવનની સાર્થકતા દુર નથી. પ્રતિકમણ આપણને આત્મદર્શનની રીત બતાવે છે. પ્રતિક્રમણ પિતાના અંતરના પ્રદુષણને મટાડવાનું દિવ્ય ઔષધ છે. પોતાની પ્રશંસા ટળે અને માનઅપમાનના સમયે રિતિપ્રજ્ઞ રહે એનું જ પ્રતિક્રમણ સાર્થક છે. જે જીવ મન, વચન અને કર્મથી પ્રતિક્રમણ કરે છે તે કર્મની નિજ કરે છે અને મુકિતમાર્ગને તે પથિક બને છે. * કરુણાનું વાવેતર: તા. ૨૭ સપ્ટેમ્બરે શ્રી નાગજીભાઈ દેકાઈએ આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે માનવીની સાથે મહોબત ન કરી શકે, પ્રેમ ન કરી શકે તેને માનવી કહી શકાય નહિ. આ જગતમાં કરુણું એવી ચીજ છે કે જે માણસના જન્મ સાથે જ તે તેની મુઠ્ઠીમાં હોય છે. પરંતુ માણસને આજે તેની સામે જોવાની ફરસદ નથી. એકવીસમી સદીમાં પ્રવેશતાં આજના યુગને ભગવાન મહાવીરની કરુણાની અત્યંત આવશ્યકતા છે. કરુણ આપણે ઠારે ઊભી છે. આપણે માત્ર આપણું બારણું જ ખેલવાની જરૂર છે. અનુકંપાને જયાં જન્મ થાય છે ત્યાં કરુણા કેળે છે, ફળે છે. જે માનવીમાં કરુણા કણ-કણે અને ક્ષણે ક્ષણે વ્યાપી ગઈ હોય તે માનવીનું જીવન સાર્થક ગણુથ. આપણુ મનને જીતવું તે કઠિન વસ્તુ છે, પરંતુ જે મનને જીતે છે તેનામાં કરુણાને અવશ્ય પ્રાદુર્ભાવ થાય છે. * * મિથ્યાત્વનું સ્વરૂપઃ આ વિષયું પર બોલતાં છે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે મિરયા એટલે અસત્ય. મિથ્યાત્વ એ એક પ્રકારની મૂઢતા છે. દેહના સુખને જ જે સાચું સુખ માને અને આત્મતત્વનો અરવીકાર કરે તે મિષા,વં છે. મિથ્યાત્વને શાસ્ત્રારએ મહારગ, મહાવિષ, મહાશત્ર અને મા અંધકાર તરીકે ઓળખાવ્યું છે. સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મમાં જે રુચિસહિતની શ્રદ્ધા તે સમ્પર્ગ દર્શન છે. જે મુદેવને દેવ માને, કુગુરુને ગુરુ માને અને કુધમને ધર્મ ‘મને તે મિથ્યાત્વનું છે. મિથ્યાત્વ * સામાયિક ઔર સ્વાધ્યાય : તા. ૩ જી સપ્ટેમ્બરે ડો. (શ્રીમતી સુષમા સિંઘવીએ આ વિષય પર બેસતાં જણાવ્યું કે સામાયિક અને સ્વાધ્યાય એ બંનેને સંગ એટલે સેનામાં સુગંધ ભળી તેમ કહેવાય સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ. સ્વાધ્યાય એટલે સ્ત્રનું અદયન. અહીં નો મતલબ આત્મચેતના સમજ. આપણે આપણા આત્માના અવાજને, ચેતનના સ્વરૂપને મુચ્છિત કરી દઈએ છીએ અને ભૌતિક સુખમાં રમતા રહીએ છીએ. અનંત સમયથી આપણે આ રીતે કરીએ છીએ. એટલે જ ભવાંતરને અંત આવતા નથી. ભગવાન મહાવીરે તેમના શિષ્ય ગૌતમને સમય માત્રનો પ્રમાદ ન કરવાની વાત કહી છે. સમય” એટલે કાળનું સૂમસ્વરૂપ. ‘સમય’ એટલે શાસ્ત્ર અને સમય” એટલે આત્મા. * ભગવાન બુદ્ધ: શ્રી જયેન્દ્ર ત્રિવેદીએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર શબ્દ દ્વારા ઘણા બધે ઉપદેશ આપે છે. ભગવાન બુદ્ધને ઉપદેશ ક્યાંય નકારાત્મક નથી. ભગવાન બુદ્ધના ઉપદેશને મમ એ છે કે બીજાને મારી નાખવાનું કે નીચે પાડવાનું કૌમ જેટલું સરળ છે, તેટલું મનની મત્તિને એટલે કે કામવાસનાને તેમ જ અન્યને મારવાની-સંતાપવાની વૃત્તિને વશ કરવાનું સરળ નથી. જે આ વૃત્તિ વશ કરે છે તે શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તે જ જીવ આ સંસારને જીતી શકે છે. * મેક્ષનું પાથેય : તા. ૪થી સપ્ટેમ્બરે આ વિષય પર બેલતાં પૂ. સાઘીશ્રી જયંતપ્રભાશ્રીજીએ જણાવ્યું હતું કે સમ્પર્ગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ખૂબ જ મહત્વ છે. આ ત્રણેમાંથી એક પણ ઓછું હોય, ન્યૂત હોય તે મેક્ષપથની માત્રા સુખદ સહજ, નિરામય અને સફળ બની શકતી નથી. મોક્ષમાર્ગના પથિકને દુષ્કૃત્યની નિંદા, સુકૃતની અનુમોદના અને ચાર શરણને સ્વીકાર એ ત્રણ વસ્તુની આવશ્યકતા રહે છે. જે સમાજ અને રાષ્ટ્રનું ચરિત્ર ઉચ્ચ હશે તેની સદા ઉન્નતિ થવાની જ. . * સ્વહિત ઔર લેકહિત : ડે. સાગરમલ જેને આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે અત્મહિતના ભેગે લેકહિતની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જે મનુષ્ય અનાસકતભાવે લેકહિતની પ્રવૃત્તિ કરે છે તેનું જીવન સાર્થક બને છે. જે પ્રવૃત્તિના પાયામાં નૈતિકતા અને આધ્યાત્મિકતા હોય તે જ પ્રવૃત્તિ લાંબા સમય સુધી ટકી શકે છે. જે મનુષ્ય કોઈપણ જાતની અપેક્ષા વિના સહજ રીતે દાન આપે છે તે જ ખરું દાન છે. સંપત્તિને સંગ્રહું કરવાથી આત્મકલ્યાણ નથી થવાનું.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy